________________
૮૧૬
એને જે ગાળે હતું અને તે મુલ્લો બળે હોવાથી તેના ગળામાંથી નીકળી જતો હતો રાજાને વાત કરી તો તેણે પ્રધાનને કહ્યું કે તે પછી આ ગાળે જેના ગળામાં ફીટ થતું હોય તેવી વ્યક્તિને ગામમાંથી શોધી લા. શોધ કરતાં કરતાં પેલે શિષ્ય જે ખાઈપી ને અલમસ્ત બનેલો હતો તેને લાવવામાં આવ્યો. તેણે પૂછ્યું કે મારે શું વાંક છે? શા માટે શૂળી? ત્યારે પ્રધાને કહ્યું કે રાજાને હુકમ છે કે આ શુળીને ગાળો જેના ગળામાં ફીટ થતો હોય તેને પકડી લાવો તેથી તમને સજા ફરમાન થઈ છે. શિષ્યની સાન ઠેકાણે આવી ગુરુની વાત યાદ આવી ગુરુજીએ કહ્યું હતું કે જ્યાં સેના ને પિત્તળની સરખી ગણત્રી થતી હોય તે સ્થાનમાં રહેવું ઉચિત નથી શિષ્ય કહ્યું કે શૂળીએ ચઢવા પહેલાં મારી એક ઈરછા ગુરુને મળવાની છે. છેલ્લી ઈચ્છા પૂર્ણ કરાવવા માટે બાજુના ગામમાંથી ગુરુજીને તેડાવ્યા. ગુરુજીએ આવી સર્વ હકીકત જાણી પછી રાજાને કહ્યું કે ખરાખોટાની પરીક્ષા કરવી જોઈએ. જેણે ચેરી કરી છે તેને સજા આપવી જોઈએ અને તેને સજા મળી જ ગઈ છે, એ પ્રમાણે બુદ્ધિથી શિષ્યને છોડાવી દીધો. પછી ગુરુએ કહ્યું કે જેને ખરાખોટાનું ભાન નથી. જ્યાં હીરો ને કાંચ સર જ ગણાય છે. એવા ગામને વિષે રહેવું ઉચીત નથી. પછી ત્યાંથી ચાલ્યા ગયા. એ પ્રમાણે પરીક્ષા કર્યા વિના બધા જ ધર્મ સરખા બધા ગુરુદેવ સરખા, બધા ભગવાન સરખા એવું માની લેવું, બુદ્ધિ જ ન ચલાવવી એ મિથ્યાવૃત્તિ છે. રસ્તા ઉપર જેમ ફેરીવાળો બોલે છે કે બધી જ વસ્તુ છ છ આનામાં કાઈ પણ માલ ઉઠાવો બધાની કીમત સરખી છે. બધા જ છ આના બસ એવી જ વૃત્તિ અનભિગ્રહિક મિથ્યાવીની છે.
બધુ જ છે, છ, આના છે.
ઓ ફેરીવાળો જે દશપૈસા, ચારઆના, આઠ આનાની વસ્તુની કિંમત ૬ આના અને બે–ચાર–આઠ રૂપિયાની વસ્તુની કિંમત પણ ૬ આના, આમ બધાને એક જેવી બતાવે છે, તેવી રીતે અનભિગ્રહિક મિથ્યાત્વી જીવની વૃત્તિ હેય છે
પરંતુ આ અનભિગ્રહિક મિથ્યાત્વી જીવ જે કે મંદબુધિ વાળો છે. તે બુદ્ધિનો ઉપયોગ કરવાની માથાકૂટમાં પડતા નથી. તેનામાં પરીક્ષા કે તુલના કરવાની વૃત્તી નથી. આવી રીતે તર્ક યુક્તિપૂર્વક વિચાર કરવી અનભિગ્રહિક મિથ્યાત્વી માટે ઘણું મુકેલ છે. તેથી તે રાગી–ષી દેવ ભેગ-લીલાવાળા, પાપપ્રવૃત્તિવાળા અને વિતરાગી–સર્વજ્ઞ–અરિહંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org