SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. આરોગ્યક્ષેત્રે બહુ મૂલ્યવાન કામગીરી તેઓની હતી, જેમાં નોંધીએ તો સોરઠ ક્ષય નિવારણ સમિતિની રચના, અક્ષયગઢમાં કરી અને તેના દ્વારા અક્ષયગઢ, બાબડા, ઉના, ચાવડા વગેરે જગ્યાએ ટી.બી. હોસ્પિટલોની સ્થાપના કરી. ડૉ. જીવરાજ મહેતા મારક ટ્રસ્ટ – અમરેલીની ૧૯૭૯ માં સ્થાપના થઈ અને તેના આદ્ય સ્થાપક અને આજીવન પ્રમુખ રહ્યા હતા. ડૉ. જીવરાજ મહેતા સ્મારક હેલ્થ ફાઉન્ડેશન અમદાવાદમાં ચાલે છે. આમ આરોગ્ય ક્ષેત્રે અગ્રણ્ય અને મૂલ્યવાન ફાળો રહેલો છે. રાજકીય ક્ષેત્રે તેઓનું અનન્ય પ્રદાન રહેલું છે. ગ્રામપંચાયતથી રાષ્ટ્રીય કેંગ્રેસની રચના સુધી તેઓની એક વિશિષ્ટ આભા હતી. સૌરાષ્ટ્ર બંધારણ સભાના સભ્યપદે બિનહરિફ ચૂંટાઈ આવેલા. સૌરાષ્ટ્ર વિધાનસભામાં મંત્રીપદે રહ્યા હતા. દ્વિભાષી મુંબઈ રાજ્યમાં એક મંત્રીપદે રહી નશાબંધી મંડળની રચના કરી હતી. ગુજરાત રાજયની સ્થાપના ૧ મે ૧૯૬૦ ના થઈ ત્યારથી ૧૯૮૦ સુધીના સમયગાળા દરમ્યાન જુદા જુદા નેતૃત્વવાળા પ્રધાનોના મંત્રીમંડળમાં મહત્ત્વના મંત્રી તરીકે રહ્યા હતા જેમાં ડૉ. જીવરાજ મહેતાના નેતૃત્વ નીચે (૧૯૬૧-૬૩), ઘનશ્યામભાઈ ઓઝા (૧૯૭૧-૭૨), ચીમનભાઈ પટેલ (૧૯૭૩-૭૪)ના નેતૃત્વવાળી, સરકારમાં ખાદી, ગ્રામોદ્યોગ, સર્વોદય, સહકાર, પંચાયત, નશાબંધી, મકાન-માર્ગ, બંદર, સિચાઈ જેવાં મહત્ત્વનાં ખાતાંઓની જવાબદારી સંભાળી હતી. ઉપરાંત સૌરાષ્ટ્ર કેંગ્રેસ પ્રમુખપદે (૧૯૪૭-૫૧), ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ-આર (૧૯૬૯), કેંગ્રેસઈ (૧૯૭૭) માં ગુજરાત પ્રદેશ કેંગ્રેસના પ્રમુખ સ્થાને રહી રાષ્ટ્ર માટે સમર્પણની ભાવના, નિષ્ઠાવાન, લોકકલ્યાણની ભાવના, તટસ્થતા પણ દાખવી નોંધનીય કામગીરી બજાવી હતી. ૧૯૮૦માં ઇન્દિરા ગાંધીની કેંગ્રેસ-ઈ માંથી છૂટા પડ્યા પછી કેટલાક મિત્રોના આગ્રહ અને સહકારથી “રાષ્ટ્રીય કોંગ્રેસ”ની રચના કરી હતી, સફળતા ન મળતાં રાજકારણમાંથી તેઓએ નિવૃત્તિ લીધી. રતુભાઈ અદાણી એક સાહિત્યના પ્રેમી અને સાહિત્યના સર્જક પણ હતા. તેઓનું સાહિત્ય ઇતિહાસલેખન માટે ખૂબ ઉપયોગી થાય એવું છે. તેઓના સાહિત્યનો રસાસ્વાદ તેમની કૃતિમાં જોઈ શકાય છે. એક સ્વાતંત્ર્ય સેનાની, સાહિત્યકાર, ઇતિહાસકાર અને સમાજની સેવાના ભેખધારી અને ગાંધી વિચારસરણીના અમૂલ્ય વારસદાર વિરલ વિભૂતિ શ્રી રતુભાઈ અદાણીને આપણે તા. પ-૯-૧૯૯૭ના ગુમાવ્યા. પરંતુ તેઓની જીવનશૈલી માનવસમાજને સિદ્ધિઓના શિખર સર કરવા પ્રેરણા રૂપ બની રહેશે. રતુભાઈ અદાણીનું સાહિત્ય સર્જન : ૧. દીઠું મેં ગામડું જ્યાં', ભારતીય સાહિત્યસંઘ લિ. અમદાવાદ ૧૯૪૬ ૨. ગંગાવતરણ' ભાગ ૧-૨, ગુજરાત સમાજ શિક્ષણ સમિતિ સુરત - ૧૯૬૮ ૩. “સોરઠની લોકક્રાંતિનાં વહેણ અને વમળ' ભાગ ૧, ૨ - નવરંગ પ્રકાશન, રાજકોટ - ૧૯૮૪ ૪. ‘વિરલ વિભૂતિ રવિશંકર મહારાજ', રવિશંકર મહારાજ સેવા ટ્રસ્ટ, અમદાવાદ-૧૯૮૮ ૫. “સત્યાગ્રહના સમરાંગણમાં', ભાગ ૧, ૨ – ડૉ. જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટ, અમરેલી ૧૯૮૯ આઝાદીના આખરી સંગ્રામમાં', ડૉ. જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટ અમરેલી, ૧૯૮૯ છે. સ્વાતંત્ર્ય સંગ્રામનાં મારાં સંસ્મરણો', ઘેલાણી કેળવણી ટ્રસ્ટ, સાવરકુંડલા – ૧૯૯૩ ૮. જમાનો બદલાઈ ગયો ૯. “ફુલછાબ' દૈનિકમાં ૧૯૯૪, ૧૯૯૫, ૧૯૯૬ માં “કાઠિયાવાડના જાહેર જીવનની તવારીખની આરસી”, ૧૯૯૭ માં “પ્રામજીવનના તાણાવાણા”, લેખમાળા દર રવિવારે સૌરભ પૂર્તિમાં પ્રગટ થતી હતી. ૧૦. “ઊર્મિનવરચના” માસિકમાં “સ્વાતંત્ર્ય સંગ્રામના સાથીદારનાં સંભારણાં', સત્યાગ્રહનાં સંસ્મરણોની પથિક નૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૩ * ૩૧ For Private and Personal Use Only
SR No.535540
Book TitlePathik 2005 Vol 45 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2005
Total Pages72
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy