________________
૮૧૩
મિથ્યાત્વના પાંચ પ્રકાર –
અભિગ્રહિક અનભિગ્રહિક અભિનિવેશિક સાંશયિક અનાભોગિક (૧) અભિગ્રહિક મિથ્યાત્વ –
શાસ્ત્રકાર મહાપુરુષોએ મિથ્યાવના ઉપર જણાવેલ પાંચ પ્રકાર બતાવ્યા છે. ઘણા લોકો એમ કહેતા હોય છે કે અમે જે ગ્રહણ કર્યું છે એ સાચો ધર્મ છે. પિત–પિતાના મતને આગ્રહ રાખો પછી ભલે એ ખોટું જ હોય તે પણ એને જ માનવું આ અભિગ્રહિક મિથ્યાત્વ થયું આ દુરાગ્રહી છે. ગમે તેવું છે ભલે જવું છે પરત અમારું છે. અમારા બાપ-દાદાનું છે. તેથી અમે નહીં છોડીએ, દા.ત. "तातस्य कूपोऽयं इति ब्रुवाणांक्षारं जलं कापुरूषाः पिबन्ति”
આ મારે બાપને કુવે છે, એવું બોલનાર કાયર પુરુષ બીજે મીઠું પાણી મળવા છતાં પણ ખારું પાણી પીવે છે. ગાયને ગૌ માતા માને છે. એમાં ૩૩ ક્રોડ દેવતાને વાસ માને છે. એની પૂજા કરે છે. એવી માન્યતાવાળી ગાય માતાને પછી યજ્ઞ હેમ વગેરમાં એના વધુ રૂપી હીંસાને શું ધર્મની વૃત્તિના નામે ઓળખાવવી એ સમ્યફ વૃત્તિ હોઈ શકે? શું અગ્નિહોત્ર યજ્ઞ અને અશ્વમેઘ યજ્ઞ જેવા હિંસક યજ્ઞ કરવાથી વર્ગની પ્રાપ્તિ થઈ શકે ? છતાં પણ અમે આ અમારી માન્યતાને નહીં છોડીએ એવી વૃત્તિ જે મિથ્યા આગ્રહ રૂપ' છે. એ જ અભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય છે. એ વર્જવા યોગ્ય છે. દુરાગ્રહના કારણે વિવેક રૂપ દીપક જેને બુઝાઈ ગયો છે. એવા અવિવેકી, પાખંડી, અને પાપાચારની ગલીલા ચલાવવાવાળા એને ધર્મ માનીને એમાં જ પડેલા છે એમાંથી બહાર નીકળવાની ઈચ્છા પણ નહીં કરવાવાળા અભિગ્રહિક મિથ્યાત્વ ગ્રસ્ત છે.
વિપરીત બુદ્ધિને કારણે કંઈપણ અતાત્વિક દર્શનને સત્ય માનવા અને સત્ય તત્વ પ્રતિ અશ્રદધારૂપ અભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય છે. પાણીના પ્રવાહ રૂપે આવેલ માન્યતાને સમજ્યા, વિચાર્યા વગર પકડી રાખવું, પોતે જે કહે છે તે જ સાચુ તે કદાગ્રહ રાખવો તેમાં સત્યાસત્યની પરીક્ષા ન કરવી તે અભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org