________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪) ભાણેજોનો સાથ : ઇન્દ્રજીત રામચંદ્ર દવેનું કુટુંબ, માંડલીઓ રાવળ તથા ત્રિવેદી મધુસુદનનું કુટુંબ જ ભાઈઓ ભાણેજોના સાથ તરીકે ઓળખાય.
(૫) જાનીનો સાથ : જાની ભાઈઓના કુટુંબો જાનીના સાથ તરીકે ઓળખાયા.
આમ વ્યવસ્થા પૂરતા પાંચ સાથે લુણાવાડામાં ઔદિચ્યો પૂરતા કરી તેમાં વસતાં ૨૦૦ ઘરનાં કુટુંબોના તેમજ શેમારમાંથી આવેલ ભાઈઓને સમાવ્યા.
આમ કન્યાઓ આપવા લેવાના રિવાજ ૧૫૦ અને ત્રણસો દરેકમાં જેને જયાં યોગ્ય લાગે ત્યાં આપી શકતા. વધુ ભાગે ગામડાની કન્યાઓ ગામમાં આવવા લાગી તેના મુકાબલે જવલ્લે કન્યાઓ ગામડામાં અપાતી. જેથી સેમારના દોઢસો અને ત્રણસો ઘરના માણસોએ ગામમાં કન્યાઓ આપવાની બંધ કરી. શહેરના દોઢસો ઘરવાળા ભાઈઓ બસો ઘરમાં કન્યાઓ આપતા પણ બસો ઘરની કન્યાઓ તેમનામાં જવલ્લેજ જતી જેથી જ તેઓએ બસો ઘરમાં કન્યા આપવાની બંધ કરી જો કદાચ બસો ઘરમાં કન્યાઓ આપે તો કન્યા લેનારને દોઢસો ઘરમાં અધિવાસ બાંધવો પડે, ને તે પ્રમાણે અધિવાસ બાંધવા તૈયાર થાય તેને જ કન્યા આપતા.
જમણ બાબતઃ જ્ઞાતિમાં જમણ માટે કાંઈ ફરજિયાત હતું નહિ જે ને વહેવાર હોય તેને જ જમવાનું રહેતું.
દોઢસો ઘરમાં જેની ત્યાં પ્રસંગ આવે તે પોતાના દોઢસો ઘરનેજ જમાડે અને બસો ઘરમાં જેને વહેવાર હોય તે જ તેમાં જતા કોઈ માણસને વધુ ખર્ચ કરવાની ઇચ્છા હોય અને તે પંચ ભેગુ કરી ગામાતની રજા લે ત્યારે જ ૨૦૦ ઘરના બધા જ સાથે જમે ગામાત કરનાર દોઢસો ઘર સાથે રજા લે તો ગામના બધા જ ઔદિચ્ય ભાઈઓ સાથે જમતા.
ગામડાનાં ત્રણસો ઘરના માણસો સાથે જમવાનું ચોરાસી, ચુવાવટ અને મેળાવો તેમાં ગામના માણસો ચોરાસી કરી શકે. સેમારનું ચુવાવટ કરી શકે, મેળાવો બંને પક્ષના કરી શકે. આની રજા લેવી હોય ત્યારે દરેક પોતાની પંચની રજા લઈ પછી બન્ને પંચમાં તેડુ કરાવી ચાવડીઆ મુકામે બધા ભેગા થાય અને ત્યાં ગામમાં બેસી રજાનું નક્કી થાય. ચાવડીઆના તળાવની પાળ ઉપર સામસામી (શહેર અને સમાર) પક્ષવાર બેસે ત્યાં સેમારના પંચના પટેલ ઊભા થઈ જે રજા લેનાર હોય તેમની પાસે જ્ઞાન કરવાનું વચન લે અને પછી તેનો હાથ પકડી બંને પક્ષના માણસો બીનમ કરારે જ્ઞાતિમાં જમવા આવશે તેવું વચન લેવાય ત્યારે જ જ્ઞાતિની રજા મળી ગણાય. ૫OO ઘર સાથેનું જમણ જયારે કોઈ ભાઈ ૫૦૦ ઘર કરવા નક્કી કરે ત્યારે પંચની રજા લઈ નક્કી કરેલ દિવસે ગામ તથા સેમારના દોઢસો ત્રણસો ઘરના આગેવાન ભાઈઓ “મુનરાયજી”ના મંદિરમાં ભેગા થાય અને રજા લે. તે રજા મળ્યા પછી જ ૫૦૦ ઘર કરી શકે. આ ૫૦૦ ઘરમાં સમસ્ત ઔદિચ્ય જ્ઞાતિ જનોડથી માલવણ સુધીની જમે, “મુનિરાયજી'માં રજા લીધા પછી શામણા શહેર સેમારનું પંચ ભેગું થાય અને રજા મળી ગણાય. ચોરાસી અને સુવાવટનું જમણ એક દિવસનું રહેતું. મેલાવો તથા ૫૦૦ ઘરનું જમણ બે દિવસનું રહેતું. મેળાવાના
દિવસે સુખડીના લાડુ વહેચાતા અને વાડા સિનોર અગર જે બહારથી આવતા તેમને વાટ ખોરાક તરીકે તેમજ જ્ઞાતિમાં ખર્ચ કરેલી હોય તેને જ લાડુ આપતા.
મરણ પાછળની વિધિ સ્થિતિ પ્રમાણે થતી ક્રિયામાં અગિયારમે વહેવારમાં કૂતરું બારમે સંપૂર્ણ વહેવાર જમાડતો. હાલ બારમું બંધ છે. ઘણાખરા આ અંગેનું ભોજન પણ જમતા નથી.
લગ્ન પ્રસંગો : પહેલા કન્યાને લગ્ન વખતે ૨૦ થી ૨૫ તોલા સુધીના સોનાના દાગીના કરી આપતા હતા તેમાં અતિશયોક્તિ હોવાથી પંચે ૧૯૮૪ ના કારતક સુદ ૧ થી તે અંગે ૫૫૧ નો આંકડો બાંધ્યો અને રેશમી લુગડાં વતી રૂા. ૩૧ આપવા ઠરાવ કર્યો. શહેર પૂરતો જ હતો.
પથિક ક ત્રમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ ૪ ૫૮
For Private and Personal Use Only