________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪) ચોદમી કલમ - આ નાતના સુધારાના કામમાં આ ઠરાવ સરકારમાં નોંધાવી જે મદદ લેવાની જરૂર હોય તે પાટડી દરબારશ્રીએ લઈ સંપૂર્ણ બંદોબસ્ત કરે તથા હવે પછી નાતના સુધારા જે જે બાબત વાજબી અને જરૂર જણાય તે બાબત વધારવાને તથા ઓછી કરાવને પાટડી દરબારશ્રીને સ્વતંત્ર પરવાનગી આપી છે અને પાટડી દરબારશ્રી જે પ્રમાણે કરશે તે અમો કબૂલ કરી તેમના મોટા આભાર માનીશું.
(૧૫) પંદરમી કલમ – મહાવદ ૫ વાર વરેફના રોજ નાતિના ભાઈઓની મુલાકાત પાટડી દરબાર શ્રીએ લીધે તે જ્ઞાતિના તમામ ભાઈઓએ નાતના સુધારાની ઇચ્છા બતાવી ઢાંપના કાગળો ઉપર સહી સાથે દસ્તાવેજ કરી આપી છે. માટે તે દિવસે માતાજી ઉમિયાની ઉજાણી જ્ઞાતિના તમામ માણસોએ કરી ખુશીમાં રહેવું અને ખેતી વગેરે ધંધા-રોજગારનું કામ બંધ રાખી ઈશ્વરનું ભજન કરવું.
(૧૬) સોલી કલમ આ બાબતમાં નાતના સરવે ભાઈઓએ સ્ટોપના કાગળ ઉપર દસ્તાવેજ કરી આપેલો છે તેની નકલ સરવે લોકોમાં જાણ થવા સારુ છપાવી પરગટ કરવામાં આવી છે.
(૧૭) સત્તરમી કલમ - ઊંઝામાં માતા ઉમિયાજીનું મંદિર બાંધવા માંડેલું અધૂરું છે. તે પૂરું થવા સારુ આપણા ભાઈઓએ મદદ આપવાનું ધ્યાનમાં લેવું જોઈએ. તેને સારુ આપણી નાતનાં લગન ઠરશે તે વખતેં ઘટતો વિચાર થશે.
મિ. જે ઉમિયા માતાજી. દેસાઈશ્રી જોરાવરસિંહજી કુબેરસિંહજી
સ્વસ્થા, જિલ્લે પાટડી જોગ, લખતંગ અમો નીચે સહી કરનારા પાટડી, વણોદ, દશાડા, બજાણા, લખતર, ધ્રાંગધ્રા, વઢવાણ, લીંબડી, મોરબી, કાઠિયાવાડ, મૂળી, તથા વાંકાનેર વગેરે પરગણાં તથા ગામોના કઈડવા કણબીની નાત જાડી પછેડીના પટેલિયા વગેરે નાત સમસ્તના જત અમોએ અમારી રાજીખુશી તથા અકલ હશિયારીથી આ દસ્તાવેજ લખી આપીએ છીએ.
(૧) કલમ પહેલી – આપણી નાતમાં કોઈ કલમે નાતરું કરીને અગલ લગન કરીને બાઈડી લાવી હોય તો તે કંના પોતાની નાતની છે એવી પક્કી રીતે ખાતરી કરીને લાવવી અને ખાતરી વગર લાવે તો તે કંના બીજી નાતની માલૂમ પડે તો તેને નાત બહાર મૂકવો અને તેની કોઈ કલમ મદદ કરે તો તેને પણ નાત બહાર મૂકવો; પણ એવું ઠેરવ્યું છે જે પાટડી દરબાર શ્રીની નજરમાં આવે તો નજરાણા વગેરેના રૂપિયા લઈ નાતમાં ઠરાવ દરબારશ્રી કરે તો જબ તેને નાતમાં લેવો.
(૨) કલમ બીજી – આપણી કઈડવા કણબીની જ્ઞાતમાં કોઈ શખસ નાતરું કરવા માગે તો નાતરું કરનાર શખસે રૂા. ૧ થી રૂ. ૩૦૦ સુધી ઓરતના બાપ તરફ આપવા, એ સિવાય જાસતી રૂપિયા યા કીમતી વસ્તુ આપવી નહીં. તેમ ઓરતના બાપ વગેરેએ ઉપર ઠરાવેલા આંકડા સિવાય કાંઈ રકમ અથવા વસ્તુ લેવી નહીં. આ મુજબ ચાલવામાં કોઈ કસૂર કરે તો તેને વરસ ૫ સુધી નાત બહાર રહેવું પડશે ને તે પછી રૂા. પ00 નાતને નજરાણાના આપશે તો તેને નાતમાં લેવામાં આવશે.
(3) કલમ ત્રીજી - આપણી નાતમાં પરણેતર કંનાની સગાઈ બાબત કંના વિકરે એટલે સગાઈ કરવા સંબંધી વરવાળા તરફથી કાંઈ રૂપિયા અગર કીમતી વસ્તુ લેવી નહીં. અગર આપવી નહીં એ પ્રમાણે કરવામાં કોઈ કસૂર કરશે તો તેને રે વરસ સુધી નાત બહાર રહેવું પડશે ને પછી રૂા. ૨૦) નાતમાં નજરાણાના આપેથી તેને | નાતમાં લેવામાં આવશે.
(૪) કલમ ચોથી - આપણી નાતમાં કોઈ નાનું સગપણ થયા પછી તે કંના અગર વર રોગથી લૂલા,
પથિક * બૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ કે ૪૯
For Private and Personal Use Only