________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાષ્ટ્રને મુંબઈ સહીતના મહારાષ્ટ્રની રચનાની ઇચ્છા હતી. આથી ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ભાવાત્મક એકતા સધાઈ ન હતી. કોંગ્રેસના આગેવાનો સમજી ગયા હતા કે આ દ્વિભાષી રાજય લાંબું ટકવાનું નથી. આ સંજોગોમાં તા. ૨૭-૮-૫૯ ના રોજ મુંબઈના મુખ્ય પ્રધાન યશવંતરાવ ચવાણે જણાવ્યું કે દ્વિભાષી રાજયનું વિભાજન કરવા તેમણે પોતે કોંગ્રેસ મોવડી મંડળને સંમતિ આપી છે. જો કે, મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થાય તે સમયે વિભાજનના કેટલાક પ્રશ્નો ઊભા થયા હતા જે વાટાઘાટો દ્વારા ઉકેલવામાં આવ્યા હતા
અંતે મહાગુજરાતના માળખા વિશે વિચારવામાં આવ્યું. ગુજરાતના ભાવિ મુખ્ય પ્રધાન તરીકે ડૉ. જીવરાજ મહેતાની વરણી થઈ. મુંબઈથી ૨૦ ઉચ્ચ અધિકારીઓની ટુકડી અમદાવાદ આવી અને સૂચિત સચિવાલય, ધારાસભાગૃહ અને કોર્ટ માટે શાહીબાગ તેમજ કેમ્પ વિસ્તારમાં કલેકટર અને અન્ય સરકારી અધિકારીઓના બંગલામાં રાખવાનું નક્કી કરવામાં આવ્યું. નવી દિલ્હીમાં મોરારજીભાઈ દેસાઈએ તા. ૨૪-૨-૬૦ ના રોજ જાહેર કર્યું કે ગુજરાત રાજયનું ઉદ્દઘાટન ૧ લી મે, ૧૯૬૦ ના રોજ થશે, અંતે આ દિવસે રવિશંકર મહારાજના હસ્તે ગુજરાત રાજયની સ્થાપના થઈ.
| ગુજરાતમાં સ્વાતંત્ર્યનાં ત્રણ મુખ્ય આંદોલનો થયાં- ૧૯૫૬માં મહાગુજરાત, ૧૯૭૪માં નવનિર્માણ ૧૯૮૫માં અનામત. આ ત્રણ મુખ્ય આંદોલનમાં મહાગુજરાતનું આંદોલન અનોખું હતું. એ આંદોલન જય જય ગરવી ગુજરાતના નર્મદના સ્વપ્નમાંથી દેહ પામતું હતું. ગુજરાત તો ૧૯૫૬ પહેલાં પણ હતું પણ ગુજરાતની સઘળી પ્રજા એક રાજયમાં ન હતી. આ આંદોલન સરવાળે થોડાં વર્ષ પછી ફલિત થયું કારણ કે ગુજરાતનાં ત્રણ બીલીપત્રોગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છનાં ત્રણ પત્રો-ગુજરાત રૂપી ડાંખળીમાં ભળ્યાં. ત્રિવેણી સંગમની ત્રણે સરિતાનાં નીર ગુજરાતમાં ભળ્યાં.
પાદટીપ ૧. જમીનદાર રસેશ, “સ્વાધીનતા સંગ્રામમાં ગુજરાત', પૃ. ૯૪ ૨. રાજગોર, શિવપ્રસાદ, ‘અર્વાચીન ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, પ્રકા, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ
બૉર્ડ, અમદાવાદ, પૃ. ૨૭૯ ૩. ભટ્ટ, બ્રહ્મકુમાર, ‘લે કે રહેંગે મહાગુજરાત', પ્રકા. દશરથ ગાંધી, અમદાવાદ, પૃ. ૩-૪ ૪. પેટલીકર, ઈશ્વર, મહાગુજરાતના નીર’, ક્ષીર, પૃ. ૭૯ ૫. ભટ્ટ, બ્રહ્મકુમાર, ‘લે કે રહેંગે મહાગુજરાત', પ્રકા. દશરથ ગાંધી, અમદાવાદ, પૃ. ૫૪-૫૭ ૬. એજન, પૃ. ૭૯-૮૦ ૭. પરીખ, રામલાલ (સંપાદક), ‘ગુજરાત એક પરિચય', પ્રકા. ઠાકોરભાઈ દેસાઈ, પૃ. ૬દર ૮. ભટ્ટ, બ્રહ્મકુમાર, “લે કે રહેંગે મહાગુજરાત', પ્રકા. દશરથ ગાંધી, અમદાવાદ, પૃ. ૧૯૯ ૯. પરીખ, રામલાલ (સંપાદક), ‘ગુજરાત એક પરિચય', પ્રકા. ઠાકોરભાઈ દેસાઈ, પૃ. દ૬૩ ૧૦. ભટ્ટ, બ્રહ્મકુમાર, ‘લે કે રહેંગે મહાગુજરાત', પ્ર. દશરથ ગાંધી, અમદાવાદ, પૃ. ૨૦૨-૨૦૩
પથિક જ વૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૪૧
For Private and Personal Use Only