SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯૬ મહામણિની જેમ દૂષિત થાય છે. લાકમાં મારી પૂજા થશે, માન પ્રતિષ્ઠા થશે, એવી ધારણાથી જે દંભ કરે છે અને દેને–પાપને જે છૂપાવે છે. એવા મૂર્ખ લોકો એમના દંભથી જ હીલનાને પામે છે. કમળ ઉપર બરફ, શરીરમાં રોગ, જંગલમાં અગ્નિ, દિવસને વિષે રાત્રી, ગ્રંથમાં મૂર્ખતા સુખ શાંતિમાં ઝગડે, જેમ વિદનરૂપ છે. તેવી જ રીતે ધર્મ સાધનામાં દંભ વિદનકારક છે; ઉપદ્રવરૂપ છે. દંભી મનુષ્ય ત્કર્ષ–અને પરાપવાદ (પનિંદા) ના સેવનથી પોતાની વેગ સાધનામાં બાધક એવા કઠીન કર્મ બાંધે છે. સાચું જ કહેવાય છે કે જિલ્લાની રસલોલુપતા, શરીર પરના આભૂષણ અને કામગ પણ છોડવા સરળ છે. સુત્યાય છે. પરંતુ દંભનો ત્યાગ ઘણે જ આકરો છે. જેમ સમુદ્રની યાત્રા કરવાવાળાને માટે નાવડીમાં એક નાનું કાણું હોય તે પણ ઉચિત નથી તેવી જ રીતે અધ્યાત્મ સાધના કરવા વાળા સાધકના માટે, અપમાત્ર પણ દંભનું સેવન ઉચિત નથી માટે જ કહ્યું છે કે आत्मार्थिना ततस्त्याज्यो दभोऽनर्थनिबंधनम् । शुद्धिः स्याहजुभूतस्येत्यागमे प्रतिपादितम् ॥ આત્માથી સાધકે અનર્થના કારણભૂત આ દંભનો ત્યાગ કરવો જ જોઈએ કારણ કે સરળ સ્વાભાવી જ આત્મશુદ્ધિ કરી શકે છે. એવું આગમમાં સ્પષ્ટ પણે પ્રતિપાદન કરેલું છે. માયામૃષાવાદ કેમ ત્યાજ્ય છે ? આશા છે કે આટલા વિવેચન પછી તમે સારી રીતે સમજી ગયા હશો કે માયા મૃષાવાદને ત્યાગ કેમ કરવું જોઈએ. આ કેટલું ખતરનાક પાપ છે? “મુખમાં રામ બગલમાં છરી.” કુલટાનારીની જેમ કહેવું કાંઈ કરવું કાંઈ અને દેખાડવું કાંઈક જુદું જ કરવાની વૃત્તિ એના જેવું આ માયા મૃષાવાદનું પાપ છે. એક પૈસા ભાર પણ લાભકારક નથી. અંશ માત્ર પણ ફાયદાકારી નથી –પર કોઈને પણ લાભકારી નથી. માયાવી, કપટી તમારી સામે તો મીઠું મીઠું બોલી લેશે તમને એ દંભી વ્યકિત એક વાર તો બહુ જ મીઠો લાગશે, પ્રિય લાગશે, પણ આ સમજી રાખજે કે નાળિયેરના પાણીમાં કપૂર નાખવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001504
Book TitlePapni Saja Bhare Part 19
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy