________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતમાં આઝાદીની લડતો દરમ્યાન જોવા મળતી પત્રિકા-પ્રવૃત્તિ વિભિન્ન વ્યક્તિઓ કે સંસ્થાઓ દ્વારા થયેલી જોવા મળે છે. આ પ્રવૃત્તિ કોઈ ખાસ લડતના સંદર્ભમાં (દા.ત. બારડોલી સત્યાગ્રહ પત્રિકા), કોઈ ખાસ વર્ગના સંદર્ભમાં (દા.ત. વિદ્યાર્થી પત્રિકા) કે કોઈ ખાસ દિવસ કે ઘટનાના સંદર્ભમાં પ્રગટ થયેલી જોવા મળે છે. પત્રિકા હસ્તલિખિત, સાઇક્લોસ્ટાઇલ્ડ કે મુદ્રિત સ્વરૂપે તૈયાર થતી. કેટલીક પત્રિકા દૈનિક, સાપ્તાહિક કે અનિયતકાલીન હતી. કેટલીક પત્રિકાનું મૂલ્ય નિશ્ચિત હતું. જયારે કેટલીક વિનામૂલ્ય પ્રજા સુધી પહોંચાડવામાં આવતી. કેટલીક પત્રિકા પર તેને પ્રગટ કરનાર વ્યક્તિ કે સંસ્થાનું સાચું કે ખોટું નામ જોવા મળે છે, જયારે કેટલીક પત્રિકામાં પ્રકાશકનું નામ આપવામાં આવતું ન હતું. સ્વરાજ્ય-સંગ્રામ પત્રિકા : પરિચય
અમદાવાદ શહેરમાંથી ‘હિંદ છોડો' લડતના સંદર્ભમાં ૧૯૪૨ થી ૧૯૪૪ દરમ્યાન “સ્વરાજય-સંગ્રામ નામની પત્રિકા બહાર પાડવામાં આવતી હતી. સ્વરાજ્ય સંગ્રામ પત્રિકા અઠવાડિક સમાચાર-સંગ્રહના સ્વરૂપે ગુજરાત પ્રાંતિક સંગ્રામ સમિતિ તરફથી પ્રગટ કરવામાં આવતી હતી, તા. ૨-૧૦-૧૯૪૨ ના રોજ તેનો પ્રથમ અંક પ્રગટ થયો હતો, જ્યારે તેનો છેલ્લો અંક તા. ૧૩-૫-૧૯૪૪ ના રોજ પ્રગટ થયો હતો.
આ પત્રિકાના મથાળે મોટા અક્ષરે “સ્વરાજય-સંગ્રામ” એવું પત્રિકાનું નામ લખેલું જોવા મળે છે. તેની નીચે દેવનાગરી લિપિમાં નાના અક્ષરે પત્રિકાનો ધ્યાનમંત્ર-સત્ય-સ્વાતંત્ર લખવામાં આવતો. ત્યારબાદ પત્રિકા પ્રગટ કર્યાની તારીખ, અંક - નંબર તેમજ પૃષ્ઠસંખ્યા આપવામાં આવતાં.
પત્રિકાના દરેક અંકમાં પ્રારંભમાં ગાંધીજીનું નિમ્નલિખિત વિધાન મૂકવામાં આવતું હતું. “મેં મહાસભાને હોડમાં મૂકી છે, અને મહાસભા માટે તો એટલું જ રહે છે : “કરેંગે યા મરેંગે.”
-‘ગાંધીજી, (તેમની ‘આખરી હાકલમાં) પત્રિકાના દરેક અંકમાં અંતે દેવનાગરી લિપિમાં ‘વંદે માતરમ્' એવું લખેલું જોવા મળે છે. બધી પત્રિકાઓ ફુલસ્કેપ માપના હાથ બનાવટના કાગળ પર મુદ્રિત સ્વરૂપે તૈયાર થયેલી જોવા મળે છે. મોટા ભાગની પત્રિકાઓ સફેદ કાગળ પર, જયારે કેટલીક રંગીન કાગળ પર પણ છપાયેલી જોવા મળે છે. વિભિન્ન અંકોમાં પૃષ્ઠસંખ્યા સમાચારોની માત્રાને કારણે બદલાતી રહેલી જોવા મળે છે. આ પત્રિકાનું વિનામૂલ્ય વિતરણ થતું હતું.
- “સ્વરાજય -સંગ્રામ” પત્રિકામાં અખિલ ગુજરાતના જિલ્લાવાર સમાચારો દર અઠવાડિયે પ્રગટ કરવામાં આવતા હતા. પત્રિકાનું છાપકામ બે કોલમમાં થયેલું જોવા મળે છે. આમ ‘હિંદ છોડો'ની લડતના સંદર્ભમાં સમગ્ર ગુજરાતની માહિતી આપતી આ એકમાત્ર પત્રિકા હોવાથી તેનું ઐતિહાસિક મહત્ત્વ સ્વાભાવિક રીતે જ ઘણું છે. વળી તેમાં લડતના સમાચારો જિલ્લાવાર આપેલા હોવાથી સંશોધકોને માહિતી શોધવામાં સરળતા રહે છે.
સ્વરાજય-સંગ્રામ' પત્રિકાનું અધ્યયન કરતાં તે વાત સ્પષ્ટ રીતે સમજાય છે કે આ પત્રિકાનું પ્રકાશન અનુભવી વ્યક્તિઓ દ્વારા થયું હશે. પત્રિકાના પ્રારંભે તેના પ્રથમ અંકમાં પત્રિકા પ્રગટ કરવાનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં આ પ્રમાણે જણાવવામાં આવ્યું છે :
પહેલાની સત્યાગ્રહ-લડતોની જેમ ગુજરાત આ છેલ્લા આઝાદીના જંગમાં પણ પોતાનો યશસ્વી ફાળો આપતું હિંદના અન્ય પ્રાંતોની હરોળમાં ઊભું છે, તથા કેટલીક અગત્યની બાબતોમાં તો સૌની મોખરે પણ છે. ગુજરાતની એ યશસ્વી લડતનું જિલ્લાવાર અથવા વિભાગવાર અઠવાડિક તારણ આપવાનો અને સંઘરવાનો આ પત્રિકાનો ઇરાદો છે. ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં આઝાદીના જંગનો શો વગ છે અને શું સ્વરૂપ છે, તે આ ઉપરથી દર અઠવાડિયે સૌને જાણવા મળશે. ઉપરાંત ગુજરાતની લડતનાં જે કેટલાક ખાસ સ્વરૂપો છે તે બીજા પ્રાંતોને પ્રામાણિક રીતે જાણવા મળવાથી તેમને અનેક રીતે ઉપયોગી થઈ પડશે. આ અંક તો ગાંધીજીના જન્મદિને શુભ શરૂઆત થાય એટલા માટે જ પ્રસિદ્ધ કર્યો છે અને તેને છૂટી-છવાઈ પણ પ્રમાણભૂત માહિતીઓથી પૂર્યો છે.
પથિક * બૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ ૪ ૨૬
For Private and Personal Use Only