SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ દુનિયાને માટે ઈશ્વર જેવો કોઈ માલિક હોય તો અંગ્રેજોએ તેમજ હિન્દુસ્તાનનાં બધાં શહેરોમાં વસનારાઓએ માનવજાતિના ઇતિહાસમાં જેનો જોટો ન જડે એવા ગુનાને માટે જવાબ દેવો પડશે એમાં મને છાંટભાર શક નથી.' આખો કોર્ટ હોલ ખીચોખીચ ભરેલો હતો. સૌ એકધ્યાને ગાંધીજીની વાણી સાંભળી રહ્યા હતા. એ સમયની સ્થિતિનો આંખેદેખ્યો ચિતાર આપતાં શ્રી એન. કે. પ્રભુ લખે છે : ગાંધીજી એકરારનામું વાંચતા હતા ત્યારે અને એ પછી કોર્ટહોલમાં જે માહોલ હતો તેને શબ્દોમાં વ્યક્ત કરવો અસંભવ છે. ત્યાં બેઠેલ દરેક વ્યક્તિ ગાંધીજીના એકે એક શબ્દને ધ્યાનથી સાંભળી રહ્યો હતો. ન્યાયાધીશ, એડવોકેટ જનરલ, લશ્કરી અધિકારી, અને રાજકીય નેતાઓ સૌ કોઈ એ ઐતિહાસિક એકરારનામાને કાન માંડીને સાંભળી રહ્યા હતા. ગાંધીજીને એકરારનામું વાંચતાં પંદર મિનિટ લાગી. જેમ જેમ તેઓ એ વાંચતા ગયા તેમ તેમ પ્રતિક્ષણ કોર્ટરૂમનું વાતાવરણ બદલાતું ગયું. ગાંધીજીની ઉદાત્ત આત્મસ્વીકૃતિ, યુક્તિયુક્ત તર્ક, ઉત્કૃષ્ટ ભાષણ શૈલી, ઉચ્ચ વિચાર અને અસરકારક રજૂઆતને ન્યાયાધીશ અને એડવોકેટ જનરલ સહિત સૌને પ્રભા હતા. એક ક્ષણ તો સૌ ચકિત બની વિચારી રહ્યા હતા કે મુકદમો કોના પર ચાલી રહ્યો છે, એક અંગ્રેજ ન્યાયધીશ સામે ઊભેલા મહાત્મા ગાંધીજી પર કે ઈશ્વર અને ઈન્સાનિયતના ઠેરામાં ઊભેલ બ્રિટિશ સરકાર પર ? ગાંધીજીએ પોતાનું એકરારનામું વાંચી સંભળાવ્યા પછી પણ કેટલીક ક્ષણો કોર્ટરૂમમાં સંપૂર્ણ શાંતિ જળવાઈ રહી. ભરચક કોર્ટરૂમમાં બેઠેલ માનવસમૂહના શ્વાસોશ્વાસનો અવાજ સુધ્ધાં સંભળાતો ન હતો. એક સોય પણ પડે તો આસાનીથી તેનો અવાજ સંભળાય તેટલી શાંતિ આખા હોલમાં છવાયેલી હતી.” અંતે અંગ્રેજ ન્યાયાધીશ ઝુમફિલ્વે અત્યંત દુઃખ સાથે પોતાનો ચુકાદો આપ્યો. ગાંધીજીને છ વર્ષની આસાન કેદની સજા જાહેર કરતાં ન્યાયમૂર્તિએ એટલું ખાસ ઉમેર્યું, “ભવિષ્યમાં પરિસ્થિતિ બદલાતાં સરકાર તમને છોડી મૂકે તો મારા જેટલો આનંદ બીજા કોઈને નહીં થાય.” ગાંધીજીને છ વર્ષની સજા જાહેર થતાં જ અમદાવાદના શાહીબાગમાં આવેલા સરકીટ હાઉસમાં કરુણ દશ્યો સર્જાયાં. ગાંધીજીને વંદન કરીને વિદાય દેતાં ભલભલાં સ્ત્રી-પુરુષો અને નેતાઓ પોતાની લાગણી રોકી શક્યા નહીં. જો કે પ્રજાની ખુમારી, લાગણીના પ્રવાહમાં ઝાઝી તણાઈ નહીં. ‘મહાત્મા ગાંધીજીની જય' જેવાં ગગનભેદી સૂત્રોથી વાતાવરણમાં પુનઃ રાજકીય જુસ્સો પ્રસરી ગયો અને પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટની મોટર ગાંધીજીને લઈને સાબરમતી જેલ તરફ દોડી ગઈ. ૧૧, દાંડીકૂચ ગાંધીજીની ધરપકડ પછી જેમ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં થોડો સમય સુષુપ્તતા પ્રવર્તી તેમજ અમદાવાદ અને જિલ્લાના પ્રદેશોમાં પણ થોડી નિષ્ક્રિયતા પ્રવેશી. આમ છતાં રચનાત્મક કાર્યો પ્રત્યેની ગાંધી-સ્વયંસેવકોની સક્રિયતાએ એ અવકાશને પૂરવામાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. માંદગીનાં કારણોસર અંગ્રેજ સરકારે ગાંધીજીને કર્યા. અને ગાંધીજી સ્વસ્થ થતાં પાછા સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય થયા. ૩૧ ડિસેમ્બર ૧૯૨૯ના રોજ રાવિ નદીના કિનારે લાહોરમાં મહાસભાની બેઠકમાં સંપૂર્ણ સ્વરાજ માટેનો ઠરાવ પસાર થયો, પણ ગાંધીજી એ સમયે કંઈક જુદી જ મથામણમાં હતા. કોંગ્રેસ પ્રમુખના હોદ્દા પર રહ્યા વગર પણ દેશ માટે કંઈક નવું કરી છૂટવા તેમના મનમાં કંઈક વલોવાઈ રહ્યું હતું. ૬-૧૦-૧૯૨૯ ના રોજ ગુજરાતના રચનાત્મક કાર્યકર અને સ્વાતંત્ર્ય સૈનિક શ્રી છગનલાલ જોષીને ગોરખપુરથી લખેલા એક પત્રમાં આ મથામણને વાચા આપતાં તેમણે લખ્યું હતું : હું પ્રમુખ (લાહોર કેંગ્રેસનો) ન થયો એટલે જાન્યુઆરીમાં કંઈ પણ કરવાની મારા સ્વભાવ પ્રમાણે અને ગીતાજીના શિક્ષણ પ્રમાણે મારી જવાબદારી બેવડી થઈ. જેમ પૈસાને માટે કામ કરનાર કરતાં કેવળ કામને જ અર્થે પથિક કે નૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૧૦ For Private and Personal Use Only
SR No.535540
Book TitlePathik 2005 Vol 45 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2005
Total Pages72
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy