SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૬) સૂર્યા સાવિત્રી વરવધૂને શુભેચ્છા કહે છે - इ॒हैव स्तं मा वि यौष्टुं विश्वमायु॒र्व्यश्नुतम् । क्रीय॑न्तौ पुत्रैर्नप्तृ॑भि॒र्मोद॑माना॒ स्वे गृहे ॥१०-८५-८२ ॥ ‘આપ બંને અહીં જ રહો. ક્યારેય એકબીજામાંથી અળગાં ન થાવ, સંપૂર્ણ આયુષ્ય વિશેષ રૂપે ભોગવો. પોતાના જ ઘરમાં પુત્ર-પૌત્રાદિ સાથે આનંદકિલ્લોલ સાથે જીવન વીતાવો.' (૭) વાક્ આશ્રૃણી પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે - अ॒हमे॒व स्व॒यमि॒दं व॑दामि॒ जुष्ट॑ दे॒वेभि॑रु॒त मानु॑षेभिः । य॑ क॒मये॒ त॑त॑मु॒ग्रं कृ॑णोमि॒ तं ब्र॒ह्माणं तमृषि॒ तं सु॑मे॒धाम् ॥ १०-१२५-५ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘દેવો મનુષ્યો શ્રદ્ધાપૂર્વક જેનું મનન કરે છે તેને હું પોતે જ એ પ્રમાણે (પ્રગટ કરું છું) બોલું છું. હું જેની જેની (કૃપાદૃષ્ટિથી) કામના કરું છું તેને તેને બળશાળી, સ્તોતા અથવા શ્રેષ્ઠ બુદ્ધિશાળી ઋષિ બનાવું છું. (૮) વિશ્વવારા આત્રેયી અગ્નિની સ્તુતિ કરે છે - अग्ने॒ शर्धो म॒ह॒ते सौभ॑गाय॒ तव॑ द्यु॒म्नान्यु॑त्त॒मानि॑ सन्तु॒ । सं जा॑स्पत्य॑ सु॒यम॒मा कृ॑ष्णुसु॒ष्व शत्रूय॒ताम॒भि ति॑ष्ठा महसि ॥ ५-२८-३ ॥ ‘હે અગ્નિ, (અમારા) ઉત્તમ સૌભાગ્ય માટે (આપ) શત્રુને હરાવો. આપનું તેજ ઉત્તમ હજો. આપ દામ્પત્યને સુખી અને સંયમી બનાવો. આપ શત્રુના તેજને દબાવી દો.' મંત્રદર્શિની અને કવયિત્રી એવી આ ઋષિકાઓનાં ઉપર્યુક્ત ઉદાહરણો વૈદિક સાહિત્યમાંનાં તેમનાં નોંધપ્રદ પ્રદાનની પ્રતીતિ કરાવે તેવાં છે. સુશીલ કુમાર છે એ પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યની કવયિત્રીઓ માટે લખ્યું છે,'કોઈ વિશેષ નોંધ લેવી પડે તેવું એમનું પ્રદાન નથી.' દેનો આ અભિપ્રાય નિશ્ચિતપણે વૈદિક સાહિત્યની કવિયત્રીઓને લાગૂ પાડી શકાય તેમ નથી. સંદર્ભસામગ્રી પં. સાતવનેશ્વર ૧. ऋग्वेदसंहिता ૨. Altekar (Dr.) A.S.Education in Ancient India. ૩. Dapade E.V. - History of Education in Ancient - India ૪. પથિક * ત્રૈમાસિક De S.K. - A History of Sanskrit Literature. ૫. Garg Ganga Ram-Encyclopcadia of Hindu world vol. 2 ૬ . Macdonell A.A. - Vedic Index, Vol. I, II 9. Margaret James Stutley-A Dictionary of Hinduism ૮. Rahurkar V.G.-The Seers of the Bgveda ૯. Roy Ashim Kumar-a Dictionary of Indology, Vol. 1o ૧૦. Sanatani (Dr.) Lila-Status of Women In Vedic times. ૧૧. Visva Bandhu - Indices to the Rgveda. - જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૫૫ For Private and Personal Use Only
SR No.535540
Book TitlePathik 2005 Vol 45 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2005
Total Pages72
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy