________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂા. ૧૦૦ નાતને નજરાણું આપેથી નાતમાં તે લેવાશે.
(૧૪) કલમ ચૌદમી - આપણી નાતમાં કોઈ માણસ પોતાના નાતીલા માણસ ઉપર અદાવરદ રાખી પોતાના દરબાર અગર કોઈ અમલદારને નજરાણું અથવા સાકરના રૂપિયા આપવા કરી ધર અગર ખેતર વગેરે જમીન નાતવાળાની લેવી નહી. તે દરબાર અગર અમલદાર કોઈ કણબીની જાતના માણસને ગામમાંથી કાઢી મૂકે તો માસ ૧૨ સુધી રાહ જોઈ પછી તેની સાંતની જમીન લેવાને હરકત નથી. પણ ઉપરવટ થઈ લેવી નહી. એ રીતે ચાલવામાં જે કસૂર કરે તેને રૂા. પ00 નાતને નજરાણું આપતાં સુધી નાત બહાર રહેવું પડશે.
(૧૫) કલમ પંદરમી – આપણે કડવા કણબીની નાતમાં નાત બાબતની હક કોઈ તકરાર હોય તેની ફરિયાદ પરગણાના નાતીલા પટેલો પાસે કરાવીને તેનો નિકાલ ન થાય તો પાટડી આવી દરબારશ્રી પાસે કરાવવી અને પાટડી દરબાર જે રીતના ઠરાવ કરે તે કબૂલ કરવું. તે બાબતમાં પોતાના દરબાર ઈ આ કા ઈ અમલદારને રૂબરૂ ફરિયાદ કરવી નહીં. એ જ રીતે શખસ ન ચાલે તો તે માણસે રૂા. ૧૦૦૦ નાતમાં નજરાણા આપતાં સુધી નાત બહાર રહેવું પડશે.
(૧૬) કલમ સોલમી - આપણે કડવા કણબીની નાતમાં આ સુધારાના ઠરાવ પરમાણે વહીવટ પોતપોતાના પરગણાના પટેલિયાઓએ ચલાવવો ને તેમનાથી કાંઈ નિકાલ નહી થઈ શકે અગર તેના કરેલા ઠરાવ ઉપર બેમાંથી એક તરફ તકરાર પડે તો પાટડી દરબારને જહીર કરી તે દરબારશ્રી જે ઠરાવ કરે તે પ્રમાણે ચાલવું. એમાં જે માણસ કસૂર કરે તેને વરસ ૨ નાત બહાર રહેવું પડશે તથા રૂા. પ00 નજરાણું નાતને આપશે ત્યારે નાતમાં લેશે.
(૧૭) કલમ સત્તરમી - આપણી નાતમાં હવે પછી આ ઠરાવમાં સુધારો કરી ફેરફાર કરવા તથા કમીજાસ્તી. કરવા તથા વખતે વખતે ધરારત મુજબ ઠરાવ કરવા પાટડી દરબારશ્રી મુખતિયાર છે. દરબારશ્રીના ઠરાવ પ્રમાણો જે ન ચાલે તેણે દરબારશ્રી ઠરાવે તેટલી રકમ નાતને નજરાણું આપવાનું. તે આપતાં સુધી નાત બહાર રહેવું પડશે.
આમ ઉપરોક્ત પરિષદમાં અમદાવાદના મિલમાલિક રા.બ.બેચરદાસ લશ્કરીએ પણ આગેવાની ભર્યો ભાગ લીધો હતો અને પાછળથી તે ઠરાવોનો અમલ કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પાટડીના દરબારશ્રી દેસાઈ જોરાવરસિંહજી અને અમદાવાદના શેઠ શ્રી લશ્કરી જેવા બે સમકાલીન શ્રીમંત અગ્રેસરોએ સમાજસુધારણા આંદોલનની આગેવાની લીધી હતી, એ હકીકત જાણીને આજે પાટીદાર જ્ઞાતિ ગર્વ લે છે. આવા ગર્ભશ્રીમંતોને સમાજના સામાન્ય સ્થિતિના માનવીઓ પ્રત્યે કેટલી બધી લાગણી હતી તેનું આ ઉમદા દષ્ટાંત છે.
દેસાઈ, જોરાવરસિંહજીના રાજકાળમાં ઈ.સ. ૧૮૭ર માં ખારાઘોડા-પાટડી થી મુંબઈ સુધીની સળંગ બ્રોડ ગેજ રેલ્વે શરૂ થઈ હતી. તેથી પાટડીનાં વિકાસ અને સમૃદ્ધિનો વિકાસ થયો હતો. આથી પાટડીની આસપાસ બહુચરાજી, હારીજ, રાધનપુર, ચાણસ્મા, વઢિયાર પ્રદેશ, ઝાલાવાડ તથા ચુંવાળના પ્રદેશ માટે પાટડી એક વેપારી મથક બન્યું હતું. તેને કારણે “પાટડી સોનાની હાટડી” એવી લોકવાયકા શરૂ થઈ હતી.
પાટડીના દેસાઈ જોરાવરસિંહજીએ લોકસેવા માટે દાનનો પ્રવાહ વહેવડાવ્યો હતો. “વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે” એ પંક્તિ અનુસાર જોરાવરસિંહજી સાચા અર્થમાં વેષ્ણવ જન હતા. તેઓ દુ:ખી લોકોને અને વસ્ત્રની ઘણી મદદ કરતા તેમજ ગરીબને ખોરડું ઊભું કરવામાં આર્થિક સહાય કરતા. તેમણે પાટડીમાં વૈષ્ણવ મંદિર બંધાવ્યું હતું. તેમાં શ્રી દ્વારકાનાથજીની મૂર્તિ પધરાવી હતી. તેમાં લગભગ ૫૦,૦૦૦ રૂા.નો ખર્ચ થયો હતો અને આ મંદિરના નિભાવ માટે દર વરસે રૂ. ૨૦૦૦ રાજય તરફથી ખર્ચ બાંધી આપ્યો હતો. તેમના આવા કાર્યમાં પ્રોત્સાહન આપવા તેમના ધર્મપત્ની સદ્ભાગી હતાં. જોરાવરાસિંહજીનાં ધર્મપત્ની જમુનાબાઈએ ઈ.સ. ૧૮૫૯ માં પાટડીમાં કાશી વિશ્વનાથ મહાદેવ નામે એક ધર્મશાળા બાંધી હતી. આવા જ્ઞાતિના સમાજસુધારક પવિત્ર, સાદા, ઈશ્વરપરાયણ, પ્રગતિશીલ અને કોઠાસૂઝવાળા રાજવી દરબારશ્રી દેસાઈ જોરાવરસિંહજી
પથિક * બૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ ૪ ૫૧
For Private and Personal Use Only