SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધોલેરા છાવણીની આ અદ્દભુત લડતને નિહાળવા ગાંધીજીના અંગ્રેજ મિત્ર શ્રી રાજનલ્ડ રેનાઇઝ પણ ધોલેરા ગયા હતા. ' આટલી મોટી ટુકડીને મીઠાનો કાયદો ભંગ કરતાં કેમ રોકવી ? એટલે પોલીસે માત્ર ટુકડીના નેતા બળવંતરાય મહેતાની ધરપકડ કરી. બાકીના સૈનિકોને જવા દીધા. પણ સ્વાતંત્ર્ય સૈનિકો પોલીસ અધિકારી પાસે જતા અને કહેતા, “સાહેબ મારી પાસે કાનૂનભંગનું મીઠું છે મને પકડી લો.’ અને ‘નમક કા કાયદા તોડ દિયા', ‘ઇન્કલાબ ઝિન્દાબાદ', ‘મહાત્મા ગાંધીજી કી જય'નાં સૂત્રો ચારે બાજુ ગુંજી ઊઠતાં. બળવંતરાય મહેતાની ધરપકડ કરી તેમને ધંધુકા લઈ જઈ તેમના પર કેઈસ ચલાવી તેમને બે વર્ષની સજા કરવામાં આવી. આમ લગભગ દોઢ માસની સક્રિય લડતમાં મણિશંકર ત્રિવેદી, ભીમજીભાઈ સુશીલ, દેવીબહેન પટ્ટણી, વજુભાઈ શાહ, મોહનલાલ મહેતા (સોપાન) જેવા અગ્રણી સૈનિકોની ધરપકડ કરી તેમને સાબરમતી અને થાણાની જેલમાં મોકલી દેવા આવ્યા. આમ છતાં લડતનો પ્રવાહ મોળો પડ્યો નહિ. એટલે પોલીસે ધોલેરા, ધંધુકા, બરવાળા, અને રાણપુરની સત્યાગ્રહ છાવણીઓ પર છાપો મારી છાવણી જપ્ત કરી. પણ સ્વાતંત્ર્ય સૈનિકો તેથી ડગ્યા નહિ. તેમણે સ્મશાનમાં સત્યાગ્રહ છાવણી ઊભી કરી. ધોલેરામાં પણ સ્મશાનમાં સત્યાગ્રહ છાવણી ઊભી કરવામાં આવી. અને ત્યાંથી લડત ચાલુ રાખવામાં આવી. ધોલેરા છાવણીના સૈનિકો પર તો પોલીસે અમાનવીય અત્યાચારો કર્યા હતા. આબકારી ખાતાના અધિકારીઓ ફલેચર અને નીલે તો પોલીસ દ્વારા સૈનિકોને નહોર મારવા, હાથ મરડી મીઠું છોડાવવું અને ઢોર માર મારવો વગેરે અમાનવીય કૃત્યો અમલમાં મૂક્યાં હતાં. આની જાણ અમદાવાદની કોંગ્રેસ કચેરીને થતાં મહાદેવભાઈ દેસાઈ અને હરિપ્રસાદ મહેતા તેની જાતતપાસ અર્થે ધોલેરા આવ્યા. નજરે જોયેલા આ અત્યાચારનો અહેવાલ તેમણે ગાંધીજીને આપ્યો. ગાંધીજીએ સપ્ત શબ્દોમાં અંગ્રેજ સરકારને ચીમકી આપી “અંગ્રેજ સરકાર સ્વાતંત્ર્ય સૈનિકો સાથે કાયદેસરનો માર્ગ ગ્રહણ નહીં કરે તો સરકારને ગોળીબાર કરવાની ફરજ પડે એવો આકરો અહિંસક માર્ગ સત્યાગ્રહીઓ અપનાવશે.' ૬ એપ્રિલ ૧૯૩૦થી આરંભાયેલો ધોલેરા સત્યાગ્રહ આઠ માસ સુધી સક્રિય ચાલ્યો. અંતે ગાંધી ઇરવીન કરાર થતાં લડત બંધ થઈ. આ લડતે સૌરાષ્ટ્રની પ્રજાનું સાચું ખમીર વ્યક્ત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. સૌરાષ્ટ્રના ગામડે ગામડે લડતના સમાચાર પહોંચતા, જેથી અત્યાર સુધી સ્વાતંત્ર્ય લડત જે શહેરો અને મુખ્ય મથકો સુધી મર્યાદિત હતી તે ગામડે ગામડે પહોંચી. આ ઉપરાંત આ લડતે જ ગાંધીજીને ધારાસણાના ખુલ્લા અગરો પર હલ્લો કરવા પ્રેર્યા હતા. આમ અમદાવાદ જિલ્લાના એક મથક ધોલેરામાં ચાલેલ મીઠા સત્યાગ્રહ સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસમાં એક ઊજળું પ્રકરણ ઉમેર્યું હતું. ૨૪ ૧૪. વિરમગામ સત્યાગ્રહ ધોલેરા સાથે જ અમદાવાદ જિલ્લાના વિરમગામ મુકામે ચાલેલ મીઠા સત્યાગ્રહે પણ સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં સોનેરી પ્રકરણ ઉમેર્યું છે. વિરમગામ સત્યાગ્રહ માટે આગેવાન સ્વાતંત્ર્ય સૈનિકોની શોધ ચાલતી હતી ત્યારે મણિભાઈ કોઠારીનું નામ સૂચવાયું અને ગાંધીજીએ તેને સહર્ષ બહાલી આપી. વીરમગામ સત્યાગ્રહ માટે અમદાવાદ જિલ્લાનાં ગામો ઉપરાંત કાઠિયાવાડનાં મુખ્ય મથકો રાજકોટ, ભાવનગર, વઢવાણ, લીંબડી, ગોંડલ, પાલીતાણા, અમરેલીમાંથી પણ સ્વાતંત્ર્ય સૈનિકોની ભરતી મોટા પ્રમાણમાં કરવામાં આવી હતી. દઠ્ઠી એપ્રિલનું પ્રભાત વીરમગામ માટે ચેતનવંતુ નીવડ્યું. તે દિવસે બપોર પછી મણિલાલ કોઠારી પોતાના પંચાવન સાથીદારો સાથે મીઠા સત્યાગ્રહનો આરંભ કરનાર હતા. સવારના સાત વાગ્યા સુધીમાં તો વીરમગામમાં પથિક * વૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ = ૧૫ For Private and Personal Use Only
SR No.535540
Book TitlePathik 2005 Vol 45 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2005
Total Pages72
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy