________________
૮૧૧
આ પણ ઉંધુ કહેવાય અને કર્મ મૂર્ત છે. રૂપી છે એને અમૂર્ત માનવું એ પણ વિપરીત માન્યતા છે.
આ નવમાં અને દસમા સ્થાનમાં એ પ્રમાણે પણ માને છે કેમુક્તને સંસારી માનવા અને સંસારીને મુક્ત માનવા -
જે સર્વ કર્મ રહિત છે, મુક્ત છે. એનું મુક્ત સ્વરૂપ જે સ્પષ્ટ છે. એ ન માનતાં એને પણ સંસારી સ્વરૂપે માનવું અથવા જે સંસાર , માં છે અને હમણ જે શરીર સહિત છે. જન્મ-મરણ કર્મ સંયુક્ત છે. એને પણ મુક્ત માનવાં આ વિપરીત માન્યતા થઈ અને મેક્ષનું અસ્તિત્વ જ ન માનવું. મેક્ષ પ્રાપ્તિ માર્ગ જ નથી અને કેઈમેક્ષમાં જઈ જ નથી શકતા. વગેરે વિપરીત માન્યતા મિથ્યાત્વની સંજ્ઞા છે. એ પ્રમાણે જે છે. જેનું અસ્તિત્વ છે. એને ન માનવું સ્વીકાર ન કરે અને જેનું અસ્તિત્વ જ નથી એવી વસ્તુઓ માની લેવી. એ બધું મિથ્યાજ્ઞાન છે.
૧. આત્મા–કર્મ–પુણ્ય-પાપ-સ્વર્ગ–નરક લોક–પરલેક પુનર્જન્મ અને પૂર્વજન્મ તથા મેક્ષ-ઈશ્વર–પરમાત્મા વગેરેનું અસ્તિત્વ, સ્વરૂપ હોવા છતાં પણ ન માનવું, ન સ્વીકારવું આ મિથ્યાજ્ઞાન કહેવાય છે. જગતને વિષે જરૂરી નથી કે અમે જે આંખથી જોઈએ–દેખેલા પ્રત્યક્ષ પદાર્થનું જ અસ્તિત્વ માનીએ અને ન જેએલાનું અસ્તિત્વ સ્વીકારવા તૈયાર જ ન થઈએ આ મિથ્યાત્વ છે. હા, ઉપરોક્ત પદાર્થોનું સ્વરૂપ આખો દ્વારા ન દેખાવા છતાં પણ પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન, પ્રત્યભિજ્ઞા, તર્ક-આગમ (શબ્દ) વગેરે અનેક પ્રમાણેથી સિદ્ધ થાય છે. અનેક સાબિતીથી સિદ્ધ હોવાં છતાં પણ એ સાબિતિનું અસ્તિત્વ ન માનવું એ પણ મિથ્યાત્વ છે અને પ્રમાણે દ્વારા એ આમા વગેરે પદાર્થો કે જેનું જેવું સ્વરૂપ છે. એને એ સ્વરૂપે ન માનતાં એનાથી ભિન્ન કે વિપરીત સ્વરૂપમાં માનવું એ પણ મિથ્યાત્વ જ કહેવાય છે. એવા ઘણું પક્ષે છે. જે આત્માથી લગાડીને મોક્ષ સુધી બધા અદ્રશ્ય પદાર્થોનું અસ્તિત્વ માનવા છતાં પણ સ્વરૂપ કાંઈક જ ભિન્ન જ માને છે. દા.ત. બૌદ્ધ દર્શન આત્માનું અસ્તિત્વ માનવા છતાં પણ આત્માને ક્ષણિક–અનિત્ય જ માને છે. યદ્યપિ અનાત્મવાદી દર્શન ન હોવાં છતાં પણ આકાર તે એ રૂપે જ થ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org