________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
www.kobaur
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વડોદરાના શાસક ગાયકવાડને તેમની રાષ્ટ્રીય પ્રવૃત્તિઓને કારણે અંગ્રેજ સરકારે વડોદરામાં પ્રવેશવાની મનાઈ કરી હતી. પરિણામે એ અમદાવાદના શાહીબાગમાં આવેલા ગાયકવાડી મહેલમાં અંગ્રેજો વિરુદ્ધ યોજના ઘડી રહ્યા હતા. સપ્ટેમ્બર ૧૮૫૭ના રોજ ઘડાયેલી યોજના મુજબ ઉમેઠા-ભાદરવાના આગેવાનો ખેડા મહીકાંઠાના પટેલો વગેરેને સંગઠિત કરવા નિહાલચંદને મોકલવામાં આવ્યા, જયારે બાપુ ગાયકવાડ ખુદ અમદાવાદની અંગ્રેજ સૈનિકોની છાવણીમાં ફરીને ભારતીય સૈનિકોને બળવામાં સામેલ થવા ઉશ્કેરી રહ્યા હતા.
જો કે અમદાવાદમાં વ્યાપી રહેલો આવો જુસ્સો બહુ ઝાઝો ન ટક્યો. સમગ્ર ભારતમાં બળવાનાં વળતાં પાણી થયાં. શસ્ત્રોનો વ્યાપક અભાવ અને સંયોજન અને સંકલનની ખામીને કારણે અમદાવાદમાં પણ અંગ્રેજ લશ્કરોએ બળવાને ક્રૂર રીતે દાબી દીધો. પણ સ્વાતંત્ર્ય માટેનો અમદાવાદના ભારતીય સૈનિકોનો ઉત્સાહ અનેરો હતો. એક અહેવાલ પ્રમાણે એકલા અમદાવાદની જેલોમાં ઓક્ટોબર ૧૮૫૭માં ૩૫ બળવાખોરો સજાની રાહ જોતા બેઠા હતા. ૧૬મી ઓક્ટોબર ૧૮૫૭ની સવારે ૮૯મી રેજિમેન્ટની હાજરીમાં ત્રણ ભારતીય બળવાખોરોને તોપના મોંએ બાંધીને ઉડાડી મૂકવામાં આવ્યા. બીજા ચાલીસને આવા જ ગુનાસર અંધારી કોટડીમાં ગોંધી રાખવામાં આવ્યા. જયારે ૧૯ ઓક્ટોબરે તો કેટલાય ભારતીય સૈનિકોને તોપના મોંએ અને ફાંસીના માચડે શહીદ કરી દેવામાં આવ્યા હતા ? ૩. ૧૮૫૭ પછી પ્રજાજાગૃતિ
૧૮૫૭નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ભલે નિષ્ફળ ગયો પણ તેના કારણે પ્રજામાં વ્યાપેલ જાગૃતિ જેમ સમગ્ર ભારતમાં ફેલાતી ગઈ તેમ અમદાવાદમાં પણ તે પ્રસરતી ગઈ. ૧૮૭ર માં અમદાવાદમાં ‘પ્રજાસમાજ' નામની રાજકીય સંસ્થા સ્થપાઈ. ૧૮૮૨ માં ડૉ. હરિહર્ષ ધ્રુવ અને ઉકાભાઈ પ્રભુદાસે “પ્રજાહિતવર્ધક સભા સ્થાપી. ૧૮૮૪માં અમદાવાદમાં “ગુજરાત સભા'ની સ્થાપના કરવામાં આવી. તેના આગેવાનો રમણલાલ નીલકંઠ, ડૉ. બેન્જામિન, હરિલાલ દેસાઈભાઈ તથા ગોવિંદરાવ પાટિલ વકી હતા. તે સાચા ગુજરાતના રાજકીય પ્રશ્નોમાં રસ લેતી અને અરજીઓ દ્વારા લોકોના પ્રશ્નો પ્રત્યે સરકારનું ધ્યાન દોરતી. ૧૮૭૬માં અંબાલાલ સાકરલાલ દેસાઈએ અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળી સ્થાપી. તેના અન્ય આગેવાનો રણછોડલાલ છોટાલાલ, પ્રેમાભાઈ હિમાભાઈ, મણિભાઈ જશભાઈ હતા. ૧૮૮૫ના ડિસેમ્બરમાં મુંબઈ કૉંગ્રેસ મહાસભાનું પ્રથમ અધિવેશન મળ્યું. તેમાં ભારતભરમાંથી આવેલા ૭૨ સભ્યોમાંથી ગુજરાતના ૨૮ સભ્યો હતા, જેમાં 3 અમદાવાદના અને ૧ વિરમગામના થઈને અમદાવાદ જિલ્લાના ચાર સભ્યોએ અધિવેશનમાં હાજરી આપી હતી. ૪. કોંગ્રેસ મહાસભાનું ૧૮મું અધિવેશન
કૅગ્રેસની સ્થાપનાના બે દાયકામાં જ કેંગ્રેસનું ૧૮મું અધિવેશન, ૨૩, ૨૪ અને ૨૬ ડિસેમ્બર, ૧૯૦૨ના રોજ અમદાવાદમાં મળ્યું. આ અધિવેશનના સ્વાગત પ્રમુખ દી.બ.અંબાલાલ સાકરલાલ દેસાઈ હતા અને પ્રમુખ સુરેન્દ્રનાથ બેનરજી હતા. ગોવર્ધનરામ ત્રિપાઠી, મગનભાઈ ચતુરભાઈ પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિકના પિતા કનૈયાલાલ યાજ્ઞિક તથા સ્વયંસેવક તરીકે કમા.મુનશીએ આ અધિવેશનમાં ભાગ લીધો હતો. અધિવેશનમાં હિન્દની ગરીબાઈ, દુષ્કાળ, કાપડ ઉપરની જકાત, પરદેશમાં ભારતીઓ ઉપર બતાવાતો ભેદભાવ, રંગભેદની નીતિ, સરકારી નોકરી અને લશ્કરમાં હિન્દીઓનું વધુ પ્રતિનિધિત્વ વગેરે અંગેના કુલે ૨૨ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા.
આ અધિવેશનમાં હાજર રહેલા ૪૭૧ પ્રતિનિધિઓમાં અડધાથી વધુ એટલે કે ૨૮૭ પ્રતિનિધિઓ તો માત્ર અમદાવાદના જ હતા. સ્વાગત પ્રમુખશ્રી દી.બા.અંબાલાલ દેસાઈએ પોતાના સ્વાગત પ્રચવનમાં અમદાવાદના આંગણે સૌને આવકારતાં અમદાવાદની કાપડ સમસ્યાને વાચા આપી હતી.
“અમદાવાદમાં રૂના કાપડની ઘણી મિલો છે, તેમને અન્યાયી એક્સાઈઝ વેરો આપવાની ફરજ પાડવામાં
પથિક કનૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૨
For Private and Personal Use Only