SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મંડાણ થયું. એ પછી ઑક્ટોબર ૧૯૧૬માં શ્રી કંચનલાલ વાસુદેવ મહેતા અને શ્રી લક્ષ્મીશંકર હરિશંકર જોપીના પ્રયાસોથી અમદાવાદમાં હોમરૂલ લીગની શાખા સ્થપાઈ. અમદાવાદના જાણીતા બેરિસ્ટર મગનભાઈ ચતુરભાઈ પટેલ આ શાખાના મંત્રી તરીકે નિમાયા. આ શાખામાં નિયમિત વિવિધ રાજકીય મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા થતી, લેખો લખાતા અને પ્રજાને હોમરૂલ આંદોલન પ્રત્યે સજાગ બનાવવામાં આવતી. અમદાવાદની હોમરૂલ શાખા તરફથી શ્રી લક્ષ્મીશંકર જોષીએ ‘લોકલ વોર્ડઝ વિશે, ડૉ. હરિપ્રસાદ ભટ્ટે ‘પ્રજાનું આરોગ્ય અને હિન્દ સરકાર’ વિશે, મગનભાઈ પટેલે ‘અંગ્રેજ સરકારની વેપારી જકાતનું રહસ્ય અને ચંદુલાલ કાશીરામ દવેએ શ્રીયુત ગાંધી અને સ્વરાજય વિશે સભ્યો અને આમંત્રિતો સમક્ષ ચર્ચા અને ભાષણો કર્યાં હતાં. ૯ જુલાઈ, ૧૯૧૭ના રોજ અમદાવાદમાં રા.બ.રમણલાલ મહિપતરાય નીલકંઠના પ્રમુખસ્થાને મળેલી એક જાહેરસભામાં વકીલો, વેપારીઓ તથા વિદ્યાર્થીઓ સહિત આઠસો માણસો હાજર રહ્યા હતા. તેમાં શ્રીમતી એની બેસન્ટ અને તેમના સાથીઓની અંગ્રેજ સરકારે કરેલ ધરપકડને વખોડી કાઢતા ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. ગુજરાત સભાના ઉપક્રમે ૭ ઑગસ્ટ, ૧૯૧૭ના રોજ અમદાવાદ મુકામે શ્રી જીવણલાલ વ્રજલાલ દેસાઈના પ્રમુખસ્થાને મળેલ જાહેરસભામાં ૩૦૦ માણસો હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓને રાજકીય સભાઓમાં હાજર રહેવા પર પ્રતિબંધ મૂકતા સરકારના ધારાનો સભાના બધા વક્તાઓએ સખત વિરોધ કર્યો હતો. અમદાવાદમાં જામી રહેલા હોમરૂલ આંદોલનને વધુ વેગીલું બનાવવાના હેતુથી મુંબઈના હોમરૂલ લીગના ગુજરાતી નેતાઓ શ્રી જમનાદાસ દ્વારકાદાસ, રતનસી ધરમશી, વકીલ ચંદ્રશંકર પંડ્યા, શંકરલાલ ઘેલાભાઈ બેન્કર, મનસુખરામ આત્મારામ માસ્તર, વગેરેએ ૨૨ જુલાઈ, ૧૯૧૭ના રોજ અમદાવાદની મુલાકાત લીધી હતી. એ જ દિવસે રાત્રે મળેલી જાહેરસભા ૧૫૦૦ માણસોથી ભરાયેલી હતી. વક્તાઓએ હોમરૂલ આંદોલનને માટે પ્રેરક પ્રવચનો કર્યાં હતાં. હોમરૂલ આંદોલન અમદાવાદની પ્રજાના માનસ પર એવું તો ઘર કરતું જતું હતું કે રિચી રોડ પર આવેલા ‘સ્વદેશી મિત્રમંડળ' દ્વારા ચાલતા સ્વદેશી સ્ટોર પર લાલ, લીલા રંગનો હોમરૂલ આંદોલનનો ધ્વજ સતત લહેરાતો રહેતો હતો. અમદાવાદની હોમરૂલ લીગની શાખા એની બેસન્ટની ઓલ ઇન્ડિયા હોમરૂલ લીગ સાથે સંલગ્ન હતી. પરિણામે હોમરૂલ લીગના મોટા ભાગના કાર્યક્રમોનો અમલ અમદાવાદમાં થતો હતો. સભા, સરઘસ, ચર્ચાથી માંડીને ‘લિસેન્ટ દિન'ની ઉજવણી સુધીના કાર્યક્રમો નિયમિતપણે અમદાવાદમાં યોજાતા રહ્યા હતા. અમદાવાદમાં પ્રસરતા જતા હોમરૂલ આંદોલનથી પ્રભાવિત થઈ ૧૨ માર્ચ, ૧૯૧૮ ના રોજ રાત્રે નવ વાગ્યે શ્રીમતી એની બેસન્ટે અમદાવાદની મુલાકાત લીધી. રેલ્વે સ્ટેશન પર ગાંધીજી, અંબાલાલ સારાભાઈ વગેરેએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. બીજે દિવસે અમદાવાદની હોમરૂલ શાખા તરફથી શહેરમાં તેમનું વિશાળ સરઘસ નીકળ્યું. ૧૩ માર્ચ, ૧૯૧૮ ના રોજ ભગુભાઈના વંડામાં સવારે ૧૨ વાગ્યે ગાંધીજીના પ્રમુખપદે વિશાળ જાહેરસભા મળી. એની બેસન્ટે રાષ્ટ્રીય કેળવણી વિષયક પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું હતું : “માતૃભાષા એ જ પ્રજાનું જીવન છે. જે ભાષામાં આપણે સ્ત્રી અને બાળકો સાથે વાતચીત કરી શકીએ તે જ આપણી સ્વાભાવિક ભાષા છે.” સભાના પ્રમુખસ્થાનેથી ગાંધીજીએ કહ્યું હતું : “આખા હિન્દુસ્તાનમાં હોમરૂલનો ધ્વનિ ચોમેર ફેલાયો છે અને નાનાં-મોટાં ગામોમાં પણ તે ધ્વનિએ પ્રવેશ કર્યો છે. એ બધો પ્રતાપ તે બાઈનો છે... તેમણે હાલના વાતાવરણમાં જે આંદોલન ચલાવ્યું છે તેથી અનેક લાભ થયા છે. તેમનાં કાર્ય, રચના અને વક્તૃત્વનો લાભ હિન્દે લીધો છે. પથિક * ત્રૈમાસિક - જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ × ૪ For Private and Personal Use Only و ۱۶۶
SR No.535540
Book TitlePathik 2005 Vol 45 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2005
Total Pages72
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy