Book Title: Papni Saja Bhare Part 19
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Catalog link: https://jainqq.org/explore/001504/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ્રાણાતિપાત મર વ્યાખ્ય માન બૃહ પરિવાદ C અષાવાદ માયા અભ્યાખ્યાન માયાભૃષાવાદ મનુષ્ય ગતિ અદત્તાદાન પપૂછ્ય વિ. સ. ૨૦૪૬ ભગસર સ− મિથ્યાત્વ શક્ય FENI લોભ રાગ C મૈથૂન नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. A/N:LA For R જીવ તિઅગ્રત પરિગ્રહ 1 ૦ પ્રવચનકાર ૦ પૂ.આ.શ્રી સુબોધસૂરિ મ. જા વિય પૂ. મુનિરાજ શ્રી અદ્ભુ વિજય.મ. ભારે ( ૧૨ ) વિયેયતિ માયા મૃષાવાદનું સ્વરૂપ द्वेष Use Only દેવતિ હારકર્માત ફોંધ તા.૩-૧૨-૮ રવિવાર Page #2 -------------------------------------------------------------------------- ________________ RAVI 28192281079279000 કળ શ્રી ધમનાથ પેા. હે. જૈનનગર શ્વે. મૂ. જૈન સ`ઘ સવત ૨૦૪૫ ૧. શ્રી યુ. એન. મહેતા ૩૨. 3. ૪. ૫. ૬. ૭. <. ૯. ૧૦. 99 99 '' 19 જયંતિલાલ ફકીરચંદ 99 ,, રમણલાલ વજેચંદ સુમતિલાલ છેટાલાલ ચંદ્રકાન્તભાઇ સી. ગાંધી ચીમનલાલ શલાલ હેમતભાઇ ચીમનલાલ શાહુ ,, ચંદ્રકાન્તભાઇ સી. મશરૂવાળા (જે.સેક્રેટરી) ,, 99 * મેનેજી'ગ કમીટી * રસીકલાલ પેાપટલાલ બિપીનચંદ્ર શાન્તીલાલ અમદાવાદ. (પ્રમુખ) (ઊપ-પ્રમુખ) (સેક્રેટરી) (ખજાનચી) (ટ્રસ્ટી) 99 $$ 99 (સુચના : અનુસધાન ટાઈટલ નબર ૩ પર જુઓ ) 滿滿藏藏藏藏劑 ,, . Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૯ પાપસ્થાન ૧૭ મું માયામૃષાવાદ માયા મૃષાવાદનું સ્વરૂપ” પ.પુ.પરમગુરુ પરમનાથ પરમાઈન ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના ચરણ કમળમાં અનંતાનત નમસ્કાર પૂર્વક– मनस्यन्यद् वचस्यन्यद् मायामृषा च सोच्यते । कदाऽपि सुखदा न स्याद्विखे यथा पणांगना । મનમાં કાંઈ હોય અને વચન વ્યવહારમાં કાંઈક જુદું જ હોય તેને માયા મૃષાવાદ કહેવાય છે. જેવી કે વેશ્યાની નીતિ હોય છે. જેમ કે વેશ્યાના મનમાં માત્ર ધન–પૈસા પ્રાપ્તિની જ ઈરછા હોય છે. એ કાંઈ સાચો પ્રેમ નથી કરતી તે પણ અનુરાગપૂર્વક વચન બોલવા દ્વારા બહારથી, ઉપરથી કૃત્રિમ પ્રેમ દુનિયાભરને પ્રેમ દેખાડશે, તેવા જ માયા મૃષાવાદી જીવે છે. મનમાં કાંઈ જુદું જ રાખે અને બેલવા ચાલવામાં કાંઈક જુદું જ રાખે છે. એવા ભેદભાવ રાખવાવાળા માય મૃષાવાદી સંસારમાં ક્યારેય પણ સુખી થઈ શકતા નથી. બીજા અને આઠમાં પાપસ્થાનનું મિશ્રણ : પ્રસ્તુત પુસ્તક જે “પાપની સજા ભારે” શીર્ષકથી ચાલી રહ્યું છે. જેમાં ૧૮ પાપસ્થાનને અનુક્રમે વિચાર ચાલી રહ્યો છે. હવે તમારી આંખ સામે અઢારે પાપોને વિસ્તારથી ખ્યાલ આવી ગયો હશે. એક મિનિટ માટે બધા જ પાપસ્થાને અનુકમે યાદ કરી લો અને પાપસ્થાનની નામાવલીમાં થોડા ધ્યાનપૂર્વક જુઓ કે કઈ પણ પાપસ્થાન બે વાર આવેલ છે? અથવા બે પાપસ્થાનોના સંગથી બનેલું હોય એવું જોવામાં આવે છે? હમણાં સુધી તો નથી. બધા જ પાપસ્થાન પોતપોતાના સ્વરૂપમાં, અર્થમાં સ્વતંત્ર જ છે. એકલા જ છે અને એક જ સ્પષ્ટ અર્થને લઈને ચાલી રહ્યા છે. જ્યારે કે હવે આ સત્તરમાં નંબરમાં આવેલ આ માયા મૃષાવાદ બે પાપોના સંયુક્ત મિશ્રણનું Page #4 -------------------------------------------------------------------------- ________________ ૭૮૦ સ્વરૂપ છે. બીજા નંબરમાં મૃષાવાદ સ્વતંત્ર રૂપમાં પહેલાં આવેલ છે. તેના પછી આઠમા નખરમાં માયા પાપસ્થાન પણ સ્વતંત્ર રૂપે આવેલ છે. હવે અહીં સત્તરમા નંબરમાં બંનેનું એકત્ર-સયુક્ત રૂપ માયા મૃષાવાદના નામે આપવામાં આવ્યું છે. એ જ આ પાપસ્થાનનું સ્વરૂપ છે. શું તમે બીજા કાઇ પાપસ્થાનાને એકત્ર કરીને સંયુક્ત પાપના રૂપમાં બનાવી શકે છે? અતાવા કાને કાને જોડશે ? કયા કયાનું મિશ્રણ કરીને કેવું સ્વરૂપ બનાવશે!? હાં એ ખાસ ધ્યાન રાખવાનુ કે કેાનું વ્યવહારમાં સ્વાભાવિક વન છે. જે લેાક વ્યવહારમાં વ્યવસ્થિત ચાલતુ હાય. તે એવું બીજું એક પણ નહીં અને આ સત્તરમા માયા મૃષાવાદ સિવાય ખીજામાં સંભવ નથી. મૃષાવાદનું વિવેચન આ શ્રેણીમાં જ પાંચમી પ્રવચન પુસ્તિકામાં વિસ્તારથી કરેલુ છે. મૃષાવાદ ના સામાન્ય અને સરળ અર્થ છે. અસત્ય એકલવુ. ખાટુ ખેલવુ. એ જ કામ આ મૃષાવાદ પાપનું હતું, એ જ પ્રમાણે અગ્યારમાં પ્રવચનમાં માયાના સ્વરૂપનું વર્ણન કરી ચુકયા છીએ. માયાના સામાન્ય અર્થ હતા ઢગ વૃત્તિ કેાઈકને ઠગવા. ખીજું અને આઠમુ અને પાપસ્થાન સ્વતંત્ર છે. મૃષાવાદીને માયા કપટ કરતા ન આવડે. દા. ત. બાળક સ્વાભાવિક રૂપે ખાતુ ખાલી પણ લે, ના પપ્પા હું રમવા નહાતા ગચા. નિશાળેથી આવતી વખતે ખસમાં પચર પડી ગયું હતું માડું થઇ ગયુ છે. પિતાજીએ કહ્યું સારુ. ખસ કંપનીમાં ફેશન કરી જોઉં ? તેવામાં તરત જ છેકરા છેલ્ચા ના ના પપ્પા, બસનાં એકસીડન્ટ થઈ ગયા હતા. પિતાજીએ કહ્યું કે ઠીક તો હુ· પોલીસમાં ફાન કરીને પુછી જોઉં ? ત્યારે બાળકે કહ્યું, ના પપ્પા અમારી બસથી બહુ દૂરી ઉપર કેાઈકના એકસીડેન્ટ થઈ ગયેલ એટલે રસ્તા જ ખંધ થઈ ગયેા હતા પછી પિતાજીએ કહ્યું કે અરે! ઉભા તો રહે પેાલીસમાં ફેાન કરીને પુછી લેવા દે, ખબર પડી જશે કે આ રસ્તા ઉપર આજે એકસીડન્ટ થયા હતા કે નહી. એ પ્રમાણે છેકરા એક પછી એક બનાવટ કરતા જ ગયેા એની ઇચ્છા એવી હતી કે જુઠુ· મેલીને છુટી જાઉં. નહીતર પપ્પાના હાથને આજ માર ખાવા પડશે. પરંતુ મૃષાવાદી કયાં સુધી Page #5 -------------------------------------------------------------------------- ________________ ૭૮૧ અસત્ય બોલતે જશે ? છેવટે પકડાઈ જાય છે. કારણ કે અસત્યને ગોઠવવું પડે છે સત્ય જ સ્વાભાવિક છે. સહજ છે. જ્યારે કે અસત્ય કૃત્રિમ છે. છોકરો ના હતો એને માયા–કપટ કરતા ન આવડતી હતી, તેથી અને એણે સત્ય પ્રગટ કરી દીધું. પિતાજી! હું સિનેમા જેવા ગયા હતા. અને કાન પકડી લીધા. આ તે સીધું સ્વતંત્ર મૃષાવાદનું સ્વરૂપ હતું. - હવે માયાનું સીધું સ્વરૂપ જુઓ. માયાવી બેલશે તે પણ એમાં કપટની ગંધ આવે છે. તે ઠગવા ઈચ્છે છે. બનાવવા ઈચ્છે છે. તેથી માયાવી વૃત્તિથી તે કેઈ ને ઠગે છે, બનાવે છે, લૂંટે છે, વિશ્વાસઘાત કરે છે. એટલું જ એનું કાર્ય છે. ઘણીવાર એાછું બેલીને પિતાને સ્વાર્થ સિદ્ધ કરવા માટે માયા–કપટની જાળ પાથરે છે અને ઠગ વૃત્તિ થી કેઈને ઠગે છે. આ માયા-કપટને અર્થ થ. માયા મૃષાવાદને અથ: સત્તરમાં નંબરમાં આ બંને પાપોને એકઠા કરી સંજના કરવામાં આવી છે. બીજા અને આઠમા પાપનું મિશ્રણ કરીને માયામૃષાવાદ બનાવવામાં આવ્યું છે. તેથી બંનેને અર્થ સંયુકત આવ્યો છે. બંનેની પાપવૃત્તિ અહીં એકી સાથે હોય છે. મિશ્રિતરૂપે છે. શબ્દ રચના માયા-ઋષવાદ એ પ્રમાણે છે. તેથી આ શબ્દ રચનાનું એક નામ જોઈને. એક બીજી પણ શંકા ઉભી થાય છે કે આ પ્રમાણે માયા-મૃષાવાદમાં પહેલા આઠમું અને પછી બીજું પાપ કેમ રાખ્યું છે? જ્યારે કે અનુક્રમમાં તે પહેલાં બીજું અને પછી આઠમું પાપસ્થાન છે. તેથી મૃષાવાદ-માયા અર્થાત્ મૃષાવાદ (અસત્ય) પૂર્વક માયાનું આચરણ એમ હોવું જોઈએ. પરંતુ નહીં! આ શબ્દ રચનાથી પણ બંધ બેસતું નથી, અને અર્થથી પણ બેસતું નથી, મૃષાવાદની માયા. પરંતુ આ પણ ઉચિત નથી, મૃષાવાદ માયા વિના અંત હોઈ શકે છે, અને માયાના કેટલાક સ્થાનમાં મૃષાવાદની આવશ્યકતા પણ નથી હોતી. આ જરૂરી નથી કે પ્રત્યેક માયાવી મૃષાવાદનું સેવન કરશે જ? તેથી મૃષાવાદ અને માયાનું સેવન કરવાવાળા સંસારમાં સ્વતંત્ર પાપવૃત્તિના જીવો છે. તેથી જ બંને પાપસ્થાનને સ્વતંત્ર રૂપે સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ જે મૃષાવાદી માયાનું Page #6 -------------------------------------------------------------------------- ________________ ૭૮૨ સેવન કરતે જુઠ બેલશે.-માયા-છળકપટપૂર્વક જૂઠ બોલશે અથવા જે માયાવી માયા–કપટની જાળમાં પકડાઈ જાય અને પછી જૂઠ બેલશે તે તે સંયુક્ત રૂપે બંને પાપનું સેવન કરશે તેથી ન તે માત્ર માયાવી કહેવાશે કે ન માત્ર મૃષાવાદી કહેવાશે, પરન્તુ માયા–મૃષાવાદી કહેવાશે તેથી કરીને આ એક સ્વતંત્ર પાપસ્થાન છે. આ પાપનું સેવન કરવાવાળા પણ સંસારમાં સેંકડો લેકે છે. તેથી માયા–મૃષાવાદને અર્થ થશે દંભ કરવો, છળ કરો, છેતરવું, કેઈને ફસાવવા માટે આયોજન પૂર્વક માયા જાળ કરવી, કપટ યુક્ત ભાષા બોલવી વગેરે જેને છેતરપિંડી કરવી, કાવતરાં કરવા, પ્રતારણું કરવી વગેરે કહી શકાય. માથાતઃ ઉન્ન : મૃષાવાડ = મારા મૃષાવાર?” માયાથી ઉત્પન્ન છે. મૃષાવાદ–જુઠ તે માયા મૃષાવાદ કહેવાય છે. અર્થાત્ કપટ પૂર્વક જૂઠ બોલવું કપટ કરવું. તેથી આ ઠગ, દંભ, કપટ કરવા વાળો ઠગી, દંભી, કપટી, લ, વગેરે નામથી ઓળખાય છે. ઢોંગ કર, દંભ કરવો એ તેની મુખ્ય પ્રવૃત્તિ છે. મેં માં રામ બગલમાં છુરી એ પ્રમાણે દેખાવ જુદે અને કાર્ય બીલકુલ જ, તેથી કહ્યું કે મનમાં કંઈક છે અને વચનમાં વળી તેનાથી જુદુ જ, અને વર્તનમાં તો સહુથી જુદુ, આ માયા મૃષાવાદીનું લક્ષણ છે, આજ એની ઓળખાણ છે આથી એનું રૂપ જુદું અને ભાષા જુદી અને વર્તન-વ્યવહાર તો બિલકુલ જુદા. નીચેનું દષ્ટાન્ત જેવાથી તમને ખ્યાલ આવશે. સન્યાસીના રૂપમાં હેંગ : ઉજજયિની નગરીમાં અત્યંત નિષ્ફર પરિણામવાળા અને કુટકપટવૃત્તિવાળા, અત્યંત ઠગવત્તિવાળા ઠગ, મહા દંભી ધોરશીવ નામને બ્રાહ્મણ રહેતો હતે. આ વૃત્તિથી તે શહેરમાં બધાને ઠગતો હતે. ઘણને છેતરતો હતે. એટલે લેકેએ તેને ગામમાંથી કાઢી મૂક્યાં. ઉજજયિનીથી નીકળી ચમાર દેશમાં તે ગયે. ત્યાં ચોરી–વારી કરવાવાળા ચેરેને મળે અને એની સાથે રહેવા લાગ્યો. તેણે એક દિવસ ચારોને કહ્યું કે જુઓ હું સન્યાસીને વેશ ધારણ કરીને સાધુની જેમ સમાજમાં ફરીશ. અને તમે ૨-૪ જણ મારા ભક્તોની જેમ મારી સાથે રહે છે અને મારી પ્રશંસા કરે છે અને લોકે એવી રીતે માર Page #7 -------------------------------------------------------------------------- ________________ ७८३ ભક્ત બનતા જશે, મને પોતાના ઘરે ભક્ષા માટે લઈ જશે, આવી રીતે હું લોકોના ઘર જોઈને કેણ કેવા છે? ક્યા ઘરો ચોરી કરવા જેવા છે? ક્યાંથી આવવાનું ક્યાંથી જવાનું? ઈત્યાદિ કંઈ વાતની સૂચના હું આપીશ, અને દિવસમાં સન્યાસીને વેશ અને રાતે ચોરી કરશું. એવી રીતે બધા આ વાત પર સહમત થયા અને એવા પાપનું નાટક પ્રારંભ થયું. બે–ત્રણ ગામની વચ્ચે પિતાની ઝુંપડી બનાવી. આશ્રમ જેવું રૂપ દીધું અને દિવસે નકલી દાઢી–જરા ભસ્મ લગાવી સન્યાસી બાવાના રૂપમાં ભિક્ષા લેવા માટે નીકળતા, અને બે-ચાર ચાર પણ એના ભક્ત બની પ્રશંસા કરતા નીકળતા, બિચારા શ્રદ્ધાળુ સામાન્ય લેકો આકર્ષિત થઈ જતા હતા. આખરે સંસારી લોકો તો અનેક દુખથી ભરેલા છે. કોઈને પૈસા છે તો સંતાન નથી અને સંતાન છે તે પૈસા નથી એવી રીતે અનેક દુઃખોથી ભરેલા લોકે આમંત્રણ આપી, વિનંતી કરી બાવાજીને ઘરે બેલાવતા હતા. પદાર્પણ–પગલા કરાવી ભીક્ષા વગેરે દેતા હતા. તે સમય બાબાજી કહેતા કે મને તે ઘરના અંદરના ભાગમાં, બિલકુલ અંદર બેસાડે, અને ઘેડા સમય પછી મહાતપસ્વીનો ઢાંગ કર્યો, અરે આ મહિના મહિનાના ઉપવાસવાળા મહાતપસ્વી છે. એવી પ્રશંસા એના સાથી કરતા હતા. ભેળા શ્રદ્ધાળુ લોકે સાચા સાધુની જેમ માની તેને આદર સત્કાર કરતા હતા. બસ એના પારણા પછી ત્યાંથી બહાર નીકળી ચાર પલ્લીમાં જઈ અમુક ઘરમાં ચોરી કરવા જેવી છે. એવી સૂચના દેતા હતા. અને બેચાર દિવસમાં એના ઘરે ચોરી થતી હતી. બિચારાનું આખું ઘર સાફ થઈ જતું હતું. આ રીતે લોકોમાં એક ખોટી ધારણું ફેલાઈ ગઈ, અને લોકે પણ ખોટું વિચારવા લાગ્યા કે ધમીના ઘરે ધાડ પડે છે, અને પાપીને ઘરે લીલા લહેર છે; સંભવ છે કે આવી વિચર ધારાથી કેટલાય ધર્મ છોડી દેતા હતા. આમ પણ જોયું જાય તે ધર્મ છોડે તે ઘણે સહેલો છે અને અધર્મ–પાપ છોડવું. ઘણું કષ્ટદાચિ છે, તે સન્યાસી પણ રાત્રે વેશ પરિવર્તન કરીને ચેરાની સાથે ચોરી કરવા લાગ્યા? ઘણા લાંબા વખત સુધી આ ક્રમ ચાલ્યા કર્યો. Page #8 -------------------------------------------------------------------------- ________________ ૭૮૪ અન્તમાં એક દિવસ ચતુર કુલપુત્રના ઘરમાં ચોરી કરતા ચોરોને પકડવાને માટે દેરડાની ફાંસી રાખી, અને ગાનુગ સન્યાસી જ એમાં ફસાઈ ગયા અને બાકી બીજા બધા ચેરો ભાગી ગયા, દિવસે એને રાજાની સમક્ષ હાજર કર્યો, રાજસુભટોએ ચાબુકના માર મારી બધી વાતો કઢાવી બીજા સાથી ચેરોને પણ પકડાવી બધું ધન કઢાવ્યું, અને એને લંડે ફેડે. શહેર-ગામમાં સર્વત્ર પ્રજામાં જાહેર કર્યું. અને સંન્યાસી તેમજ ચોરોને નગરમાં પ્રજાની વચ્ચે ધૂમાવ્યા, અને કહ્યું આજ ચેર છે. સન્યાસીપણું એ આને ઢોંગ છે. ક્યુટ ચારિત્ર છે. આને આ અનર્થકદંભ છે બીજુ કંઈ નથી. અસલી નામને ફાયદો ઉઠાવવા અને ધર્મની ભગવાનની ગુરુની લોકોને સાચી શ્રદ્ધા છે. એને ફાયદો ઉઠાવવા ના હેતુથી માયામૃષાવાદી લોકોની શ્રદ્ધાને ફાયદો ઉઠાવવા માટે વિશ્વાસઘાત કરે છે. દંભી દંભનું સેવન કરે છે. જંગલમાં મરેલા સિંહની ખાલ પહેરી એક કુતરો અથવા શિયાળ પણ પોતાને સિંહની ગણતરીમાં ગણે છે. હું સિંહ છું એ દેખાડી અન્ય પશુ પક્ષીઓને ડરાવવાનું વગેરે કામ કરે છે. આ તિર્યંચગતિના પશુ પક્ષીઓમાં પણ માયા-કપટની વૃતિ થઈ. માયા મૃષાવાદીનું લક્ષણ : अलसो सढोडवलितो, आलंबण-तप्परो अइयमाई । एवंठिओ वि मन्नई, अप्पाणं सुट्टिओ मि त्ति ।। जे विय पाडे उणं, मायामोसेहिं खाई मुखजण । तिग्गाम-मज्झवासी, सो सोअइ कवडखवगुव ॥ માયા મૃષાવાદી કેવો હોય છે? આ વિષયમાં પુજ્ય ધર્મદાસ ગણિજી ઉપદેશમાલા ગ્રંથના આ શ્લોકમાં કહે છે. આળસી, પ્રમાદી, કપટવૃત્તિવાળા કપટી, શેઠ, અહંકારી તથા નાનુ બહાનુ મળતાં જ સ્વાર્થવશ સર્વ કાર્યોમાં તરત અપવાદનું સેવન કરવાવાળા, અત્યન્ત નિદ્રાળુ, બીજા પ્રમાદગત દોષવાળા તથા સ્વયં દોષ–દુર્ગુણોથી ભરેલ હોવા છતાં ગુણવાન સમક્ષ પણ પિતાના ગુણનું સ્વરૂપ દેખાડી, પિતાનામાં ગુણ ન હોવા છતાં દેખાડી ગુણવાની કક્ષામાં ખપવાની બાલીશ ચેષ્ટા કરવાવાળી સ્વપ્રશંસા અતિરેક સહિત કરવાવાળી એવી વ્યક્તિ માયાવી સમજવી જોઈએ. એવા કપટી, દંભીને મોટું નુકશાન Page #9 -------------------------------------------------------------------------- ________________ ૭૮૫ થાય છે. માયા સહિત ખાટું એલીને, જે લેાકેાને પેાતાની માયાજાળમાં સાવે છે. એને બનાવે છે, ઠંગે છે. કેાઈની શ્રદ્ધાના વિશ્વાસના દરૂપચાગ કરે છે સમજો તે માયાવી છે. જેવી, રીતે કપટ ક્ષેપકએ સન્યાસીના ઢાંગ કર્યા હતા, એવા દંભ કરીને પેટ ભરવાવાળા તે આજની દુનિયામાં સેકડા લેાકેા મળી જશે. એક તરફ દિલ્હીના સફેદ ઠગ જે જગપ્રસિધ્ધ છે. ધેાળે-દહાડે છાસ વારે લેાકેાની આંખમાં ધૂળ નાંખી ઠંગે છે, બનાવી દે છે. એવી રીતે મુંબઈ જેવા શહેરમાં જા તા રેલ્વેના પાટાની અને ખાજુ ઝુપડપટી છે. કેટલીય જાતના લાકા આમા રહે છે જેમાં એવા દભી ઢાંગી પણ અનેક છે. જે દિવસે સન્યાસીના વેશ પહેરી નીકળે છે અને રાતમાં ચેારી કરે છે અને ધાડ પાડે છે, દારૂ પીવુ' અને પિવડાવવાના ધંધા કરે છે. જુગારના અડ્ડો ચલાવે છે અને ન જાણે કેવા કેવા સે’કડા પાપ કરે છે. ત્રણે રૂપમાં વિપરીતતા : મનથી વિચારવુ`. વચનથી તદનુસાર બેલવું, અને કાયા—શરીરથી કહ્યા પ્રમાણે વર્તવું એ સાધુ–સંત સજ્જનાનું લક્ષણ છે. જેવી રીતે ચેાગ્ય વિચારવુ* તેવી રીતે ખેલવું અને મેલ્યા પ્રમાણે વન પણ કરી દેખાડવું. અર્થાત્ વિચાર-વાણી અને વન આ ત્રણેમાં જેવી એક વાકયતા હોય, એક રૂપતા અને સામ્યતા હોય એને સારા સાધુસંત અથવા સજ્જન પુરૂષ કહે છે. આજ એનુ સુંદર લક્ષણ છે. પરંતુ આજે આ ભયકર પચમ કલિકાલ આવ્યેા છે. જ્યાં સાત્ત્વિકતા નષ્ટ થતી જાય છે. આમે વિચાર વાણી અને વર્તનની સામ્યતા પણ આજે નામ શેષ માત્ર રહી ગઈ છે. આજકાલ ઘણીવાર આવા લેાકેા ઘણા દેખાય છે. જેના બેલવાનુ` કોઈ ઠેકાણું જ હોતું નથી. અને મેલ્યા પછી પણ પોતાનુ બેલેલું પાળવાનુ તા કેાઇ ઠેકાણું જ હાતું નથી. આજકાલ જુઠ્ઠું ખોલવામાં તેા એક મિનિટની પણ વાર લાગતી નથી, જુ' એટલું સહજ અને સરળ થઈ ગયું કે સત્ય કેવું છે તે શેાધવા કેાની પાસે જઈએ ? કયાં જઈએ ? એવી દ્વિધા મનમાં ઉભી થાય છે. કહેવાતા એવા સારા સારા ધી પ્ડ લેાકેા પણ ખોલે છે. ત્યારે વાણી—વિચાર અને વનમાં સામ્યતા નથી દેખાતી ત્યારે એમ થઈ થાય છે શું થઈ ગયું છે ? કાળની આ અસર નીચે લેાકેા કેટલા Page #10 -------------------------------------------------------------------------- ________________ ૭૮૬ આવી ગયા છે? “મુખમાં રામને બગલમાં છરી અને ગુજરાતીમાં પણ કહેવત છે કે હેઠે રામને કરી કામની વાત” એવી રીતે પવિત્ર એવા રામ નામ ઉપર લેકે ન કરવા ગ્ય કરવા લાગે છે. તે શું સમવું? માયામૃષાવાદીનું આ જ સ્વરૂપ છે. પોતાનું બેલેલું ન પાળવું. સમય આવતા કહી દેવું મેં કયાં આવું કહ્યું હતું ? મેં તો આવું કહ્યું જ નથી, ઓ હો ! કયાં એ કાળ કે જ્યાં આ કહેવાતું હતું, કે “રઘુકુળ રીત સદા ચાલી આવે છે, પ્રાણ જાય પણ વચન ન જાય.” રઘુરાજાના વખતથી આ પરંપરા ચાલી આવે છે, કે પ્રાણ જાય તો ભલે જાય પરંતુ વચન ન જવું જોઈએ, પ્રાણથી પણ વધારે વચનની કિંમત હતી અને આજે ઉર્દૂ થઈ ગયું છે. “વચન જાય પણ દામ ન જાય” વચન જાય તે ભલે જાય પણ દામ (ધન–પૈસા) નહી જવું જોઈએ, આજે પોતાના વચનની લેકેને કાંઈ કિંમત નથી. “અમે વોટ્ટા જમી શો કરીને પણ મેં ક્યાં કહ્યું છે, કયારે કહ્યું છે? વાત બદલી નાંખે છે, તે શું આ ઠગ વિદ્યા નથી, પિતાના શબ્દો માટે પણ પોતાની વફાદારી નથી તો પછી બીજાના શબ્દો કે વચન પર કુરબાની કરવાની વફાદારી, ફના થવાની તૈયારી તે કયાંથી હોઈ શકે? શાસ્ત્રકાર કહે છે કે-જેના મન-વચન-કાયાની ત્રણે પ્રકારની પ્રવૃત્તિમાં સુસંગતતા ન હોય, સમાનતા ન હોય, વિસંગતા અને વિપરીતતા હોય તે માયામૃષાવાદીનું લક્ષણ છે, જે મનથી જેવું વિચારે તેને અનુરૂપ ન બોલે અને તેનાથી વિપરીત બોલે અને બોલીને પણ પ્રત્યક્ષ કરવામાં ઉલટું, કંઈક વિપરીત ત્રીજો પ્રકાર હોય તે માયામૃષાવાદી કહેવાય છે. બેલીને પણ કોઈ ને કોઈ વિષયમાં વચન આપીને પછી માયા કપટ કરીને કેવી રીતે તે વાતને ઉડાડવી? અને એ વાતને ઉડાડવા માટે કપટ યુક્ત જુઠું બોલે જેમાં તેની વાતને ઉડાડી દે, તે આ સાબિત કરી દે છે કે મેં આ વાત કહી જ નથી, અને સ્વયં છુટીને બીજાને અપરાધી ઠરાવે છે, માયા પૂર્વક જુઠ્ઠ (મૃષાવાદ) બેલવાની આદત માયામૃષાવાદીની રહે છે. અને પોતે છૂટીને બીજાને કીચડમાં કેવી રીતે ફસાવ? એ તેની માયાજાળ હોય છે. પિતે પાણીની બહાર પાળ ઉપર બેસી અને માછલીને દૂરથી કેવી રીતે પકડે છે અને માછલીને ખબર પણ ન પડવા દે કે મને કઈ પકડવા માટે બેઠેલ છે તેને ગંધ પણ ન આવવા દે તેથી કાંઈક Page #11 -------------------------------------------------------------------------- ________________ ૭૮૭ ખાદ્ય પદાર્થ નાંખી દેવામાં આવે છે અને એ પ્રમાણે માછલીને ફસાવી દેવાય છે. માથામૃષાવાદીની પણ એ જ માયા જાળ છે. તે પિતાની મૃત્સદ્દીગિરીથી બોલવાની કળાથી કેટલાય લોકોને પોતાની માયાજાળમાં ફસાવવાનું કામ કરે છે. એક સામાન્ય દાંત આપીને અહીં સમજાવે છે કે માયામૃષાવાદી કેવી પ્રકારનું નાટક રચે છે. માયા મૃષાવાદીનું માયાવી નાટક : ઉપદેશ સપ્તતિકા નામની પુસ્તકમાં આ પ્રકારનું એક દષ્ટાંત આપેલું છે. તિલકપુર નગરમાં ધર્મબુદ્ધિ અને પાપબુધિ નામના બે વાણીયા રહેતા હતા. સ્વભાવથી જ એક સરળ સ્વભાવી, ભદ્રિક પરિણામી, પરહિત ચિંતક, સત્યવાદી, સજજન હતો. એનું નામ ગુણોને અનુરૂપ ધર્મ બુદ્ધિ હતું અને બીજે મહાન માયાવી, કપટી, ઠગાર, અસત્યવાદી, પરગુણ છેષી, વિશ્વાસઘાતી, અને દંભી સ્વભાવવાળો હતો તેથી તે પાપ બુદ્ધિના નામે ઓળખાતે હતો વ્યાપાર નિમિત્તે બંને વચ્ચે મૈત્રી થઈ આ મૈત્રી ને લોકો કાષ્ઠ અને કરવતને વેગ કહેતા કરવત જે પાપબુદ્ધિ બિચારા ધર્મબુદ્ધિને કાપી નાખશે બે ટુકડા કરી નાંખશે. બંને મળીને વ્યાપાર અર્થે વિદેશ ગયા. ભાગ્યવશાત્ ઘણો પૈસે કમાયા. સ્વદેશ પાછા ફરતાં પાપ બુદ્ધિએ કહ્યું અરે ભાઈ! જંગલ વટાવીને જવું પડશે માટે આ ધન અહીં જંગલમાં જ દાટી દઈએ. એક વૃક્ષની નીચે. પછી કયારેક અવસર પામીને લઈ જઈ શું નહીંતર રસ્તામાં ઠગારાઓ ક્યાંક લૂંટી લેશે. બિચારો ધર્મ બુદ્ધિ એની વાતમાં આવી ગયે. એને કયાં ખબર હતી કે આ ઠગ મને લુંટી લેવાને છે ? એક ઝાડ નીચે ધન દાટીને બંને ગામમાં ગયા. બે-ચાર દિવસ પછી એક વારે અવસર જોઈને પાપબુદ્ધિ આવીને બધું ધન લઈ ગયે. થે સમય વિત્યાબાદ પાપબુદ્ધિએ કહ્યું ચાલો ભાઈ હવે પેલું ધન લઈ આવીએ. મને પણ થોડી જરૂર છે બંને મળીને ગયા. નીશાનીવાળા વૃક્ષની નીચે જોયું, ખાડો ખોદયે તે કાંઈ ન હતું ધર્મબુદ્ધિનો તે આશ્ચર્યચકીત થઈ ગયે. ત્યાં પાપબુદ્ધિએ માયા કપટની વૃત્તિ રચી. હવે આગળ મૃષાવાદનું પણ સેવન કરશે એ પ્રમાણે માયા અને મૃષાવાદ બંને પાપ એકી સાથે સેવે છે. છેવટે પાપબુદ્ધિએ ધર્મ બુદ્ધ મિત્રને ફટકારવા માંડ્યું. ગાળો દેવા લાગ્યો. તું જ ચાર છે. અને Page #12 -------------------------------------------------------------------------- ________________ ७८८ ખાલતા ખેલતા રાજ દરબાર સુધી ગયા અને રાને ફરિયાદ કરી. હે રાજન્ આણે બધુ જ ધન ચારી લીધુ છે. આમ પણ પાપી વધારે ચાલાક અને ચતુર હાય છે. એ વધારે ચાલાકી કરે છે. તેથી ધર્મ બુદ્ધિને તે એટલા આઘાત લાગ્યા કે હવે શુ' ખેલવું ! શુ' જવાબ આપવા એ જ ખબર પડતી નહેાતી. તે બિચારા કિક્તવ્યમૂઢ ખની ગયા હતા. રાજાએ પુછ્યુ તમે જગલમાં જ્યાં ધન દાટેલુ. ત્યાં સાક્ષી કાણુ છે? અને શું ધ બુદ્ધિએ ધન લીધુ' છે તેના માટે પણ કાઈ સાક્ષી છે ? છે કાંઈ પ્રમાણુ ? માયા મૃષાવાદીને જુડ બેલવુ સરળ અને સ્વાભાવિક હોય છે. તેથી તેણે ક્ષણવારમાં જ હાં ભરી દીધી. જી હજુર સાક્ષી છે. રાજાએ કહ્યું સારું. સવારે જંગલમાં જઈશું અને જોઈ શુ.. તપાસ કરીશું. હવે આ પાપમુદ્ધિએ તરત ઘેર જઈ ને પેાતાના વૃધ્ધ પિતાને કહ્યું કે તમે હમણાં રાત્ર જ જાએ અને ત્યાં એક વૃક્ષ છે. જેમાં અંદર પેલાણ છે, અને બહાર મોટા ખાડા દેખાય છે. એ ક્ષેત્રમાં અંદર ઘૂસીને તમે બેસી જજો. કાલે સવારે રાજાની સાથે બધા આવશે અને પુછશે ત્યારે તમે કાઈ વિચિત્ર અવાજમાં ખેલજો કે હાં હાં ખનેએ મળીને ધન અહી* દાટેલું અને ધ બુધિ પરમ દિવસે કાઢીને લઇ ગયા છે. ખસ એવા ધ્વની કાઢજો જેથી દેવવાણી, ભવિષ્યવાણી લાગે અને ધર્મ બુધ્ધિ પકડાઈ જાય. સારી રીતનુ` નાટક પાપબુધ્ધિએ રચી લીધુ. સવારે રાજા, મંત્રીવર્ગ, નગરજન વગેરે સેંકડો લેાકેા જગલમાં ગયા. અને કુતુહલવશ બધા એકઠા થઈ ગયા. પાપબુધ્ધિ તા બહુજ ખુશ હતા. હમણાં સત્ય પ્રગટ થશે એમ બધાને કહેતા હતા. હવે આ ખાજુ રાજાના પુછવાથી વૃક્ષના પેલાણમાં છૂપાયેલા પાપબુધ્ધિના વૃધ્ધ પિતા કુત્રિમ અને વિચિત્ર ધ્વનિ કાઢતા કહેવા લાગ્યા હાં બંનેએ ધન અહી' દાટેલ' પર`તુ પરમ દિવસે ધબુદ્ધિ એકલા આવીને બધુ ધન લઈ ગયા છે. આ અવાજ અને શબ્દો બહાર આવતા જ પાપમુદ્ધિ તાળીઓ વગાડતા નાચવા લાગ્યા અને ધમ બુદ્ધિને જૂતા મારવા માંડયા. લેાકેા બધા આશ્ચય પામી વાતા કરવા લાગ્યા અરે રે ! એટલાબધા સારા માણસ બિચારા ધમી અને ચારી કરી. વગેરે... પરતુ આ ખાજું જાએ પાપમુદ્ધિને પકડીને કહ્યુ હમણાં શાન્તિ રાખ હજી પરિક્ષા પુરી થઈ નથી. ઉભા રહે આ વૃક્ષમાં કેણુ રહે છે? તે ખાત્રી કરવા Page #13 -------------------------------------------------------------------------- ________________ ૭૮૯ દે. પાપબુદ્ધિ બે અરે ! હજુર અહીં તે વન દેવતા રહે છે અને તે દેવ મારા પર પ્રસન્ન છે રાજાએ કહ્યું ઉભા રહે ! દેવ રહે છે. ઠીક સૈનિકે આ વૃક્ષને આગ લગાડી દે. ચારે બાજુ ઘાસતેલ છાંટીને આગ સળગાવી દે, જોઈ એ એમને દેવ કેવો છે ? અને આગ ચાંપતાની સાથે જ અંદર છૂપાયેલ વૃદ્ધ પિતા રાડ પાડવા લાગ્યું. બચાવે બચાવો એમ બૂમ પાડતો કુદીને બહાર આવ્યું. લોકેએ ઓળખ્યો અરે ! આ તે પાપ બુદ્ધિનો જ વૃદ્ધ પિતા છે અને લોકેએ પાપબુદ્ધિને માર મારવાને શુરુ કર્યો. અંતે પાપને ઘડે ફૂટી ગયે. પાપ કયારેય પણ છૂપાવેલું છૂપતું નથી, દબાવેલું દબાતું નથી. પાપ તે પ્રગટ થઈને જ રહે છે. રાજાએ પાપબુધ્ધિને સજા આપી અને બધું જ ઘન ધર્મબુદ્ધિને આપી દીધું ન હાલમાં જેની ગરમા ગરમ ચર્ચા ચાલી રહી છે તે બિચારે યથાકથિત નાસી છૂટેલો ભગવાન અમેરિકાની કેટેના બધા ગુનાની કબૂલાત કરી ચાર લાખ ડોલરની જામીન ભરીને તેને અમેરિકા છોડવાને હકુમ થવાથી બિચારો ભાગીને અહીં ભારતમાં આવેલ છે. અને હવે એવો ડોળ કરે છે કે મને માતૃભૂમિનું શરણું મળ્યું છે. એવું બેલે છે. પોતાની પ્રતિષ્ઠા નષ્ટ થવાના ભયથી માયા મૃષાવાદનું સેવન કરતો એમ બોલે છે કે અમેરિકા તે નર્ક છે. મેં તો મારા ભક્તોને ખુશ કરવા માટે જ ગુનાની કબૂલાત કરી છે. પરંતુ હું ગુનેગાર નથી. મારા જેવો સત્યવાદી અને નિર્દોષ જગતમાં કઈ મળશે નહીં અમેરિકાને નાશ કરી દેવો જોઈએ અને કોણ જાણે કેવી કેવી વાતેની બનાવટ કરી રહ્યો છે? શું જગતના કરોડો લોકે મૂર્ખ છે? શું એ બિચારો પિતાની જાતને ભગવાન કહેવડાવવા વાળે બધા ને મૂર્ખ બનાવી શકે છે? શું દુનિયા એની પાપ લીલા અને ભેગલીલા નથી જાણતી ? શું એની શબ્દજાળમાં બધા જ ફસાઈ જશે એટલા મૂખ બધા લોકે છે? અરે ભાઈ! પાપની જાળ એવી જ હોય છે. બધા જ પ્રકારના પાપ કર્યો પછી તે પાપોને ઢાંકવા માટે ઘણીવાર લેકે માયામૃષાવાદને આશ્ચચ લેતા હોય છે. આ માયા મૃષાવાદી જુઠું બેલી પણ શકે છે. અને જુઠું કરી પણ શકે છે. માયાજાળ-વાફરાળ–તું વિચિત્ર નાટક પણ ઉભું કરી શકે છે. એને જુઠ બોલવું, વિપરીત કરવું દંભ કર, ઠગવૃત્તિ કરવી વંચના કરવી વિશ્વાસઘાત કરે એ બધું જ કરતાં એને આવડે છે અને બુધ્ધિની Page #14 -------------------------------------------------------------------------- ________________ ૭૯૦ ચતુરતા વધારે હોય તે સમજે કે તે હજારો લોકોને બનાવી શકે, ઠગી શકે અસત્યને સત્યનું રૂપ આપી શકે છે. આખરે ધર્મી કરતાં પાપી વિશેષ ચતુર હોય છે. માયા મૃષાવાદીની માયાજાળ અને અસત્ય તું ન !..... આજકાળ એવા કેટલાય દંભી ઢોંગી ભગવાન નીકળ્યા છે જાણે કેિ ભગવાન બનવાની સ્પર્ધા ચાલતી હોય, એક ચેગી લેકને આકાશમાં ઉડવાની આકાશગામિની વિદ્યાશક્તિ આપવાના નામે લાખ રૂપિયા એકઠા કરી રહ્યો છે. લોકોને ફસાવી રહ્યો છે. કરોડોની સંખ્યામાં આવા કાંઈક મૂખ તો મળી જ જશે. કેઈ બિચારે ભગવાન બનીને કેટલાય સજજન સુશિક્ષિતોને નિર્વસ્ત્ર બનાવીને નાગા નચાવીને મુક્ત સહચાર કરાવી સંગથી સમાધિને માર્ગ બતાવીને જગતભરને ભ્રષ્ટાચાર ઉભો કર્યો છે, મહાદંભી ભયંકર પાપોની હારમાળા ઉભી કરીને પોતાની જાતને જગતને સર્વથી દિધ નિર્દોષ ભગવાન ઘોષિત કરી રહ્યો છે. બીજા પણ એવા બે–ચાર ભગવાન છે. જેમાં એકની માયા મૃષાવાદની પ્રવૃત્તિ તે હદ ઉપરાંત છે. એ કહે છે કે-હું સુરતના રેલવે પ્લેટફોર્મ ઉપર એક બેંચ પર બેઠો હતો અને મને કેવળજ્ઞાન થઈ ગયું. તેથી જે કોઈ પણ કેવળજ્ઞાની જોઈતું હોય તે મારી પાસે આવીને મારા પગના અંગૂઠાને સ્પર્શ પિતાની લલાટે કરે તે મારું સંપૂર્ણ જ્ઞાન એમાં સંક્રમણ પામી જશે. એ પ્રમાણે લોકો આવે છે અને આ નાટક ચાલે છે. તે પોતાની જાતને ભગવાન કહેવડાવતો એમ કહે છે કે મને સિમન્વર સ્વામી એ મહાવિદેહથી મોકલે છે. જે કોઈને પણ કેવળ જ્ઞાન અને મોક્ષ જોઈતું હોય તેને આપવા માટે હું અહીં આવ્યો છું એટલું જ નહીં પણ તેણે નવકારનાં નવ પદ પછી દસમું અગીયારમું પોતાનું પદ બનાવ્યું છે. પોતાની જાતને નમસ્કાર કરાવવાની આ એક યુક્તિ રચી છે. તથા આત્મા, કર્મ, ધર્મ, –મેક્ષ વગેરે બધાની વ્યાખ્યા બદલીને પોતાની મનફાવે તેવી વ્યાખ્યા અને અર્થ બેસાડીને અક્રમ વિજ્ઞાનની લીલા ચલાવી રહેલ છે, વિચારો કેટલો દંભ છે? ગમે તે રીતે મનફાવે તેમ વર્તવું જીવવું જ્યાં કોઈ વ્રત–નિયમ–આચાર સંહિતા વગેરે કાંઈજ નથી તે ઉપરાંત એવું ભગવાનપણાનું નાટક રચવું આ બધું માયા–મૃષાવાદ વિના ન ચાલી શકે પરંતુ આજે પાપને ડર બહુ જ ઓછા લોકોને છે અને શાસ્ત્રકાર મહર્ષિઓ એ તે પાપભીરૂ આત્માને જ ધર્મને માટે યોગ્ય પાત્ર કહેલ છે. અગ્યને શાસ્ત્ર શીખવવાથી શાસ્ત્ર તેના માટે Page #15 -------------------------------------------------------------------------- ________________ ૭૯૧ શસ્ત્ર બની જાય છે. પત્નિ શીયળવતી નહીં હોવાની જાણ પતિને થતાં બહુજ દુઃખી થાય છે. સાધુને વાત કરે છે. ત્યારે કઈ જ્ઞાની મહાત્માએ કહ્યું કે તમારી પતિનનું છઠ્ઠી નરકનું આયુ બંધાઈ ચુકયું છે. પતીએ ઘેર આવીને પતિનને શીખામણ આપતાં કહ્યું કે હવે તે કાંઈક સુધારો કરી તમારી છઠ્ઠી નરક બેંધાઈ ગઈ છે. ત્યારે પતિન વિચારે છે કે ઠીક હવે જ્યારે છઠ્ઠી નરક નક્કી જ છે. તે મનુષ્ય ભવને આનંદ કેમ ન મારું જીવન વધારે ભેગમય બનાવી દીધું દુરાચાર ની સીમા વટાવી દીધી. માટે જ જ્ઞાનીઓ કહે છે, ધર્મ પણ પાત્રની ગ્યતા જોઈને જ આપો . પાપને જ ભય ન હોય તેવો જીવ અને ભવસંસારની પરંપરાની વૃદિધ થશે એવી ચીતા જ ન હોય એવો જીવ કેવી રીતે પાપ પ્રવૃત્તિથી અટકશે? એટલે ધર્મ માટે રેગ્યતાને વિચાર અત્યંત જરૂરી છે. ભગવાન મહાવીરની સામે ગોસાળે પણ એ જ નાટક કર્યું હતું સ્વયં મંખલીપુત્ર ગોશાળા હોવા છતાં પણ હું મંખલી પુત્ર ગોશાળા, નથી, હું તે ભગવાન છું મંખલી પુત્ર ગોશાળ તે ક્યારેય મૃત્યુ પામે છે અને હું ભગવાન છું એવી રીતે પોતાની જાતને ભગવાન કહેવડાવવાનું નાટક આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે મહાવીર પ્રભુના કાળમાં પણ ચાલ્યું હતું. અંબડ પરિવ્રાજકની સાથે મહાવીર પ્રભુએ સુલસા શ્રાવિકાને ધર્મલાભ કહેવડાવ્યા ત્યારે અંબડને આશ્ચર્ય થતાં રાજગૃહી જઈ તેણે સમવસરણની રચના કરી માયાજાળ રચી, રાજગૃહી નગરીના હજારો લોકો, આકર્ષિત થવા લાગ્યા. ઘણા લોકો આવવા લાગ્યા પણ સુલસા ન આવી, ન આવી તે ન જ આવી. પરંતુ એના માટે અંબડ પરિવ્રાજકને કેટલું મેટું નાટક ઉભું કરવું પડયું માયા–કપટની ઈન્દ્રજાળ પાથરવી પડી આમાં જુઠને સત્યના નામે ચલાવવું તે માયા મૃષાવાદનું કામ છે. તમે કયારેક બહુજ ધ્યાનપૂર્વક ઈતિહાસને અભ્યાસ કરજો ભૂતકાળમાં ભગવાન બનવાને, મહાન દેખાડવાને, મહાન પાપીઓએ અને અનાચારીઓએ પણ પોતાની જાતને મહાન દેખાડવાને; ધર્મ, ગચ્છ, સંપ્રદાય, બનાવવાને જે દંભ કર્યો છે. તે કેટલો ભયંકર છે? કેવી માયાની રચના કરી હતી, માછીમાર માછલીને જાળમાં ફસાવે છે અને પકડે છે. તે જ પ્રમાણે માનવ સમાજના આ માયાવી–માયા, WWW.jainelibrary.org Page #16 -------------------------------------------------------------------------- ________________ ૭૯૨ મૃષાવાદી ધૃત લેાકેાએ ધમ શ્રધ્ધાળુ એવા ભાળા લેાકેાની, ધ શ્રધ્ધાના લાભ ઉઠાવી હજારા—લાખા લેાકેાને સાવ્યા છે, કેટલાયના ચારિત્ર લૂંટયા છે. સેંકડાનું જીવન પરમાર કર્યું દંભના પદો પાછળ ભયંકર પાપલીલા ચલાવી છે. જેનુ` પ્રત્યક્ષ પ્રમાણ છે, બિચારા ભગવાન પકડાઈ ગયા જેલ ભેગા થઈ ગયા. કામાં બધા જ પાપના સ્વીકાર કરવા પડચા અને બીજી કેટલીય પાપલીલા ચલાવી છે! કેમ એક દેશે એને દેશવટા આપી દીધા ? વગેરે પ્રત્યક્ષ કેટલીય વાતાને કેટલાય પ્રમાણેાને જોઈ ને કાઈપણ બુધ્ધિમાન–સમજદાર વ્યક્તિ સ્પષ્ટ સમજી શકે છે. માયા મૃષાવાદની ઉત્પત્તિનુ` કારણ— અ'તે એક એવા પ્રશ્ન ઉભા થાય છે કે માયા મૃષાવાદ કેમ ઉત્પન્ન થાય છે ? કાઇ પણ વ્યક્તિને કેમ ઉત્પન્ન કરવા પડે છે ? એક વાત તે નિશ્ચે છે જ કે કાઇપણના દ્વારા ઉત્પન્ન કર્યા વગર તે કયાંથી આવે ? એટલા દંભ—છળકપટ–માયા જાળના ઢાંગ કરવા કાંઇ નાનાં બાળકના ખેલ નથી. કાંઇ સરળ નથી, સીધા સાદા જેવા તેવા માણુસના હાથની વાત નથી, મહા ચાલાક, ચતુર, બુધ્ધિશાળી હોંશિયાર મુત્સદ્દી જ આવું નાટક રચી શકે છે અને માત્ર નાટક રચવાનું જ નથી, પરન્તુ તેને જીવે ત્યાં સુધી સારી રીતે ચલાવવાનું છે, તે આ કાંઈ સરળ કામ નથી, પરન્તુ અહીં એક પ્રશ્ન ઉભા થાય છે કે તા પછી એવા નાટકની રચના કરવાની શું જરૂર પડી? કેમ આ નાટક ઊભુ` કરે છે. આના જવાબ માત્ર એટલા જ છે કે, માનવ જેવા છે. એનાથી કેટલાય ગણે! સારા દેખાવાના પ્રયત્ન કરે છે? આ વિષયમાં એક પ્રશ્ન થાય છે કે સારા પણાના દેખાવ કરવે અને સારા બનવુ એ ખંનેમાં કાંઈ અંતર છે કે નહીં? પેાતાની જાતને સારી બતાવવી બહુજ સરળ છે અને આજે સભ્ય સમાજમાં આવી જ સ્પર્ધા જણાય છે. બધાજ લગભગ પોતાને જુદા જ દેખાડવાની કાશીષમાં છે. તેથી કરીને પોતાનુ બરામપણું કાઇક પૈસાના બળે છૂપાવવા માંગે છે, કાઈ સારા કપડાના મળે છૂપાવવા માંગે છે, કોઈ વૈભવ-ધન સપત્તિ મંગલા-ગાડી વગેરે દ્વારા પેાતાનુ ખરાબપણુ છુપાવીને કોઇ પણ ભાગે પેાતાની જાતને સારા દેખાડવા ઈચ્છે છે. જરા વિચાર કરે!! Page #17 -------------------------------------------------------------------------- ________________ ૭૯૩ શુ' અઢીમણુના દાગીનાઓથી અથવા ટીનાર્પાલથી ધાએલા વસ્ત્રોની સફેદીથી અમારૂ.. પાપ, અમારી ખરાબ વૃત્તિઓ છુપાવી શકાશે ? દબાવી શકાશે? શુ આ સાઁભવ છે? શુ' અગૂઠાથી હિમાલયને છૂપાવી શકાય છે? અથવા અંગૂઠાથી સૂર્યને છૂપાવી શકાય છે ? નહીં ક્યારેય શકય નથી. હાં આંખની બિલકુલ પાસે અંગૂઠા ન રાખશે તા જરૂર તમને લાગશે કે સૂર્ય છુપાઈ ગયા ? પરંતુ હું એમ પુછું છું કે સાચુ' બેલો સૂર્ય છુપાઇ ગયા કે તમારી આંખ છુપાઈ ગઈ ? હિમાલય છુપાઈ ગયા કે તમારી આંખ છુપાઇ ગઈ ? બસ અહીં જ વૃત્તિ દભ કરાવે છે. એ જ દંભ છે જેનુ' સ્પષ્ટ દર્શીન અહીં થાય છે. તેથી સમાજે પેાતાની જાતને સારા દેખાડવાની સ્પર્ધામાંથી પીછે હઠ કરીને સારા બનવાનું કામ પ્રારંભ કરવુ જોઈએ, જો કે સારા મનવાનું કામ ચદ્યપિ હિમાલય ઉપર જઈ ને એવરેસ્ટના શીખર પર જવા જેવુ કઠણ કાર્ય છે. કદાચ જરૂર છે. પરતુ સાધ્ય છે. ખરાખ હાવા છતાં પણ સારા દેખાવ કરી અને સારા દેખાવુ એ સ્પષ્ટ દંભ છે. માયા મૃષાવાદ થયા. જ્યારે કે જીવનમાંથી દાષાને, પાપાને તિલાંજલી આપી, સારા ગુણેાનુ. ઉપાર્જન કરીને જીવનમાં ગુણ્ણા વિકસાવવા અને ગુણીયલ મનવું, એ જ સાધકનું શ્રેષ્ઠ કર્તવ્ય છે. એ જ સાધકનું પ્રથમ સાધ્ય છે. અને આજે સારા બનવાવાળા ભવિષ્યમાં જરૂર મહાન બની શકશે. પરંતુ સારા–પણાના દેખાવ કરી અને સારા દેખાવાના પ્રયત્ન કરનાર દંભી જીવનભર સુધી તેવા જ રહેશે; એ જ વૃત્તિ પ્રધાને માયા મૃષાવાદના પાપ તરફ ધક્કો મારી આગળ લઈ જાય છે. મનુષ્ય અજ્ઞાની હાવા છતાં જ્ઞાનીપણું દેખાડવાના ઢાંગ કરે છે, અલ્પજ્ઞ હાવા છતાં સર્વાંગ છું એવા દેખાવ કરવાનું નાટક રચે છે. પેાતાના દોષાને ઢાંકીને, પેાતાના પાપાને છુપાવીને હું સારા સજ્જન સભ્ય, પુણ્યશાળી છુ.. એવા દેખાવ કરવાનું મન થાય છે. તે સમજી લેા કે તે જરૂરી માયા મૃષાવાદી છે. દોષી હાવાં છતાં, અપરાધી, ગુનેગાર હોવાં છતાં હું નિર્દોષ છું, સારી છું એવા દેખાવ કરવાની વૃત્તિ એ જ માયા મૃષાવાદ છે. જુઠા હૈાવા છતાં પણ જાણે સત્યવાદી રાજા હરિશ્ચ`દ્ર છે. એવા દેખાવ કરવાની જે વૃત્તિ એ જ માયા મૃષાવાદ છે. એટલે જ મૃષાવાદી માયાનું સેવન કરે છે. કારણ કે તે પોતાના મૃષવાદને દબાવવા માટે છૂપાવવા માટે માત્ર અસત્યને Page #18 -------------------------------------------------------------------------- ________________ ७४४ છૂપાવવા માટે જ નહીં પરંતુ અસત્યને સત્યનું રૂપ આપવા માટે તેને સત્યરૂપે સિધ્ધ કરવાનું નાટક માયા મૃષવાદી જ કરી શકે છે. આમ તે કે પાપને, અસત્યને માત્ર છુપાવવું જ હોય તો સરળ છે. આ તો માત્ર મૃષાવાદ, માત્ર માયા માત્ર ક્રોધ, માત્ર કલહ, વગેરે જે પાપસ્થાને જે સ્વતંત્ર પણે પણ કરી શકાય છે, તે પછી માયા અને કૃષવાદ ના સંયુક્ત ૧૭ માં પાપની જરૂર કેમ પડી? પરંતુ કારણ સ્પષ્ટ છે કે અસત્યને પાપને માત્ર છુપાવવું જ છે. અસત્યને માત્ર છુપાવવું જ છે એટલું જ નથી. પરંતુ એને સત્યનું રૂપ આપીને ધર્મનું રૂપ આપીને તેમાં પ્રચલીત કરવાનું કાર્ય છે. બેટે રૂપીયે જે નથી ચાલતો તે નકલી છે. એટલું જ માત્ર સિધ્ધ નથી કરવાનું પરંતુ એ છેટા રૂપીયાને પોલીશ કરી તેને બજારમાં ચલણું નાણું તરીકે પુરવાર કરવાનો છે. કેઈને પકડાવીને એ રૂપીયાના ચણ ફાકવાના છે, આ વૃત્તિ માયામૃષાવાદની છે. જગંલમાં શિયાળ જે સિંહથી ડરે છે. પરંતુ મરેલા સિંહની ખાલ પહેરીને બીજા પશુઓની સામે હું સિંહ છું એવો દેખાવ કરીને તેમને બવરાવે છે, ભગાડે છે. આ નાટક માયા મૃષાવાદનું છે. એ જ પ્રમાણે અધર્મને, પાપને પુણ્ય અથવા ધર્મમાં અપાવવાનું નાટક માયામૃષાવાદી કરે છે. એ ચાલાક છે ચતુર છે કડવી ગોળી ઉપર સાકરનું પાણી સાકરની ચાસણી અને રંગ લગાડીને વેચવા જેવી વાત છે. મારા મૃષાવાદી પિતાનું યુક્તિનાટક ચલાવવા માંગે છે. દંભનું સ્વરૂપ અને વિવિધ ઉપમા– दभो मुक्तिलतावन्हिर्दभो राहुः क्रियाविधौ । दौर्भाग्यकारणं दभो दंभोऽध्यात्म सुखार्गला ॥ द भोज्ञानाद्रिद भोलिद भ: कामानले हविः । व्यसनानां सुहृद भो दभश्चौरों व्रतश्रियः ।। दंभेन व्रतमास्थाय यो वांच्छति परं पदम । लोहनावं समारुह्य सोऽब्धेः पार रियासति । किं प्रतेन तपोभिर्वा दंभश्चेन्न निराकृतः । किमादर्शन किं दीपैर्यद्यान्ध्यं न दशोर्गतम् ॥ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૭૫ કેરાટોન-ધારા-મિશ્રા-પ્રાગજ્ઞાનિર્ दन दूयते सर्व वासनेव महामणिः || स्वदोषनिहवो लोकः पूजा स्यादगौरवं तथा । तैव ददभेन बत बालिशाः ॥ अब्जे हिमं तनौ रोगो वने वन्हिर्दिने निशा । ग्रन्थे मौर्य' कलिः सौख्ये धर्मे दभ उपलावाः ॥ आत्मोत्कर्षात्ततो दंभी परेषां चापवादतः । बध्नाति कठिनं कर्म बाधक योगजन्मनः ॥ सुत्यजं रसलपटूयं सुत्यजं देहभूषणम् । सुत्यजाः कामभोगाश्च दुस्त्यजं दंभ सेवनम् ॥ अध्यात्मरतचित्तानां दंभः स्वलूपोऽपि नोचितः । छिद्रलेशोऽपि पोतस्य सिन्धु लंघयतामिव ॥ પૂ. મહામહાપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે પેાતાના સ્વરચિત અધ્યાત્મસાર નામક ગ્રંથમાં દંભત્યાગ અધિકારમાં જે હકીકત કહી છે. એમાંનાં કાંઈક શ્લોકો અહીં આપીને દંભનુ સ્વરૂપ સ્પષ્ટ કરી રહ્યો છું. દંભ આ મુકિતરૂપી લત્તાને ખાળવામાં અગ્નિસમાન છે. આ ક્રિયા રૂપી ચંદ્ન માટે રાહુ જેવો છે. દૌર્ભાગ્યનુ કારણ છે. દંભ અધ્યાત્મ સુખમાં ખાધક છે. જ્ઞાનરૂપી પર્વત માટે વા સમાન છે. દંભ કામદેવ રૂપી અગ્નિ અર્થાત્ વિષય વાસનાની કામાગ્નિને પ્રજવલિત કરવા માટે ઘી સમાન કામ કરે છે. દંભ આ દુઃખાના મિત્ર છે. એ જ દંભ વ્રતરૂપી લક્ષ્મીના ચાર છે; જે મનુષ્ય ભપૂર્વક વ્રત મહાવ્રત વગેરે ગ્રહણ કરીને મેક્ષ પ્રાપ્તિની ઇચ્છા પણ કરતા હાય તા સમજો કે તે લોખડની નાવમાં બેસીને સમુદ્ર પાર કરવાની ઈચ્છા કરે છે. જો તમે `ભના ત્યાગ જ ન કર્યો હોય તેા વ્રત તપશ્ચર્યાં વગેરેથી શું લાભ ? કાંઇ જ નહીં ? અરે ભાઈ ! આંધળાં માણસને દર્પણુ ખતાવવાના શું અર્થ છે? એમ પણ દ ંભીનું વ્રત–જપ-તપ શું કામનું ? અને કેશલેાચ, ભૂમિ પર શયન, ભિક્ષા, (ગાચરી) તથા બ્રહ્મચર્ય વ્રત વગેરે જે દુઃખ પૂર્વક પાલન કરી શકાય છે તે બધા પણ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૭૯૬ મહામણિની જેમ દૂષિત થાય છે. લાકમાં મારી પૂજા થશે, માન પ્રતિષ્ઠા થશે, એવી ધારણાથી જે દંભ કરે છે અને દેને–પાપને જે છૂપાવે છે. એવા મૂર્ખ લોકો એમના દંભથી જ હીલનાને પામે છે. કમળ ઉપર બરફ, શરીરમાં રોગ, જંગલમાં અગ્નિ, દિવસને વિષે રાત્રી, ગ્રંથમાં મૂર્ખતા સુખ શાંતિમાં ઝગડે, જેમ વિદનરૂપ છે. તેવી જ રીતે ધર્મ સાધનામાં દંભ વિદનકારક છે; ઉપદ્રવરૂપ છે. દંભી મનુષ્ય ત્કર્ષ–અને પરાપવાદ (પનિંદા) ના સેવનથી પોતાની વેગ સાધનામાં બાધક એવા કઠીન કર્મ બાંધે છે. સાચું જ કહેવાય છે કે જિલ્લાની રસલોલુપતા, શરીર પરના આભૂષણ અને કામગ પણ છોડવા સરળ છે. સુત્યાય છે. પરંતુ દંભનો ત્યાગ ઘણે જ આકરો છે. જેમ સમુદ્રની યાત્રા કરવાવાળાને માટે નાવડીમાં એક નાનું કાણું હોય તે પણ ઉચિત નથી તેવી જ રીતે અધ્યાત્મ સાધના કરવા વાળા સાધકના માટે, અપમાત્ર પણ દંભનું સેવન ઉચિત નથી માટે જ કહ્યું છે કે आत्मार्थिना ततस्त्याज्यो दभोऽनर्थनिबंधनम् । शुद्धिः स्याहजुभूतस्येत्यागमे प्रतिपादितम् ॥ આત્માથી સાધકે અનર્થના કારણભૂત આ દંભનો ત્યાગ કરવો જ જોઈએ કારણ કે સરળ સ્વાભાવી જ આત્મશુદ્ધિ કરી શકે છે. એવું આગમમાં સ્પષ્ટ પણે પ્રતિપાદન કરેલું છે. માયામૃષાવાદ કેમ ત્યાજ્ય છે ? આશા છે કે આટલા વિવેચન પછી તમે સારી રીતે સમજી ગયા હશો કે માયા મૃષાવાદને ત્યાગ કેમ કરવું જોઈએ. આ કેટલું ખતરનાક પાપ છે? “મુખમાં રામ બગલમાં છરી.” કુલટાનારીની જેમ કહેવું કાંઈ કરવું કાંઈ અને દેખાડવું કાંઈક જુદું જ કરવાની વૃત્તિ એના જેવું આ માયા મૃષાવાદનું પાપ છે. એક પૈસા ભાર પણ લાભકારક નથી. અંશ માત્ર પણ ફાયદાકારી નથી –પર કોઈને પણ લાભકારી નથી. માયાવી, કપટી તમારી સામે તો મીઠું મીઠું બોલી લેશે તમને એ દંભી વ્યકિત એક વાર તો બહુ જ મીઠો લાગશે, પ્રિય લાગશે, પણ આ સમજી રાખજે કે નાળિયેરના પાણીમાં કપૂર નાખવાથી Page #21 -------------------------------------------------------------------------- ________________ ૭૯૭ ઠંડક જરૂર લાગશે, પરંતુ પીવામાં આવશે તો ઝેર જેવી અસર થવાથી મરી પણ જવાશે. તેથી દંભી ક્યારેય પણ ઠગી શકે છે. કહેવાય છે કે દગો કોઈને સો નથી. દંભી માત્ર પિતાને સ્વાર્થ જ જુવે છે, તેથી દંભી મતલબી, આંધળો કહેવાય છે. સ્વાથી આંધળો કહેવાય છે. પ્રશમરતિમાં ઉમા સ્વાતીજી તે સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે – मायाशीलः पुरुषो यद्यपि न करोति किञ्चिदपराधम् । सर्प इवाविश्वास्यो भवति तथाप्यात्मदोषतः ॥ " માની લે કે માયાવી પુરૂષ ક્યારેક અપરાધ નથી પણ કરતો તે પણ તે વિશ્વાસપાત્ર તો નથી જ, જેમ કે બિલમાં મેં રાખીને પડી રહેલે સર્પ હમણાં કરડ નથી છતાં તેને વિશ્વાસ ન કરી શકાય. કારણ કે તે ક્યારે કરડે તે નકકી નથી, ભોસો નથી. એ જ પ્રમાણે માયાવી કયારે ફસાવશે? ક્યારે બાજી બગાડી દેશે એનો ભરોસે નથી, જ્યારે માત્ર માયાવીને પણ વિશ્વાસ કરવા જેવો નથી તો પછી માયા મૃષાવાદી કે જેમાં એકના બદલે બંને પાપોને સમાવેશ છે. આવું સંયુકત માયા મૃષાવાદનું પાપ અને સ્વતંત્ર પાપ માયા અને મૃષા તેનાથી હજારગણું વધારે ખતરનાક છે. અનેક પાપોનું ઘર છે. એ સાંપની જેમ અવિશ્વસનીય તો હોય જ છે. પરંતુ એના કરતાં પણ વધારે વિષયુક્ત છે. કિપાકના ફળ જેવું છે. સાથે સાથ જેમ નમ્ર અને શાન્ત બીલાડીને વિશ્વાસ ન કરાય તે જ રીતે માયા જે શલ્યરૂપ છે અને મૃષાવાદ એનું સહાયક છે. એ માયા મૃષાવાદી દંભી કપટી કેવી રીતે વિશ્વાસ પાત્ર હોઈ શકે? માયા મૃષાવાદમાં માયા એ મૃષાવાદનું પૂરક છે, જનક છે, રક્ષક છે. મૃષાવાદને વધારનારી છે. એ જ પ્રમાણે મૃષાવાદ એ માયાનું પૂરક છે. સહાયક છે. મૃષાવાદ–અસત્ય એ માયા પર આવરણના જેવું કામ કરે છે. જે માયાવી પકડાઈ જાય તો મૃષાવાદ તેનું રક્ષણ કરે છે. મૃષાવાદ માયાને અંગરક્ષક–ચોકીદાર છે. એ રીતે બંને એક બીજાની સાથે જીગરી દોસ્તની જેમ મળેલા છે. બંને એક બીજાના પૂરક છે, બંને મળીને એક સાથે પાપ કરાવે છે. એ રીતે કપટવૃત્તિથી પેટ ભરવું એ સારું નથી. આમાં તે આત્મા ચીકણું કર્મ બાંધે છે જેમ એક તે સ્વભાવથી જ, અતિ ચંચળ વાંદરો હોય અને તેને દારૂ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૭૯૮ પીવડાવવામાં આવે તો શું પરિણામ આવે? એ વાંદરાની ચંચળતા, તેફાની વૃત્તિમાં વધારે થશે કે ધટાડે ? એ જ રીતે એક તે માયા પટવૃત્તિનું ઘર છે. માયા મિથ્યાત્વની માતા છે. બાળક જેમ માતાના ગર્ભમાં વસવાટ કરે છે તેમ મિથ્યાત્વ માયારૂપી માતાના ગર્ભમાં વસવાટ કરે છે. એ જ તેની માતા છે, આ તેના સંતાન રૂપે ઉત્પન્ન થયેલ છે. એ જ રીતે માયારૂપી તેફાની વાંદરાને મૃષાવાદની દારૂ પીવડાવવામાં આવે તે એ સત્યાનાશ કરી નાંખશે. એટલા જ માટે માયામૃષાવાદ એવા ૧૭માં પાપસ્થાનકને ૧૮માં મિથ્યાત્વશલ્ય પાપસ્થાનકની નજીક રાખેલ છે. અને ૧૮ મા ની આગળ ૧૭ માં કમમાં રાખેલ છે. જેમ માતા પહેલા અને એના પછી સંતાન એ જ પ્રમાણે માયા મૃષાવાદ પહેલા માતા ના પદ ઉપર છે. અને મિથ્યાત્વ એની પછી ૧૮મા ક્રમમાં છે. એના સંતાનના રૂપમાં છે તેથી બંને ઘાતક છે. કુલટા વ્યાભિચારિણિ માતા અને લુચા ગુંડા જેવો બાળક બંને ત્યાજ્ય છે. એ પરિવાર જ નિંદ્ય છે. ત્યાજ્ય છે. તેથી તેના ઘેર આપણી દીકરી આપવી ગ્ય નથી. એવી માતા સાસુ બને અને એવો છેક આપણી દીકરી (સાધના) ને પતિ બને એ ઉચિત નથી! સત્યાનાશ કરી નાખશે ! માયામૃષાવાદ ના ત્યાગને ઉપાય : કાંઈ પણ હોય પરંતુ આ પાપ તો ત્યાજ્ય છે જ. એવું તો બધાને એકી અવાજે કહેવું જ પડશે, માનવું જ પડશે એમાં અંશ માત્ર પણ શંકાને સ્થાન નથી. હવે એને દૂર કરવા માટે શું કરવું જોઈએ? માયા–મૃષાવાદ છોડવાને એકદમ સરળ ઉપાય છે. સરળતા અને સત્યને આગ્રહ રાખવો, એનું આચરણ કરવું સરળતા ના આચરણથી માયા દૂર થશે અને સત્યના પાલનથી મૃષાવાદ દૂર થશે. તેથી સત્યાવાદી બનવું જોઈએ. સત્યનું પાલન કરવું જોઈએ, અને સત્યના પાલન માટે યથાર્થ તરવજ્ઞાન સંપાદન કરવા માટે સાચા તત્ત્વજ્ઞાની સાધુ–સંત-મહાપુરૂષોના સત્સંગ, સમાગમ કર જોઈએ. યથાર્થ સિધ્ધાંતોનું પરિશીલન કરવું જોઈએ. નિત્ય સિદ્ધાંતોને સ્વાધ્યાય કરવો જોઈએ. એનાથી સમ્યગુજ્ઞાનની દશા પ્રાપ્ત થવાથી સત્યની ઉપાસના સિદધ થશે. અને સંસારના સિદ્ધાંતનું સત્ય સ્વરૂપ દષ્ટિ પથમાં આવ્યા પછી શઠતા, કપટતા, દંભ, વગેરેનો નાશ કરવા Page #23 -------------------------------------------------------------------------- ________________ ૭૯૯ માટે સ્વભાવમાં સરળતા લાવવી જોઈએ. સરળતાના અર્થ છે. શ વૃત્તિના ત્યાગ કરવો. માયા કપટના ત્યાગ કરવો. બીજી ખાજુ મનની વિચારણા, વચનની વાણી અને કાયાની ક્રિયા ત્રણે વૃત્તિમાં એકત્વ રાખવાને પ્રયત્ન કરવા જોઇએ. “સાદું જીવન ઉચ્ચ વિચારનું પાલન લાભદાયી છે. ઉચ્ચ કક્ષાની વિચાર શક્તિ રાખવી જોઇએ. અને જેવા વિચાર કરીએ તેવુ... જ વર્તન પણ રાખવુ જોઇએ. એજ પ્રમાણે આપણા ઉંચા તથા સાચા વિચારોને અનુરૂપ વાણી વ્યવહાર પણ રાખવા જોઇએ. એજ પ્રમાણે જે માલી ગયા છીએ તેનું પાલન કરવાની ટેક રાખવી જોઇએ. કારણ કે મુખમાંથી નીકળી ગયેલા શબ્દોના આપણે દાસ છીએ. જ્યાં સુધી નથી નીકળ્યા એ શબ્દોના માલીક છીએ એટલા જ માટે ખેલતાં પહેલાં સાવાર વિચાર કરવા જોઇએ. વાણી અને વન વિપરિત નહી' રાખવુ· જોઇએ. જેવુ ખેલીયે તેવું જ આચરણ હાવુ જોઇએ તથા જેવું શુભ આચરણ કરીએ તેવું જ ખેલવુ પણ જોઇએ. એમ કરવાથી માયા–કપટ વૃત્તિ ઓછી થઇ જશે અને મૃષાવાદની વૃત્તિ પણ શાન્ત થઇ જશે. એ જ મુખ્ય ઉપાય છે. રામબાણ ઉપાય છે એ જ અમેાધ ઔષિધ છે. તેથી બધાએ આનું જ આચરણ કરવું જોઇએ. વક્ર અને જડ- માયા મૃષાવાદી - પવિત્ર શ્રી કલ્પસૂત્ર આગમમાં કાલિક દૃષ્ટિએ જીવાની ત્રણ પ્રકારે વહે...ચણી કરી છે. તેમાં (૧) ઋજુ અને અપ્રાસ, (ર) પ્રાજ્ઞ અને ઋ અને (૩) વક્ર અને જડ આમાં પ્રથમ પ્રકારના જીવા પ્રથમ તી કર ઋષભદેવના કાળમાં હાય છે, જેએ પ્રાસ નથી પણ ઋજી=સરળ જરૂર છે. જ્યારે અજિતનાથથી પાર્શ્વનાથ ભગવાન સુધીના ૨૨ જિનના કાળના જીવેા પ્રાજ્ઞ અને ઋજુ છે. પ્રાજ્ઞ એટલે બુદ્ધિમાન અને ઋ એટલે સીધા-સાદા–સરળ એવા જીવા જ ધર્મોને માટે પાત્ર–ચેાગ્ય જીવા ગણાય છે. જ્યારે ભગવાન મહાવીર પછીના પાંચમાં આરાના જીવા વક્ર અને જડ છે. બહુલતા એવા જીવાની છે. ઋશ્રુતા સરળતા જાય ત્યારે વક્રતા આવે છે અને પ્રાજ્ઞતા જાય એટલે જડતા આવે છે. વક્રતા શહેતા એ માયા માહનીય ક`ના ઉચે છે અને જડતાએ જ્ઞાનાવરણીય કના ઉદયે છે. માયા મૃષાવાદી જીવ વક્ર અને જડ સ્વભાવી ડાય છે. આવા જીવા ધમ ને માટે પાત્ર-ચેાગ્ય ક્યારેય ઠરતા નથી અને કાઈ દયા લાવીને Page #24 -------------------------------------------------------------------------- ________________ પણ આવા ને ધર્મ વગેરે આપે છે તે જ પોતાની વકતાજડતાના કારણે ધર્મને જ દૂષિત કરે છે, વગેરે છે. દેવ-ગુરૂ-ધર્મની અવહેલના આશાતના કરશે. અને હાંસી કરાવશે. પોતાની દંભી વૃત્તિના કારણે ધર્મને હલકો દેખાડશે. ધર્મથી એવા જીનું ભલુ નહીં થાય પરતુ એવા જીવાથી ધર્મ વિકૃત બનશે. બગડશે. માયા મેહનીય કર્મના ઉદયે માયાપણું અને જ્ઞાનાવરણીય કર્મના ઉદયે મૃષાવાદીપણું એમ બન્ને ઉદયમાં આવતા જીવ માયા મૃષાવાદી પ્રકૃતિવાળે બને છે. જ્ઞાનાવરણીય કર્મના ઉદયે અજ્ઞાન ઉદયમાં આવેલ છે. તે વિષયને અજાણ અજ્ઞાની છે. પરંતુ સામે માયા પ્રબલ પણે પડી છે. એટલે હું નથી જાણત, મને નથી આવડતુ છતાં પણ માયા–દંભશઠતાના સ્વભાવના કારણે તરત જ ખોટુ બોલી નાંખવા પ્રયતન કરે છે. આવા જ માયાવી નાટક કરીને એટલી ઝડપથી મૃષાવાદ સેવે છે કે સામેવાળાને ગંધ પણ ન આવે. ખ્યાલ પણ ન આવે કે આ ખોટું બોલે છે. માટે માયા મૃષાવાદીની માયા જાળમાં ઘણાં જ ફસાઈ જાય છે. ભેળા–ભટ્રિક સરળ સ્વભાવી માયાવીની ચાલને પારખી નથી શકતા અને એની માયા જાળમાં ફસાઈ જાય છે. માયાવી ને સાચુ-વાસ્તવિક કંઈ જ નથી કરવું. એને જે કરવું છે તે બધુ કૃત્રિમ જ કરવાનું છે. માટે જેમ સાચા સેનામાં અને બેટા બનાવેલા બનાવટી સેનામાં જેનાર સીધા સાદા માણસને જેમ તફાવત નથી દેખાતો તેવી જ રીતે માયામૃષાવાદી જીવ સ્વયં સાચે ધમી ન હોવા છતાં પણ ધમી હોવાનો બનવાને સ્વાંગ કૃત્રિમ રીતે પણ એટલો વ્યવસ્થિત રચશે કે એના જેવો સાચે– સારો ધમી બીજે કઈ લાગશે પણ નહીં. અને દેખાશે પણ નહીં. જેમ એક સ્ત્રી સ્વયં સ્વરૂપવતી નથી પણ સૌંદર્ય પ્રસાધનો અને મેકઅપ આદિ દ્વારા રૂપ-સૌંદર્ય સજીને સૌંદર્યવતી રૂપવતી દેખાય છે. તેમાં વાસ્તવિક્તા ના સ્થાને કૃત્રિમતાને સ્પષ્ટ ખ્યાલ આવે છે તેવી જ રીતે માયામૃષાવાદી વાસ્તવમાં ધમી પણ નથી હોત અને ભક્તિ કરનાર સાચે ભક્ત પણ નથી હોત પરન્તુ માયાવી નાટક રચીને તે ધમી અને ભક્તપણાને દેખાવ કરશે. પરંતુ તેમાં કૃત્રિમતા સ્પષ્ટ દેખાશે વાસ્તવિક્તાને સ્પર્શ પણ નથી હોતું. આ કૃત્રિમતા મેકઅપ જન રૂપ–સોંદર્યની જેમ વધુ ટક્તા નથી. Page #25 -------------------------------------------------------------------------- ________________ સહજ અસત્ય સેવન– બીજા મૃષાવાદના પાપમાં પણ અસત્યનું જ સેવન છે પરંતુ તે માયાથી મિશ્રિત નથી. તેમજ માયા જન્ય નથી. માટે નાનું બાળક પણ અસત્ય બેલે છે ત્યારે તેમાં અજ્ઞાનતા પ્રદર્શિત થાય છે. પરંતુ માયા–છલ-કપટ-દંભની ગંધ નથી આવતી. માટે તેને એકલા મૃષાવાદ અસત્યનું પાપ કહ્યું છે. જ્યારે તે જ મૃષાવાદ ૧૭ માં પાપ માયા મૃષાવાદનું રૂપ ધારણ કરે છે ત્યારે મૃષાવાદમાં માયા–છલ-કપટદંભની ગંધ વધારે હોય છે. એના ચાર ભાંગી વિચારી શકાય છે. (૧) માયા વધારે અને મૃષાવાદ પણ વધારે. (૨) માયા ઓછી પણ મૃષાવાદ વધારે. (૩) મૃષાવાદ પહેલા અને પછી માયા (ઓછી–વધારે) (૪) માયા પહેલા અને પછી મૃષાવાદ– (ઓછું-વધારે) આમાં માયાની પ્રબળતાં વધારે છે અને મૃષાવાદની ગણતા છે અને મૃષાવાદની પ્રબળતા- પ્રાધાન્યતા છે અને માયા ગૌણ થાય છે. એવી રીતે અનન્તા જીવોમાં અનેક ભેદે હોય છે. એકલો મૃષાવાદી હજી પણ સુધરી શકે તેને સુધારવે સહેલો છે. પરન્તુ માયાવીપણાની આદતના કારણે મૃષાવાદી થયો હોય તેવા જીવને સુધારવા પ્રાય: અસંભવ કાર્ય છે. માયા–કપટની વૃત્તિથી વારંવાર મૃષાવાદનું સેવન કરતો કરતે જીવ માયા મૃષાવાદી પ્રકૃતિવાલો જ બની જાય છે કે તેના માટે અસત્ય સેવન કરવું હવે સહજ બની ગયું છે. એટલું બધું સહજ બની ગયું છે કે માયાવીને અસત્ય બોલવામાં વાર નથી લાગતી તે એટલી ઝડપથી અસત્ય સેવે છે કે સાંભળનાર ને રત્તી ભર ગંધ પણ નથી આવતી અને તે બધું સત્ય જ માની લે છે, કડવી ગોળીને માયાવી શાકરને પડ ચઢાવી ને sugar Coated કરીને આપે છે કે ખાતા ગળી-મીઠી લાગે અને કડવાશ પિટમાં ચાલી જાય એવી જ રીતે માયા મૃષાવાદી જેટલું મૃષાવાદ–અસત્ય સેવે છે તે બધુ ગળ્યું-મીઠું અસત્ય હોય છે. અસત્ય હોવા છતાં પણ તેને ગળ્યું-મીઠું કેણ બનાવે છે? -માયા. માયાનું કામ વિપરીતિકરણ નું છે. કૃત્રિમતા નિર્માણ કરવાનું છે અસત્ય ખરાબ જ હેય છે. કડવું જ હોય છે. પૂરતુ મારા મૃષાવાદી જીવ પિતાની માયાવી વૃત્તિના સહજ સ્વભાવથી એને એટલી સારી રીતે મીઠું ગળ્યું બનાવે દે છે કે જેથી કડવું અસત્ય પણ ગળ્યું-મીઠું લાગે છે એટલું જ નહીં પણું સામાન્ય અસત્ય બોલતી વખતે સાંભળનાર ને એકદમ ખરાબ લાગે Page #26 -------------------------------------------------------------------------- ________________ ८०२ છે, કડવું લાગે છે. અસત્ય સાંભળતાની સાથે જ ઘણું ક્રોધી થઈ જાય છે. પરન્તુ માયાવી જ્યારે અસત્ય ને પોતાની કલા વાપરીને બોલે છે, ત્યારે સામેવાળાને ક્રોધ તો નથી આવતે ઉપરથી તે અસત્યને જ સત્ય માની લે છે, તેના પક્ષમાં થઈ જાય છે. સાચું લાગે છે આ બધી કલા માયાનાં કારણે છે. માચાવીએ પોતાની માયાની કલા ને મૃષાવાદમાં વાપરી તેથી તે માયામૃષાવાદી બની ગયા તેનું મુખ્ય લય માચાપૂર્વક બધું જ ખોટું બોલવું, ખોટું કરવું. સાચું જાણતો હોય છે. માટે માયા આચરીને તેને મૃષાવાદનું રૂપ આપે છે. આવા જીવે દુષ્ટ-દુર્જન હોય છે, માધ્યસ્થ ભાવના ભાવીને એવા જીથી દૂર રહેવા બચવા પ્રયતન કરવું. એવા જીવોને સુધારવામાં સફળતા ઘણી ઓછી મળે છે કારણ કે તેમના લોહીમાં આ વૃત્તિ ભળેલી હોય છે. આ પાપથી અને એવી વૃત્તિવાળા જીથી બચવા સજાગ રહેવું એજ સાચી શિખામણ છે. મિથ્યાત્વની પાસે સત્તરમાં પછી અઢારમું પાપ મિથ્યાત્વનું છે. ૧૭મું અને ૧૮મું આ બન્ને પાપો બહુ જ નજદીકના પાપો છે અને સત્તરમાં પછી અઢારમું છે. એટલે ૧૭માં પાપમાં જે જીવ માયાનું વધુ સેવન કરીને મૃષાવાદ સેવે છે. તેની આ વૃત્તિથી જીવ વધુ મિથ્યાત્વની નજીક પહોંચે છે. કારણ કે મિથ્યાત્વને મૂળ આધાર માયા છે અને એકલો માયાવી ૮ માં પાપસ્થાનકવાળો જીવ જેટલો મિથ્યાત્વમાં જલ્દી નહીં જાય તેના કરતા વધારે ૧૭મે માયામૃષાવાદી જીવ મિથ્યાત્વમાં જલ્દી પ્રવેશ કરી જશે. માયાવીને એકલી માયા કરવી છે. જ્યારે માયા–મૃષાવાદીને માયા કરવી પણ છે અને સાથે સાથે મૃષાવાદ પણ સેવવું છે. ૮માં માયા પાપવાલે જીવ માયા કરીને સ્વપક્ષે માયાનું પાપ સમિતિ રાખશે. તે પોતે જ જાણશે કે હું માયાવીરમત રમી રહ્યો છું જ્યારે ૧૭માં પાપવાલો માયામૃષાવાદી જીવ માયા આચરીને અસત્યનું સેવન કરીને ઘણને પિતાની માયાનો ભેગ બનાવશે. માટે એકલા માયાવી કરતા માયામૃષાવાદી હજાર ગાણું નુકશાન વધારે કરે છે સ્વ-પર ઉભય પક્ષે કરે છે. માટે વધુ અને વારંવાર માયા–મૃષાવાદનું પાપ સેવવાથી જીવ જલદી મિથ્યાત્વી બની જાય છે. મિથ્યાત્વમાં જવા માટે આ માયા મૃષાવાદનું પાપ પ્રવેશદ્વાર જેવું છે. માટે આનાથી બચવું હિતાવહ છે. સમ્યક્ત્વી જીવને જ આ સાવધાની વધારે રાખવાની છે. માયામૃષાવાદ સેવવું એટલે મિથ્યાત્વને નિમંત્રણ આપવા જેવું છે માટે મેક્ષ માર્ગના સાધકે આનાથી બચવાનું છે. સર્વે જીવો આ પાપસ્થાનકથી બચે એવી શુભેચ્છા. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮મું પાપસ્થાનકઃ મિથ્યાત્વશલ્ય ૧૮ મું પાપ મિથ્યાત્વશલ્ય मिथ्यात्व त्यागतः शुद्धं सम्यक्त्वं जायतेऽङ्गिनाम् । अतस्तत्परिहाराय यतितव्यं महात्मना । મિથ્યાત્વ ત્યાગ કરવાથી જીવને શુદ્ધ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. એટલા જ માટે મિથ્યાત્વનો ત્યાગ કરવા મહાત્માઓએ પ્રયત્ન કરે જોઈએ. આ બે વાત અધ્યાત્મસારના કર્તાએ કહી છે. ગ્રાહા કાર્ય તત્વ સમ્યકત્વ છે. જ્યારે એને વિપરિત શબ્દ જે ઉંધા અર્થ માં છે. તે મિથ્યાત્વ છે તેથી મિથ્યાત્વ ત્યાગવા યોગ્ય થયું, એને અર્થ એ છે કે જે પુરૂષાર્થ કરવો એ જ ધર્મ છે. એ જ સાધના છે. સાચી દિશા છે. બધાથી મોટું પાપસ્થાન–મિથ્યાત્વશલ્ય અઢારમું જે પાપસ્થાનક, તે મિથ્યાત્વ પરિહરિએજી ! સત્તરથી પણ તે એક ભારી, હાય તુલાએ ધરીએજી છે પ્રતિક્રમણમાં અમે જે સાત લાખ સૂત્ર બેલીએ છીએ. એના પછી ૧૮ પાપસ્થાનકનું જે બોલાએ છીએ એ જ ૧૮ પાપસ્થાનનું વિવેચન પ્રસ્તુત “પાપની સજા ભારી” પુસ્તકમાં કરવામાં આવેલ છે. એક એક પાપસ્થાનના સ્વરૂપનું વર્ણન વિસ્તારથી કરવાને અહીં પ્રયત્ન કરાયેલ છે. હવે અઢારમાં મિથ્યાત્વશલ્યને છેલ્લો નંબર આવ્યો છે. તેથી હવે અહી મિથ્યાત્વશલ્યનું વર્ણન કરવામાં આવશે. જો કે ૧૮ મું 'પાપસ્થાનક છેલા નંબરમાં છે. પરંતુ ખરી રીતે જોવામાં આવે તો બધા કરતાં પહેલા નંબરનું પાપ છે, અને બીજી રીતે જોવામાં આવે તે મિથ્યાત્વ એ જ એક એવું પાપ છે કે જેમાં ઉપરનાં ૧૭ ને સમાવેશ થઈ જાય છે. તેથી આ મિથ્યાત્વશલ્યને બધા જ પાપોની માતા–જન્મદાત્રીના રૂપમાં માનવામાં આવેલ છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ८०४ ઉપરોકત ૧૭ પાપ હોય અને આ અઢારમું ન હોય એવું પાત્ર મળી શકે છે. સમ્યકત્વી. પરંતુ ૧૮ મું જે મિથ્યાત્વ હોય તો ઉપરનાં ૧૭ પાપ જરૂર હશે દા. ત. જ્યાં ધૂમાડો હશે. ત્યાં અગ્નિ જરૂર હશે કારણ કે ધૂમાડાની સાથે અગ્નિને અવિનાભાવ સંબંધ છે. અવિનાભાવને અર્થ છે કે જેના વિના જે રહી ન શકે, અને જેની સાથે જે અવશ્યમેવ રહે જ એ અવિનાભાવ સંબંધને અર્થ થયે. જેમકે ધૂમાડો હશે. તો અગ્નિ જરૂર હશે જ એમાં શંકાને સ્થાન નથી તેવી જ રીતે મિથ્યાત્વ હશે તે ૧૭ પાપસ્થાનક જરૂર હશે જ. તેથી તેને અવિનાભાવ કહેવાય પરંતુ અગ્નિ હોય ત્યાં ધુમાડો ન પણ હોય એવું બની શકે જેમકે એક લેઢાને ગોળે અગ્નિમાં તપાવીને અલગ મૂકી રાખેલા હોય તો ત્યાં આગ હશે પણ ધુમાડો નહી હોય. તે જ પ્રમાણે ઉપરોક્ત ૧૭ પાપોના રહેવા છતાં પણ મિથ્યાત્વ ન પણ રહે. એ સ્થાન સમ્યકવીનું ગણાય. તેથી સમ્યકતવીમાં ૧૭ પાપ હોવા છતાં ૧૮ મું ન રહ્યું પરંતુ જે સમ્યકત્વી નહીં હોય તે અઢારે પાપોને માલિક હશે. એટલે જ ઉપાધ્યાયજી મહારાજ અહીં કહે છે કે બુદ્ધિરૂપ ત્રાજવામાં તેલવામાં આવે તે ત્રાજવાના એક પલ્લામાં ૧૭ પાપોને મૂકીએ અને બીજામાં માત્ર એક અઢારમું મિથ્યાત્વશલ્ય મૂકીએ તે મિથ્યાત્વશલ્યનું પલ્લું નમી જશે અર્થાત્ ૧૭ એકઠા કરતાં પણ માત્ર એક અઢારમું ભારી છે. એક તરફ રામ અને બીજી તરફ ગામ એના. જેવી વાત થઈ હવે વિચારે કલ્પના કરો કે આ મિથ્યાત્વશલ્ય કેટલું ખતરનાક છે? કેટલું ભારે ભયંકર પાપસ્થાનક છે.? મિથ્યાત્વશલ્યને શબ્દાર્થ: વિપરીત: માવઃ ઈમામવ:” પદાર્થને સ્વરૂપથી જે વિપરીત ભાવ છે તે મિથ્યાભાવ છે. અર્થાત્ વસ્તુ કે વ્યક્તિ જેનું જે સાચું સ્વરૂપ છે તે સ્વરૂપે ન માનવું, જાણવું, જેવું અને વ્યવહાર પ્રવૃત્તિ કરવી આ બધા વિપરીત ભાવ ઉંધા, વિપરીત અર્થમાં જાય છે. તેને મિથ્યાત્વ કહેવાય છે, પદાર્થ જે વાસ્તવિક છે તેના કરતાં વિપરીત જ માનવ દા.ત. દેખાવમાં સેના જેવું પીળું પરંતુ પિત્તળ હોય તેને સોનું માનવું પીળાપણના કારણે સેનાપણની બુદ્ધિ થઈ એવી માન્યતા થઈ પરંતુ વાસ્તવિક્તાની પરીક્ષા ન કરી કે શું છે? Page #29 -------------------------------------------------------------------------- ________________ ૮૦૫ લાલ-પીળા–સુંદર રંગીન પથ્થરને હીરે માની લે, શક્તિમાં રજતની બુદ્ધિ રાખવી, વાંકીચૂંકી પડેલી દેરીને અંધારામાં સર્પ માની લે. આ બધું જ ભ્રમજ્ઞાન છે અને આ ભ્રમથી વિપરીતતાને વ્યવહાર થાય છે. તેથી મિથ્યાજ્ઞાન વિપરીત દિશામાં લઈ જાય છે. મિથ્યાત્વ અને સમ્યક્ત્વ અર્થાત્ મિથ્યા અને સમ્યફ એ બંને વાસ્તવિક રીતે તે જ્ઞાનની પ્રક્રિયા છે. જ્ઞાન આમાને ગુણ છે અને જ્ઞાન ગુણની જ પ્રવૃત્તિ સંસારમાં મુખ્ય રૂપથી પ્રચલિત છે. એક સિક્કાની બે બાજુની જેમ અહીં એક જ આમાની આ બે જ્ઞાન અવસ્થા છે. એક મિથ્યાજ્ઞાનાવસ્થા છે. અને બીજી સમ્યકજ્ઞાનાવસ્થા છે. પરંતુ બંને જ્ઞાનની માત્રા છે–પ્રવૃત્તિ છે. બંને પિત પિતાની માન્યતાની વાત કરશે, પત પિતાની જાણકારીની વાત કરશે. પરંતુ મિથ્યાજ્ઞાનીમાં જે મિથ્યા અર્થાત્ ઉંધુ જ્ઞાન વિપરીતરૂપમાં પડેલું છે. એ સાચા અર્થમાં તે જ્ઞાન નહીં પણ અજ્ઞાન જ કહેવાશે. યદ્યપિ પીળા એવા પીત્તળમાં સેનાપણાનું જ્ઞાન એ પણ જ્ઞાન જ થયું. પરંતુ કેવું જ્ઞાન ? તે કહેવાશે કે વિપરીત જ્ઞાન, તેથી એવું વિપરીત અને ઉંધુ જ્ઞાન તે અજ્ઞાનના રૂપમાં જ ગણાશે. તેથી કરીને મિથ્યાજ્ઞાનીની પ્રવૃત્તિ હમેશા અજ્ઞાનથી ભરેલી જ હશે તેથી મિથ્યાજ્ઞાની અજ્ઞાની જ કહેવાશે. જ્યારે કે સમ્યક્ત્વી જ્ઞાની કહેવાશે. સમ્યક્ત્વ વૃત્તિવાળાની પાસે એક બે ચાર કે વધારે વિષામાં પણ એની પાસે જ થેડું પણ જ્ઞાન હશે, તે સમ્યફ જ્ઞાન કહેવાશે. સમ્યનો અર્થ છે. યથાર્થ–સત્ય જ્ઞાન અર્થાત્ વાસ્તવિક જ્ઞાન એજ સાચું જ્ઞાન સમ્યફજ્ઞાન કહેવાશે. યદ્યપિ આ પણ પોતાનામાં પૂર્ણ પણું ન પામતાં અપૂર્ણ પણ હોઈ શકે છતાં પણ અપૂર્ણ હોવાં છતાં જેટલે અંશે છે તેટલું જરૂર પૂર્ણ છે. અને સાચું છે, જ્યારે મિથ્યાજ્ઞાનીનો એક રાઈ જેટલે અંશ પણ સાચું નથી, કૃત્રિમ કાંચને રંગીન કટકે હીરો છે જ નહીં ગમે તેટલા ટકા જ્ઞાન ત્યાં તમે લગાડે તો પણ અંશ જેટલું સિદ્ધ નહીં થાય. તેથી આ સર્વથા વિપરીત જ્ઞાન અજ્ઞાન રૂપ છે. જેમકે કઈ સૂરદાસને કંઈ દેખાતું જ નથી તેના માટે આખી દુનિયા અંધકાર જેવી જ છે. દિવસ હોય કે રાત? રૂપ કાળું હોય કે ગેરું પરંતુ તેના માટે તે બધું જ અજ્ઞાત છે. કાંઈ પણ જ્ઞાત નથી. અહીં એ સંદર્ભમાં પ્રજ્ઞાચક્ષુ વાળાનું એક રૂપક દષ્ટાંત આપવામાં આવે છે. – Page #30 -------------------------------------------------------------------------- ________________ ૮૦૬ વીરસેન અને શૂરસેનનું દૃષ્ટાંત : अध न जीते परनी सेना, तिम मिध्यादृष्टि नवि सीजेजी । वीरसेन - शूरसेन दृष्टान्ते समकित नी नियुक्ते जी । जोइ ने भली परे मन भावो, एह अर्थ वर युक्ते जी ॥ અઢારમાં પાપસ્થાન મિથ્યાત્વશફ્ટની સઝાયમાં ઉપરાત ડીએમાં જે દૃષ્ટાંત આપ્યુ છે. તે આ પ્રમાણે છે. એક રાજાના બે પુત્ર હતા, એકતું નામ વીરસેન અને બીજાનું નામ શૂરસેન હતું. વીરસેન જન્મથી જ આંધળાં હતા. રાજાએ...કળાગુરુ પાસે અભ્યાસાર્થે અને પુત્રાને રાખ્યા, શૂરસેન બે આંખાથી બધુ જોતા હતા. તેથી તે બધી કળાઓ શીખી ગયા. પરંતુ વીરસેન જે જન્માંધ હતા તેની બીજી ઇન્દ્રિયા વધારે સતેજ હતી તેથી તે પણ શબ્દભેદી ખાણુ વગેરેની કળાઓ શીખી ગયા, શૂરસેન જેટલે નહીં તેા પણ સારા પ્રમાણમાં હોંશીયાર થઇ ગયા. ખરૂંનેએ કળાઓ પ્રાપ્ત કરી. એક વાર યુદ્ધ થયું. શત્રુ રાજાના સૈન્યે આના પર ચઢાઇ કરી, ત્યારે વીરસેને પિતાજીને આગ્રહ કર્યો કે મને અનુમતિ આપો. હુ પણ યુધ્ધ માટે જાઉં! પિતાએ કહ્યું ભાઈ! તારું કામ નથી. તને દેખાતું નથી, અને તે તારા ઉપર ધસી આવશે અને બધી બાજી બગડી જશે. તે પણ પિતાની વાત ન માનતા વીરસેન સૈન્યની સાથે યુધ્ધ કરવા લાગ્યા. શત્રુ રાજાને આ ભેદની જાણ થઈ, યુધ્ધમાં જો કે વીરસેન શબ્દભેદી ખાણુ બરોબર ચલાવી રહ્યો હતા. પરંતુ દુશ્મન વીરસેનની પાછળ જઈને ગેરીલા યુધ્ધની જેમ પીઠમાં પ્રહાર કર્યો, તેથી વીરસેન ઘાયલ થઇ ગયા, અન્તમાં શૂરસેન એની સહાયે દોડયા અને શત્રુ સૈન્યને હરાવી વિજય પ્રાપ્ત કરી પાતાના ભાઇ વીરસેનને બચાવી લાવ્યા ! અર્થાત્ આ રૂપક દૃષ્ટાંતથી સજ્ઝાયકાર પૂ. યજ્ઞાવિજયજી મહારાજને શુધ્ધ સમ્યકદષ્ટિથી શૂરસેનની જેમ જાતા હૈાવાથી જ્ઞાની કહ્યો છે અને વળી વીરસેનની જેમ મિાવીને અજ્ઞાની આંધળા બતાવ્યા, છે. હવે જ્ઞાન વગરની ક્રિયા અથવા ધર્મ ક્રિયા હાય તા પણ એ બધુ આંધળા વીરસેનના યુધ્ધની જેમ નિરક અને સ્વઘાતક છે. દીક્ષા લઇને સાધુ અનવુ' અથવા તપશ્ચર્યા કરવી અથવા ધ્યાન સાધના વગેરે ખંધી ઊચ્ચ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૮૦૭ કેટીની ક્રિયા પણ સમ્યગુજ્ઞાન વિના મિથ્યાત્વની ઉપસ્થિતિમાં બધું જ નિરર્થક છે, વ્યર્થ છે. કોઈ પણ રીતે લાભદાયી હોતી નથી, મિથ્યાત્વ યુક્ત દ્રવ્ય ચારિત્રથી મેક્ષની પ્રાપ્તી કદાપિ સંભવ નથી, મિથ્યાત્વને પાપ કેમ કહ્યું છે? સંભવ છે કે અહીં એક પ્રશ્ન ઉઠે છે કે મિથ્યાત્વને પાપના રૂપમાં કેમ કહ્યું છે? હાં, પ્રશ્ન તો સાચે છે. પરંતુ જે હું એમ પુછું કે ઝેરને ખરાબ કેમ માન્યું છે વેશ્યાને ખરાબ કેમ માની છે? સર્પને ખતરનાક કેમ માન્યો છે? તો એને ઉત્તર શું છે? વાત એકદમ સ્પષ્ટ છે કે ઝેર ઘાતક છે. ઝેર ખાવાથી મૃત્યુ થાય છે, જ્યારે કે સંસારને વિષે કઈ જીવ મરવા ઈચ્છતા નથી. કેઈ જીવ દુઃખી થવા પણ નથી ઈચ્છતા અને વિષ તે મૃત્યુકારક છે, તથા મૃત્યુ દુઃખદાયિ છે. તેથી શું કરવું? શું વિષનું ભક્ષણ કરવું? નહીં. આમ પણ શું વેશ્યા સારી છે ના, એ સામાજિક દૂષણ છે, અનેકના પતનનું નિમિત્ત છે. તેથી એ પણ ખરાબ છે. એવી જ રીતે સર્પ પણ ઝેરી છે. એના કરડવાથી મૃત્યુ થઈ જાય છે. તેથી તેનાથી પણ બચીને દૂર ચાલવું જોઈએ. એજ રીતે શું તમને મિથ્યાત્વ વિપરીત અર્થમાં ઘાતક લાગે છે કે નહીં? પ્રત્યેક જીવ માત્રને જ્ઞાન સ્વભાવ છે, ગુણ છે. આ જ જ્ઞાન ગુણ જીવના સર્વ.. ગુણેમાં શ્રેષ્ઠ છે. જીવને જડથી એટલે કે અજીવથી ભિન્ન કરે છે. તેથી જીવન સર્વ ગુણેમાં જ્ઞાન ગુણ શ્રેષ્ઠ છે. પ્રધાન છે અને એનાથી જ બધો વ્યવહાર ચાલે છે. જ્ઞાનથી જ બધા જીની પ્રવૃત્તિ વ્યવહાર બધું ચાલે છે. હવે તમે વિચારે કે જ્ઞાન જ જે કર્મ સંયોગ વશ . વિપરીત હશે ભ્રમમક હશે તો એના અનુસાર આચરણ પ્રવૃત્તિ કેવી હશે? શું વિપરીત જ્ઞાન હોવા છતાં પણ પ્રવૃત્તિ સાચી હોઈ શકે ? ના કયારેય પણ નહીં જેમકે મુંબઈનું જ્ઞાન જ નથી. અને જે.. જ્ઞાન છે, તે ઉધુ છે કે મુંબઈ ઉત્તર દિશામાં દીલ્હીની ઉપર કાશમીરમાં હિમાલયની પાસે છે. હવે આ વિપરીત જ્ઞાનથી પ્રવૃત્તિ કેવી થશે? સ્વાભાવિક છે કે એ પણ વિપરીત જ થશે. એ મિથ્યાજ્ઞાની મુંબઈ નજીકમાં હોવા છતાં પણ ઉત્તરમાં કામીર જશે. આ મિથ્યાત્વનું - સ્વરૂપ થયું, અંધારામાં પડેલી વાંકી ચૂકી દેરીને સર્પ સમજીને Page #32 -------------------------------------------------------------------------- ________________ ८०८ રડવું, રાડ પાડવી,નાસ–ભાગ કરવી ભયથી કંપવું વગેરે બધી પ્રવૃત્તિ થશે કે નહીં? પરંતુ શું એ સાચી હતી ? નહીં, તમે એક જ મીનીટમાં લાઈટ કરો હવે પ્રકાશમાં સાચુ જ્ઞાન થઈ જશે કે ના ન આ તે સર્પ નહીં પણ દેરડું છે. ભ્રમ-મિથ્યાજ્ઞાન દૂર થતાંની સાથે જ સમ્યગ જ્ઞાન થવાથી હવે ગભરાવું, બૂમ પાડવી રડવું, વગેરે કાંઈ પણ નહીં થાય. તેથી જ્ઞાન સાચું હશે તે પ્રવૃત્તિ પણ સાચી સમ્યફ થશે અન્યથા જ્ઞાન જ મિથ્યા હશે તો એની પ્રવૃત્તિ પણ મિથ્યા હશે તેથી જ સમ્યક પ્રવૃત્તિ માટે સમ્યફ જ્ઞાનની જ આવશ્યકતા છે. આમા જ્ઞાનનો ભંડાર છે. જ્ઞાનને ખજાને છે. કેવળજ્ઞાન–કેવળદર્શન પણ આત્મામાં જ પડેલા છે. પરંતુ રાગ-દ્વેષાદિની પ્રવૃત્તિથી એ જ્ઞાન– દર્શન ચારિત્ર વગેરે ગુણે પર આવરણ આવી ગયું છે એ જે કર્મનું આવરણ એ જ આમાને આંતર શત્રુ છે. આમગુણોને ઘાતક છે. આ કર્મોમાં મિથ્યાત્વ પણ એક કમ પ્રકૃતિ છે. જે અષ્ટકમના મેહનીચ ઘાતી કર્મના પેટા ભેદ દર્શન મેહનીય અને ચારિત્ર મેહનીય તેના દર્શન મેહનીયના ત્રણ ભેદ મિથ્યાત્વ મેહનીય, મિશ્ર મેહનીય અને સમ્યકૃત્વ મેહનીયના રૂપે ઓળખાય છે. જેમકે એક વ્યક્તિએ દારૂ પીધે હોય અને એના નશામાં તે જેમ ફાવે તેમ વિપરીત બોલતો હોય જેમ તેમ વર્તન કરતા હોય એનો બધોજ વિવેક નષ્ટ થઈ ગયું હોય છે. એને મા ને પત્ની, પત્નીને મા, બેનને દીકરી અને દીકરીને બહેન, ભાભીને પત્નિ, પતિનને ભાભી એ પ્રમાણે અસંબદધ જેમ તેમ વિપરીત રીતે બોલતા હોય છે અને તેવો વ્યવહાર-વર્તન-ચેષ્ટા કરતો હોય છે. એ જ પ્રમાણે મિથ્યાવી પણ - દારૂના નશામાં ભાન ગુમાવી બેઠો હોય તેના જેવો છે. આ મિથ્યાત્વ જ્યાં જ્યાં પણ છે. આને નશે જેને પણ છે તે તે બધાને જે મારું નથી, તેને મારું માની બેસે છે. જે ભગવાન નથી તેને ભગવાન કહેશે અને જે વીતરાગી અરિહંત સર્વજ્ઞ ભગવાનના રૂપમાં છે અને ભગવાન નહીં માને, અને રાગી–ષીને ભગવાન માનશે. એજ પ્રમાણે કંચન કામિનીના ત્યાગી તથા પંચમહાવ્રત યુક્ત ત્યાગી તપસ્વીને ગુરૂ ન માનતાં એનાથી વિપરીતને ગુરૂ માનશે, અને સર્વજ્ઞ કથિત શુધ્ધ મેક્ષ માર્ગને ધર્મ ન માનતા પાપ પ્રવૃત્તિને પણ ધર્મ માનશે - વગેરે યથાર્થ—વાસ્તવિકતામાં સત્ય સ્વરૂપ ન માનતાં વિપરીતમાં સત્ય Page #33 -------------------------------------------------------------------------- ________________ ८०८ સ્વરૂપ માનશે આ કામ મિથ્યાત્વના નશાનું છે. શું આ પ્રવૃત્તિ સારી છે? નહીં અજ્ઞાનને મિથ્યા–વિપરીત જ્ઞાનને કણ સારૂં માનશે? કોઈ પણ સારૂં નહીં માને. કારણ કે અજ્ઞાન ઘાતક છે માટે આને. પાપ કર્મ કહ્યું છે. હવે જ્યારે મિથ્યાત્વ પાપ કર્મ રૂપે સિદધ થયું છે તે એની પ્રવૃત્તિ કેવી હશે? એ પ્રવૃત્તિને પાપ પ્રવૃત્તિ જ કહેવાશે, તેથી મિથ્યાત્વની દષ્ટિ, એની માન્યતા, શ્રધ્ધા અને જાણકારી તથા પ્રવૃત્તિ બધું જ વિપરીત ઘાતક પાપ પ્રવૃત્તિ જ ગણાશે. કોઈપણ એક પ્રવૃત્તિ કે વૃત્તિને સારી નહીં કહી શકાય. માટે અઢારમા ક્રમમાં મિથ્યાત્વશલ્યને પાપ થાનના રૂપમાં ગણવામાં આવેલ છે. મિથ્યાત્વને સીધો અર્થ તમે સ્પષ્ટ સમજી ગયા હશે કે જે જેવું છે. તેને તેવું ન માનતાં એને સ્વરૂપથી વિપરીત માનવું અથવા જાણવું. અને તે વિપરીત જ્ઞાન અનુસાર વિપરીત પ્રવૃત્તિ કરવી, આ મિથ્યાત્વનું સ્વરૂપ છે. અહીં મિથ્યાત્વની ૧૦ સંજ્ઞા નીચે પ્રમાણે બતાવી છે. મિથ્યાત્વની ૧૦ સંજ્ઞાઓ : धम्मे अधम्म, अधम्मे धम्मह, सन्ना मगऽमग्गाजी, उन्मार्गे मारग नी सन्ना, साघु असाधु संलग्गाजी । असाधु मां साघु नी सन्ना, जीव-अजीव जीव वेदोजी, मुत्ते अमुन्त, अमुत्ते मुत्तह, सन्ना ए दश भेदोजी ।। (૧) ધમને અધમ માનવું : જે જ્ઞાન દર્શન ચારિત્રને ધર્મ છે દર્શન પૂજા, સ્વાધ્યાય, સામાયિક-પૌષધ વગેરે ધર્મને અધર્મ માનવું એ પણ મિથ્યાત્વ છે. (૨) અધમ ધમ માનવે :- હિંસા, જૂઠ, ચેરી, મૈથુન સેવનને ધર્મ માન. પાપ પ્રવૃત્તિમાં ધર્મ માન. આ મિથ્યાત્વની વિપરીત વૃત્તિ છે. (૩) સમાગને ઉમાગ માન : મોક્ષરૂપ જે સાચા માર્ગ છે. એને ઉંધે સંસારનો, પાપને. માર્ગ માન, શ્રાવક અને સાધુના જે ચમ-નિયમ વગેરે છે, વ્રત, Page #34 -------------------------------------------------------------------------- ________________ ૮૧૦ મહાવ્રત વગેરે છે. એને મેક્ષને માર્ગ ન માનતાં વિપરીત માન્યતા રાખવી તે મિથ્યાત્વ છે. (૪) ઉમાગને સમાગ માન :| સ્વર્ગ પ્રાપ્તિના માર્ગને જ મોક્ષને માર્ગ માન. ભંગ લીલાને જ ધર્મ માનવે આ ઉંધી માન્યતા પણ મિથ્યાત્વ છે. (૫) અસાધુને સાધુ માન : * ધન સંપત્તિ ઐશ્વર્ય વાળા કામના કીડા, સંસારના ભેગી, મેહમાં આસક્ત એવાને ગુરુ માનવા. સાધુ માનવા આ પણ વિપરીત માન્યતા થઈ. (૬) સાધુને અસાધુ માનવા : જે સાચા સાધુ છે. જે કંચન-કામિનિના ત્યાગી, તપસ્વી, પંચમહાવ્રત ધારી, ૩૬ ગુણથી સંપન સાચા સાધુ છે. એને સાધુ રૂપે ન માનવા અને નમસ્કાર વંદન વગેરે ન કરવાં એ મિથ્યાત્વ છે. (૭) જીવને અજીવ માનવું: ચૈતન્ય ગુણ સંપન જ્ઞાન દર્શનાત્મક ચેતના લક્ષણવાળા જીવને જીવ ન માનવા તથા જીવનું અસ્તિત્વ જ ન માનવું અને જીવ હોવાં છતાં જીવ નથી આ બધું તે પંચમહાભૂતનું કાર્ય છે. વગેરે ઉધી ? માન્યતા મિથ્યાજ્ઞાન છે. (૮) અજીવને જીવ માનવું : ઉપર ના પક્ષ કરતાં આ ઉંધો પક્ષ છે. આમાં પૌગલિક પદાર્થો થી ઉત્પન્ન થયેલ દ્રવ્યને જીવ માન, પરમાણુના બનેલા પીંડને આત્મા માન. chemical compound ને જીવ માનવો. જીવ તે જડની પ્રક્રિયાથી જ બને છે. વગેરે મિથ્યા માન્યતા પણ મિથ્યાત્વની સંજ્ઞા છે. (૯) મૂતને અમૂર્ત તથા :(૧૦) અમૂર્તમાં મૂની માન્યતા : જે મૂર્તિવાન રૂપી પદાર્થ છે. એને અરૂપી–અમૂર્ત માનવું અથવા એમાં વિપરીત જે આકાશ વગેરે અમૂર્ત પદાર્થ છે. એને મૂત માનવા Page #35 -------------------------------------------------------------------------- ________________ ૮૧૧ આ પણ ઉંધુ કહેવાય અને કર્મ મૂર્ત છે. રૂપી છે એને અમૂર્ત માનવું એ પણ વિપરીત માન્યતા છે. આ નવમાં અને દસમા સ્થાનમાં એ પ્રમાણે પણ માને છે કેમુક્તને સંસારી માનવા અને સંસારીને મુક્ત માનવા - જે સર્વ કર્મ રહિત છે, મુક્ત છે. એનું મુક્ત સ્વરૂપ જે સ્પષ્ટ છે. એ ન માનતાં એને પણ સંસારી સ્વરૂપે માનવું અથવા જે સંસાર , માં છે અને હમણ જે શરીર સહિત છે. જન્મ-મરણ કર્મ સંયુક્ત છે. એને પણ મુક્ત માનવાં આ વિપરીત માન્યતા થઈ અને મેક્ષનું અસ્તિત્વ જ ન માનવું. મેક્ષ પ્રાપ્તિ માર્ગ જ નથી અને કેઈમેક્ષમાં જઈ જ નથી શકતા. વગેરે વિપરીત માન્યતા મિથ્યાત્વની સંજ્ઞા છે. એ પ્રમાણે જે છે. જેનું અસ્તિત્વ છે. એને ન માનવું સ્વીકાર ન કરે અને જેનું અસ્તિત્વ જ નથી એવી વસ્તુઓ માની લેવી. એ બધું મિથ્યાજ્ઞાન છે. ૧. આત્મા–કર્મ–પુણ્ય-પાપ-સ્વર્ગ–નરક લોક–પરલેક પુનર્જન્મ અને પૂર્વજન્મ તથા મેક્ષ-ઈશ્વર–પરમાત્મા વગેરેનું અસ્તિત્વ, સ્વરૂપ હોવા છતાં પણ ન માનવું, ન સ્વીકારવું આ મિથ્યાજ્ઞાન કહેવાય છે. જગતને વિષે જરૂરી નથી કે અમે જે આંખથી જોઈએ–દેખેલા પ્રત્યક્ષ પદાર્થનું જ અસ્તિત્વ માનીએ અને ન જેએલાનું અસ્તિત્વ સ્વીકારવા તૈયાર જ ન થઈએ આ મિથ્યાત્વ છે. હા, ઉપરોક્ત પદાર્થોનું સ્વરૂપ આખો દ્વારા ન દેખાવા છતાં પણ પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન, પ્રત્યભિજ્ઞા, તર્ક-આગમ (શબ્દ) વગેરે અનેક પ્રમાણેથી સિદ્ધ થાય છે. અનેક સાબિતીથી સિદ્ધ હોવાં છતાં પણ એ સાબિતિનું અસ્તિત્વ ન માનવું એ પણ મિથ્યાત્વ છે અને પ્રમાણે દ્વારા એ આમા વગેરે પદાર્થો કે જેનું જેવું સ્વરૂપ છે. એને એ સ્વરૂપે ન માનતાં એનાથી ભિન્ન કે વિપરીત સ્વરૂપમાં માનવું એ પણ મિથ્યાત્વ જ કહેવાય છે. એવા ઘણું પક્ષે છે. જે આત્માથી લગાડીને મોક્ષ સુધી બધા અદ્રશ્ય પદાર્થોનું અસ્તિત્વ માનવા છતાં પણ સ્વરૂપ કાંઈક જ ભિન્ન જ માને છે. દા.ત. બૌદ્ધ દર્શન આત્માનું અસ્તિત્વ માનવા છતાં પણ આત્માને ક્ષણિક–અનિત્ય જ માને છે. યદ્યપિ અનાત્મવાદી દર્શન ન હોવાં છતાં પણ આકાર તે એ રૂપે જ થ. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૮૧૨ પિતાની માતાને માતા ન કહેતાં પિતાની પત્ની કહ્યું, પણ વાત તે એ જ થઈ અને એજ પ્રમાણે આત્માનું સ્વરૂપ જ ન રહેવું, સર્વ શૂન્યરૂપે રહેવું. એ સિદ્ધાંત માન્યા. દીપનિર્વાણુવત્ નિર્વાણ અર્થાત્ જેમ દીપકના બુઝાઈ જવાથી પ્રકાશ ક્યાં ગબસ, હવે કાંઈ જ ન રહ્યું ? એ જ પ્રમાણે સર્વ ક્ષણિક સવ શૂન્ય માન્યા પછી શું રહ્યું? પંચસ્કંધામક આમાને માનીને પણ પંચસ્કંધ વિલિન થઈ ગયા એ જ મેક્ષ આ પ્રમાણેનું સ્વરૂપ માનવા વાળા દશન હોવાં છતાં શું આમા વગેરેનું જેવું સ્વરૂપ છે. તેવું ન માન્યું હેત ! તેથી તેને સમ્યક્ત્વી કેવી રીતે કહી શકાય ? આત્માદિની મનની માનેલી વ્યાખ્યા - આજકાલ એક એ માણસ જે ભગવાન બની બેઠેલો છે, શગાલે સિંહનું ચામડું પહેર્યું હોય અને પિતાની જાતને સિંહ માનીને ફરતા હોય એ બિચારે આ એક માણસ ભગવાન બનવાને ઢગ રચીને કહે છે કે સુરતના લેટફાર્મ પર બાંકડા ઉપર બેઠા બેઠા મને કેવળજ્ઞાન થઈ ગયું છે. અને કંઈક વ્યક્તિઓને પિતાના અનુયાયી બનાવી લીધા છે અને કેટલાય લોકેને ઉપદેશ આપતાં આત્મા મોક્ષ વગેરે પદાર્થોની વાત કરે છે. જ્યારે કે આત્મા-કર્મ-પુણ્ય–પાપ–ક્ષ વગેરે શબ્દો ક્યાંકથી ચારીને લાવ્યા અને તેની પિતાની મનફાવે તેવી વ્યાખ્યા કરીને લોકોને તત્ત્વજ્ઞાન શિખવાડે છે, આ પણ મિથ્યાત્વનું જ લક્ષણ છે. અને માયા–મૃષાવાદનું પાપ છે. ઉભાગને કહે આ બધી મિથ્યાત્વની લીલા છે. અને એક બિચારો ભાગી છૂટેલે ભગવાન સંગથી સમાધિની ભેગલીલાને મોક્ષનો માર્ગ બતાવે છે. આ તો મહા મિથ્યાત્વની વાત થઈ. તેથી આ બધી મિથ્યાજ્ઞાનીઓની લીલા થઈ. आभिग्गहिअमणभिग्गह, च तह अभिनिवेसियं चेव संसइअमणाभोग, मिच्छत्त पञ्चहा एअं આ પદાર્થોનું તર્ક યુકિતગમ્ય તાકિ ક-શાસ્ત્રીય સ્વરુપ સમજવા માટે લેખક દ્વારા લખાયેલી “ગણધરવાદ” પુસ્તકના બે ભાગ જરૂર વાંચશે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૮૧૩ મિથ્યાત્વના પાંચ પ્રકાર – અભિગ્રહિક અનભિગ્રહિક અભિનિવેશિક સાંશયિક અનાભોગિક (૧) અભિગ્રહિક મિથ્યાત્વ – શાસ્ત્રકાર મહાપુરુષોએ મિથ્યાવના ઉપર જણાવેલ પાંચ પ્રકાર બતાવ્યા છે. ઘણા લોકો એમ કહેતા હોય છે કે અમે જે ગ્રહણ કર્યું છે એ સાચો ધર્મ છે. પિત–પિતાના મતને આગ્રહ રાખો પછી ભલે એ ખોટું જ હોય તે પણ એને જ માનવું આ અભિગ્રહિક મિથ્યાત્વ થયું આ દુરાગ્રહી છે. ગમે તેવું છે ભલે જવું છે પરત અમારું છે. અમારા બાપ-દાદાનું છે. તેથી અમે નહીં છોડીએ, દા.ત. "तातस्य कूपोऽयं इति ब्रुवाणांक्षारं जलं कापुरूषाः पिबन्ति” આ મારે બાપને કુવે છે, એવું બોલનાર કાયર પુરુષ બીજે મીઠું પાણી મળવા છતાં પણ ખારું પાણી પીવે છે. ગાયને ગૌ માતા માને છે. એમાં ૩૩ ક્રોડ દેવતાને વાસ માને છે. એની પૂજા કરે છે. એવી માન્યતાવાળી ગાય માતાને પછી યજ્ઞ હેમ વગેરમાં એના વધુ રૂપી હીંસાને શું ધર્મની વૃત્તિના નામે ઓળખાવવી એ સમ્યફ વૃત્તિ હોઈ શકે? શું અગ્નિહોત્ર યજ્ઞ અને અશ્વમેઘ યજ્ઞ જેવા હિંસક યજ્ઞ કરવાથી વર્ગની પ્રાપ્તિ થઈ શકે ? છતાં પણ અમે આ અમારી માન્યતાને નહીં છોડીએ એવી વૃત્તિ જે મિથ્યા આગ્રહ રૂપ' છે. એ જ અભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય છે. એ વર્જવા યોગ્ય છે. દુરાગ્રહના કારણે વિવેક રૂપ દીપક જેને બુઝાઈ ગયો છે. એવા અવિવેકી, પાખંડી, અને પાપાચારની ગલીલા ચલાવવાવાળા એને ધર્મ માનીને એમાં જ પડેલા છે એમાંથી બહાર નીકળવાની ઈચ્છા પણ નહીં કરવાવાળા અભિગ્રહિક મિથ્યાત્વ ગ્રસ્ત છે. વિપરીત બુદ્ધિને કારણે કંઈપણ અતાત્વિક દર્શનને સત્ય માનવા અને સત્ય તત્વ પ્રતિ અશ્રદધારૂપ અભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય છે. પાણીના પ્રવાહ રૂપે આવેલ માન્યતાને સમજ્યા, વિચાર્યા વગર પકડી રાખવું, પોતે જે કહે છે તે જ સાચુ તે કદાગ્રહ રાખવો તેમાં સત્યાસત્યની પરીક્ષા ન કરવી તે અભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૮૧૪ બીજે પીવાનું મીઠું પાણી મળવા છતાં પોતાના હઠાગ્રહને કારણે ખારું પાણી પીવે છે અને મીઠું પાણી પીવા બીજે ન જવું તે અભિગ્રહિક બુધિ છે. આવી રીતે હિંસાચારાદિમાં ધર્મબુદિધ માનીને કરતે રહે પરંતુ અહિંસાના ધર્મને પણ અપનાવતો નથી. આમાં સત્ય ત પ્રતિ અશ્રધ્ધા હોય છે. વિપરીત સમજ કે મજબૂત પકડની પ્રધાનતા રહે છે. (૨) અનભિગ્રહિક – ન અભિગ્રહ=અનભિગ્રહ અભિગ્રહ એટલે પક્કડ, ન અભિગ્રહ એટલે જેમાં કદાગ્રહ દુરાગ્રહ નથી. પરંતુ સાચુ કે ખોટુ બંનેમાં, સમાનબુધ્ધિ હોય છે. તેને અનભિગ્રહિક કહેવાય છે. ભેળસેળ....... આવી મૂઢતાવાળી માન્યતાને અનભિગ્રહિક મિથ્યાત્વ કહે છે... આ મિથ્યાત્વી સારું અને ખરાબનું મિશ્રણ કરે છે. રાગી અને વીતરાગી, દ્વેષી અને ક્ષમાશીલ, કીધી અને સમતાના–સાગર, સર્વજ્ઞ અને અલ્પજ્ઞ, ભેગલીલાવાલા અને ત્યાગી–તપસ્વી, સંસારી અને મુક્ત, કર્મ રહિત અને કર્મ સહિત બધાને અનભિગ્રહિક મિથ્યાત્વી એક જેવા ભગવાનના રૂપમાં જ માને છે, કારણ કે તેમની બુદિધ એવી હોય છે કે વસ્તુના સાચા સ્વરૂપને જાણી શકતો નથી, જ્ઞાનના અભાવે સારા ખોટાની તુલના કરી શકતો નથી. તેનામાં યથાર્થ સમજને અભાવ અને સરળતા મુખ્ય કારણરૂપ બને છે. મંદબુદિધ તેમજ જડતાને કારણે તે મિથ્યાત્વી રહે છે. આ મિથ્યાત્વી ભેળસેળ-મિશ્રણ કરવાવાળા વ્યાપારી જેવો છે. હીરા અને કાચના ટુકડા-સોનાને અને પિત્તળને સરખા માનવાના સ્વભાવવાળે છે. બધા ભગવાન એકજ છે. બધા જ ભગવાન સરખા છે. માત્ર નામને જ ફેર છે. એ જ પ્રમાણે બધા ધર્મ પણ સરખા જ છે. બધા ધર્મ એક જેવા જ છે. કેઈ ભેદભાવ નહીં રાખવું જોઈએ. બધા ભગવાન ને ભગવાન માનવા જોઈએ. નમસ્કાર–દર્શન પૂજા કરવી જોઈએ. બધા જ દેરાસરમાં જવું જોઈએ એમાં શું છે? એ જ પ્રમાણે બધા જ સાધુ–સન્યાસી–બાવા-ફકીર-જોગી–મૌલવીબધાને ગુરુ માનવા જોઈએ. બધા સારા જ છે. બધા એક જેવા જ છે. એવી મૂઢતાવાળી Page #39 -------------------------------------------------------------------------- ________________ ૮૧૫ જે માન્યતા એ અનભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય છે. ગાળ અને ખેાળ સાનુ અને પિત્તળ એના માટે બધું જ સરખુ` અહી એક ગુરુ શિષ્યનુ દૃષ્ટાંત યાદ આવે છે. પુરી એક અધેરી ને ગંડુરાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા. બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે, કદી સારી ખુરી ન વેચે વિવેક, તીહાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલા, ગયેા ગામમાં માંગવા શિષ્ય પેલા. લીધી હાટથી સુખડી આપી આટો, કહે ઘેર જઈને ગુરૂ ખૂબ ખાચે. ગુરુજી કહે રાત રહેવું ન આંહી, બધી એક ભાવે મળે ચીજ યાંહી....... એક અધેરી નગરી હતી, ત્યાંના રાજા ગાંડા હતા, એ ગામની અંદર ભાજી અને ખાજા બધું જ એકભાવે મળતુ હતુ. ચોગાનુયોગ એ ગામની અંદર એક ગુરુ-શિષ્ય આવી ચઢ્યા. ચેલા ગામમાં ભિક્ષાર્થે ગયા ત્યાં વાતની જાણ થતાં તેણે એક દુકાનમાં લાટ આપીને સુખડી લીધી પછી પાછા વળીને આવ્યા ત્યારે ગુરુને વાત કરી. બુદ્ધિશાળી ગુરુએ કહ્યું, આવા ગામમાં એક રાત પણ રહેવુ. ઉચીત નથી. જ્યાં સેાના ને પિત્તળમાં ફેર જણાતા ન હોય, શિષ્ય માન્યા નહીં અને તે ત્યાં જ રહ્યો. ગુરુજી સવારે ચાલ્યા ગયા. શિષ્ય તા રહેવા લાગ્યા રાજ રાજ સારુ સારુ ખાઈ પીને તગડા બન્યા. એકવાર એવું બન્યુ કે ડોશીમાના છોકરા ચારી કરવા કોઈના ઘેર ગયા ત્યાં દિવાલમાં કાણું પાડતાં ભીત પડી ગઈ. ડેાશીમાએ રાજાને ફરીયાદ કરી રાજાજી રાજમાર્ગ ઉપર એવી ભીંત ચણનાર કડીયાને સજા થવી જોઈ એ. કારણ કે મારા છેકરા માત્ર ભીંતમાં કાણુ જ પાડવા લાગ્યા ત્યાં તે ભીંત તૂટી પડી મારા છોકરા દખાઈને મરી ગયેા. ત્યારે રાજાએ કહ્યું કે ભીંત કાણે બનાવી છે? તેને ખેલાવે. ત્યાં કડીયાને બાલાવતાં તેણે કહ્યું સાહેબ મુલ્લાએ કાચે! માલસામાન આપ્યા, તે એમાં મારા શું વાંક છે ? માલ, ખરાબ હતા તેથી ભીંત પડી ગઈ. પછી મુલ્લાને એલાવ્યા. તેને ફાંસીની સજા આપી પરંતુ ફાંસી પર લટકાવવા માટે Page #40 -------------------------------------------------------------------------- ________________ ૮૧૬ એને જે ગાળે હતું અને તે મુલ્લો બળે હોવાથી તેના ગળામાંથી નીકળી જતો હતો રાજાને વાત કરી તો તેણે પ્રધાનને કહ્યું કે તે પછી આ ગાળે જેના ગળામાં ફીટ થતું હોય તેવી વ્યક્તિને ગામમાંથી શોધી લા. શોધ કરતાં કરતાં પેલે શિષ્ય જે ખાઈપી ને અલમસ્ત બનેલો હતો તેને લાવવામાં આવ્યો. તેણે પૂછ્યું કે મારે શું વાંક છે? શા માટે શૂળી? ત્યારે પ્રધાને કહ્યું કે રાજાને હુકમ છે કે આ શુળીને ગાળો જેના ગળામાં ફીટ થતો હોય તેને પકડી લાવો તેથી તમને સજા ફરમાન થઈ છે. શિષ્યની સાન ઠેકાણે આવી ગુરુની વાત યાદ આવી ગુરુજીએ કહ્યું હતું કે જ્યાં સેના ને પિત્તળની સરખી ગણત્રી થતી હોય તે સ્થાનમાં રહેવું ઉચિત નથી શિષ્ય કહ્યું કે શૂળીએ ચઢવા પહેલાં મારી એક ઈરછા ગુરુને મળવાની છે. છેલ્લી ઈચ્છા પૂર્ણ કરાવવા માટે બાજુના ગામમાંથી ગુરુજીને તેડાવ્યા. ગુરુજીએ આવી સર્વ હકીકત જાણી પછી રાજાને કહ્યું કે ખરાખોટાની પરીક્ષા કરવી જોઈએ. જેણે ચેરી કરી છે તેને સજા આપવી જોઈએ અને તેને સજા મળી જ ગઈ છે, એ પ્રમાણે બુદ્ધિથી શિષ્યને છોડાવી દીધો. પછી ગુરુએ કહ્યું કે જેને ખરાખોટાનું ભાન નથી. જ્યાં હીરો ને કાંચ સર જ ગણાય છે. એવા ગામને વિષે રહેવું ઉચીત નથી. પછી ત્યાંથી ચાલ્યા ગયા. એ પ્રમાણે પરીક્ષા કર્યા વિના બધા જ ધર્મ સરખા બધા ગુરુદેવ સરખા, બધા ભગવાન સરખા એવું માની લેવું, બુદ્ધિ જ ન ચલાવવી એ મિથ્યાવૃત્તિ છે. રસ્તા ઉપર જેમ ફેરીવાળો બોલે છે કે બધી જ વસ્તુ છ છ આનામાં કાઈ પણ માલ ઉઠાવો બધાની કીમત સરખી છે. બધા જ છ આના બસ એવી જ વૃત્તિ અનભિગ્રહિક મિથ્યાવીની છે. બધુ જ છે, છ, આના છે. ઓ ફેરીવાળો જે દશપૈસા, ચારઆના, આઠ આનાની વસ્તુની કિંમત ૬ આના અને બે–ચાર–આઠ રૂપિયાની વસ્તુની કિંમત પણ ૬ આના, આમ બધાને એક જેવી બતાવે છે, તેવી રીતે અનભિગ્રહિક મિથ્યાત્વી જીવની વૃત્તિ હેય છે પરંતુ આ અનભિગ્રહિક મિથ્યાત્વી જીવ જે કે મંદબુધિ વાળો છે. તે બુદ્ધિનો ઉપયોગ કરવાની માથાકૂટમાં પડતા નથી. તેનામાં પરીક્ષા કે તુલના કરવાની વૃત્તી નથી. આવી રીતે તર્ક યુક્તિપૂર્વક વિચાર કરવી અનભિગ્રહિક મિથ્યાત્વી માટે ઘણું મુકેલ છે. તેથી તે રાગી–ષી દેવ ભેગ-લીલાવાળા, પાપપ્રવૃત્તિવાળા અને વિતરાગી–સર્વજ્ઞ–અરિહંત Page #41 -------------------------------------------------------------------------- ________________ ૮૧૭ બધાને સરખા માનવાં આ તેની મિશ્યાવૃત્તિ છે. સારા ખરાબ બધાને એક જ સરખા માની લીધા. કારણ કે તેને પરીક્ષા કરતાં જ નથી આવડતી બુદ્ધિ જ વધારે નથી ચાલતી તેથી કેયલ અને કાગડા ને બધાને એક સરખા જ માનવા એવી વૃત્તિ અનભિગ્રહિક મિથ્યાત્વની છે. બૌદ્ધિક કસરત કરતું નથી. એટલા માટે બધા ભગવાન એક છે, સર્વ ધર્મ એક છે. ઈત્યાદિ માનવું તેના માટે ઘણું આસાન અને સરળ છે. પરંતુ સારી રીતે વિચાર કરતા એવું લાગે છે કે અમે ઠગાઈ રહ્યા છીએ. પીળું જોઈને જે સોનું ખરીદી લઈશું તે નુકશાન આપણને જ થશે. આ ભૂલ બીજા નંબરના અનભિગ્રહિક મિથ્યાત્વી કરશે. આ વિષયમાં તમને એક પ્રશ્ન પુછું છું, કૃપા કરી છેટું ન લગાડશે. શું તમારી ધર્મપત્ની એમ કહે કે જગતમાં જેટલા પુરૂષો છે. એટલા બધા જ મારા પતિ છે. આમાં બેટું શું છે.? બધા પુરૂષો અને મારો પતિ બધા એક સરખા જ તે છે? તે બધા પુરુષોને હું પતિ માનું છું. હું ઉદાર મન વાળી છું એકની સાથે લગ્ન કરીને એકના બંધનમાં રહેવાની સંકુચિત વૃત્તિને હું સારી નથી માનતી. બધા જ મારા પતિ છે. શું આવું કહે તો તમારે ચાલશે? શું તમે માન્ય રાખશે ? શું આ વાત તમને સારી લાગશે? અથવા ઉચિત લાગશે? મેં એકાદ બે પતિ દેવોને પૂછ્યું તે તેઓ નાખુશ થઈ ગયા. એકદમ ગુસ્સામાં આવી ગયા અને કહ્યું કે મારી શ્રીમતિ બોલે તે ખરી ઉઠાવીને પછાડી દઉં', બે ચમ્પલ મારી દઉં વગેરે ગુસ્સાથી ગાળે દેવા માંડ્યાં. તો શું તમે એવું કહી શકો છો કે રાષ્ટ્રપતિ અને પટાવાળે, પ્રધાનમંત્રી અને ચોકીદાર અથવા કચરે વાળવાવાળે બધા એક જ છે. બધા એક જેવા છે, ભલે આને માને કે એને માને કેઈમાં કાંઈ ફેર પડતું નથી, તે શું આ ઉચિત કહેવાશે ? એવી જ રીતે મિથ્યાવીને પણ અસંબધ પ્રલાપ કેવી રીતે યુક્ત હે શકે? જ્યારે એક પતિવ્રતા પતની ક્યારેય પણ આવું બેલી શકતી નથી તે પછી એક ભક્ત ભગવાનના વિષયમાં આવું કેવી રીતે બોલી શકે ? હીરા અને પત્થર કે કાચના ટુકડા, મણિ અને કેડી સેનુંને પિત્તળ તથા ચાંદી અને જસત આ બધાને એક સરખા કહી અને શુ એકજ ભાવમાં કેવી રીતે વેચી શકાશે ? અથવા કેવી રીતે ખરીદી શકાશે ? નહીં ત્યાં પણ કટી ઉપર કસીને પરીક્ષા કરે છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૮૧૮ પછી ખરીદે છે. બધી વસ્તુની જેમ પરીક્ષા થાય છે તે જ રીતે દેવ ગુરૂ ધર્મની પણ પરીક્ષા થાય છે, તેથી કરીને પરીક્ષા કરીને જ તેને અપનાવવા જોઈએ, હરીભદ્રસૂરી મહારાજ સ્પષ્ટ કહે છે કે – ધમ ધમઃ સા ા પરીક્ષિતૈ ધર્મની ઈચ્છાવાળાએ ધર્મ પણ સદા પરીક્ષા કરીને સ્વીકાર કરે જોઈએ. હા, તમે કદાચ વિચારશે કે કેવી રીતે ધર્મની પરીક્ષા કરીએ? અને અમે પામર મનુષ્ય પરમ પરમાત્માની પરીક્ષા કેવી રીતે કરીએ? અમારી કયાં એવી બુદિધ અને શકિત છે? કે અમે પરમાત્માની પરીક્ષા કરવા બેસીએ? હા, વાત તે સાચી છે, પરંતુ એ પણ વિચારો કે પરીક્ષાની રીત શું છે. પરમાત્માના જે ગુણ બતાવ્યા છે તે ગુણો તેનામાં છે કે નહી? અરિહંતપદને માટે આવશ્યક જે ગુણોનું સ્વરૂપ બતાવ્યું છે. તે મહાવીરસ્વામિમાં છે કે નહીં? સીધી વાત છે. જે તે ગુણ છે તે મહાવીર સ્વામિ અરિહંત ભગવાન છે. અને જે તે ગુણો એનામાં નથી તે તે અરિહંત ભગવાન નથી. તેઓ વીતરાગસર્વજ્ઞ છે, કે નહીં ? છે તે જરૂર ભગવાન છે. અને વીતરાગતા તથા સર્વજ્ઞતા નથી, રાગ દ્વેષી અપજ્ઞ છે તે તેઓ ભગવાન નથી ભાગ્યવાન હોઈ શકે છે. તેથી તેને ન માને એની ગુરૂ અને ધર્મની પણ પરીક્ષા કરવી જોઈએ, જેમ કે મહાવીરસ્વામિએ કહ્યું કે “અહિંસા પરમો ' જેમ સેનાની પરીક્ષા કટીથી ભેદ–છેદથી અને તાપથી કરાય છે, તેમ ધર્મશાસ્ત્રોની પણ પરીક્ષા કષ, છેદ અને તાપથી કરવાની છે, ત્રણે પરીક્ષામાં શુદ્ધ હોય તે શાસ્ત્ર શુદ્ધ ગણાય છે, કરણીયનું વિધાન અને અકરણીયન નિષેધ કહેલું હોય તે શાસ્ત્ર કષશુદ્ધ ગણાય અને વિધિ–નિષેધને અનુસરતા આચારે જેમાં કહેલા હોય તે છેદ શુદ્ધ ગણાય. હિંસા વગેરે પાપોને નિષેધ કરવા છતાં ધર્માનુષ્ઠાને હિંસાદિ પાપકારક જણાવ્યાં હોય તે છેદ પરીક્ષામાં અશુધ્ધ અસત્ય ગણાય. એ બન્ને છતાં આત્માદિ દ્રવ્ય એકાત નિત્ય કે અનિત્ય જણાવ્યાં હોય તો ધર્મનું ફળ આત્માને મળે જ નહી માટે વસ્તુને એકાન્ત નિત્ય કે અનિત્ય જણાવનારાં શાસ્ત્રો તાપથી અશુધ્ધ સમજવાં. જે Page #43 -------------------------------------------------------------------------- ________________ ૮૧૯ શાસ્ત્રમાં સ્યાદ્વાદ દષ્ટિથી આત્માદિ પદાર્થોને કથંચિત્ નિત્યાનિત્ય -વગેરે જણાવ્યા હોય તે જ શાસ્ત્ર તાપથી પણ શુધ્ધ હવાથી સંપૂર્ણ શુદ્ધ ગણાય. એ પ્રમાણે શાસ્ત્રમાં બતાવેલી પરીક્ષા દ્વારા કસોટી કરીને પછી ધર્મને અંગીકાર કરવો. આવી સૂક્ષમ અહિંસા ભગવાન મહાવીર દેવે પાળી છે. જેવું કથન છે. તેવું આચરણ છે તો તે મહાવીર ભગવાન કહેવાય અહિંસા પરમો ધર્મ એમ કહેવાય છતાં અહિંસાનું પાલન થાય તેવા આચાર ન કહ્યાં હોય તે અહિંસા કહેવા માત્ર છે. સોનાને ગીલેટ ચડાવેલા પિત્તળ જેવી છે, છેદ કે તાપની પરીક્ષામાં ટકે તેવી નથી. હેય–ઉપાદેય તનું અથવા કર્તવ્ય-અકર્તવ્યનું વર્ણન જેવું કર્યું હોય અને તેવી રીતે પાળી શકાય એવા આચારો પણ કહ્યા હોય તે તે કથન સત્ય કહેવાય. જેનશાસનમાં અહિંસાનું જેવું વર્ણન (વિધાન) કરેલું છે, તે જ રીતે તેનું પાલન થાય તેવા આચારો પણ કહેલા છે, એવી રીતે ગુરૂની પણ તથા ઉપર કહ્યા પ્રમાણે ધર્મની પરીક્ષા કરી અને પછી અંગીકાર કરવું. પરીક્ષા કરીને જે અંગીકાર કરવામાં આવે તે ઠગાવાનું ન બને. તેજ રીતે સ્પષ્ટ પરીક્ષા નહીં કરીએ તે સાચા–જૂઠા, સારા-ખરાબ, વિશ્વાસુ–ઢોંગી બધાને એક સરખા માનવાની ભૂલ બીજા નંબરને અનભિગ્રહિક મિથ્યાતવી કરી બેસશે, તેથી આ મિથ્યાત્વી એક પતિવ્રતા સમી શીયળવતી સન્નારીના જે નહીં હોય પરંતુ વેશ્યા જે કહેવાશે. તેથી આ પાપસ્થાન ત્યાજય છે, આથી જ ધર્મ શાસ્ત્રીએ આપણને કસોટીરૂપ સિધ્ધાંત બતાવ્યો છે. જેનાથી આપણે ભગવાન અને ધર્મની પરીક્ષા કરી શકીએ. ઉદાહરણ માટે “નમે અરિહંતાણું” પડ્યું છેઆમાં અરિહંત પરમાત્માને નમસ્કાર કર્યો છે. ભગવાનને અરિહંત પદથી સંબોધન કર્યું છે. અરિક આંતરશત્રુ, કામ, ક્રોધ, માન, માયા લેભ, રાગ, દ્વેષાદિ આત્માના અત્યંતર શત્રુ છે. “હંત” અર્થાત્ હણવું, નાશ કરવો, અરિહંત અર્થાત્ રાગઠેષાદિ આંતરશત્રુના વિજેતા એવા અરિહંત પરમાત્માને નમસ્કાર કર્યા છે. નમુત્થણુંના પાઠમાં “નમુત્થણું અરિહંતાણું ભગવંતાણું” - આ શબ્દ પહેલી સંપદામાં બતાવેલ છે. તેને અર્થ છે “અરિહંત -ભગવંતને નમસ્કાર હો” અહીં પ્રશ્ન ઉઠે છે કે જે જે અરિહંત હોય Page #44 -------------------------------------------------------------------------- ________________ ૮૨૦ છે તે તે ભગવાન હોય છે કે જે ભગવાન હોય છે તે અરિહંત હોય છે? આ તર્કને ઉત્તર આપણે જે એવો આપીએ કે જે જે ભગવાન હોય છે. તે અરિહંત હોય છે. તો વિચારો આ કયાં સુધી સાચુ લાગે? કારણ સંસારમાં ભગવાન કેટલા પ્રકારના હોય છે, તથા ભગવાન શબ્દનો અર્થ કેટલાય થાય છે, ભેગલીલા કરવાવાળાને પણ લોકે ભગવાન કહે છે. કેઈ પોતાની જાતે જ ભગવાન બની બેઠા છે. કેઈ સંગથી સમાધી એવા પાપાચાર, દુરાચાર તેમજ દંભ ચલાવવા વાળા ભગવાન કહેવડાવે છે, કેઈ ચમત્કારને બતાવીને ભગવાન બનાવાને સ્વાંગ રચે છે. આવી રીતે કર્મયુક્ત રાગદ્વેષી કાંઈક ભગવાન બની બેસે છે. તેઓ અરિહંત કેવી રીતે થઈ શકે કેમ કે અરિહંત તો રાગદ્વેષાદિ અત્યંતર કર્મ શત્રુ રહિત હોય છે. એટલે જે જે ભગવાન હોય છે. તે અરિહંત છે. એવું માનવું કે કહેવું સાચુ નથી; તર્કયુક્તિ શૂન્ય છે. “નમુત્થણું અરિહંતાણું ભગવંતાણું” આ પાઠની રચનાનો જે ક્રમ છે, તે તર્કયુક્તિના પ્રમાણને સિદ્ધ કરે છે, આથી જે જે અરિહંત છે તે ભગવાન અવશ્ય કહેવાય છે. આ દષ્ટિકોણથી વિચાર કરતાં બધા ભગવાન એક જ છે. એ વાત રત્તીભર પણ સાચી લાગતી નથી. એક સજજને પ્રશ્ન કર્યો કે ભક્તામર સ્તોત્ર આદિ ઘણી સ્તુતિએમાં ઘણાં ભગવાનના નામ એક સાથે લઈને નમસ્કાર કરાયો છે. તે તેમાં શું સમજવું જોઈએ. ઉદાહરણ માટે. "भवबीजाँकुर जनना रागादयो क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥" बुद्धस्त्वमेव विबुधार्चित-बुद्धि-बोधात् । त्वं शंकरोऽसि भुवनत्रय शंकरत्वात् । धातासि धीर ! शिवमार्गविधे-विधानात् व्यक्त त्वमेव भगवन् ! पुरुषोत्तमोऽसि । આ સ્તુતિઓમાં બ્રહ્મા, વિષ્ણુ, હર–મહાદેવ તથા જિનેશ્વર ભગવાન આદિ સર્વને એક સાથે નમસ્કાર કર્યા છે. તેવી જ રીતે ભક્તામર સ્તોત્રમાં પણ બુધ, શંકર, ધાતા-વિધાતા, પુરૂષોત્તમ આદિ ભગવાનના નામને એક સાથે ઉલ્લેખ કરીને નમસ્કાર કરાય છે, Page #45 -------------------------------------------------------------------------- ________________ ૮૨૧ “ અધા ભગવાન એક છે. ” એવું માનતા અથવા સ્વીકારતા હશે તેથી તેઓએ આવી સ્તુતિ કરી હશે ને? ઉપરોક્ત સ્તુતિમાં માત્ર ભગવાનના પ્રચલિત નામેા પર ધ્યાન આપ્યુ છે. પરંતુ તેના પુરા અર્થ પર ધ્યાન આપ્યુ નથી તેવુ લાગે છે. જુઓ, બધાને નમસ્કાર જરૂર કરાયા છે. પરંતુ આ નમસ્કાર સશ કરાયા છે. યે મથવીનાંર લનના રાજયો યમુપતાચક્ષ્ય ” અર્થાત્ ભવ સંસારના ખીજરૂપ રાગદ્વેષાદિન જેને સવથા ક્ષય કર્યો છે. તેવા નામ ધારી જો કાઇપણ હાય, ભલે તે વિષ્ણુ હાય, હર હર મહાદેવ હાય, કે જિનેશ્વર ભગવાન હૈાય તે બધાને મારા નમસ્કાર હા, આમાં બધા ભગવાનને એક માનીને નમસ્કાર કરયા નથી. પરતુ તેઓ જે રાગદ્વેષાદિ અભ્યંતર કશત્રુ રહિત ાય તે તેમને મારા નમસ્કાર હા પછી નામથી ભલેને કાઈપણ હાય જૈનધર્મીમાં નામના મહિમા નથી પર’તુ ગુણ્ણાના મહિમા છે. ભક્તામર સ્તોત્રની સ્તુતિમાં માનતુંગસૂરી મહારાજાએ બુદ્ધ, શંકર, ધાતા–વિધાતા, પુરૂષોત્તમ આફ્રિ શબ્દોના પ્રયાગ વ્યાકરણ અનુસાર વ્યુત્પતિજન્ય અર્થ લઈ ને જિનેશ્વર ભગવાનને ઉપરાત નામેાથી સઐષિત કર્યા છે. આવી રીતે તક યુક્તિ, બુધ્ધિપૂર્વક વિચાર કરીએ તે! બધા ભગવાન એક છે. એવી દૃષ્ટિ કે માન્યતાથી ઉપરોક્ત સ્તુતિ બનાવી નથી. આવી રીતે “અધા ભગવાન એક છે” “ બધા ધર્મ એક છે, ” બધા આત્મા એક છે” ઈત્યાઢિ માન્યતા અનભિગ્રહિક મિથ્યાત્વીની છે. આ કાઈ પણ રીતે સમ્યગ્ નથી, આથી પ્રયત્ન પૂર્વક આવી મિથ્યાધારાને દૂર કરીને શુધ્ધ સમ્યક્ત્વની માન્યતા પ્રાપ્ત કરવી << લાભદાયક છે. (૩) આભિનિવેશિક મિથ્યાત્વ : આભિગહિક મિથ્યાત્વી અને આભિનિવેશિક મિથ્યાત્વીમાં અંતર એટલું જ છે કે પહેલા સત્યને ન જાણવાથી અસત્યની પક્કડ રાખે છે. જ્યારે આભિનિવેશિક મિથ્યાત્વી સિદ્ધાંત ના સત્ય સ્વરૂપને જાણતા હોવા છતાં સત્યને લેાપ કરીને અભિમાન આદિના કારણે કદાગ્રહવશ અસત્યની પક્કડ રાખે છે. વમાન કાળમાં કેટલાય લેાકેા એવા છે જે સિદ્ધીન. સાચા સ્વરૂપને જાણે છે, પર`તુ સામ્પ્રદાયિક વૃત્તિઓને વશ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૮૨૨ ચંઈને, પોતાના પક્ષ અને ગચ્છ આદિને વશ થઈને અસત્યની પ્રરૂપણ કરે છે. સ્વમાન, મોહ-મમત્વવશ થઈને પોતાની વાત પાછી ખેંચવામાં–અપમાન થવાને કે માન ખંડિત થવાને ડર લાગે છે, તેથી તે અસત્યની પકડ મજબૂત રાખે છે. મારું કહેવું છે તે જ સત્ય છે. તેમ માને છે. આભિનિવેશિક મિથ્યાત્વી વિપરીત માન્યતા હઠાગ્રહવશ રાખે છે. અસત્યની પક્કડ મજબૂત રાખીને પોતાની વિપરીત પ્રરૂપણ કરે છે. નવા નવા મત નિકાળવામાં આગળ પડતા હોય છે. મરવાના અંતિમ સમયે પણ અસત્યને ત્યાગ કરીને ક્ષમાયાચના કરીને સત્ય સ્વીકારવા તૈયાર હોતો નથી. અભિનિવેશને અર્થ છે. આગ્રહ, પકકડ, સત્ય અને અસત્યનું સ્વરૂપ તથા સાચા ખોટાના ભેદનું સ્વરૂપ સારી રીતે જાણવા છતાં પણ, સમજવા છતાં પણ, પિતાને આગ્રહ, કદાગ્રહ દુરાગ્રહ, હઠાગ્રહના કારણે સત્યનો સ્વીકાર ન કરે પરંતુ ભેદ જ્ઞાનને જાણકા–સમજવા છતાં પણ જે પિતાની પક્કડ આગ્રહ ન છેડે તે આભિનિવેશિક પ્રકાર ને મિથ્યાત્વી છે. શાસ્ત્રોમાં જેમ ગોષામાહિલની વાત આવે છે. અને આજે પણ ઘણું જાણે છે કે તીર્થકર જિનેશ્વર પૂજ્ય છે. પૂજનીય છે. તે પણ પોતાના દુરાગ્રહને છોડી નથી શકતા અને એવી પ્રરૂપણ કરે છે, કે નહીં. પૂજા કરવી યોગ્ય નથી. પૂજા ન કરવી જોઈએ. દર્શન પણ ન કરવા જોઈએ. દેરાસરમાં જવું ન જોઈએ એવી પ્રરૂપણું કરવાવાળા સત્ય સ્વરૂપ જાણવા છતાં પણ અસત્યને પકડી રાખવાના પોતાને દુરાગ્રહ હઠાગ્રહ ન છેડી શકે તેઓ આભિનિવેશિક પ્રકારમાં ગણાય, આ બહારનો ભેદ નથી પરંતુ ઘરની અંદર જ ભેદ છે. (૪) સાંશયિક મિથ્યાત્વઃ આ મિથ્યાત્વ શંકાસ્પદ વૃત્તિવાળું જાણવા-માનવાં છતાં સમજીને પૂજા પાઠ વગેરે મંત્ર જાપ વગેરે બધું જ કરવા છતાં પણ મનમાં શંકા રાખે કે ભગવાન થયા હશે કે નહીં? ભગવાન હતા કે નહીં? જિન વચનમાં શંકા રાખે. આવું મહાવીર સર્વશે કહ્યું હતું કે નહી? કંદમૂળ, બટાટા, લસણ અભક્ષ વગેરે નું ભક્ષણ નહીં કરવું એવું ભગવંતે કહ્યું હશે કે કેમ? મેક્ષનું આવું સવરૂપ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૮૨૩ સર્વજ્ઞે બતાવ્યું હશે કે નહીં ? આ બધા આચરણથી ફળ મળશે કે નહી` ? વગેરે સંશયાત્મક-શંકાસ્પદ વૃત્તિવાળા પણુ ધમ કરવાં છતાં માનસિક રૂપે શંકા હેાવાથી મિથ્યાત્વી ગણાય છે. શંકા એ પ્રકારે થાય છે એક તા મિથ્યાત્વરૂપ શંકા અને બીજી જિજ્ઞાસારૂપ શંકા, મહાવીર સ્વામી થયા હતા અને એમણે આવા ઉપદેશ આપ્યા છે એ વાત સાચી છે કે ખાટી ? થયા હતા એની શું સાબિતિ છે ? કાણે તેમને જોયાં છે? આ ભાષા સાંશયિક મિથ્યાત્વની છે. તમને એક વાક્ય જરા ખરાબ તા લાગશે તા પણુ કહુ છુ કે એક એવા તર્ક આવા મિથ્થાન મતિવાળાને કરો કે અરે ભાઈ ! આ તારા બાપુજી છે એની શું સામિતિ છે? જો તમારા પિતાશ્રીના વિષયમાં શંકા કરે સશય ઉભા કરે તા એનું સમાધાન તમારી પાસે શું છે? કેવી રીતે તમે શંકાનુ નિવાર રણ કરા કે આ જ તમારા પિતાશ્રી છે. એ વિષયમાં તમારી પાચન શું પ્રમાણ છે? તમે કહેશે કે મારી માતા આ વિષયમાં સાક્ષી છે અને મિથ્યામતિ એમ કહે કે તમારી માતા સાચું ખેલે છે એમાં શું પ્રમાણ છે? હવે તમે સાબિતિ માટે પ્રત્યક્ષ પ્રમાણ શું લાવીને આપશે. પ્રમાણના ક્ષેત્રમાં સાબિતિ શું? કારણ કે વિષય જ એવા છે. એ પ્રમાણે કોઈ તમારા પિતાના વિષયમાં શંકા કરે અને સશયાત્મક ભાષા આલે કે હોઈ શકે કે તમારા પિતાશ્રી કાઈ ખીજા પણ હોય ? જે છે એ ન પણ હાય. હવે આ વાતામાં આવા મિથ્યામતિની સાથે ખરાબ કરવાં કરતાં અને કુતર્કોના જવાબ આપશે એટલે વળી બીજી બે ચાર શંકા ઉભી કરશે એના જેવી વાત છે. સને જેમ દૂધ પીવરાવવાથી વિષ જ બને છે તેમ મિથ્યામતિને જવાખ આપવાથી દ્વિધા શંકા અને કુતર્કો જ વધે છે. તેથી આવુ સહશયાત્મક મિથ્યાત્વ ધર્મ પ્રવૃત્તિ કરવાવાળા ધીમાં પણ હોઈ શકે છે. તેથી શ્રાવકાના આચારમાં આવી શંકા કરવી તેને અતિચાર રૂપે ગણેલી છે. બીજા નંબરની શંકા માત્ર જિજ્ઞાસા પ્રેરક છે. શિષ્ય કે જિજ્ઞાસુ જાણવા ઇચ્છે છે તેથી તે જાણવા માટે પૂછે છે. કે મહાવીર સ્વામી કયારે થયા હતા ? તે! આ ખાટું નથી. સાચી શકા છે પ્રશ્ન છે. અને કેાઈ વિષયાનુરૂપ પ્રશ્ન ઉભા કરે તે દોષ નથી તેથી આ જિજ્ઞાસા પ્રેરક શંકા મિથ્યાત્વ નથી. પરંતુ શંકાસ્પદસ શયાસ્પદ શકા જ મિથ્યાત્વની શંકા હૈાવાથી એવી વ્યકિત સાંશયિક મિથ્યાત્વી કહેવાયુ છે. મગજ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૮૨૪ આવા સશયિક મિથ્યાત્વી જીવ, સત્ય જાણે છે, માને છે. અથવા ધર્મ કરે છે. પણ પિતાના શંકાશીલ સ્વભાવ ના કારણે ભગવાનમાં, ગુરુમાં, ધર્મમાં, ધર્મના ફળમાં અને તેમાં સંશય કરતા હોય છે. આ સાંસચિક મિથ્યાત્વી કહેવાય છે. શંકા-કુશંકા કરીને પોતાની શ્રદ્ધા દુષિત કરે છે. અને મિથ્યાત્વનું કલંક લગાવે છે. સર્વજ્ઞ ભગવંત પર સંપૂર્ણ શ્રદ્ધા ન હોવાના કારણે તેમના વચનમાં, તવમાં, ધર્મમાં, ધર્મ ફળને વિષે તેના મગજમાં શંકાઓ થયા કરે છે, મનમાં વારેવાર વિચાર તરંગ થતા હોય છે. કે આ સત્ય હશે કે નહી? પુણ્ય –પાપ જેવી વસ્તુ છે કે નહી? ભગવાન થયા કે નહી? સ્વર્ગ, લેકપરલોક છે કે નહી? પુનર્જન્મ કે પૂર્વજન્મ છે કે નહી ? ધર્મ કરવાથી કાંઈ ફળ મળે છે કે નહી? આવી રીતે સેંકડો શેકારૂપી ભૂત તેના મગજમાં સવાર થાય છે. નીતિકાર ઠીક જ કહે છે કે “સંઘામા વિનરૂર-દ્ધાવાન્ ઢબતે ૪૬ ! ” સંશચિ આત્મા વિનાશ લાવે છે, નાશ પામે છે, જ્યારે શ્રદધાવાન જીવ ફળ પ્રાપ્ત કરે છે. આથી સાંશયિક મિથ્યાત્વ ઘાતક છે. આત્માની શ્રધ્ધાનું અધઃ પતન કરે છે, આવું સંશયાત્મક મિથ્યાત્વ ધર્મ કરવાવાળા ધર્મને પણ રહે છે. અશ્રધ્ધાના બે પ્રકાર (૧) વિપરીત શ્રધ્ધા (૨) શ્રદ ધાને અભાવ. પહેલાના ત્રણ મિથ્યાત્વ, વિપરીત શ્રધ્ધા રૂપ અશ્રધ્ધા વાળા છે. ચોથું સાંસચિક મિથ્યાત્વ શ્રદધા–અશ્રદધા બંનેને મિશ્ર ભાવ છે. કારણ કે શ્રદ્ધાને અભાવ છે. પાંચમા અનાભોગિક મિથ્યાત્વમાં જીવ કેઈપણ પ્રકારનો ધર્મ કે દર્શન પામ્યું નથી. એવા એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવમાં શ્રદ્ધાના અભાવરૂપ મિથ્યાત્વ છે. શાસ્ત્રકાર મહર્ષિ એ મિથ્યાત્વને આમા મહાશત્રુ બતાવ્યું છે, અનેક કર્મબંધનું મૂળ છે, આથી મિથ્યાત્વ દશામાં જીવ ભારે કર્મો બાંધે છે, આથી મિથ્યાત્વથી બચવા માટે મિથ્યાત્વના સ્વરૂપ, જુદા જુદા પ્રકાર અનેક રીતે બતાવ્યા છે. અનાગિક મિથ્યાત્વ : મુખ્યતયા એકેન્દ્રિયાદિ જેને અજ્ઞાનની પ્રાધાન્યતાના કારણે જે મિથ્યાત્વ હોય છે તે અનાજોગિક મિથ્યાત્વ કહેવાય છે. એ કેન્દ્રિય Page #49 -------------------------------------------------------------------------- ________________ ૮૨૫ થી માંડીને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવને જે મિથ્યાત્વ હોય છે. તે આ પ્રકારનું અનાગિક મિથ્યાત્વ હોય છે. અવ્યકત અવસ્થામાં મિથ્યાત્વ પડેલું છે. અનન્તા નિગોદના જીવ પણ એકેન્દ્રિય જ છે. તેથી તેમને પણ બધા તનું સાચું જ્ઞાન ત્યાં નથી તેથી તે બધા પણ મિથ્યાત્વી જ કહેવાશે. વસ્તુ વિષયક અજ્ઞાનતા ના કારણે આ મિથ્યાત્વ ભરેલું હોય છે. એ પ્રમાણે આ મિથ્યાત્વના પાંચ ભેદ અનાદિકાળથી જીવની વૃત્તિ ઉપર આધારિત છે. તે ચાલ્યા આવે છે અને અનેક પ્રકારના કર્મબંધ કરાવે છે. છ ભેદ દ્વારા મિથ્યાત્વનું સ્વરૂપ લોકેત્તર દેવગત ગુરુગત પર્વગત લોકોત્તર દેવગત ગુરુગત પવગત लोक लोकोत्तर भेदे षड् विध, देव -गुरु वली पर्वजी, शक्ते तिहां लौकिक त्रण आदर, करतां प्रथम निगर्वजी । लोकोत्तर देव माने नियाणे, गुरु ते लक्षणहीना जी, पर्वनिष्ठ इहलोकने काजे, माने गुरुपद लीना जी ॥ ઉપાધ્યાયજી મહારાજ સજઝાયમાં આ પ્રમાણે લૌકિક અને લેકેત્તરના ભેદથી ૬ પ્રકારનાં મિથ્યાત્વ બતાવ્યા છે. લૌકિક એટલે કે લેક વ્યવહારમાં પ્રચલિત જે દેવ (ભગવાન) અને ગુરુ, પર્વ વગેરે માનવાં એ લૌકિક મિથ્યાત્વનું સ્વરૂપ થયું. (૧) લૌકિક દેવગત મિથ્યાત્વ - રાગી–ષી, અલ્પજ્ઞ, સંસારીને ભગવાનના રૂપે માનવા, મહાદિ દેથી ગ્રસ્ત એવા ભગવાન માનવા તે મિથ્યાત્વ કહેવાય છે. (૨) લૌકિક ગુરગત મિથ્યાત્વ : કંચન-કામિની ના ભેગી સંસારના સંગી, ભેગમાં આસકત કંદમૂળના ભક્ષક, અનાચાર ને સેવવાવાળા, પાપલીલામાં મસ્ત. તથા તપ-ત્યાગઆદિ રહિત એવા બાબા જેગી, ફકીર, સંન્યાસીનાપસ, વગેરે જે ૩૬ ગુણના ધારક નહીં હોવા છતાં પણ તેને ગુરુના રૂપમાં માનવા આ લૌકિક ગુરુગત મિથ્યાત્વ થયું. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૮૨૬ (૩) લૌકિક પર્વગત મિથ્યાત્વ જે લોકને વિષે પ્રસિધ્ધ છે એવા લૌકિક તહેવાર જેમાં તપ-ત્યાગ સાધના કાંઈ પણ નથી માત્ર ખાનપાન અને મનરંજન જ એક માત્ર. ઉદ્દેશ્ય છે જેવાકે હોળી, બળેવ, વગેરે તહેવાર માનવા મનાવવા આ. પ્રમાણેની માન્યતા એ પર્વગત મિથ્યાત્વ કહેવાય. ધર્માચરણના ક્ષેત્રમાં પર્વ આદિ પવિત્ર દિવસમાં કર્મક્ષય થાય તેવી આરાધના કરવી જોઈએ તે પ્રમાણે ન કરીએ અને તેનાથી વિપરીત કરીએ તો મિથ્યાત્વને દેષ લાગે છે. “માનં પુનત્ત રૂતિ પર્વ જે આત્માને પવિત્ર કરે છે તે જ પર્વ કહેવાય છે. આત્મા પવિત્ર કયારે થશે? જ્યારે અશુભ કર્મને ક્ષય થશે ત્યારે. અશુભ પાપ કર્મને ક્ષય કયારે થશે? જ્યારે વિશેષ પ્રકારે પર્વની આરાધના કરશું ત્યારે, પરંતુ લેકમાં પ્રસિદ્ધ એવા લૌકિક તહેવાર તપત્યાગની કર્મક્ષય કરનાર સાધના ન હોય, જેમાં માત્ર ખાવું, પીવું ને મનેરંજન હોય તેવા લૌકિક પર્વને માનવા એ લૌકિક પર્વગત મિથ્યાવ કહેવાય છે. (૪) કેતર દેવગત મિથ્યાત્વ : લોકોત્તર દેવાધિદેવ-વિતરાગ, સર્વદેષ રહિત–રાગદ્વેષ રહિત, –સ્ત્રી–શસ્ત્ર વગેરે સંબંધ રહિત સર્વજ્ઞ જેવા ભગવાન ને માનીને પણ આલોકના સુખની આકાંક્ષા, બધા પ્રકારના સંસારના સુખ મળે સારી પત્ની મળે, સંતાનની પ્રાપ્તિ થાય, ધનધાન્ય–સંપત્તિ અને સત્તા–પદ-પ્રતિષ્ઠાની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી આ બધું જ આપવાવાળા છે. એ દૃષ્ટિથી માનવું તથા માંગણી કરવી. અથવા એવી ઈચ્છા થી એવા વીતરાગીની બાધા-આખડી રાખવી વગેરે લોકોત્તર દેવગત મિથ્યાત્વ કહેવાશે. લોકેત્તરના ત્રણે ભેમાં માન્યતા સાચી છે. દેવગુરુ ધર્મનું સ્વરૂપ સાચું જાણે છે. પરંતુ આરાધના ઉપાસના જે હેતુથી કરે છે તે હેતુ છેટે છે. એ રીતે વિપરીત છે. જેમકે રસોઈમાં શીરો પુરી—ચા વગેરે બનાવવી છે. તમને શીરાનું સ્વરૂપ બરાબર ખબર છે પણ બનાવવાની વિધિનું જ્ઞાન સુવ્યવસ્થિત નથી અને જેમ તેમ એક કડાઈ માં લેટ–ઘી-સાકર–પાણું વગેરે ભેગા કરી દેશે તે એવી રીતે શીરો નહીં બને–તેથી રીત કે વિધી સાચા રૂપમાં નહીં જાણવાથી Page #51 -------------------------------------------------------------------------- ________________ ૮૨૭ બધી બાજી બગાડી જશે. એજ રીતે લેાકેાત્તર દેવ-ગુરુ-ધર્મની પ્રાપ્તિ તમને જરૂર થઈ છે પર ́તુ જે ઉપાસના-આરાધનાની રીત–પધ્ધતિ સારી રીતે જાણતા નથી અને આરાધનાની જે રીત બતાવી છે એ પ્રમાણેની આરાધના કરશેા નડી તે! સમ્યગ્ દેવાઢિ પણ મિથ્યાત્વના નિમિત્ત બની જશે. (૫) લેકોત્તર ગુરુગત મિથ્યાત્વ : પંચ મહાવ્રતધારી સ`સારના ત્યાગી—તપસ્વી—કચન કામિનીના ત્યાગી ૩૬ ગુણેાના ધારક સાધુ મુનિ મહારાજાઓને માનવા અહી માન્યતાતા સાચી છે, તેથી સાચા સાધુને ગુરુ માનવા છતાં પણ ઉપસનાની રીત અને હેતુ વિપરીત છે. તેઓ જ્યારે સંસારના ત્યાગી છે તે તેમની પાસે સંસારના બધા સુખ મળે એવા હેતુથી આશીર્વાદ લેવા, લગ્ન થઈ જાય, પત્નિ સારી મળે, પુત્ર-સંતાનની પ્રાપ્તિ થાય. સત્તા, સપત્તિની પ્રતિષ્ઠા સારી મળે, હું જેલમાંથી છૂટી જાઉં, સજાથી મુકત થઈ જાઉં, આ કેસમાં જીતી જાઉં, ઘેાડાની રેસમાં જીતી જાઉં, સંકટથી બચી જાઉ', મારા સર્વ રાગે! મટી જાય, મારી તકલીફેા દૂર થઈ જાય, વગેરે સાંસારિક સુખ ભેગાની ઇચ્છા અપેક્ષાથી સાધુ સંતા ને માનવા—પૂજવા–વંદન કરવા—અથવા આશીર્વાદ લેવા આ બધાના માટે જ તે મિથ્યાવૃત્તિ કહેવાય છે. આમાં સ્પષ્ટપણે રાગનુ –સ'સારનું પાષણ થાય છે, તેથી આ પ્રકારની મિથ્યા રીતને! ત્યાગ કરવે! હતાવર્ષ છે. (૬) લાકોત્તર પગત મિથ્યાત્વ : સર્વશ્રેષ્ઠ કમ નિર્જરા કારક માક્ષ પ્રાપ્તિના સહાયક જ્ઞાન પાંચમીમૌન એકાદશી,પાષ દશમ, આય બીલની નવપદજીની આળી તથા શ્રી પર્વાધિરાજ પર્યુષણ! મહા પર્વ એવ. સંવત્સરી મહાપર્વની આરાધના પણ જે કક્ષચ માટે કરવી જોઈ એ. એના બદલે એના સ્વરૂપને છેડીને જલ્દી લગ્ન થઈ જાય, ...એના માટે આયંબીલનીએળી કરવી, સારા પતિ મળે તેના માટે તપ કરવા, સતાન પ્રાપ્તિ માટે કાઈ પની આરાધના—તપશ્ચર્યા કરવી કુટુંબ કલેશની શાંતી થાય તેના માટે સ્વર્ગ પ્રાપ્તિ માટે સુખ ભાગેાની પ્રાપ્તિ દેહ સૌંદર્યાં રૂપ-સ્વરૂપ સારું સુંદર મળે તે હેતુથી ઉંચા પર્વની આરાધના સાંસારિક ઇચ્છાઓ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૮ થી સુખના હેતુથી પર્વની ઉપાસના કરવી એ લકેર પર્વગત મિથ્યાત્વનો પ્રકાર છે. તેથી આ પણ સવથા ત્યાજ્ય છે. - ઉપરોક્ત ત્રણે લોકોત્તર દેવ-ગુરુ–પવગત મિથ્યાત્વ ધમી આત્માને પણ હોઈ શકે છે. જે તેઓ આ વિધિથી કરે તે અથવા આ હેતુથી કરશે તે તેથી જેવી ઉંચી કક્ષા દેવ ગુરુ ધર્મની છે તેને તેવી જ ઉંચી કક્ષાથી રીતથી હેતુથી આરાધવા પણું જોઈએ. દેવ ગુરુ ધર્મના સ્વરૂપમાં મિથ્યાત્વ : अदेवे देव बुद्धिर्या, गुरुधीरगुरौ च या । अधमे धर्म बुद्धिश्च, मिथ्यात्वं तद्विपर्ययात् । અહીં દેવને અર્થ ભગવાન છે. જેમાં દેવને ગુણ ન હોય, જેમાં ભગવાનપણાનું સ્વરૂપ જ ન હોય તેમાં ભગવાન માનવું એમાં દેવ બુદ્ધિ ધારણ કરવી એવી રીતે જે ગુરુપદને લાયક જ નથી, જેમાં ગુરુનાં ગુણ જ ન હોય તેને ગુરુબુદ્ધિથી માનવા અને જે અધર્મ પાપ વ્યપાર છે એમાં ધર્મ માનવો એ મિથ્યાત્વ છે. સમ્યકત્વથી વિરુદ્ધ છે. તેથી મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વની વિપરીત સમ્યફવનું સ્વરૂપ બતાવતા હેમચન્દ્રાચાર્યએ ચગશાસ્ત્રમાં કહ્યું છે કે या देवे देवताबुद्धिर्गुरौ य गुरुतामतिः । ધર્મેશ ધર્મથી શુદ્ધા, સરવમિમુદતે ! જે વાસ્તવિક દેવ છે. વીતરાગી સર્વજ્ઞ અરિહંત છે એનામાં ભગવાનપણાની બુદ્ધિ રાખવી અને ગુરુપદ જે ૩૬ ગુણોથી યુક્ત છે એનામાં ગુરુપદની બુધિ ધારણ કરવી. તેમજ સર્વ ઉપદેશેલ મોક્ષમાર્ગ સાધક ધર્મને જ ધર્મ માનવાની બુધિ રાખવી એ સમ્યકત્વ કહેવાય છે, મિથ્યાત્વમાં જે સ્વરૂપ જેવું છે. એનાથી વિપરીત માનવાની વૃત્તિ છે. માટે આ પાપ છે. જ્યારે કે સમ્યફત્વમાં દેવ-ગુરૂ-ધર્મ વગેરેનું જે જેવું વાસ્તવિક યથાર્થ સ્વરૂપ છે. એ જ પ્રમાણે જાણવું, માનવું, અને આરાધવું, આ સત્ય સ્વરૂપ છે. એને એવું જ એક સ્વરૂપે માનવું એ સમ્યક્ત્વ કહેવાશે. સમ્યક્ત્વને અર્થ જ એ છે જે સત્યનો પક્ષપાતિ હોય. સ્વરૂપ અને પદથતિ બંનેમાં સત્યપણાનું આચરણ કરવાવાળે, સત્ય સ્વરૂપને જાણવા, માનવાવાળો જ સમ્પત્વિ કહેવાશે. તમને દેવ શબ્દના સ્વરૂપના વિષયમાં ભ્રમ ન થાય તેથી દેવ શબ્દથી કેને સમજવા એ જરા સ્પષ્ટ કરી દઉં. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૮૨૯ जो देवणवि देवा, जे देवा पंजलि नमसंति । तं देव - देव महिअं सिरसा वंदे महावीरम् ॥ સિધ્ધસ્તવ સૂત્ર (સિદ્ધાણું—બુદ્ધાણુ) ના આશ્લેાકમાં સ્પષ્ટ કહ્યું છે કે જે દેવાનાં પણ પૂજ્ય દેવ છે, અને જેને દેવતાઓ પણ અંજિલ બધ્ધ હાથ જોડીને નમસ્કાર કરે છે અને જે દેવતાઓના પણ સ્વામિ ઇન્દ્રઆદિથી પુજાએલ છે. એવા દેવાધિદેવ શ્રી મહાવીર સ્વામી ને મસ્તક ઝુકાવીને હું વંદન કરૂ છું. નમસ્કાર કરું છું હવે કેવા દેવને પૂજવા જોઈએ તે કહે છે. सर्वज्ञो जितरागादि दोषस्त्रैलोक्य पूजितः । यथास्थितार्थवादी च देवोऽर्हन् परमेश्वरः || ध्यातव्योऽयमुपास्योऽयमयं शरणभिष्यताम् । अस्यैव प्रतिपत्तव्यं शासनं चेतनाऽस्ति चेत् ॥ જે સજ્ઞ કેવળજ્ઞાની છે, ચરાચર અનન્ત બ્રહ્માંડ અને લે અલેાકના સર્વ ભાવને જાણવા વાળા છે. રાગ-દ્વેષ વગેરે દોષોને જેણે જીતી લીધા છે અને જેએ જિન જિનેશ્વર-વીતરાગ બની ચૂક્યા છે. હવે જેની પાસે અથવા સાથે રાગનું પ્રતિક સાધન શ્રી વગેરે નથી. અને દ્વેષનુ પ્રતિક શસ્ર આદિ નથી. જેમના બાહ્ય-અભ્યંતરદ્રવ્ય-- ભાવ ઉભયરૂપથી રાગ-દ્વેષના સવથા સંસર્ગ નથી. એવા વીતરાગ જે શૈલેાક્ય પૂજિત છે. ત્રણે લોકને વિષે જે પૂજનીય છે. તથા પદાર્થનું જગતનુ' જેવુ... સ્વરૂપ છે, તેવું જ યથા વાસ્તવિક સ્વરૂપ કહેવાવાળા છે. અનંતજ્ઞાનથી બતાવવાવાળા છે. મેાક્ષના સાચા માર્ગ બતાવવાવાળા છે, કર્મોના ક્ષય કર્યો છે જેણે એવા સર્વજ્ઞ અરિહંત ભગવાનને જ પરમેશ્વર પરમાત્મા માનવા એ જ પરમાત્માનું શુદ્ધ સાચુ સ્વરૂપ છે. સમ્યગ્ સ્વરૂપ છે અને તેનાથી વિપરીત રાગી દ્વેષીને દેવ માનવા એ મિથ્યા સ્વરૂપ છે અને જેવું શુદ્ધ સ્વરૂપ જાણીએ છીએ, માનીએ છીએ, તેા આરાધના ઉપાસના પણ એજ રીતે કરવી જોઇએ શ્રદ્ધા અને સાધના વિપરીત નહી હાવી જોઈએ જો તમારામાં સત્—અસત્, સાચા—જૂઠા, સારા-ખરાબ, યથાઅયથા, આ પરીક્ષા કરવાની સાચી ચેતના સમ્યગ્ બુદ્ધિ છે. તે આ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૮૩૦ પરમેશ્વરનું જ ધ્યાન કરજો, ઉપાસના કરજે. આનું જ શરણું સ્વીકાર અને એના જ શાસન (ધર્મ) ને સ્વીકાર કરે તે જ શ્રદ્ધા પણ સમ્યગૂ થશે, અને સાધના પણ સમ્યગૂ થશે એવી જ રીતે ગુરુ અને ધર્મના સ્વરૂપમાં પણ માન્યતા અને જાણકારીની સાચી સમ્યક શ્રદ્ધા તથા ઉપાસના અને આરાધનાનું આચરણ પણ સમ્યફપણે કરવું. આ ઉભયપક્ષી સભ્યત્વ કહેવાશે અન્યથા તદવિપરીત માનવું અને જાણવું તથા આરાધવું ઉભચરૂપથી મિથ્યાભાવ કહેવાશે. મિથ્યાત્વના ૨૧ પ્રકાર મિથ્યાત્વની ૧૦ સંજ્ઞા અભિગ્રહિકાદિ ૬ દેવગુરુ ધર્મગત ૫ મુખ્ય ભેદ (૧૦ + ૫+૬=૧૧.) એ પ્રમાણે ર૧ પ્રકારનું મિથ્યાત્વ જે જગતમાં પ્રચલિત છે તે અનાદી કાળથી છે અને અનન્તકાળ સુધી રહેશે હંમેશા મિથ્યાત્વીઓની સંખ્યા સમ્યફવી ઓની સંખ્યા કરતાં વધારે જ રહેશે જેમ કે ધમીઓની સંખ્યા કરતાં અધમીઓની સંખ્યા વધારે જ હોય છે. આ સંસારનું સ્વરૂપ એવું જ છે. મિથ્યાત્વી તે બધા જ છે, પરંતુ આમાંથી જ સમજીને જાણીને સાચી સમજણ પ્રાપ્ત કરીને મિથ્યાવૃત્તિને દૂર કરવી જોઈએ અને સમ્યક્ત્વને પ્રાપ્ત કરવું જોઈએ જેમ કે સંસારમાં બધા બાળકે જન્મથી તે અજ્ઞાની-નાદાન–અને નાસમજ હોય છે, પરંતુ ૧૫, ૨૦, ૨૫ વર્ષ સુધી એમને ભણાવી-ગણાવીને વિદ્વાન હોંશિયાર બનાવવામાં આવે છે. એ જ પ્રમાણે સંસારમાં ઉપન નિગેદથી માંડીને આજ સુધીના બધા જીવ મિથ્યાત્વી જ છે. પરંતુ ગુરુ ભગવંતે દ્વારા, શાસ્ત્રો દ્વારા, સિદ્ધાતનું સાચું ન્યથાર્થ સમ્યગ્ર સ્વરૂપ સમજીને મિથ્યાવને એને છોડવાને પ્રબળ પુરુષાર્થ કરવા જોઈએ અને સમ્યકત્વ પ્રાપ્ત કરવું જોઈએ. આત્મા આદિ પદાર્થોમાં મિથ્યાત્વ: જેમ દેવ-ગુરુ-ધર્મને વિચાર કર્યો તેમજ જગતના દ્રશ્ય–અદ્રશ્ય અનેક પદાર્થ છે. અનેક ત છે. એને વિષે પણ ઉચિત વિચાર કરવો જોઈએ. અનેક વિષયોમાં પણ જે અજ્ઞાન છે, જે વિપરીત જ્ઞાન છે, જે વિપરીત શ્રદ્ધા છે. એને તે દૂર કરવી જ જોઈએ. એવા તને વિચાર કરતાં મુખ્યરૂપે નવ તત્વ પ્રમુખ છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૮૩૧ ૮૩૧ જીવાદિ મુખ્ય નવતત્ત્વ :| | | | | | જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિર્જરા બંધ મેક્ષ ૧૪ ૧૪ ૪૨ ૮૨ ૪ર પ૭ ૧૨ ૪ ૯ અજીવના ભેદ ૩ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય કાળ પુદ્ગલાસ્તિકાય ઉપરોક્ત ચાર્ટમાં બતાવેલ સંક્ષેપથી જગતના મુળભૂત બધા પદાર્થો નવ તત્ત્વોની સંખ્યામાં સમાવેશ કરેલ છે. એનું વિસ્તારથી વિવેચન કર્યું નથી. જે નવ તત્ત્વનું સ્વતંત્રપણે વિવેચન કરવામાં આવે તે એક બીજી પુસ્તકનું નિર્માણ થઈ જાય ચાર પ્રકરણમાં બીજું પ્રકરણ નવતત્વની પુસ્તક સુલભ છે. જિજ્ઞાસુ વગે તેને મેળવીને અવશ્ય અભ્યાસ કરી લેવો. અહીં મિથ્યાત્વ સંબંધી વિષય છે. તેથી એક દષ્ટિકોણથી વિચાર વિમર્શ કરીશું, વિશેષ જિજ્ઞાસુઓએ ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજાને લખેલ ગ્રંથ અધ્યાત્મસારમાં લખેલ મિથ્યાત્વ ત્યાગ, અને સમ્યકૂવાધિકારનું વિવેચન જરૂરથી વાંચી લેવું, એ જ પ્રમાણે મુનિ સુંદર સૂરિ વિરચીત અધ્યાત્મ કપકુમ ગ્રંથમાં પણ મિથ્યાત્વ ત્યાગ અધિકારનું સુંદર વિવેચન છે. એ પણ વાંચી લેવું. એ જ પ્રમાણે અનેક ગ્રંથોમાં શાસ્ત્રમાં સુંદર વિવેચન છે. કહેવાનો અર્થ એ છે કે આતમા–મોક્ષ વગેરેના અસ્તિત્વનું અને સ્વરૂપનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત - કરવું જોઈએ, વિપરીત અને વિકૃતજ્ઞાન મિથ્યાત્વને ઉત્પન્ન કરશે. - મિથ્યાત્વની વૃદ્ધિ કરશે. સમ્યક્ત્વથી દૂર રાખશે. એવા મિથ્યાત્વને જન્મ આપવાવાળી છ પ્રકારની વૃત્તિ બતાવી છે. તેને વિપ્રતિપત્તિઓ કહેવામાં આવે છે. નીચે પ્રમાણે છે. नास्ति नित्यो न कर्ता च न मोक्तात्मा न निवृत्तः । तदुपायश्च नेत्याहुमिथ्यात्वस्य पदानि षट् ॥ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૮૩૨ (૧) પંચમહાભૂતથી ભિન્ન કેઈ આત્મા છે જ નહીં. તથા અનુત્પન્ન અવિનશ્વર અને એક સ્થિરતાના સ્વભાવવાળો. આમા નિત્ય નથી, (૩) આત્મા નિષ્ક્રિય છે, તેથી કોઈ પ્રકારના કર્મને કર્તા નથી. તે જ રીતે આત્મા કર્મના ફળને ભેગવવાવાળે પણ નથી. માટે ભક્તા પણ નથી. ) અને કર્મ વગેરે કાંઈ બાંધતો પણ નથી તેથી મેક્ષ વગેરે કાંઈજ નથી. છે અને જ્યારે મેક્ષ જ નથી. તે તેની પ્રાપ્તિને રસ્તે ઉપાય-કે સાધન કાંઈ જ ન હોય. આ રીતની વિચારધારા નાસ્તિભાવની માન્યતામાં મિથ્યાત્વના ૬ સ્થાન છે. આ છઃ પ્રકારની વિચારધારાવાળે વ્યક્તિ મિથ્યાત્વી કહેવાશે. પાશ્ચાત્ય દેશોમાં આજે પણ એક એવો વિચારક પક્ષ ચાલી રહ્યો છે. જે પોતાની જાતને અજ્ઞાનવાદી Agnostic કહે છે. તેઓ અજ્ઞાની છે. એમાં જ તેમને આનંદ છે. અને જગતમાં આત્મા-પુણ્ય–પાપ–સ્વર્ગ –નરક-મેક્ષ–પરમેશ્વર જેવાં કાંઈ પણ ત નથી એવી તેમની માન્યતા છે. તેથી તેઓ ખુશ છે. ચાર્વાક– [નાસ્તિક] મતવાદી વિચારધારા તે સંસારમાં લાખોની પાસે જન્મજાત છે. કેવલ કાંઈ પણ છે જ નહી? કેઈ અદ્રશ્ય પદાર્થની સતા અસ્તિત્વ માનવું જ નહીં પદ માન્યતા અને જે છે એને વિપરીત રૂપે માનવું આ મિથ્યાત્વ અવશ્ય ત્યાજ્ય છે. વિચારધારાને હકારાત્મક બનાવો POSITIVE બનાવો અને પછી આત્મા આદિ બધા પદાર્થો ને તર્ક સહિત, યુકિત-યુકત અભ્યાસ કરે. બધાનું સાચું સ્વરૂપ જણાશે “અન્ના નું મમ” અજ્ઞાન એ જ મહા . ભયંકર પાપ છે મિથ્યાત્વનું મૂળ અજ્ઞાન છે. તેથી સમ્યકજ્ઞાનની પ્રાપ્તિને પ્રયત્ન કરવો જોઈએ. કમબંધને હેતુ મિથ્યાત્વ - मिथ्यादर्शनाऽविरतिप्रमाद-कषाय-योगा-बन्ध हेतवः ।।९।। તત્ત્વાર્થના આ સૂત્રમાં કર્મબંધના જે પાંચ કારણ બતાવ્યા છે. એમાં મિથ્યાત્વ સર્વ પ્રથમ કર્મબંધનું કારણ છે. તેથી નિગાદની અવ્યક્ત અવસ્થામાં પડેલા અનન્ત જીવોને પણ ભયંકર કર્મને બંધ મિથ્યાત્વ હેતુના કારણે સતત થાય છે. મિથ્યાત્વની હાજરીમાં કર્મોની સ્થિતિ પણ ઘણી લાંબી લાંબી બંધાય છે અને આજે એજ મિથ્યા-- Page #57 -------------------------------------------------------------------------- ________________ ૮૩૩ અવની દશા અમારી પણ રહી તે પછી શું ફેર પડે? અને જ્યાં સુધી મિથ્યાત્વ રહેશે ત્યાં સુધી કર્મ બંધને લાંબે સંસાર ચાલતો જ રહેવાને તેથી મિથ્યાત્વશલ્યને ૧૮ પાપસ્થાનકમાં છેલ્લો નંબર આવેલ છે તે હૃદયમાં તીર અથવા પગમાં કાંટાની જેમ આ મિથ્યાત્વશલ્યની જેમ પડેલું છે. માટે તમને સારી રીતે ચાલવા નહીં દે. એ જ પ્રમાણે મિથ્યાત્વનું આ શલ્ય, સત્યરૂપે આત્માદિ પદાર્થોને માનવા–સમજવા નહીં દે અને જ્યાં સુધી કેઈ જીવ આત્માદિ પદાર્થોનું સત્યરૂપે માનશે નહીં તેને જાણશે નહીં ત્યાં સુધી આચરણ કેવી રીતે કરશે ? કારણ કે ધર્મ શું છે? જે તત્વજ્ઞાનના સિધ્ધાંત છે તેનું જ આચરણ ધર્મ છે. તેથી મિથ્યાત્વી ધર્મનું આચરણ કેવી રીતે કરશે ? તેથીજ આ મિથ્યાત્વને આત્માને વિષે રહેલા કાંટાની ઉપમા આપી છે. એજ પરમ રેગ છે. પરમ અંધકાર રૂપ છે અર્થાત્ અજ્ઞાનરૂપ છે. આ જ મિથ્યાત્વ આતમને પરમ શત્રુ છે. આત્માને ઘાતકરનાર આ જ પરમ શસ્ત્ર–અસ્ત્ર છે આમાને માટે તો આ પરમ નરક છે. પરમ દર્ભાગ્ય છે પરમ દારિદ્ર છે. પરમ સંકટ છે. પરમ કાંતાર, અને મહા દુભિક્ષ પણ એ જ છે. તેથી . स्वाध्यायेन गुरोभक्त्या, दीक्षया तपसा तथा । येन केनोद्यमैनैव, मिथ्यात्वशल्यमुद्धरेत् ।। સ્વાધ્યાય અધ્યયનની ગુરુભકિતથી દીક્ષાથી તથા તપથી આદિ કઈ પણ ઉપાયે મિથ્યાત્વના આ કાંટાને બહાર કાઢવો જ જોઈએ. સેયથી જેમ કાંટે કાઢીએ તેજ રીતે આ કાંટો પણ આમામાં ફસાયેલ છે. તેથી યેન-કેન પ્રકારેણ તેને કાઢીને જ જપવું જોઈએ. અર્થ છે એનો કે યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણની પ્રક્રિયા જાણને અપૂર્વ શક્તિ લગાડવી જોઈએ. સાચા તત્ત્વજ્ઞાનને જાણવું જોઈએ. અને સમ્યગદર્શન, સમ્યગૂશ્રદ્ધા અર્થાત્ સત્ય તત્ત્વની શ્રધ્ધા ધારણ કરવી જ જોઈએ. કમબંધના હેતુરૂપ મિથ્યાત્વ : શાસ્ત્રોમાં મુખ્ય ૧૮ પાપસ્થાનક બતાવ્યા છે તેમાં મિથ્યાત્વને પાપસ્થાનક કેમ કહ્યું છે? મિથ્યાત્વને પાપસ્થાનક એટલા માટે કહ્યું છે કે તેમાં મન દ્વારા તવાદિ વિષયમાં જે વિચાર કરવામાં આવે છે Page #58 -------------------------------------------------------------------------- ________________ ૮૩૪ તે વાસ્તવિક સત્યથી વિપરીત જ હોય છે, તેમજ અશ્રદ્ધા અને અજ્ઞાન સ્વરૂપે હોય છે. તેવી રીતે જેવું વિચારે છે તેવું વ્યવહારમાં બેલે–ચાલે છે. આવી રીતે મન-વચન અને કાયાની વિપરીત મિથ્યાપ્રવૃતિ પાપકર્મ બંધાવામાં કારણ બને છે. મિથ્યાત્વને અવ્વલ નંબરને કર્મબંધને હેતુ ગણે છે. નિયતિના વિતવધ હેતવઃ જ્યાં સુધી મિથ્યાત્વ રહેશે ત્યાં સુધી કર્મબંધને લાંબે સંસાર, ચાલતો રહેશે.... - મિથ્યાત્વ આત્માના સમ્યગદર્શન ગુણેને અવરોધક છે. આથી, તેને સારે કેવી રીતે કહેવાય? જે આત્માને વિપરીત જ્ઞાન–અજ્ઞાનઅશ્રદ્ધામાં રાખે તેને અશુભ પાપ ન કહે તે પુણ્યરૂપ શુભ કેવી રીતે કહેવાય ? જ્યારે શુભ નથી ત્યારે અશુભરૂપ પાપ જ કહેવાશે. મિથ્યાત્વ આત્માને ભારે કર્મ બંધાવે છે. બંધની સ્થિતિ ઉત્કૃષ્ટ પડે છે. આત્માને વિકાસ થવા દેતો નથી અને દીર્ઘકાળ સુધી આત્માને સંસારમાં પરિભ્રમણ કરાવે છે તેથી જ તેને આત્માને ખતરનાક શત્રુ રૂ૫ પાપ કર્મ કર્યું છે. મિથ્યાત્વ એ આત્મગુણઘાતક છે. ઝેર, સર્પ અને વેશ્યાથી જેટલું નુકશાન નથી થતું કદાચ તેનાં કરતા અનેકગણું નુકશાન મિથ્યાત્વથી થાય છે. સપના ડંસથી સંભવ છે કે એક વખત જ મૃત્યુ થશે પરંતુ મિથ્યાત્વના કારણે અનેકવાર મરીને જીવને નરકાદિ ગતિમાં જવું પડશે. મિથ્યાત્વ આત્માના સમ્યગદર્શન ગુણને ઘાત કરે છે. અને આમાની જ્ઞાન-સ્વભાવ દશાને કુંઠિત કરે છે. જ્ઞાન આત્માને મૂળભૂત ગુણ છે તે જ્ઞાનદશાને મિથ્યાત્વ વિપરીત કરી દે દે છે. આથી મિથ્યાત્વી યથાર્થ સત્યને વિપરીત અસત્ય માને છે. એટલા માટે મિથ્યાત્વ શલ્યને અઢાર પાપસ્થાનના કામમાં ૧૮માં કમે બતાવ્યું છે. હૃદય પર તીરે...! પરમકાન્તાર અને મહાદુભિક્ષ છે. આથી. - મહાપુરુષોએ મિથ્યાત્વને માત્ર પાપ જ નહી પરંતુ સર્વ પાપમાં સૌથી મોટું મહાભયંકર પાપ કહ્યું છે. આવું પાપ સર્વથા હેય–ત્યજવા ગ્ય તેમજ અનાચરણીય છે. આથી આપણે તેનાથી બચવું જોઈએ. અને સર્વ જી મિથ્યાત્વને ત્યાગ કરીને સમ્યફ શ્રધ્ધા ધારણ કરીને મેક્ષને પ્રાપ્ત કરે એજ શુભેચ્છા. 卐सर्वे श्रद्धालवाः सन्तु ॥ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૧. શ્રી કલ્યાણભાઈ સી. ગાંધી ૧૨. શ્રી નરેશભાઈ રતીલાલ પરીખ | શ્રી ચંદ્રકાન્ત રતીલાલ શ્રી હેમેન્દ્રભાઈ ૨મણલાલ શ્રી જયંતિલાલ કેશવલાલ વકીલ શ્રી રસીકલાલ કેશવલાલ શ્રી અરૂણભાઈ જયંતિલાલ દલાલ ૧૮. શ્રી અરૂણ ભાઈ સારાભાઈ શ્રી સુરેન્દ્રભાઈ શાન્તીલાલ ૨૦. શ્રી પ્રમોદભાઈ ત્રીકમલાલ ૨૧. શ્રી રમેશચંદ્ર મફતલાલ વખારીયા શ્રી બાબુભાઈ ચીમનલાલ શ્રી મુકુંદભાઈ નવીનચંદ્ર સંઘવી શ્રી જયંતભાઇ રાજેન્દ્રભાઈ શ્રી વિનોદભાઇ મણીલાલ (કે. એટ) શ્રી અજયભાઇ મહેન્દ્રભાઇ (કે.પટ) ૨૭. શ્રી જયેશભાઈ ચંપકલાલ ભણસાલી (કે.ઓપ્ટ) (મુનીમ શ્રી ૨મેશભાઈ સી. શાહ) Education International www.jainelibrar Page #60 -------------------------------------------------------------------------- ________________ - શ્રી ધર્મ નાથસ્વામિને નમ : HT પ. પૂ. આચાર્ય દેવ વિજય પ. પૂ. મુનિરાજશ્રી સુબોધસૂરીશ્વરજી મ. સા. અરૂણવિજયજી મ. સા. વર્ષોથી જૈન શાસનની વિવિધ માર્ગે સેવા કરતી સંસ્થા શ્રી મહાવીર વિદ્યાથી કલ્યાણ કેન્દ્ર મુંબઈ) 39, વસંત વિલાસ, 2 જે માળે, ડૅ. ડી. ડી. સાઠે માગ, પ્રાર્થના સમાજ | મુંબઈ-૪૦૦૦૦૪ ના સૌજન્યથી આ પ્રવચન પુસ્તિકા છપાવી પ્રસિદ્ધ કરવામાં આવી છે. પૂ. મુનિરાજશ્રી અરૂણવિજયજી મ. સા. દ્વારા લખાયેલી પુસ્તકો ઉપરોક્ત સંસ્થા તરફથી પ્રસિદ્ધકરવામાં આવી છે 0 કમ તણી ગતિ ન્યારી. 0 સચિત્ર ગણધરવાદ ભાગ-૧, 2 0 ભાવના ભવનાશિનિ 9 શ્રી નમસ્કાર મહામંત્રનું અનુપ્રેક્ષાત્મક વિજ્ઞાન 0 પાપ વી સંજ્ઞા મારી મારા- 1, 2 (હિન્દી) 0 વમ શ્રી તિ રચાર (ક્રિ) ( 9 પાપની સજા ભારે... ઉપરોક્ત તાત્વિક સચિત્ર સાહિત્ય મેળવીને વાંચવા ખાસ વિનંતિ છે. Ja Euonan inelibrary.org