________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦૦-૦૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૌરાષ્ટ્રનો ઇતિહાસ – ઈ.સ. ૧૮૦૭ થી ઈ.સ. ૧૯૪૮
લેખક-પ્રોફે. (ડૉ.) એસ.વી.જાની, પ્રકાશક-દર્શક ઇતિહાસ નિધિ, અમદાવાદ, ૨૦૦૩, કિંમત રૂા.
પ્રોફે. (ડૉ.) એસ.વી.જાનીએ છેક ૧૮૦૭ થી ૧૯૪૮ (સૌરાષ્ટ્રના અલગ રાજ્યની સ્થાપના) સુધીનો છસો પાનાનો સૌરાષ્ટ્રનો લખેલ ઇતિહાસ તેની ભૌગોલિક, રાજકીય, આર્થિક, સામાજિક, શૈક્ષણિક, સાહિત્યિક, સાંસ્કૃતિક તથા ધાર્મિક પરિસ્થિતિને સઘન, સર્વાંગી તથા વિસ્તૃત રીતે આવરી લે છે. આ લેખનકાર્યમાં તેણે મૂળ દસ્તાવેજો-હસ્તપ્રતોની ફાઈલોને નવી દિલ્હીના રાષ્ટ્રીય અભિલેખાગાર, મહારાષ્ટ્રના અભિલેખાગાર, વડોદરા કોઠીનાં દફતરો, રાજકોટની દફતર ખાતાની કચેરી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગરનાં દફતરો, રાજવી રાજયોના અહેવાલો, ગૅઝેટિયરો, ડિરેકટરીઓ, અભિલેખો, મહાનિબંધો, દૈનિકો, સાપ્તાહિકો, સામયિકો, ગ્રંથો તથા અન્ય સંબંધિત સાહિત્યનો મળીને આશરે ૫૫૦ સાધનોનો આધાર લીધેલ છે, જે તેના સર્વગ્રાહી લખાણ તથા રજૂ કરાયેલ સંદર્ભ સૂચિથી સિદ્ધ થાય છે.
પ્રકરણ ૧ (એક) પ્રદેશ પરિચયમાં લેખકે સૌરાષ્ટ્રનું નામકરણ, ભૌગોલિક સીમાઓ, પર્વતો, નદીઓ, બંદરો, ખનીજો વગેરેનું આધારભૂત વિવરણ કરેલું છે. પ્રકરણ-૨ (બે) માં લેખકે છેક પ્રાચીનકાળથી ઈ.સ. ૧૮૦૭ સુધીનો સૌરાષ્ટ્રનો પૂર્વ ઇતિહાસ આલેખ્યો છે, જેનાથી ૧૮૦૭ થી તેણે શરૂ કરેલ સૌરાષ્ટ્રના ઇતિહાસના પૂર્વભૂમિકા યોગ્ય અને સચોટ રીતે રજૂ થયેલી છે. પ્રકરણઃ૩ (ત્રણ)માં “ઓગણીસમી સદીના પ્રારંભે સૌરાષ્ટ્ર અને વોકર કરાર”નું કરાયેલું પરીક્ષણ વોકર કરારનું મહત્ત્વ દર્શાવે છે, જેનાથી સૌરાષ્ટ્રના ૧૯-૨૦ મી સદીના ઇતિહાસનું થયેલું ઘડતર ખાસ નોંધપાત્ર હોવાનું લેખકે યથાર્થ રીતે જણાવ્યું છે.
પ્રકરણ ૪ (ચાર) “સૌરાષ્ટ્ર (કાઠિયાવાડ)માં બ્રિટિશ પોલિટિકલ એજન્સી'ની સ્થાપના અને તેની પ્રવૃત્તિઓની કરેલી સમીક્ષાથી સૌરાષ્ટ્રની વિશેષતઃ રાજકીય કાયાપલટ થઈ તેવું લેખકે નક્કર પુરાવા અને કોઠા સાથે દર્શાવેલ છે. પ્રકરણ-૫ (પાંચ) અને પ્રકરણ ૬ (છ) “સૌરાષ્ટ્રમાં આધુનિક યુગ-પ્રારંભ અને વિકાસ' ભાગ-૧ અને ભાગ ૨ (૧૮૨૦ થી ૧૯૪૭)માં લેખકે સૌરાષ્ટ્રનાં ૧૬ રાજવી રાજયો, તેમના રાજ્યકર્તાઓ, તેમણે રાજ્યના આધુનિકીકરણ, ખેતી, ઉદ્યોગ, વાહન તથા સંદેશાવ્યવહાર, સામાજિક સુધારણા, શિક્ષણ, આરોગ્ય વગેરે ક્ષેત્રોમાં કરેલી પ્રશસ્ય કામગીરીની સુરેખ ચર્ચા કરેલી છે : તેમાં ભાવનગરના તખતસિંહજી તથા કૃષ્ણકુમારસિંહજીએ, નવાનગર(જામનગર)ના રણજિતસિંહજી અને દિગ્વિજયસિંહજીએ, રાજકોટના લાખાજીરાજે, ગોંડલના ભગવતસિંહજીએ, મોરબીના વાઘજી બીજા તથા લખધીરજીએ અને લીંબડીના દોલતસિંહજીએ પોત-પોતાના રાજ્યના આધુનિકીકરણ તથા વિવિધ ક્ષેત્રોમાં રાજ્યના વિકાસનાં તેમજ લોકહિતનાં કાર્યોમાં વિશેષ મહત્ત્વનો ભાગ ભજવ્યો હોવાનું લેખકનું વિધાન યથાર્થ છે. આમ છતાં પ્રત્યેક રાજવીએ બ્રિટિશ સાર્વભૌમ સત્તા સાથે પોતાના રાજ્યની સલામતી માટે ઘનિષ્ઠ સંબંધો રાખ્યા હોવાનું લેખકનું તારણ પણ નોંધપાત્ર છે. દીવાનોમાં ભાવનગરના ગગા ઓઝા તથા પ્રભાશંકર પટણી, જામનગર ના મેરુ ખવાસ, જૂનાગઢના અમરજી વગેરેનું રાજ્યના આધુનિકીકરણ તથા વિકાસમાં ગણનાપાત્ર પ્રદાન હોવાનું લેખકનું અવલોકન નોંધપાત્ર છે. પ્રકરણ પ તથા ૬ માં વિવિધ ક્ષેત્રોમાં થયેલ વિકાસના આંકડા તથા કોઠાઓનો સમાવેશ લેખકના આ પરત્વેના વિધાનને વિશેષ સ્પષ્ટ કરવામાં નોંધનીય કહેવાય.
પ્રકરણ ૭ માં લેખકે સૌરાષ્ટ્રનાં સલામી પ્રથમ અને દ્વિતીય વર્ગનાં રાજ્યોના વટીવટીતંત્રનું નિરૂપણ કરેલું છે. પ્રકરણ ૮ ‘સૌરાષ્ટ્રનું સમાજ જીવન” માં લેખકે વર્ણો, જ્ઞાતિઓ વગેરેના ખોરાક, પોશાક, આકારો,
પથિક * ત્રૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૬૬
*
For Private and Personal Use Only