________________
૭૯૭ ઠંડક જરૂર લાગશે, પરંતુ પીવામાં આવશે તો ઝેર જેવી અસર થવાથી મરી પણ જવાશે. તેથી દંભી ક્યારેય પણ ઠગી શકે છે. કહેવાય છે કે દગો કોઈને સો નથી. દંભી માત્ર પિતાને સ્વાર્થ જ જુવે છે, તેથી દંભી મતલબી, આંધળો કહેવાય છે. સ્વાથી આંધળો કહેવાય છે. પ્રશમરતિમાં ઉમા સ્વાતીજી તે સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે –
मायाशीलः पुरुषो यद्यपि न करोति किञ्चिदपराधम् ।
सर्प इवाविश्वास्यो भवति तथाप्यात्मदोषतः ॥ " માની લે કે માયાવી પુરૂષ ક્યારેક અપરાધ નથી પણ કરતો તે પણ તે વિશ્વાસપાત્ર તો નથી જ, જેમ કે બિલમાં મેં રાખીને પડી રહેલે સર્પ હમણાં કરડ નથી છતાં તેને વિશ્વાસ ન કરી શકાય. કારણ કે તે ક્યારે કરડે તે નકકી નથી, ભોસો નથી. એ જ પ્રમાણે માયાવી કયારે ફસાવશે? ક્યારે બાજી બગાડી દેશે એનો ભરોસે નથી, જ્યારે માત્ર માયાવીને પણ વિશ્વાસ કરવા જેવો નથી તો પછી માયા મૃષાવાદી કે જેમાં એકના બદલે બંને પાપોને સમાવેશ છે. આવું સંયુકત માયા મૃષાવાદનું પાપ અને સ્વતંત્ર પાપ માયા અને મૃષા તેનાથી હજારગણું વધારે ખતરનાક છે. અનેક પાપોનું ઘર છે. એ સાંપની જેમ અવિશ્વસનીય તો હોય જ છે. પરંતુ એના કરતાં પણ વધારે વિષયુક્ત છે. કિપાકના ફળ જેવું છે. સાથે સાથ જેમ નમ્ર અને શાન્ત બીલાડીને વિશ્વાસ ન કરાય તે જ રીતે માયા જે શલ્યરૂપ છે અને મૃષાવાદ એનું સહાયક છે. એ માયા મૃષાવાદી દંભી કપટી કેવી રીતે વિશ્વાસ પાત્ર હોઈ શકે?
માયા મૃષાવાદમાં માયા એ મૃષાવાદનું પૂરક છે, જનક છે, રક્ષક છે. મૃષાવાદને વધારનારી છે. એ જ પ્રમાણે મૃષાવાદ એ માયાનું પૂરક છે. સહાયક છે. મૃષાવાદ–અસત્ય એ માયા પર આવરણના જેવું કામ કરે છે. જે માયાવી પકડાઈ જાય તો મૃષાવાદ તેનું રક્ષણ કરે છે. મૃષાવાદ માયાને અંગરક્ષક–ચોકીદાર છે. એ રીતે બંને એક બીજાની સાથે જીગરી દોસ્તની જેમ મળેલા છે. બંને એક બીજાના પૂરક છે, બંને મળીને એક સાથે પાપ કરાવે છે. એ રીતે કપટવૃત્તિથી પેટ ભરવું એ સારું નથી. આમાં તે આત્મા ચીકણું કર્મ બાંધે છે જેમ એક તે સ્વભાવથી જ, અતિ ચંચળ વાંદરો હોય અને તેને દારૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org