SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.ko Acharya Shri Kailassagarsuri Gyanmandir લુણાવાડામાં ઔદિચ્યોનું આગમન ડૉ. મનીષા ઉપાધ્યાય* લુણાવાડામાં ઔદિચ્યોના આગમન સંબંધી સંપૂર્ણ માહિતી મળતી નથી. પણ ઔદિચ્યોનો ગુજરાતમાં વસવાટ થયા પછી, ક્ષાત્રવંશના તે પછીના રાજાઓના ત્રણસો વરસના રાજયકાળમાં આપણા પૂર્વજોનું વર્ચસ્વ અજોડ હતું. પણ સંવત ૧૩પ૩ ના અરસામાં દિલ્હીપતિ અલ્લાઉદ્દીન ખિલજીના લશ્કરે ગુજરાત ઉપર આક્રમણ કર્યું. પાટણ જેવા સમૃદ્ધ રાજયને છિન્નભિન્ન કરી સિદ્ધક્ષેત્રમાં આવેલ “રુદ્રમાળ”ને ખંડિત કર્યો, અને હિન્દુ પ્રજા ઉપર ધમધ અત્યાચાર ગુજાર્યા. જે કારણે ઔદિચ્યોના કુળનાથોએ સુરક્ષિતતા ખાતર સ્થળાંતર કર્યું. બાદ ૧૪૧૧ માં પાટણ અને ખંભાતના વિનાશમાંથી (કર્ણાવતી) અમદાવાદની સ્થાપના થઈ. તેમ લગભગ સં. ૧૫૨૬ ના અરસામાં ઘણાંખરાં કુટુંબોએ અમદાવાદ આવી વસવાટ કર્યો. ત્યાંથી તેઓ સંવત ૧દ00 અને ૧૭૦૦ ની વચ્ચે લુણાવાડા આવવા લાગ્યા તે વખતે અમદાવાદમાં રાજયકર્તા તરીકે પેશ્વા અને ગાયકવાડ હતા. તેમના તરફથી જાગીરો મળી અને વ્યવસ્થિત ઠરી ઠામ થયા. લુણાવાડામાં આગમન : તે સંબંધી મૂળ ગંગાધર કાકા આવેલા તેમની ત્રીજી પેઢીએ કાકા શ્રીધર, સીદત્ત, હરિરામ, સદાશિવ અને મેઘજી તે પાંચ ભાઈઓને મહારાણા શ્રી વીરસિંહજીએ સંવત ૧૭૩૬ના અષાઢ સુદ ૧૩ ના રોજ કાકાના ભેસાવાડા ગામ આવેલું તેનો લેખ મળે છે. તે જોતાં આપણે ત્રીસ વર્ષની પેઢી ગણતાં ત્રણ પેઢી એટલે ૯૦ વર્ષ બાદ કરીએ તો ૧૬૪૬ આવે એટલે એવું અનુમાન થાય કે લગભગ આજથી ૩૮૦ વરસ પહેલાં સત્તરમા સૈકાની શરૂઆતમાં ગંગાધર કાકા લુણાવાડામાં આવેલા. તેઓ મૂળ સિદ્ધપુર પાસે પુષ્પાદરાના વતની હતા. ત્યાંથી અત્રે કેવી રીતે આવેલા તે હકીકત મળતી નથી પણ અનુમાન થાય છે કે ઉપર જણાવ્યા મુજબ મુસલમાનોના ત્રાસથી તેઓએ પોતાનું વતન છોડેલું. ત્યાર પછી બીજા લેખમાં સંવત ૧૭૬૩ના અષાઢ વદ ૩ ના દિવસે જોષીભાઈઓને મહારાણાશ્રી વીરસિંહજીએ જોષીઓના મુવાડાની જમીન આપેલી એટલે તે ભાઈઓ પણ સત્તરમા સૈકાના અંત ભાગમાં આવેલા હોય તેમ નક્કી થાય છે. સંવત ૧૭૮૦ની સાલમાં મહારાણા શ્રી નારસિંહજી કાશી સંઘ કાઢી જાત્રાએ ગયેલા તેમની સાથે દાનાધ્યક્ષ તરીકે દેવેશ્વર દવે હતા તેમની ત્રીજી પેઢી ગણનાથ દવે લુણાવાડામાં આવેલા. તેઓ પણ સત્તરમાં સૈકાના મધ્યભાગ પછી લુણાવાડામાં આવેલા ગણાય તેવી જ રીતે ૧૮૧૮ ના વૈશાખ સુદ ૩ મહારાણા દીપકસિંહજીના વખતનો રાવળ પ્રેમાનંદ સદાનંદના નામનો લેખ જોતાં અઢારમા સૈકાની શરૂઆતમાં અમદાવાદથી સદાનંદ રાવળ આવેલા જણાય છે. તેમ વિદ્યાધર રાવળના પુત્રો રાવળ કિરપારામ અને દયારામ સંવત ૧૭૮૦માં મહારાણા શ્રી નારસિંહજી કાશીએ ગયેલા તેમની સાથે તેઓ લુણાવાડામાં આવેલા, મૂળ વિદ્યાધર રાવળ અમદાવાદથી કાશી ગયેલા ત્યાં તેમનું અવસાન થતાં તેમના વિધવા સ્ત્રીએ પોતાના બન્ને પુત્રોને ત્યાં રહી ભણાવેલા તે અરસામાં રસ્તામાં લૂંટારાઓ અને ફાંસીખોરોના ભયને લીધે અમદાવાદ પાછા આવી શકેલા નહિ. જાની મંગળજી લવજી (લહજી) ના નામનો લેખ સંવત ૧૮૧૮ ના વૈશાખ વદ ૨ નો છે. તે જોતાં તેઓ એકાદ બે પેઢીથી લુણાવાડામાં આવ્યા હોય તેવું અનુમાન થાય છે. જાની લહજી પરસોત્તમ અને જાની બળભદ્ર પરસોત્તમ તે બંને ભાઈઓ થાય. * સંશોધન-સહાયક, ભો.જે. વિદ્યાભવન, અમદાવાદ પથિક જ રૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ ૪ પ૬ For Private and Personal Use Only
SR No.535540
Book TitlePathik 2005 Vol 45 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2005
Total Pages72
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy