________________
૮૨૦
છે તે તે ભગવાન હોય છે કે જે ભગવાન હોય છે તે અરિહંત હોય છે? આ તર્કને ઉત્તર આપણે જે એવો આપીએ કે જે જે ભગવાન હોય છે. તે અરિહંત હોય છે. તો વિચારો આ કયાં સુધી સાચુ લાગે? કારણ સંસારમાં ભગવાન કેટલા પ્રકારના હોય છે, તથા ભગવાન શબ્દનો અર્થ કેટલાય થાય છે, ભેગલીલા કરવાવાળાને પણ લોકે ભગવાન કહે છે. કેઈ પોતાની જાતે જ ભગવાન બની બેઠા છે. કેઈ સંગથી સમાધી એવા પાપાચાર, દુરાચાર તેમજ દંભ ચલાવવા વાળા ભગવાન કહેવડાવે છે, કેઈ ચમત્કારને બતાવીને ભગવાન બનાવાને સ્વાંગ રચે છે. આવી રીતે કર્મયુક્ત રાગદ્વેષી કાંઈક ભગવાન બની બેસે છે. તેઓ અરિહંત કેવી રીતે થઈ શકે કેમ કે અરિહંત તો રાગદ્વેષાદિ અત્યંતર કર્મ શત્રુ રહિત હોય છે. એટલે જે જે ભગવાન હોય છે. તે અરિહંત છે. એવું માનવું કે કહેવું સાચુ નથી; તર્કયુક્તિ શૂન્ય છે. “નમુત્થણું અરિહંતાણું ભગવંતાણું” આ પાઠની રચનાનો જે ક્રમ છે, તે તર્કયુક્તિના પ્રમાણને સિદ્ધ કરે છે, આથી જે જે અરિહંત છે તે ભગવાન અવશ્ય કહેવાય છે. આ દષ્ટિકોણથી વિચાર કરતાં બધા ભગવાન એક જ છે. એ વાત રત્તીભર પણ સાચી લાગતી નથી.
એક સજજને પ્રશ્ન કર્યો કે ભક્તામર સ્તોત્ર આદિ ઘણી સ્તુતિએમાં ઘણાં ભગવાનના નામ એક સાથે લઈને નમસ્કાર કરાયો છે. તે તેમાં શું સમજવું જોઈએ. ઉદાહરણ માટે.
"भवबीजाँकुर जनना रागादयो क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥"
बुद्धस्त्वमेव विबुधार्चित-बुद्धि-बोधात् ।
त्वं शंकरोऽसि भुवनत्रय शंकरत्वात् । धातासि धीर ! शिवमार्गविधे-विधानात्
व्यक्त त्वमेव भगवन् ! पुरुषोत्तमोऽसि । આ સ્તુતિઓમાં બ્રહ્મા, વિષ્ણુ, હર–મહાદેવ તથા જિનેશ્વર ભગવાન આદિ સર્વને એક સાથે નમસ્કાર કર્યા છે. તેવી જ રીતે ભક્તામર સ્તોત્રમાં પણ બુધ, શંકર, ધાતા-વિધાતા, પુરૂષોત્તમ આદિ ભગવાનના નામને એક સાથે ઉલ્લેખ કરીને નમસ્કાર કરાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org