SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખરેખર સત્ય ન હતા, કારણ કે તે સમયના અમદાવાદના રેવન્યુ કમિશ્નર મિસ્ટર બેન્કે એ જણાવ્યું હતું કે આ જે માહિતી આપવામાં આવી છે અસત્ય છે. પણ અહીંના લોકો આ અંગેની માહિતી આપતાં ડરે છે. કારણ કે તેમને ક્રિમિનલ કેસ થવાની બીક છે. આ ઉપરાંત ૧૮૩૯ માં ખેડા જિલ્લાની વસ્તી ગણતરી સમયે પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા ઓછી હતી આથી જાણવા મળ્યું કે હજુ પણ પાટીદાર કોમમાં સ્રી-હત્યાનું પ્રમાણ જોવા મળે છે. આથી અંગ્રેજ સરકારે તે પ્રથાને નાબૂદ કરવા કાયદાનો સહારો લીધો હતો. આ પહેલાં ૧૮૨૯ માં સતીપ્રથા નાબૂદી, ૧૮૫૦ માં ગુલામી નાબૂદી, ૧૮૫૬માં વિધવા પુનઃલગ્નનો કાયદો તેમજ આર્થિક મૂંઝવણો વધતાં લગ્નના ખૂબ ખર્ચાઓ પણ કુરિવાજ બન્યા હતા. તેને અટકાવવા પાટીદાર જ્ઞાતિનાં તમામ જૂથો એકઠાં કરવાનો પ્રયત્ન ખેડા જિલ્લાના માજી કલેકટર મે. શેફર્ડ સાહેબ તથા પાટડી દરબારશ્રી જોરાવરસિંહજી તથા રા.બ. બેચરદાસે કર્યો હતો. સમાજ-સુધારા પરિષદનું આયોજન આ સમયે પાટડીના દરબારશ્રી જોરાવરસિંહજીની જ્ઞાતિમાં ઠેરઠેર ગોળ બંધાઈ ગયા હતા. વર-વિક્રય અને કન્યા-વિક્રય વધી પડ્યા હતા. આર્થિક સ્થિતિ ઘણી ખરાબ હોવા છતાં દીકરીનાં મા-બાપને લગ્ન-પ્રસંગે ગજા ઉપરાંતના કરિયાવર સામાજિક દબાણ હેઠળ કરવા પડતા. દીકરા-દીકરી વચ્ચે મા-બાપનું વલણ ભેદભાવ ભર્યું રહેતું. લગ્નના ખર્ચને કારણે દીકરી ભાર રૂપ ગણાતી હતી. દીકરીનો જન્મ થતાં જ લોકો “પથરો જન્મ્યો” એવું કહેતા થઈ ગયા હતા. દીકરીને “દૂધ પીતી” કરી દેવાના ઘાતકી બનાવો પણ ગુજરાતના પાટીદારોમાં બનવા લાગ્યા હતા. કુલીનતાને કારણે સામાજિક અસમાનતા ઊભી થઈ હતી. આમ ચારેબાજુથી જ્ઞાતિમાં ભયંકર અવ્યવસ્થિત સ્થિતિ અને સામાજિક પરિસ્થિતિ અને ખાસ કરીને દીકરીઓ પ્રત્યેના સમાજના અન્યાયી વલણથી પાટડી દરબારશ્રી દેસાઈ જોરાવરસિંહજીનું દિલ હચમચી ઊઠયું હતું. પોતાના કડવા પાટીદાર સમાજને આ દુઃખદ પરિસ્થિતિમાંથી ઉગારી લેવાનો સમાજધર્મ સમજી ઈ.સ. ૧૮૬૯ ફેબ્રુઆરીમાં પોતાની રાજધાની પાટડીમાં એક વિરાટ સમાજ-સુધારા પરિષદનું જોરાવરસિંહજીએ આયોજન કર્યું હતું. આ પરિષદમાં દેશભરમાંથી જ્ઞાતિના ૪૦,૦૦૦ જેટલા પ્રતિનિધિઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો. દેસાઈશ્રીએ આ સુધારા પરિષદ માટે રૂા. ૫૦,૦૦૦ જેટલું ખર્ચ તે સમયે કર્યું હતું. આ પરિષદમાં વર-પક્ષ તરફથી લેવાતા ચાંલ્લા (પરઠણ) પર મર્યાદા મૂકવાનો, દીકરીને અપાતા કરિયાવરમાં મર્યાદા મૂકવાનો, દીકરીઓ પ્રત્યે ન્યાયી અને સમાન વર્તાવ રાખવાનો, કન્યા વિક્રય, વર વિક્રય અને ગોળ-પ્રથા નાબૂદ કરવાનો, જ્ઞાતિમાંથી ઊંચ-નીચના ભેદભાવ દૂર કરવાનો, લગ્નના ખર્ચા, રીતરિવાજો, બંધ કરવાનો વગેરે ઠરાવો થયા હતા, જે ૧ લી ફેબ્રુઆરી, ૧૮૬૯ એ બે ચોપડીઓ રૂપે છપાયા હતા, જેમાં એકમાં નામદાર દરબાર સાહેબનું ભાષણ અને અમદાવાદ તરફની જ્ઞાતિએ કરેલા ઠરાવ અને બીજીમાં કાઠિયાવાડમાં કડવા પાટીદારોએ જ્ઞાતિ સમકક્ષ કરેલા ઠરાવો છપાવવામાં આવ્યા હતા. અહીં નીચે તેની મૂળ ભાષામાં રજૂ કરવામાં આવ્યા છે. કડવા કણબીની જ્ઞાતિમાં દીકરીઓના સરંક્ષણ સારુ નિયમમાં ભાષણ હમે પાટડી દરબાર શ્રી જોરાવરસિંહજી કુબેરસિંહજી સરવે આપણી મોટા જ્ઞાતિના ભાઈઓની આગના માગી નાત સમસ્ત પ્રત્યે ભાષણ નમનતાઈથી કહિએ છીએ. જે આપણી નાત રૂપી ગંગા તેડાવી તેનાં દરશન કરવાનો હમોને ઘણા દિવસથી મનોરથ હતો તે પરત કરવા આજરોજ તમો સરવે કિરપા કરી હમો ઘેર પધારી હમોને દર્શન આપી પાવન કરી તેથી હમો પાવન થયા તે સઘળાને વિનંતી કરું છું જે... પથિક * ત્રૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૪૪ For Private and Personal Use Only
SR No.535540
Book TitlePathik 2005 Vol 45 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2005
Total Pages72
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy