________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરીક્ષિતલાલને મળ્યા. તેઓએ હરિજન સેવકસંધ દ્વારા ચાલતી અંત્યજ શાળામાં નાની દેવતી, તા. આણંદ ગામે શિક્ષકની ફરી નોકરી શરૂ કરી. ૧૯૪૪માં અમદાવાદ આવ્યા. મજૂર મહાજન સંધ મારફત ચાલતા બાલમંદિરની જવાબદારી ઉપાડી લીધી. એક વરસના અમદાવાદના રોકાણ દરમ્યાન અમદાવાદની ચાલીઓમાં રહેતા હિરજન ‘વણકર’ કુટુંબોમાં, ભંગી કુટુંબોમાં સ્વચ્છતા, શિક્ષણ, વ્યસન મુક્તિ, સ્વરોજગારી, મીલમજૂરોના પ્રશ્નો હલ કરવાની કામગીરી કરી હતી, ચાલીઓમાં તેઓએ રાત્રિશાળાઓ પણ શરૂ કરાવી હતી, તે પછીથી સરકારે તેમને આગળની નોકરીએ બ્રેક સર્વિસ ગણીને ફરીથી રાખ્યા અને વિરમગામ બ્રાન્ચ શાળા નં. ૧ માં ફરી શિક્ષકની જવાબદારી તેમણે અદા કરી. ૧૯૪૫માં તેઓએ વિરમગામમાં હરિજન છાત્રાલય ઊભું કર્યું. તેનું નામ ઠક્કરબાપા છાત્રાલય રાખવામાં આવ્યું.
૧૯૪૮માં હિરજન સેવકસંઘના મંત્રી શ્રી પરીક્ષિતભાઈ, ડૉ. જીવરાજ મહેતા, સૌરાષ્ટ્રના મંત્રી શ્રી ઉછરંગરાય ઢેબર તથા બળવંતરાય મહેતાની મુલાકાત લઈ, હરિજનોના પ્રશ્નોની છણાવટ કરી તેમની પાયાની મુશ્કેલીઓ, પાણીનો પ્રશ્ન, કામ કરવાનો પ્રશ્ન, આભડછેડનો પ્રશ્ન વગેરે કામ કર્યાં. હરિજનો માટે પીવાના પાણીના કૂવા બંધાવી આપવાની સરકાર પાસેથી બાંહેધરી લીધી; હિરજન ખેડૂતો માટે હરિજન ખેડૂત સહકારી મંડળીઓ ઊભી કરી. ઈ.સ. ૧૯૫૮ માં વિનોબાભાવે બાવળા પધાર્યા ત્યારે તેમની મુલાકાત લીધી. શ્રી નાગરદાસ ભાઈને ઈ.સ. ૧૯૬૭માં અમદાવાદ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષકનો ઍવોર્ડ પ્રાપ્ત થયો. ૧૯૭૫માં વિરમગામ તાલુકાના ઇરિજનો માટે સરકારી પડતર જમીનો મંજૂર કરાવી, ખેતી માટે કઢાવી આપી. ઈ.સ. ૧૯૮૦ માં નોકરીમાંથી નિવૃત્તિ મળતાં ઠક્કર બાપા છાત્રાલયમાં વિના વેતને ગૃહપતિની જવાબદારી સંભાળી. ૧૯૮૫માં કન્યા કેળવણી માટે તેમણે કન્યા છાત્રાલય ઊભું કર્યું. હરિજનોના વહેમો, અંધશ્રદ્ધા, નાતરાના રિવાજો, લગ્નની વયમર્યાદા, માંસ ન ખાવું, દારૂ નહીં પીવો, દેવદેવીઓની અંધશ્રદ્ધા દૂર કરવા પણ પ્રયત્ન કર્યા. ટૂંકમાં નાગરદાસ આજીવન હિરજન પ્રવૃત્તિના ભેખધારી છે. તેમને આજે ભારત સરકાર તરફથી પેન્શન ફાઈલ નંબર ૬૭૭૪ તા. ૧-૮-૧૯૮૦ થી રૂ. ૧૫૦૦/-નું પ્રાપ્ત થાય છે. તેઓ તેનો સ્વીકાર કરે છે, પણ બધી રકમ ભેગી કરી ગરીબ, દીનદુખિયાને દાનમાં આપે છે. તે પૈસાનો પોતાના જીવન માટે તેઓ ઉપયોગ કરતા નથી. તેથી ખાદીના વ્રતધારી, મિતભાષી, શુદ્ધ શાકાહારી, સાચા બુનિયાદી શિક્ષણાચાર્ય, ભારતીય સંસ્કાર-સંસ્કૃતિના છડીધર અને હરિજનોના સાચા સેવક નાગરદાસ એ શિક્ષણ સંસ્કાર સેવાનો ઉત્તમ નમૂનો છે. આજે તેઓ વિરમગામમાં ઠક્કરબાપા છાત્રાલયની સેવા કરે છે. ગૌસેવા, વૃક્ષ, બાગ-બગીચાની દેખરેખ રાખતા ઊભેલા કામ કરતા નજરે પડે છે. જો તમે જોવા જાવ તો.....
સંદર્ભ ગ્રંથો
૧. ડૉ. જયકુમાર શુક્લ, ‘બેતાલીસમાં ગુજરાત’, અમદાવાદ, ૧૯૯૨
૨. રતુભાઈ અદાણી, ‘આઝાદીના આખરી સંગ્રામમાં', રાજકોટ, ૧૯૮૮
૩. ‘ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમો', બાલુ પારેખ-શિક્ષણ સાહિત્ય, અંક ૨, વર્ષ ૩, નવેમ્બર ૧૯૪૧માંથી.
૪. ‘રૂબરૂ મુલાકાતો’, શ્રીનાગરદાસ દે. શ્રીમાળી, તા. ૧૪-૨-૯૮
૫. ‘પ્રથમ વર્ગના નિવાસી મામલતદારની કૉર્ટના કેસ નં. ૯૧૧, ૧૯૪૨ નો ચુકાદો', તા. ૨૬-૧૧-૧૯૪૨
૬. ‘સ્મરણિકા : સુવર્ણજયંતિ મહોત્સવ (૧૯૩૫-૧૯૮૯)', વિરમગામ
૭. ‘સ્મરણિકા : કન્યા છાત્રાલય', શ્રી પરીક્ષિતલાલ મજુમદાર, વિરમગામ ૧૯૯૭
૮. ‘ષષ્ટિપૂર્તિ સ્મૃતિગ્રંથ’ - શ્રી નાગરદાસ દેવાભાઈ શ્રીમાળી, વિરમગામ ૧૯૮૩
પથિક * ત્રૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ × ૩૯
-
For Private and Personal Use Only