SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાગુજરાતનું આંદોલન : એક વિહંગાવલોકન કાશમીરા ભોજક ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં રાજાશાહી રાજયના વિલીનીકરણ અને એકીકરણની ઘટના, સરદારશ્રીની કુનેહ, માઉન્ટ બેટનના સૌજન્ય અને વી.પી. મેનનની કર્મઠતાને આભારી હતી, જેના ફળ સ્વરૂપે આજના ભવ્ય ભારતની રચના શક્ય બની." આ એકીકરણ અને વિલીનીકરણની પ્રક્રિયામાં ગુજરાતનાં દેશી રાજયોનું મહત્ત્વનું યોગદાન હતું. ઈ.સ. ૧૯૫૬ માં જ્યાં સુધી મુંબઈ રાજયની રચના ન થઈ, ત્યાં સુધી પરસ્પરમાં વિલીન કરાયેલાં દેશી રાજ્યો સ્વતંત્ર એકમ તરીકે રહ્યાં. પરંતુ એમ કહી શકાય કે આ સમય દરમિયાન ગુજરાતી ભાષી વિસ્તારોને એક વહીવટી તંત્રમાં મૂકવા માટેની ભૂમિકા તૈયાર થઈ.૧ આ મુજબની ભાષાવાર પ્રાંત-રચનાની શક્યતા તપાસવા ૧૭ જૂન, ૧૯૪૮ ના રોજ ધાર કમિશનની રચના થઈ. આ કમિશને ખાસ કરીને દક્ષિણનાં રાજયો અંગે જ રિપોર્ટ કરવાનો હતો. ત્યારબાદ જાન્યુઆરી, ૧૯૪૯ માં જે.વી.પી. સમિતિની રચના થઈ. આ સમિતિના રિપોર્ટમાં મદ્રાસ શહેર સિવાયના અવિભાજિત મદ્રાસ રાજયના તેલુગુ ભાષી વિસ્તારોનું રાજય રચવાની ભલામણ કરવામાં આવી. ૧૯ ડિસેમ્બર, ૧૯૫૩ ના રોજ ભારત સરકારે રાજય પુનર્રચના પંચની નિમણૂકની જાહેરાત કરી. આ પંચે જે ભલામણો કરી તેમાં બૃહદ મુંબઈ રાજયની ભલામણ હતી. છેવટે દ્વિભાષી રાજય રચનાનાં ચક્રો ગતિમાન થયાં. ગુજરાતનું યુવાન લોહી થીજી ગયું નહતું. મહાગુજરાતની રચનાનું સ્વપ્ન રોળાતું જોઈ સૌપ્રથમ અમદાવાદના વિદ્યાર્થીઓ ગુજરાત કેંગ્રેસ સમક્ષ જવાબ માગવા ઊતરી પડ્યા. ગાંધીજીના અહિંસક ગુજરાતમાં નિર્દોષ વિઘાર્થીઓને જવાબમાં ગોળીબાર મળ્યો. આ બનાવ આઠમી ઑગસ્ટ ૧પ૬ ના રોજ અમદાવાદ ના કોંગ્રેસ ભવનના પ્રાંગણમાં બન્યો હતો, જેણે મહાગુજરાત આંદોલન માટે અગ્નિને હવા આપવાનું કામ કર્યું હતું. આ ગોળીબારમાં તે સમયે ચાર નિર્દોષ યુવાનો શહીદ થયા હતા. ગોળીબારને કારણે ચોપાસ હાહાકાર થઈ ગયો હતો. ગાંધીજીએ આપેલી શિસ્ત અને અહિંસાની તાલીમનાં દર્શન મહાગુજરાત આંદોલનમાં જનતાએ ‘જનતા કર્યુ'માં કરાવ્યાં જે અમદાવાદમાં મોરારજીભાઈની સભાના દિવસે પાળવામાં આવ્યો હતો. મહાગુજરાતની લડતને વ્યવસ્થિત માર્ગદર્શન આપવા માટે સપ્ટેમ્બર, ૧૯૫૬ના રોજ ઇન્દુલાલ યાજ્ઞિકના પ્રમુખ પદે “જનતા પરિષદ'ની રચના કરવામાં આવી હતી. તા. ૨-૧૦-૫૬ ના રોજ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેર અમદાવાદની મુલાકાતે અમદાવાદ આવવાના હતા ત્યારે જનતા પરિષદે સમાંતર સભા યોજી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.' ૮મી ઑગસ્ટ, ૧૯૫૬ ના રોજ ગોળીબારમાં જે ચાર યુવાનો-પુનમચંદ, કૌશિક, સુરેશ, અબ્દુલભાઈ શહીદ થયા હતા તેમનાં સ્મારક રચવાની કોશિશ જનતા પરિષદે કરી. સરકારે તે અટકાવતાં અમદાવાદ અને અન્ય સ્થળોએ તોફાનો ફાટી નીકળ્યાં. શહીદોની શહીદીના કારણે ઉગ્ર બનેલું મહાગુજરાત આંદોલન લાંબું ચાલ્યું, પરંતુ લાંબા સમયે તે ધીમું પડ્યું હતું, પરંતુ સ્મારક સત્યાગ્રહે તેનામાં તેજી આણી. મહાગુજરાત આંદોલન ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર વગેરે સ્થળોએ પ્રસર્યું હતું. જો કે દક્ષિણ ગુજરાતમાં તેનો વ્યાપ પ્રમાણમાં ઓછો હતો. દ્વિભાષી રાજય રચનાના પ્રયાસો ચાલતા હતા પરંતુ ગુજરાતને જેમ ગુજરાત રાજ્ય જોઈતું હતું તેમ * ૭, હરિહર સોસા. કડી, જિ. મહેસાણા પથિક કે વૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ કે ૪૦ For Private and Personal Use Only
SR No.535540
Book TitlePathik 2005 Vol 45 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2005
Total Pages72
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy