________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાપકો, તેમાં રસ ધરાવનાર સૌકોઈને માટે તે માર્ગદર્શક બની રહેશે તેવી મારી શ્રદ્ધા છે. તેમાં સૌરાષ્ટ્રના ઇતિહાસના એક પણ પાસાની ઊણપ નથી. પ્રત્યેક પ્રકરણને અંતે સંદર્ભ સૂચિ તથા સામાન્ય સંદર્ભ સૂચિ પણ આ વિષયના તેના ઊંડા અધ્યયનની પ્રતીતિ કરાવે છે. આવું પુસ્તક લખવા બદલ પ્રોફે.(ડૉ.) જાની ધન્યવાદને પાત્ર છે તથા આવું પુસ્તક પ્રકાશિત કરવા બદલ દર્શક ઇતિહાસ નિધિએ શ્રી દર્શકના સૌરાષ્ટ્રના ઇતિહાસ લેખનના સ્વપ્નને સાકાર કરેલ છે.
અમદાવાદ, તા. ૧૧-૧૦-૨૦૦૩
૨.ક.ધારૈયા (સમીક્ષક)
-X
પથિક * ત્રૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૬૮
For Private and Personal Use Only