SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાજ-સુધારક અને સ્વાતંત્ર્ય-સેનાની – લક્ષ્મીદાસ રવજી તેરસી ડૉ. જયકુમાર ર. શુક્લ* કચ્છના લોકો પ્રાચીન સમયથી ઈરાની અખાતના દેશો, અરબસ્તાન, શ્રીલંકા, જાવા, સુમાત્રા, ચીન, કંબોજ વગેરે દેશો સાથેનો વેપાર ખેડતા આવ્યા છે. આવી કારકિર્દી અગાઉના યુગમાં અતિ કઠિન હતી, છતાં તેઓ સાહસ ખેડીને દૂર દૂરના દેશો અને પ્રદેશોમાં જતા હતા. એવી રીતે કચ્છથી મુંબઈ જઈ વસેલા અને પોતાનાં પરિશ્રમ, બુદ્ધિ અને સાહસથી નામાંકિત થયેલા મોનજી ભાણજી, જીવરાજ બાલુ, રામજી ચતુર, ગોકળદાસના પિતા તેજપાળ, રામદાસ ભાણજી વગેરે મુખ્ય હતા, એવી રીતે લક્ષ્મીદાસ તેરસીના પૂર્વજો કચ્છથી જઈને વસ્યા હતા. મુંબઈમાં લક્ષ્મીદાસ રવજી તેરસી શ્રીમંત વેપારી ઉપરાંત સમાજ-સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની હતા. લક્ષ્મીદાસનો જન્મ ૨૩ મી ઑક્ટોબર૧૮૭૬ના રોજ કચ્છી ભાટિયા હિંદુ કુટુંબમાં થયો હતો. તેમનું મૂળ નામ ધારસી ઠાકરસી હેમરાજ હતું. તેમના માસા રવજી તરસી ધનવાન પરિવારના હતા. મુંબઈમાં તેમનો વેપાર ઘણો સારો ચાલતો હતો, પરંતુ તેમને સંતાન નહોતું. તેથી તેમણે આ બાળકની હોશિયારી જોઈને તેમને દત્તક લીધા અને તે લક્ષ્મીદાસ રવજી તેરસી બન્યા, માસા પાસે અઢળક સંપત્તિ હોવાથી લક્ષ્મીદાસનો ઉછેર વૈભવ અને મોજશોખથી થયો હતો. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ઈ.સ. ૧૮૯૯ માં બી.એ.ની પરીક્ષા પાસ કરી. તે સમયે આટલો અભ્યાસ કરનારની સંખ્યા ઘણી ઓછી હતી. લક્ષ્મીદાસે એમ.એ.નો અભ્યાસ શરૂ કર્યો.અભ્યાસનાં બે વર્ષ પૂરાં કર્યો. પરંતુ પોતે માંદા પડ્યા અને પરીક્ષા આપી શક્યા નહિ. તેમણે અભ્યાસ છોડી દીધો. પરન્તુ આજીવન અભ્યાસની ટેવ જાળવી રાખી. તેઓ ફ્રેન્ચ સાહિત્ય સહિત વિવિધ વિષયોનું વાચન કરતા હતા. તે સમયના પ્રસિદ્ધ લેખકો સહિત વૉલ્ટેર અને રૂસોનાં પુસ્તકો તેમણે વાંચ્યાં હતાં. અઢારમી સદીના ઉત્તરાર્ધમાં તથા ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં આ બંને લોકપ્રિય લેખકોના વિચારોનો યુરોપના શિષ્ટ સમાજ પર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તત્કાલીન સમાજના કુરિવાજો તથા ધાર્મિક બાબતોમાં આચરવામાં આવતી ગેરરીતિઓની ઝાટકણી કાઢતાં વોલ્ટરનાં કટાક્ષમય લખાણોનો ઊંડો પ્રભાવ લક્ષ્મીદાસ પર પડ્યો હતો. ગુજરાતમાં દુર્ગારામ મહેતાજી, કરસનદાસ મૂળજી, મહીપતરામ રૂપરામ, કવિ નર્મદાશંકર, જેવા સમાજસુધારકોની પ્રવૃત્તિઓથી ગુજરાતીઓનો સમાજ સારી પેઠે જાગૃત થવા લાગ્યો હતો. લક્ષ્મીદાસ પણ સુધારાવાદી બન્યા હતા. પોતાની જ્ઞાતિના સુધારકો અને પ્રગતિશીલોની સંસ્થા ‘ભાટિયા મિત્રમંડળ'માં લક્ષ્મીદાસ જોડાયા. તેમણે આ સંસ્થા તરફથી ‘પોલ પત્રિકા' પ્રગટ કરવા માંડી, તેમાં જ્ઞાતિના લોકો દ્વારા આચરવામાં આવતા કુરિવાજો, દંભ, દુરાચાર, અનિષ્ટો તથા છેતરપિંડી જાહેર કરી દીધાં. તેમની કલમની કઠોરતા તથા કટાક્ષમય અને કડક આલોચનાયુક્ત શૈલીથી જ્ઞાતિના નેતાઓ ક્રોધે ભરાયા અને આ યુવાન સુધારકની વાંધાજનક પ્રવૃત્તિઓ આગળ વધતી રોકી દેવા તત્પર થયા. “પોલપત્રિકા' વિરુદ્ધ અદાલતમાં મુકદમો દાખલ કરવામાં આવ્યો પરંતુ તેનાથી કંઈ ફેર પડ્યો નહિ. છેવટે લક્ષ્મીદાસે પોતાની રૂપિયા પાંચ લાખની મિલકતના દસ્તાવેજો જામીનર્ગીરી માટે આપ્યા, છતાં જ્ઞાતિના નેતાઓ સામેના આક્ષેપો કરવાના બંધ કર્યા નહિ. એક માણસ બીજાને હલકો માનીને તેની સાથે અસ્પૃશ્યતા પાળે તે તેમને પસંદ નહોતું. નરસિંહ મહેતા અને દયાનંદ સરસ્વતી અસ્પૃશ્યતાના વિરોધી હતા. એ મુજબ મુંબઈમાં સરે નારાયણ ચંદાવરકર તથા વિઠ્ઠલ રામજી શિંદેએ અસ્પૃશ્યતા નિવારણ માટે અભિયાન આરંભ્ય ત્યારે સુધારક વલણના લક્ષ્મીદાસ તેમાં જોડાઈ ગયા. તેના ફલસ્વરૂપે ભાટિયા જ્ઞાતિના રૂઢિચુસ્ત આગેવાનો તેમના ઉપર ચિઢાયા. તેમને જ્ઞાતિમાંથી દૂર કરવાની નોટિસ આપવામાં આવી. તેનું અસરકારક પરિણામ ન આવવાથી જ્ઞાતિએ ઠરાવ કરીને તેમની સાથેના સર્વે સંબંધો કાપી ૫, રન્નાપાર્ક, વિભાગ-૩, અમદાવાદ-૬૧ પથિક # વૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૩૩ For Private and Personal Use Only
SR No.535540
Book TitlePathik 2005 Vol 45 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2005
Total Pages72
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy