________________
૭૯૮
પીવડાવવામાં આવે તો શું પરિણામ આવે? એ વાંદરાની ચંચળતા, તેફાની વૃત્તિમાં વધારે થશે કે ધટાડે ? એ જ રીતે એક તે માયા
પટવૃત્તિનું ઘર છે. માયા મિથ્યાત્વની માતા છે. બાળક જેમ માતાના ગર્ભમાં વસવાટ કરે છે તેમ મિથ્યાત્વ માયારૂપી માતાના ગર્ભમાં વસવાટ કરે છે. એ જ તેની માતા છે, આ તેના સંતાન રૂપે ઉત્પન્ન થયેલ છે. એ જ રીતે માયારૂપી તેફાની વાંદરાને મૃષાવાદની દારૂ પીવડાવવામાં આવે તે એ સત્યાનાશ કરી નાંખશે. એટલા જ માટે માયામૃષાવાદ એવા ૧૭માં પાપસ્થાનકને ૧૮માં મિથ્યાત્વશલ્ય પાપસ્થાનકની નજીક રાખેલ છે. અને ૧૮ મા ની આગળ ૧૭ માં કમમાં રાખેલ છે. જેમ માતા પહેલા અને એના પછી સંતાન એ જ પ્રમાણે માયા મૃષાવાદ પહેલા માતા ના પદ ઉપર છે. અને મિથ્યાત્વ એની પછી ૧૮મા ક્રમમાં છે. એના સંતાનના રૂપમાં છે તેથી બંને ઘાતક છે. કુલટા વ્યાભિચારિણિ માતા અને લુચા ગુંડા જેવો બાળક બંને ત્યાજ્ય છે. એ પરિવાર જ નિંદ્ય છે. ત્યાજ્ય છે. તેથી તેના ઘેર આપણી દીકરી આપવી ગ્ય નથી. એવી માતા સાસુ બને અને એવો છેક આપણી દીકરી (સાધના) ને પતિ બને એ ઉચિત નથી! સત્યાનાશ કરી નાખશે !
માયામૃષાવાદ ના ત્યાગને ઉપાય :
કાંઈ પણ હોય પરંતુ આ પાપ તો ત્યાજ્ય છે જ. એવું તો બધાને એકી અવાજે કહેવું જ પડશે, માનવું જ પડશે એમાં અંશ માત્ર પણ શંકાને સ્થાન નથી. હવે એને દૂર કરવા માટે શું કરવું જોઈએ? માયા–મૃષાવાદ છોડવાને એકદમ સરળ ઉપાય છે. સરળતા અને સત્યને આગ્રહ રાખવો, એનું આચરણ કરવું સરળતા ના આચરણથી માયા દૂર થશે અને સત્યના પાલનથી મૃષાવાદ દૂર થશે. તેથી સત્યાવાદી બનવું જોઈએ. સત્યનું પાલન કરવું જોઈએ, અને સત્યના પાલન માટે યથાર્થ તરવજ્ઞાન સંપાદન કરવા માટે સાચા તત્ત્વજ્ઞાની સાધુ–સંત-મહાપુરૂષોના સત્સંગ, સમાગમ કર જોઈએ. યથાર્થ સિધ્ધાંતોનું પરિશીલન કરવું જોઈએ. નિત્ય સિદ્ધાંતોને સ્વાધ્યાય કરવો જોઈએ. એનાથી સમ્યગુજ્ઞાનની દશા પ્રાપ્ત થવાથી સત્યની ઉપાસના સિદધ થશે. અને સંસારના સિદ્ધાંતનું સત્ય સ્વરૂપ દષ્ટિ પથમાં આવ્યા પછી શઠતા, કપટતા, દંભ, વગેરેનો નાશ કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org