SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧) કોઈ સ્ત્રી વરસ ૨૫ ની ઉંમરની થઈ ગયા છતા કોઈ ફરજન નહીં થતું હશે તો તે સ્ત્રીના ખાવિંદને બીજી સ્ત્રી કરવાની પરવાનગી છે. (૨) કોઈ સ્ત્રી લૂલી, લંગડી, આંધળી વગેરે હરકત ભરેલા કારણવાળી હશે તો ઠેકાણે ઠેકાણેના મુખીય માણસોની અનુમતથી પચ્ચીસ વરસના અંદરમાં પણ તે સ્ત્રીના ખાવિંદને બીજી સ્ત્રી કરવાની પરવાનગી છે અને વિધવા સ્ત્રીને નાતરું કરવાની છૂટ છે. (૩) ત્રીજી કલમ કોઈ માણસે કંનાવિકટ એટલે કંના દેવા બદલ કાંઈ રૂપિયા અગર કીમતી વસ્તુ લેવી નહી. (૪)ચોથી કલમ કોઈ પરણિત અગર નાતરાની ઓરતને પાકા કારણ સિવાય તજવી નહી અથવા છાવણી નહી તેમજ ફાગરતી આપી બીજા ઠેકાણે ઠામ જવા ની પરવાનગી નહી પણ હેવું ઠરાવ્યું છે કે નીચે લખેલા કારણથી બીજા કોઈની કરવી પડે તો તે પ્રથમની સ્ત્રીને ધાન કપડા વિષે તે સ્ત્રી સ્વધરમથી વતેર્તા લગ્ન તે સ્ત્રીના ખાવી દે બંદોબસ્ત કરી આપવો એટલે ક્રિમિનલ પ્રોસીજર બાબરની હરકત દૂર થશે. ૧. કોઈ સ્ત્રી વરસ ર૫ ની ઉંમરની થઈ ગયા છતા કાંઈ ફરજણ નહી થતું હશે તો તે સ્ત્રીના ખાવિંદને બીજી સ્ત્રી કરવાની પરવાનગી છે. ૨. કોઈ સ્ત્રી લૂલી, લંગડી, આંધળી વગેરે હરકત ભરેલા કારણવાળી હશે તો તે ઠેકાણે ઠેકાણેના મુખીય માણસોની અનુમતથી વરસના અંદરમાં પણ તે સ્ત્રીના ખાવિંદને બીજી સ્ત્રી કરવાની પરવાગની છે સ્ત્રીને નાતરું કરવાની છૂટ છે. (૫) પાંચમી કલમ - કોઈ માણસે સચડી એટલે સ્ત્રીનો ખાવિંદ હયાત છતાં તે સ્ત્રીને બીજો પુરુષ સ્ત્રી દાવે રાખવી નહી કે જેથી કરીને પિનલ કોડના બાબ ૨૦ ની હરકત દૂર થશે. (૬) છઠ્ઠી કલમ - લગ્ન કિંવા નાતરું કરતી વેળા વર અથવા વહુ આપણી સ્વજ્ઞાતિનાં છે તેવી સંપૂર્ણ ખાતરી કરવી. કેમ કે તેથી કરી પિનલ કોડની હરકત દૂર થતાં શાસ્ત્રની મર્યાદા બરાબર રહેશે. (૭) સાતમી કલમ - સગાઈ કરીને ચાંલ્લો કરતી વેળાએ ૧ રૂા. તથા સોપારી (૭) કેંના તરફથી વર તરફ આપવાં. તે કરતાં જાસતી આપવું અગર લેવું નહી. અને નીચે લખેલા કારણ સિવાય થયેલી સગાઈ તોડવી પણ નહીં. ૧. સગાઈ થયેલી દીકરી અથવા દીકરો લૂલુ, લંગડું અથવા આંધળું થાય તો ઠેકાણે ઠેકાણેના મુખીય માણસ રજા આપે તો સગાઈ તોડવાને હરકત નથી. (૮) આઠમી કલમ - કોઈ પુરુષ રોગ અથવા બીજા કારણથી ગૃહસ્થ ધરમ ચલાવવાને અશક્ત હશે તો તે પુરષે તથા તેની સ્ત્રીએ ઠેકાણે ઠેકાણેના મુખીય માણસોના અનમત પ્રમાણે વર્તવું. (૯) નવમી કલમ - જ્ઞાતિમાં વરનો ચાંલ્લો વગેરેનો નીમ સને ૧૮૪૮ ની સાલમાં ઠરી છે તે આધારે એક ઠરાવ કરવામાં આવે છે કે જેથી કરીને ઊંચ અને નીચપણાની શંકા દૂર થશે. ૧. લગ્નનો ચાંલ્લો રૂા.૧ (એક) થી રૂ. ૧૯૯ (એકસો નવાણું) સુધી કેના તરફથી વર તરફ આપવા અને તે મુજબ વર તરફ લેવા. તેમાં તકરાર કરવી નહીં ને સગાઈ થયા પછીથી તે લગન થતાં સુધી કેનાનાં સાસુ સસરા વગેરેને માટલી વગેરે હરેક બાબતના રૂપિયા આપવા પડે તે ચાંલ્લાની ઠરેલી રકમ પૈકીના જાણવા. તે સિવાય જાસતી લેવું અલગ દેવું નહીં. (૨) લગન થતી વખતે વરઘોડામાં નાળિયેર વગેરે જે ઠેકાણે અપાતું હશે તે ઠેકાણે રૂા. ૧ (એક) થી રૂ. ૧૦ (દસ) કંના તરફથી વર તરફ આપવા પણ એવું ઠરાવ્યું છે કે જે ઠેકાણે તે ચાલ નથી તે ઠેકાણે કાંઈ આપવું પથિક કે નૈમાસિક -- જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૪૭ For Private and Personal Use Only
SR No.535540
Book TitlePathik 2005 Vol 45 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2005
Total Pages72
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy