________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમદાવાદ મ્યુનિસિપાલિટીના કર્મચારીઓએ પણ ૧૯૪૨ની લડતમાં પોતાનું યોગદાન નોંધાવ્યું હતું. હિન્દ સંરક્ષણ ધારા મુજબ તા. ૨૧-૮-૧૯૪૨ના રોજ જિલ્લા કલેકટરે અમદાવાદ મ્યુનિસિપાલિટીને બરતરફ કરી અને મ્યુનિસિપાલિટીની ઇમારત પર ગાંધીજીએ ૨૮ ફેબ્રુઆરી ૧૯૨૯ના રોજ ફરકાવેલ રાષ્ટ્રધ્વજ ઉતારી લેવામાં આવ્યો. પરિણામે સુધરાઈ કર્મચારીઓ રોષે ભરાયા અને હડતાલ પાડી. સરકારે સુધરાઈની ઇમારત અને કમ્પાઉન્ડનો કબજો લઈ લીધો. પણ છતાં બપોરના ત્રણેક વાગ્યે ઇજનેર ખાતાની કચેરીના મકાનની અગાસીમાં કોઈ દેશભક્ત રાષ્ટ્રીય મહાસભાનો ત્રિરંગો વાવટો લહેરાવી દીધો. એ વાવટો જોઈ સૌ કર્મચારીઓ ગેલમાં આવી ગયા. ‘ઇન્કલાબ ઝિન્દાબાદ'ના સૂત્રોચ્ચારથી સુધરાઈનું કમ્પાઉન્ડ ગાજી ઊઠ્યું. લડતમાં ભાગ લેનાર કર્મચારીઓને સરકારે બરતરફ કર્યા, સજાઓ કરી છતાં કર્મચારીઓ ૧૯૪૨ની લડતમાં સતત સક્રિય રીતે અમદાવાદ સુધરાઈએ સમગ્ર દેશની સુધરાઈઓને આદર્શ નમૂનો પૂરો પાડ્યો હતો. લડતના આરંભકાળથી જ સુધરાઈના કર્મચારીઓએ લડતને અનુમોદન આપતો, રાષ્ટ્રીય સરકાર રચવાની માંગણી કરતો અને સરકારીની દમન-નીતિને વખોડી કાઢતો ઠરાવ પસાર કર્યો હતો. એ જ બાબત અમદાવાદ સુધરાઈના કર્મચારીઓની રાષ્ટ્રીય ભક્તિની સાક્ષી પૂરતી ઘટનાઓ છે અને રહેશે.
અહિંસક લડતની સાથે અમદાવાદ શહેરમાં ભાંગફોડ-પ્રવૃત્તિ પણ સરકારના તંત્રને ખોરવી નાખવા સક્રિયપણે થઈ હતી. પોલીસો, પોલીસ ચોકીઓ, પોસ્ટ ઑફિસો, પોલીસવાનો તથા સરકારી કચેરીઓ પર પથ્થરમારાના અસંખ્ય બનાવો અમદાવાદમાં નોંધાયા છે. સપ્ટેમ્બર, ૧૯૪૨થી જુલાઈ, ૧૯૪૩ દરમિયાન સરકારી અને અર્ધ સરકારી કચેરીઓને આગ લગાડવાના ૩૩ અને સુધરાઈની શાળાઓને આગ લગાડવાના ૨૫ બનાવો બન્યા હતા. ૩૦ જેટલા પોલીસ કોન્સ્ટબલો અને બે પોલીસ અધિકારીઓ પર તેજાબ નાખવાની ઘટનાઓ પણ બની હતી. લડતના ભાગરૂપે યુવાનોએ શહેરના જુદા જુદા લત્તામાં ૨૧૦ જેટલા સ્થળોએ તાર-ટેલિફોનનાં દોરડાં કાપ્યાં હતાં. અમદાવાદની આસપાસ આવેલા રેલવે સ્ટેશન નજીકની રેલવેની મિલકતને નુકસાન કરવાના તથા ગાડીઓ ઉથલાવવાના પ્રયાસો પણ થયા હતા. સરકારી મહેસૂલ ભરવાનું કાર્ય અટકાવવા પ્રીતમનગર વ્યાયામ શાળાના ભાઈઓએ માદલપુર અને કોચરબના સરકારી ચોરા પર હુમલો કરી ભરણાની રકમ લૂંટી હતી. બોમ્બ-પ્રવૃત્તિ પણ
૨ની લડતમાં સક્રિયપણે અમલી બની હતી. ૧૭ સપ્ટેમ્બર ૧૯૪૨ના રોજ માદલપુરના ગરનાળા પાસે બોમ્બ ફૂટ્યો હતો. એ પછી ૨૮ મે ૧૯૪૩ સુધીમાં બૉમ્બ ફૂટવાના, મળી આવવાના કે ફેંકવાના ૬૬ બનાવો બન્યા હતા. આ પ્રવૃત્તિ સપ્ટેમ્બર ૧૯૪રથી જાન્યુઆરી ૧૯૪૩ દરમિયાન અત્યંત સક્રિય રહી હતી. બોમ્બ ફેંકવાથી નારણભાઈ પટેલ અને નાનજીભાઈ કાળીદાસ મરણ પામ્યા હતા. રાયપુર, પીપરડીની પોળમાં રાસાયણિક બોમ્બ બનાવતાં ધડાકો થવાથી નંદલાલ જોષી અને નરહરી રાવળ મરણ પામ્યા હતા. જમાલપુર, લાંબીશેરીમાં રાસાયણિક બોમ્બના ધડાકાથી પિયુષકાન્ત ચૌધરી અને શાંતિલાલ પટેલ સખત ઘવાયા હતા. રામપ્રસાદ વાડીલાલ શાહ, મનહરલાલ રાવળ, બાલમુકુન્દ આચાર્ય, નાનુભાઈ નિત્યાનંદ અને તેમના સાથીઓએ જાતે બૉમ્બ બનાવી વીજળીનાં પાંચ સબસ્ટેશનોમાં ૧૬ બૉમ્બ મૂક્યા હતા. તેમાંના ૧૪ બોમ્બના ધડાકા થતાં આખા શહેરમાં અંધકાર છવાઈ ગયો હતો. પરિણામે વીજળી કંપનીને રૂ. ૩૪૫૧નું નુક્સાન થયું હતું. આમ ૧૯૪૨ની લડત અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં સક્રિયપણે ચાલી હતી.
પાદટીપ ૧. પંડ્યા, વિષ્ણુ, વિપ્લવમાં ગુજરાત, પ્ર. ડૉ. આરતી પંડ્યા, સમાન્તર મુદ્રણાલય, અખબારનગર પાસે, નવા
વાડજ, અમદાવાદ-૧૨, પૃ. ૪,૫ ૨. એજન, પૃ. ૭ ૩. ગુજરાત, પ્ર.ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ-૯, ૧૯૯૫, પૃ. ૨૨
પથિક કરૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૨ * ૧૯
For Private and Personal Use Only