________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ જ દિવસે સાંજે પાંચ વાગ્યે એની બેસન્ટે ‘હાલની રાજકીય પરિસ્થિતિમાં આપણું કર્તવ્ય-વિષય પર જાહેરસભામાં ભાષણ કર્યું હતું.
પછી તો અમદાવાદ શહેરમાંથી હોમરૂલ આંદોલન જિલ્લાનાં ગામડાંઓ ભુવાલડી, અડાલજ, અસલાલી, કાળી, રાણીપ, બારેજા , દસક્રોઈ અને નરોડા સુધી પહોંચ્યું. હોમરૂલ લીગના આગેવાનોનાં ભાષણોને સાંભળવા ગામડાંની પ્રજા ઊમટતી, અમદાવાદ શહેરના વિસ્તારો ખાડિયા, પાનકોરનાકા, રિચી રોડ વગેરેમાં પણ ભાષણોનો દોર ચાલતો અને જ્યાં ભાષણો થયાં ત્યાં હોમરૂલ લીગના સભ્ય થવા ગામડાં અને શહેરની પ્રજાએ પડાપડી કરી. આમ, અમદાવાદ શહેર અને જિલ્લામાં હોમરૂલ લીગનું આંદોલન સક્રિય રીતે ચાલ્યું હતું. ૫. મિલમજૂરોની હડતાલ
ગાંધીજીના સત્યાગ્રહનો સફળ પ્રયોગ એટલે અમદાવાદના મિલમજૂરોની પચીસ દિવસ ચાલેલી હડતાલ ૨૨ ફેબ્રુઆરી, ૧૯૧૮ ના રોજ આરંભાયેલી. આ હડતાલના મૂળમાં પ્રથમ વિશ્વયુદ્ધને કારણે મોંઘવારી વધતાં મિલ મજૂરોએ પગારમાં ૩૫ ટકા ભાવ-વધારાની કરેલી માગણી હતી. મિલ માલિકોએ મજૂરોની માગણી નહિ સ્વીકારતાં ગાંધીજીએ તેમને પંચ નીમવા વીનવ્યા. પણ માલિકોએ તેનો અસ્વીકાર કર્યો. આથી ગાંધીજીએ મજૂરોને હડતાલ પાડવાની સલાહ આપી, હડતાલિયા મજૂરોની સભા રોજ હાલના ગાંધીપુલ પાસે અમર બાવળિયા' નામથી ઓળખાતા ઝાડ નીચે ભરાતી. પચીસ દિવસની હડતાલમાં ગાંધીજીએ આપેલાં લગભગ તેર પ્રવચનો અને હડતાલની આચારસંહિતા વ્યક્ત કરતી સત્તર પત્રિકાઓ બહાર પાડી હતી, જેમાં ગાંધીજી મજૂરોને તેમણે લેવડાવેલ પ્રતિજ્ઞાનું સ્મરણ કરાવી, શાંતિ જાળવવાની તથા સ્વમાન સાચવવાની આવશ્યકતા સમજાવતા. ૧૮ માર્ચ ૧૯૧૮ સુધી ચાલેલ આ હડતાલ દરમિયાન મજૂર ડગવા લાગ્યા. ૧૪ માર્ચ ૧૯૧૮ ના રોજ શ્રી છગનલાલ ગાંધી જુગલદાસની ચાલીમાં રહેલા મજૂરોને સવારની સભામાં આવવા કહેવા લાગ્યા ત્યારે કેટલાક મજૂરોએ તેમને મહેણું મારતાં કહ્યું :
ગાંધીજી અને અનસૂયાબહેનને શું? તેઓને મોટરમાં આવવાનું અને મોટરમાં જવાનું. ખાસું ખાવાપીવાનું, પણ અમારો તો જીવ જાય છે. સભામાં આવ્યું કાંઈ ભૂખમરો ટળતો નથી.”
આ ટીકાની જાણ ગાંધીજીને થઈ. તેમણે ૧૫ માર્ચની મિલમજૂરોની સભામાં ભાષણ કરતાં જાહેર કર્યું : જયાં સુધી મજૂરોને ૩પ ટકા વધારો મળશે નહિ ત્યાં સુધી હું ખોરાક લઈશ નહિ, અને મોટરમાં બેસીશ નહિ.”
૧૫ માર્ચ, ૧૯૧૮ થી શરૂ થયેલા ગાંધીજીના ઉપવાસને કારણે મિલમાલિકો સમાધાનના રસ્તા શોધવા લાગ્યા. છેવટે શ્રી આનંદશંકર ધ્રુવ પંચ તરીકે નિમાયા અને ૧૮ માર્ચ, ૧૯૧૮ ના રોજ સવારે સમાધાન થયું. આમ ગાંધીજીના ત્રણ ઉપવાસ પછી પચીસ દિવસની મિલમજૂરોની હડતાલનો અંત આવ્યો. પંચના ચુકાદા મુજબ મજૂરોને ૩૫ ટકાનો પગાર વધારો મળ્યો.હડતાલ દરમિયાન અમદાવાદ શહેરમાં સંપૂર્ણ શાંતિ જળવાઈ રહી હતી. આ ધર્મયુદ્ધ'માંથી મજૂરો અને માલિકોને પંચ દ્વારા ઝઘડાઓનો નિકાલ કરવાનો નવો માર્ગ મળ્યો. સને ૧૯૨૦ માં અમદાવાદમાં મજૂર મહાજનની સ્થાપના થઈ. ૭. રૉલેટ ઍક્ટ અને અસહકાર આંદોલન
પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્ણ થતાં હિન્દ સંરક્ષણ ધારાની મુદત પૂરી થતી હોવાથી ભારતની સ્વાતંત્ર્ય ચળવળને દબાવી દેવા માટે સરકારે રૉલેટ ઍક્ટ પસાર કર્યો. ૬ એપ્રિલ, ૧૯૧૯ ના રોજ ગાંધીજીએ એ “કાળા કાયદાનો વિરોધ કરવા પ્રજાને અપીલ કરી. સમગ્ર ભારતમાં ગાંધીજીની અપીલનો અમલ થયો. અમદાવાદમાં ૬ એપ્રિલના રોજ સંપૂર્ણ હડતાલ પડી અને વિશાળ સરઘસ નીકળ્યું. પહેલી વાર ત્રણ લાખની વસ્તીવાળા શહેરમાં પચીસ હજારની મેદનીનું શિસ્તબદ્ધ, શાંતિમય સરઘસ નીકળ્યું. નદીની રેતમાં સભા થઈ. તેને વલ્લભભાઈ પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિક અને કાળીદાસ જરાકરણ ઝવેરીએ સંબોધી. ૯મીએ નદીની રેતમાં બીજી સભા થઈ. તેમાં સ્વદેશી
પથિક જત્રમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ ૪ ૫
For Private and Personal Use Only