________________
૭૯૧
શસ્ત્ર બની જાય છે. પત્નિ શીયળવતી નહીં હોવાની જાણ પતિને થતાં બહુજ દુઃખી થાય છે. સાધુને વાત કરે છે. ત્યારે કઈ જ્ઞાની મહાત્માએ કહ્યું કે તમારી પતિનનું છઠ્ઠી નરકનું આયુ બંધાઈ ચુકયું છે. પતીએ ઘેર આવીને પતિનને શીખામણ આપતાં કહ્યું કે હવે તે કાંઈક સુધારો કરી તમારી છઠ્ઠી નરક બેંધાઈ ગઈ છે. ત્યારે પતિન વિચારે છે કે ઠીક હવે જ્યારે છઠ્ઠી નરક નક્કી જ છે. તે મનુષ્ય ભવને આનંદ કેમ ન મારું જીવન વધારે ભેગમય બનાવી દીધું દુરાચાર ની સીમા વટાવી દીધી. માટે જ જ્ઞાનીઓ કહે છે, ધર્મ પણ પાત્રની
ગ્યતા જોઈને જ આપો . પાપને જ ભય ન હોય તેવો જીવ અને ભવસંસારની પરંપરાની વૃદિધ થશે એવી ચીતા જ ન હોય એવો જીવ કેવી રીતે પાપ પ્રવૃત્તિથી અટકશે? એટલે ધર્મ માટે રેગ્યતાને વિચાર અત્યંત જરૂરી છે.
ભગવાન મહાવીરની સામે ગોસાળે પણ એ જ નાટક કર્યું હતું સ્વયં મંખલીપુત્ર ગોશાળા હોવા છતાં પણ હું મંખલી પુત્ર ગોશાળા, નથી, હું તે ભગવાન છું મંખલી પુત્ર ગોશાળ તે ક્યારેય મૃત્યુ પામે છે અને હું ભગવાન છું એવી રીતે પોતાની જાતને ભગવાન કહેવડાવવાનું નાટક આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે મહાવીર પ્રભુના કાળમાં પણ ચાલ્યું હતું. અંબડ પરિવ્રાજકની સાથે મહાવીર પ્રભુએ સુલસા શ્રાવિકાને ધર્મલાભ કહેવડાવ્યા ત્યારે અંબડને આશ્ચર્ય થતાં રાજગૃહી જઈ તેણે સમવસરણની રચના કરી માયાજાળ રચી, રાજગૃહી નગરીના હજારો લોકો, આકર્ષિત થવા લાગ્યા. ઘણા લોકો આવવા લાગ્યા પણ સુલસા ન આવી, ન આવી તે ન જ આવી. પરંતુ એના માટે અંબડ પરિવ્રાજકને કેટલું મેટું નાટક ઉભું કરવું પડયું માયા–કપટની ઈન્દ્રજાળ પાથરવી પડી આમાં જુઠને સત્યના નામે ચલાવવું તે માયા મૃષાવાદનું કામ છે. તમે કયારેક બહુજ ધ્યાનપૂર્વક ઈતિહાસને અભ્યાસ કરજો ભૂતકાળમાં ભગવાન બનવાને, મહાન દેખાડવાને, મહાન પાપીઓએ અને અનાચારીઓએ પણ પોતાની જાતને મહાન દેખાડવાને; ધર્મ, ગચ્છ, સંપ્રદાય, બનાવવાને જે દંભ કર્યો છે. તે કેટલો ભયંકર છે? કેવી માયાની રચના કરી હતી, માછીમાર માછલીને જાળમાં ફસાવે છે અને પકડે છે. તે જ પ્રમાણે માનવ સમાજના આ માયાવી–માયા,
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org