________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદમાં કવયિત્રીઓ
પ્રા. ડૉ. રશ્મિકાન્ત મહેતા ‘આપણી જાણીતી સમગ્ર વિશ્વની સભ્યતાઓનું એક સામાન્ય લક્ષણ એ રહ્યું છે કે આપણે જેમ પ્રાચીન સમયમાં જતાં રહીએ છીએ તેમ સ્ત્રીઓના દરો વધુને વધુ અસંતોષજનક રહ્યો છે. પરંતુ હિન્દુ સભ્યતા આ બાબતમાં આશ્ચર્યજનક અપવાદ છે. અહીં અનેક ક્ષેત્રોમાં સ્ત્રીઓનો દરજ્જો વધુને વધુ સંતોષજનક જણાતો રહ્યો છે.” ડો. એ.એસ.અલ્લેકરનો આ અભિપ્રાય તદ્દન યથાર્થ છે; એમ વેદકાલીન ભારતમાં સ્ત્રીનું સર્વોત્તમ સ્થાન જોતાં, જણાય છે. સ્વેદના મંત્રદ્રષ્ટા, કવિ અને ઋષિઓ છે; તેમાં મંત્રદર્શિનીઓ, કવયિત્રીઓ અને ઋષિઓનો પણ સમાવેશ છે.
તેમની સૂચિ આ પ્રમાણે છે :- (૧) અદિતિ (૨) અદિતિ દાક્ષાયણી (૩) અગમ્ય સ્વસા (૪) અપાલા આત્રેયી (૫) દક્ષિણા પ્રાજાપત્યા (૬) ગૌરિવતિઃ શાકત્યઃ (૭) ઘોષા કાશીવતી (૮) ગોધા (૯) ઇન્દ્રમાતરઃ દેવનામયઃ (૧૦) ઇન્દ્રરનુષા વસુકપત્ની (૧૧) ઇન્દ્રાણી (૧૨) જુહુબ્રહ્મજાયા (૧૩) લોપામુદ્રા (૧૪) નઘઃ (૧૫) રાત્રિ ભારદ્વાજી (૧૬) રોમશા બ્રહ્મવાદિની (૧૭) શચી પૌલોમી (૧૮) સરમા દેવશૂની (૧૯) સર્પરાજ્ઞી (૨૦) સરસ્વતી આંગીરસી (૨૧) સિકતા નિવાવરી (૨૨) શ્રદ્ધા કામાયની (૨૩) સૂર્યા સાવિત્રી (૨૪) ઉર્વશી (૨૫) વાફ આખ્ખણી (૨૬) વિશ્વવારા આત્રેયી (૨૬) યમી વૈવસ્વતી
સંભવ છે કે આમાંનાં કેટલાંક “પૌરાણિક પાત્રો' માત્ર હશે; પરંતુ આંતરિક પ્રમાણો પુરવાર કરે છે કે બાકીનાં નિશ્ચિત પણે “રક્ત અને માંસ સાથે ધબકતી’ જીવંત વ્યક્તિઓ છે. જેમકે :- (૧) અપાલા આત્રેયી - ઋગ્વદ ૮૯૧-૯૨ (૨) ગૌરિવીતિઃ શાત્ય - . પ/૨૯ (૩) ઘોષા કાક્ષીવતી- ૭, ૧૦૩૯, ૧૦૪૦, (૪) ગોધો- ૧૦૧૩૪ ૭ (૫) લોપામુદ્રા - ૧૧૭૯૧-૨ (૬) રાત્રિ ભારદ્વાજી - મૃ. ૧૦/૧૨૭ (૭) સિકતા નિવાવરી ઋ ૯૮૬/૧૧-૨૦,૩૧-૪૦ (૮) સૂર્યા સાવિત્રી – ઋ ૧૦૮૫ (૯) વાફ આમૃણી ઋ ૧૦/૧૨૫ (૧૦) વિશ્વવારા આત્રેયી - ૩ ૫૨૮
આમાંથી કેટલાંકની ચરિત્રાત્મક માહિતી વિવિધ સ્રોતમાંથી પ્રાપ્ત થઈ શકી છે. જેમકે
(૧) અપાલા અત્રિની પુત્રી હતી. અધ્યાત્મવિદ્યા ધરાવતી હતી. પરંતુ તે કુષ્ટરોગથી ગ્રસ્ત બની, તેથી પતિથી તિરસ્કૃત બની. તેને જાણ થઈ કે સોમ ઇન્દ્રનું પ્રિય પેય છે. તેથી સીમ દ્વારા તેણે ઇન્દ્રને પ્રસન્ન કર્યો. ઇન્દ્ર એની એષણા પરિતૃપ્ત કરી અને એને કુષ્ટરોગથી મુક્ત કરી.
(ર) ઘોષા કક્ષવાનની પુત્રી અને દઘટની પૌત્રી હતી. અનિષ્ટ રોગને કારણે એનો દેહ કદરૂપો થઈ ગયો. કોઈ તેને પરણવા તૈયાર થતું ન હતું. પિતૃગૃહે તેણે ૬૦ વર્ષ પસાર કરી નાખ્યા હવે તેણે સૌભાગ્ય અને સૌંદર્ય માટે અશ્વિન ને ઉપાસનાથી પ્રસન્ન કર્યા. તેઓએ તેના દેહને ચિરંજીવ, રોગમુક્ત અને સુંદર બનાવી દીધો. તેઓએ તેને પતિ અને સુહસ્ય નામે પુત્ર અપાવ્યો.
(૩) ગૌરિવીતિ શક્તિની ઉપાસના કરતી હતી. (૪) વિશ્વવારા અત્રિના પરિવારમાંથી હતી. (૫) સૂર્યા સૂર્યની પુત્રી હતી.
(૬) રાત્રિ, રાત્રિસમયનું નિર્ધારણ કરતી દેવી હતી. ઇન્દ્રાણીએ એકવાર તેની ઉપાસના કરી હતી. નિયામક, ભો.જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, એચ.કે. આર્ટ્સ કોલેજ કંપાઉન્ડ, અમદાવાદ ૩૮OOG
પથિક * બૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૫૩
For Private and Personal Use Only