________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પનિહારી :
લીંપણકામમાં દીવાલો પર બે બેડાંવાળી પનિહારીની આકૃતિ જોવા મળે છે. લીપણ કામ રબારી સ્ત્રીઓ જાતે જ કરતી હોવાથી તેમની અભિવ્યક્તિ તેમાં વિશેષ રૂપે જોવા મળે છે. માનવ શરીરની આકૃતિને બે ત્રિકોણમાં દર્શાવી તેમાં ભાવની આવશ્યકતા અનુસાર હાથ પગ અને માથું ઉમેરી પનિહારીનું નિરૂપણ દર્શાવે છે. આ લાક્ષણિક આકૃતિ હોવા છતાં જીવંત લાગે છે. મહિયારી :
મહિયારીની આકૃતિમાં પણ બે માનવ આકૃતિ જે સામ સામે ઊભેલી જોવા મળે છે. આ માનવ આકૃતિઓ સ્ત્રીઓ જ હોય છે. જે છાશ વલોવતી દર્શાવાય છે. બંને આકૃતિ વચ્ચે વલોણું અને છાશ વલોવવાનું મોટું માટલું દર્શાવવામાં આવે છે. વલોણાનાં નેજોને આડી લીટી વડે દર્શાવવામાં આવતાં સ્પષ્ટ બે ત્રાંસી ચોકડી જેવી આકૃતિ થાય છે. ક્યારેક આ ક્રિયા સ્ત્રીઓ એકલે હાથે કરતી જોવા મળે છે. સ્વસ્તિક :
વસ્તિકનો ઉપયોગ લીંપણ કાર્યમાં જોવા મળે છે. તેનો આકાર પરંપરાગત જ જોવા મળે છે.
કચ્છમાં તળપદું ચિત્રકામ કરતાં ચિતારાઓની તો ‘કમાંગર' નામે એક જાત અસ્તિત્વમાં આવી હતી. જે હવે બદલાયેલા સંજોગોમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. એમણે લોકચિને ગમી જાય તેવાં ચિત્રો ખાસ કરીને ભીંત ચિત્રોના ઉમદા નમૂના આપ્યા છે. જેમ ભુજના આયના મહેલાં, અંજારના મેકર્ડોના બંગલામાં, મોટી રાયણના ધોરમનાથના ભંડારામાં, ભારાપરના સુજાબાના દરબારના ડેલામાં કમાંગરી ચિત્રશૈલીના ઉત્તમ નમૂના જોવા મળે છે. તેમણે નજર સમક્ષ દેખાતી સૃષ્ટિમાંથી પશુપક્ષીઓ, પાનફૂલ, વેલબુટ્ટીઓની અલંકૃત આકૃતિઓ ચીતરી છે.
દીવાલને ચૂનાથી લીસી લસોટીને એ તાજા ચૂના પર મુખ્યત્વે લાલ કે કાળી રેખાઓથી સાદાં કરેલાં રેખા ચિત્રો અને એમાં સપાટ ભરેલા વિવિધ મૂળરંગોથી આ ચિત્રો તળપદી એક વિશિષ્ટ શૈલીનાં બની રહ્યાં છે.
આ કમાંગરો પશુજીવનનાં કેટલાં ઊંડા અભ્યાસી હશે તે તો ભારાપરમાં આવેલા સુજાબાના ડેલાની ભીંત પર ચિત્રિત સવારીના દૃશ્યમાં ઘોડાઓની જે વિવિધ ભાવવાહી આકૃતિઓ ઉઠાવી છે. તેમાં સુવિદિત છે. આ ચિત્રોમાં ચીવટતાપૂર્વક તેમણે પ્રાચીન પ્રણાલિકા સાચવી છે.
આમ, ગુજરાતની સોહામણી ધરતી એની આગવી સંસ્કૃતિ કલાની સુરાવલિઓથી સતત ગુંજતી રહી છે. ગુજરાતમાં અને ગુજરાતની બહાર વસતા ગુજરાતીઓ જેને માટે ગૌરવ લે છે એવી લાખેણી લોકકલાઓ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કામણગારા કચ્છના પ્રજાજીવનમાં પ્રસન્નપણે પાંગરી છે.
લોક સંસ્કૃતિના સર્જન ફાલ સમાં કચ્છી રબારી અને હરિજન બાઈઓનું લીંપણ, ખારૂં, આભલા જેવું સુંદર કામ અને બહેનોની ઓરડા, ઓસરી, કોઠી કોઠલા પર લીંપણ ની કરવાની કારીગરી ખૂબ જ મહેનત માંગી લે છે. કચ્છની સંસ્કૃતિનો જગત ભરમાં જોટો જડવો મુશ્કેલ છે. આ સંસ્કૃતિને જીવંત રાખવી હોય તો સંસ્કૃતિ, સંસ્કાર, કલા અને કલાકારોને આપણી ધરતી ઉપર ઉગાડવા પડશે. અને એના મૂળ આ ધરતી પર જ રોપવા પડશે. સાક્ષરવર્ય શ્રી કનૈયાલાલ મુન્શીના વિચારણીય વાક્યોમાં જોઈએ તો, ‘‘ગુજરાતીઓમાં પોતાના ઇતિહાસ, સંસ્કૃતિ અને કલા માટે અભિમાન કે ગૌરવ પેદા નહીં થાય તો એમની પાસે ગમે તેટલું નાણું હશે તો પણ એની કોઈ કિંમત નથી. પોતાની સંસ્કૃતિ પ્રત્યે સ્વાભિમાન ન ધરાવતી પ્રજાનું રાષ્ટ્રમાં કે વિશ્વમાં કશુંય સ્થાન નથી.”
સંદર્ભ સૂચિ ૧. ગુજરાત, દીપોત્સવી અંક : વિ.સં. ૨૦૫૭, લે. જોરાવરસિંહ જાદવ. પૃ. ૩૯-૪૩ ૨. ગુજરાત, દીપોત્સવી અંક : વિ.સં. ૨૦૫૭, લે. ખોડીદાસ પરમાર પૃ. ૧૨૧-૧૨૩ ૩. આર.આર.ગોસ્વામી, કચ્છ સંસ્કૃતિ સમસ્યાઓ અને સમાધાન, પૃ. ૯૨-૧૦૭, ૧૩૧-૧૩૩
પથિક & ત્રિમાસિક - જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ : ૬૪
For Private and Personal Use Only