________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભંગની લડતને પોતાનો ટેકો આપી સ્થાનિક સ્વાયત્ત સંસ્થાઓમાં પ્રસરેલ રાષ્ટ્રીય અભિગમનો પરચો આપ્યો હતો.
૧૩. ધોલેરા સત્યાગ્રહ
અમદાવાદ જિલ્લાનાં ત્રણ મથકો વીરમગામ, ધોલેરા અને રાણપુરમાં મીઠા સત્યાગ્રહને જીવંત અને સક્રિય રાખવામાં મોટે ભાગે સૌરાષ્ટ્રના અગ્ર સ્વાતંત્ર્ય સૈનિકોએ મહત્ત્વનો ફાળો આપ્યો હતો.
અમદાવાદ જિલ્લાના ધોલેરા બંદર પાસે રાહાતળાવ, કાનાતળાવ, ભાલગઢ અને મીંગલપુરના દરિયાકાંઠાની ખાડીમાં મીઠા સત્યાગ્રહનો આરંભ કરવા મોહનલાલ મહેતા (સોપાન), વજુભાઈ શાહ, મનુભાઈ જોધાણી, ઝવેરચંદ મેધાણીએ સ્વાતંત્ર્ય સૈનિકોની ભરતી સૌરાષ્ટ્રમાંથી કરી હતી એ સમયે સૌરાષ્ટ્રમાં ‘ચલો ધોલેરા’નો નાદ ગુંજી ઊઠ્યો હતો.
કર્યાં.
૫ એપ્રિલ ૧૯૩૦ ના રોજ તો ધોલેરાના પાદરે આવેલ ભીમ તળાવની પાળ ઉપર સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્ય સૈનિકોનો મેળો જામ્યો હતો. સૌરાષ્ટ્રના ખૂણેખૂણેથી ધોલેરા સત્યાગ્રહમાં ભાગ લેવા યુવાનો આવ્યા હતા. સાંજે પાંચ વાગ્યે સ્વાતંત્ર્ય સૈનિકોનું એક વિશાળ સરઘસ ધોલેરામાં નીકળ્યું. સરઘસના મોખરે ત્રિરંગો રાષ્ટ્રધ્વજ લઈ અમૃતલાલ શેઠ ચાલતા હતા. મોહનલાલ મહેતા (સોપાન) સ્વાતંત્ર્ય સૈનિકોને ગીત ગવડાવી રહ્યા હતા.
“રણભેરીઓ વાગે ક્યાં ? ધોલેરા ! ધોલેરા ! મરણવીરો પડકારે ક્યાં ? ધોલેરા ! ધોલેરા ! સત્યાગ્રહની સેના ક્યાં ? ધોલેરા ! ધોલેરા !''
આ સરઘસનું ધોલેરાની જનતાએ ઉમળકાભેર સ્વાગત કર્યું. બાળાઓએ સ્વાતંત્ર્ય સૈનિકોને કુમકુમ તિલક
૬એપ્રિલ, ૧૯૩૦ ના રોજ મીઠાના કાયદાનો સવિનય ભંગ કરવાનો હતો. પ્રથમ ટુકડીની સરદારી અમૃતલાલ શેઠે લીધી. આ ટુકડીમાં એકવીસ સૈનિકો હતા. શિયાણીવાળાં ચંચળબહેને બધા સૈનિકોને કુમકુમ તિલક કર્યાં. પછી અમૃતલાલ શેઠના હાથમાં રાષ્ટ્રધ્વજ આપ્યો. ઝવેરચંદ મેધાણીએ બુલંદ અવાજે ‘કંકુ ઘોળજોજી કે માથા ઓળજો જી'ના ગીત સાથે ટુકડીને વિદાય આપી.
એકવીસ સૈનિકોની આ પ્રથમ ટુકડી ખટારામાં બેસી રાહાતળાવની ખાડી પર પહોંચી. ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ ની ઘોષમા સાથે અમૃતલાલ શેઠે જકાતખાતાના અધિકારીઓ અને પોલીસોની સામે ખાડીમાંથી મીઠું ઉપાડી મીઠાના કાયદાનો સવિનય ભંગ કર્યો. એ સાથે જ ટુકડીના સૈનિકોએ પણ મીઠાંના કાયદાનો ભંગ કર્યો. પોલીસે અમૃતલાલ શેઠની ધરપકડ કરી. અન્ય સૈનિકો પાસેથી બળજબરીથી મીઠું પડાવી લીધું. તે તમામને કસ્ટમ હાઉસમાં લઈ જવામાં આવ્યા. થોડા સમય ત્યાં રાખી બધાને છોડી મૂક્યા, અમૃતલાલ શેઠને લીંબડી સ્ટેટની મોટરમાં ધંધુકા લાવ્યા. ધંધુકાના ડાક બંગલે ખાસ ઊભી કરવામાં આવેલી અદાલતમાં તેમના પર કેસ ચાલ્યો. ન્યાયાધીશ ઈસાનીએ અમૃતલાલ શેઠને અઢી વર્ષની સજા કરી.
અમૃતલાલ શેઠની ધરપકડ બાદ અમદાવાદની કૅૉંગ્રેસ કચેરીના આદેશ મુજબ બીજા સત્યાગ્રહી તરીકે બળવંતરાય મહેતાની સરદારી નીચે ૧૩ એપ્રિલ ૧૯૩૦ ના રોજ સામુદાયિક કાનૂનભંગ કરવાનું નક્કી થયું. આ સામુદાયિક સત્યાગ્રહમાં સામેલ થવા સૌરાષ્ટ્ર-ગુજરાતના ખૂણેખૂણેથી સત્યાગ્રહી સૈનિકો ધોલેરા ગયા. ૧૩મીની સવાર સુધીમાં તો ધાલેરા છાવણી સ્વાતંત્ર્ય સૈનિકોથી ઊભરાઈ ગઈ. ૧૩મી એપ્રિલે વહેલી સવારે બળવંતરાય મહેતાને બહેનોએ કુમકુમ તિલક કરી, ત્રિરંગો ઝંડો આપ્યો. લગભગ બાર હજાર સૈનિકો બળવંતરાય મહેતાની સરદારી નીચે ‘ઇન્કલાબ ઝિન્દાબાદ’, ‘મહાત્મા ગાંધી કી જય'ના નારા સાથે મીઠાનો કાયદો તોડવા નીકળી પડ્યા.
પથિક * ત્રૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૧૪
For Private and Personal Use Only