SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કામ કરનારની જવાબદારી વધારે હોય છે તેમ અથવા ગીતાની ભાષામાં તાજ પહેરીને કામ કરવામાં રાગ હોવાનો સંભવ હોય પણ તાજ ત્યાગ કરીને થયેલ કામ વધારે રાગરહિત હોવાનો સંભવ છે.૧૪ લાહોર કાંગ્રેસનું કાર્ય પૂર્ણ કરી ગાંધીજી આશ્રમમાં આવ્યા. થોડા સમય બાદ એક રાત્રે તેમને સ્પષ્ટ અંતરનાદ સંભળાયો. તેમને લાગ્યું કે, ‘આજની સ્થિતિમાં ખાદીકામથી સંતોષ માનીને બેસી રહું તો મારી અહિંસા લાજે એમ હું સ્પષ્ટ માનું છું.' અને ૩૦મી જાન્યુઆરી ૧૯૩૦ ના રોજ યંગ ઇન્ડિયામાં ગાંધીજીએ વાઇસરૉય સમક્ષ અગિયાર માગણીઓ મૂકી. ૧૪ થી ૧૬ ફેબ્રુઆરી ૧૯૩૦ દરમિયાન અમદાવાદ મુકામે કૉંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક મળી જેમાં સત્યાગ્રહની લડત ઉપાડવાનું ઠરાવવામાં આવ્યું અને એ માટેની સર્વ સત્તા ગાંધીજીને આપવામાં આવી. આમ દેશ માટે કંઈક નવો જ સત્યાગ્રહ આદરવાના ગાંધીજીના વિચારને દિશા મળી. ૨૩ ફેબ્રુઆરી ૧૯૩૦ના ‘નવજીવન' ના અંકમાં ગાંધીજીએ ‘સત્યાગ્રહની નિયમાવલી' બહાર પાડી. અને ૨૭ ફેબ્રુઆરી ૧૯૩૦ના ‘યંગ ઇન્ડિયા'ના અંકમાં મીઠાના કાયદાના ભંગનો નિર્દેશ કર્યો. ૨ માર્ચ ૧૯૩૦ના રોજ ગાંધીજીએ વાઇસરૉયને છેલ્લો પત્ર લખ્યો અને જણાવ્યું કે, ‘આ ધમકી નથી પણ ધર્મકૃત્ય છે.' સત્યાગ્રહના આ યુદ્ધને ધર્મયુદ્ધ લેખી એ તરફ ગાંધીજીએ મક્કમ ડગ માંડ્યાં. ૫ માર્ચ, ૧૯૩૦ની સાંજની સભામાં ગાંધીજીએ દાંડીકૂચ વિશે જાહેરાત કરી અને કહ્યું : ‘દાંડીયાત્રામાં જે આશ્રમવાસીઓ જોડાવા ઇચ્છે તે જોડાઈ શકે છે. કોઈને જોડાવા માટે હું કહેવાનો નથી. પરંતુ શરત એ છે કે દેશના આઝાદીના યજ્ઞમાં હોમાઈ જવાનું છે, પાછા ફરવાનું નથી. જે સંકટો આવે તે હસતે મોંએ ઝીલવાનાં છે આવી તૈયારી હોય તે જ પોતાનું નામ લખાવે.' અમદાવાદની ધરતી પર જન્મેલ અને ત્યાંથી જ આરંભાયેલ ગાંધીજીની આ દાંડીયાત્રાએ સમગ્ર દેશ અને દુનિયાની નજર અમદાવાદ પર કેન્દ્રિત કરી દીધી. અમદાવાદની પ્રજા માટે તો આ ઘટના રાષ્ટ્રીય પર્વ સમી બની રહી. દાંડીકૂચના આગલે દિવસે એટલે કે ૧૧ માર્ચ, ૧૯૩૦ ના રોજ સાંજે સાબરમતીની રેતીમાં એક લાખની વિશાળ માનવમેદનીને સંબોધતાં ગાંધીજીએ કહ્યું, ‘આને સૌ મારું વસિયતનામું ભલે સમજે. કૂચ કરતાં પહેલાં કે જેલ જતાં પહેલાં આટલો જ સંદેશો આપવાનો છે. જે યુદ્ધનો આરંભ આવતીકાલથી અથવા હું એકાદ કલાકમાં પકડાવાનો હોઉં તો ત્યારથી થવાનો છે, તે યુદ્ધ સ્વરાજ મળતાં સુધી કદી બંધ ન થાય.’૧૫ ૧૨ માર્ચ, ૧૯૩૦ ની સવારે ચાર વાગ્યે આશ્રમના અંતેવાસીઓની પ્રાર્થના શાંત અને ગંભીર વાતાવરણમાં થઈ. કૂચ પહેલાંની આ છેલ્લી પ્રાર્થનાના સૂર થોડા ગમગીન હતા. સ્વરાજ માટે મહત્ત્વની લડતનો આરંભ કરતાં કૂચ કરનાર ટુકડીને ઉદ્દેશીને ગાંધીજીએ કહ્યું, ‘હું અત્યારે પકડાઉં તો શ્રી અબ્બાસ તૈયબજી તમારી સાથે આવે એવી મારી યોજના છે. તેમાં તમે એ બુઝર્ગ અને અનુભવીની સેવા કરીને બધી સગવડ કરી આપવાનું ન ચૂકશો.’ 1. અને સવારે ૬-૩૦ કલાકે ગાંધીજીએ અંગ્રેજ સરકારની ગુલામીમાંથી ભારતને મુક્ત કરાવવા અમદાવાદની ભૂમિ પરથી પોતાના ૭૮ સાથીઓ સાથે કૂચ આરંભી. તેમની પાછળ મોટી માનવમેદની છેક ચંડોળા તળાવ સુધી ચાલી. ૮-૩૦ કલાકે ચંડોળા તળાવે સૌ પહોંચ્યા. ત્યાં ગાંધીજીએ અમદાવાદના આંગણે સમગ્ર દેશમાંથી તેમની કૂચને વિદાય આપવા ભેળા થયેલા માનવમહેરામણોને સંબોધતાં કહ્યું : “તમને મારે કહેવાનું એ છે કે તમે મારા ઉપર આટલો પ્રેમ બતાવો છો તે ત્યારે સાચો કહેવાય કે જ્યારે તમે ખાદીનું કામ કરો, પરદેશી કાઢો, રેટિયો ચલાવો, બીજાને તે બધું કરવા પ્રેરો. દારૂ છોડો અને બીજાને પ્રેમપૂર્વક પથિક * ત્રૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ × ૧૧ For Private and Personal Use Only
SR No.535540
Book TitlePathik 2005 Vol 45 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2005
Total Pages72
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy