SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘નાગરદાસનું સમ્માન કર્યું. ઈ.સ. ૧૯૪૦ થી ૧૯૪૨ સુધી તેઓએ પાટડી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું. ઈ.સ. ૧૯૩૯માં વિરમગામના રેલ્વે સ્ટેશન પર ગાંધીજીનાં દર્શન થયાં. શ્રી નાગરદાસ વિદ્યાર્થી અવસ્થામાં હતા ત્યારે ૧૯૩૯માં સુરત જિલ્લાના હરિપુરા મુકામે કૅૉંગ્રેસના અધિવેશનમાં સેવા કરવા છાત્રાલયના વિદ્યાર્થીઓ સાથે ગયા હતા. ત્યાં અમૃતલાલ ઠક્કર, બળવંતરાય મહેતા, સરદાર, મોરારજી દેસાઈ, મૌલાના વગેરેની સેવાનો લાભ મળ્યો. ત્યારથી તેઓએ આજીવન ખાદી પહેરવાનું, સત્ય બોલવાનું વ્રત લીધું, આજે પણ તેનો અમલ કરે છે. ૧૯૪૨ની લડત વખતની કામગીરી : અંગ્રેજોને હાંકી કાઢવા મહાસભા અને ગાંધીજીએ ૮મી ઑગસ્ટ ૧૯૪૨માં છેલ્લો પડકાર ફેંક્યો. બીજા દિવસે ગાંધીજી સહિત અન્ય નેતાઓની ધરપકડ કરવામાં આવી. આથી દરેક નાના કાર્યકર્તા માથે મોટી જવાબદારી આવી. દેશના ખૂણે ખૂણે લડત ફેલાઈ અને લોકલડતનાં મંડાણ થયાં. નાગરદાસ પાટડીમાં શિક્ષક હતા ત્યાં હરિજનવાસમાં નાનાં બાળકોને રોજ પ્રાર્થના કરાવતા, પ્રભાતફેરી કાઢતા, જેમાં થાળીઓ વગાડીને લોકોને જાગૃત કરતા, પ્રભાતફેરી, રાત્રિશાળા, રમતગમત, સ્વચ્છતાની પ્રવૃત્તિ કરતી. સભાઓ ભરી બ્રિટિશની નીતિ સામે લોકોને જાગૃત કરતા, પત્ર-પત્રિકાઓ વહેંચતા, હાથે લખેલાં ભીંતપત્રો વહેલા ઊઠીને મકાનોની દીવાલમાં ચોટાંડતાં, ૧૭મી ઑગસ્ટના દિવસથી તેઓ સક્રિય રીતે રાષ્ટ્રીય લડતમાં જોડાયા. નોકરીમાંથી રાજીનામું આપ્યું. પાટડીના એક વૃદ્ધ ઉપર પોલીસોએ લાઠીમાર કર્યો, તેથી વૃદ્ધ મરણ પામ્યો. આથી પોલીસ વિરુદ્ધ લોકોને તેનો સામનો કરવા અર્થે તા. ૧૧મી સપ્ટેમ્બરના દિવસે પાટડીમાં જાહેરસભા દરબાર ચોકમાં રાખી, ત્યારે આ સભાને સંબોધતા હતા ત્યારે પાટડીના ફોજદારે તેમની ધરપકડ કરી. તા. ૧૮મી સપ્ટેમ્બર પાટડી પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખ્યા. તે પછી તેમને વિરમગામ મામલતદાર સમક્ષ ઉપસ્થિત કર્યા. તેમને ત્રણ મહિનાની સજા અને રૂ. ૫૦ દંડ ફટકાર્યો. જો દંડ ન ભરે તો વધુ બે મહિનાની સજા કરી. તેમને સાબરમતી જેલમાં લાવવામાં આવ્યા. સાબરમતી જેલમાં તેઓએ પાંચ મહિના જેલવાસ ભોગવ્યો, તેમનો નંબર ૭૯૪૨ હતો. તેમને છોટે ચક્કરમાં રાખ્યા હતા. જેલવાસ દરમ્યાન તેમના ગુરુ ભવસુખરાય, વાસુદેવ ભટ્ટ, રવિશંકર મહારાજ, બબલભાઈ મહેતા, દાદા સાહેબ માવલંકર, જુગતરામ દવે, શ્રી રાવજીભાઈ પટેલ, મોહનભાઈ કામેશ્વર પંડ્યા તેમના સહઅભ્યાસી હરિજન મોતીલાલ વાઘેલા, દીપાભાઈ શ્રીમાળી અને જગદીશભાઈ પરમાર જેલમાં મળ્યા હતા. જેલમાં રેંટિયો સાથે હતો, ગીતા અધ્યયન, શ્રી નાગરદાસ ભાઈએ જેલમાં બેઠાં બેઠાં ગીતોની પંક્તિઓની રચના કરી. રોતો......રોતો..રે આવ્યો આ દેશમાં, આશરો આપ્યો...જાણીને કંગાલ વિલાયતના ગોરા, આવારે તને અમે નહતો જાણ્યો...હો...વિલાયતના ગોરા. શ્રી નાગરદાસને તા. ૨૪-૪-૧૯૪૩ના રોજ જેલમાંથી મુક્ત કર્યા. તેમના જીવનઘડતરમાં આ પાંચ મહિના હવે પાંચ દાયકાથી વધુ તર્પણ કર્યું હતું. હરિજન સુધારણા પ્રવૃત્તિઓ : શ્રીમાળી પછાત જ્ઞાતિમાં જન્મેલા હોવાથી પછાતોનો ઉત્કર્ષ તેમનું મુખ્ય ધ્યેય ‘હરિજનોની સ્થિતિ સુધારવા પાયાના કામની જવાબદારી સંભાળી. હરિજનોમાં શિક્ષણનો વિકાસ થાય તે માટે જરૂરી છાત્રાલય હતું, તેથી તેમણે છાત્રાલય પ્રવૃત્તિનો વિકાસ કર્યો. હરિજન વિદ્યાર્થીની મુશ્કેલી દૂર કરી, પરીક્ષિતલાલ મજુમદારના વિચારો પ્રમાણે હરિજનો શિક્ષણ લઈ સંસ્કારી, સ્વચ્છ અને આર્થિક રીતે પગભર બને તેવા પ્રયત્ન કર્યા. પિતાજીના અવસાન પછી ઘરની જવાબદારી તેમના માથે આવી પડી. તેથી નોકરી છૂટી ગઈ હોવાથી તેઓ અમદાવાદમાં પથિક * ત્રૈમાસિક ~ જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ × ૩૮ For Private and Personal Use Only
SR No.535540
Book TitlePathik 2005 Vol 45 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2005
Total Pages72
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy