________________
૮૧૯
શાસ્ત્રમાં સ્યાદ્વાદ દષ્ટિથી આત્માદિ પદાર્થોને કથંચિત્ નિત્યાનિત્ય -વગેરે જણાવ્યા હોય તે જ શાસ્ત્ર તાપથી પણ શુધ્ધ હવાથી સંપૂર્ણ શુદ્ધ ગણાય.
એ પ્રમાણે શાસ્ત્રમાં બતાવેલી પરીક્ષા દ્વારા કસોટી કરીને પછી ધર્મને અંગીકાર કરવો. આવી સૂક્ષમ અહિંસા ભગવાન મહાવીર દેવે પાળી છે. જેવું કથન છે. તેવું આચરણ છે તો તે મહાવીર ભગવાન કહેવાય અહિંસા પરમો ધર્મ એમ કહેવાય છતાં અહિંસાનું પાલન થાય તેવા આચાર ન કહ્યાં હોય તે અહિંસા કહેવા માત્ર છે. સોનાને ગીલેટ ચડાવેલા પિત્તળ જેવી છે, છેદ કે તાપની પરીક્ષામાં ટકે તેવી નથી. હેય–ઉપાદેય તનું અથવા કર્તવ્ય-અકર્તવ્યનું વર્ણન જેવું કર્યું હોય અને તેવી રીતે પાળી શકાય એવા આચારો પણ કહ્યા હોય તે તે કથન સત્ય કહેવાય. જેનશાસનમાં અહિંસાનું જેવું વર્ણન (વિધાન) કરેલું છે, તે જ રીતે તેનું પાલન થાય તેવા આચારો પણ કહેલા છે, એવી રીતે ગુરૂની પણ તથા ઉપર કહ્યા પ્રમાણે ધર્મની પરીક્ષા કરી અને પછી અંગીકાર કરવું. પરીક્ષા કરીને જે અંગીકાર કરવામાં આવે તે ઠગાવાનું ન બને. તેજ રીતે સ્પષ્ટ પરીક્ષા નહીં કરીએ તે સાચા–જૂઠા, સારા-ખરાબ, વિશ્વાસુ–ઢોંગી બધાને એક સરખા માનવાની ભૂલ બીજા નંબરને અનભિગ્રહિક મિથ્યાતવી કરી બેસશે, તેથી આ મિથ્યાત્વી એક પતિવ્રતા સમી શીયળવતી સન્નારીના જે નહીં હોય પરંતુ વેશ્યા જે કહેવાશે. તેથી આ પાપસ્થાન ત્યાજય છે,
આથી જ ધર્મ શાસ્ત્રીએ આપણને કસોટીરૂપ સિધ્ધાંત બતાવ્યો છે. જેનાથી આપણે ભગવાન અને ધર્મની પરીક્ષા કરી શકીએ. ઉદાહરણ માટે “નમે અરિહંતાણું” પડ્યું છેઆમાં અરિહંત પરમાત્માને નમસ્કાર કર્યો છે. ભગવાનને અરિહંત પદથી સંબોધન કર્યું છે. અરિક આંતરશત્રુ, કામ, ક્રોધ, માન, માયા લેભ, રાગ, દ્વેષાદિ આત્માના અત્યંતર શત્રુ છે. “હંત” અર્થાત્ હણવું, નાશ કરવો, અરિહંત અર્થાત્ રાગઠેષાદિ આંતરશત્રુના વિજેતા એવા અરિહંત પરમાત્માને નમસ્કાર કર્યા છે. નમુત્થણુંના પાઠમાં “નમુત્થણું અરિહંતાણું ભગવંતાણું” - આ શબ્દ પહેલી સંપદામાં બતાવેલ છે. તેને અર્થ છે “અરિહંત -ભગવંતને નમસ્કાર હો” અહીં પ્રશ્ન ઉઠે છે કે જે જે અરિહંત હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org