________________
૭૯૩
શુ' અઢીમણુના દાગીનાઓથી અથવા ટીનાર્પાલથી ધાએલા વસ્ત્રોની સફેદીથી અમારૂ.. પાપ, અમારી ખરાબ વૃત્તિઓ છુપાવી શકાશે ? દબાવી શકાશે? શુ આ સાઁભવ છે? શુ' અગૂઠાથી હિમાલયને છૂપાવી શકાય છે? અથવા અંગૂઠાથી સૂર્યને છૂપાવી શકાય છે ? નહીં ક્યારેય શકય નથી. હાં આંખની બિલકુલ પાસે અંગૂઠા ન રાખશે તા જરૂર તમને લાગશે કે સૂર્ય છુપાઈ ગયા ? પરંતુ હું એમ પુછું છું કે સાચુ' બેલો સૂર્ય છુપાઇ ગયા કે તમારી આંખ છુપાઈ ગઈ ? હિમાલય છુપાઈ ગયા કે તમારી આંખ છુપાઇ ગઈ ? બસ અહીં જ વૃત્તિ દભ કરાવે છે. એ જ દંભ છે જેનુ' સ્પષ્ટ દર્શીન અહીં થાય છે.
તેથી સમાજે પેાતાની જાતને સારા દેખાડવાની સ્પર્ધામાંથી પીછે હઠ કરીને સારા બનવાનું કામ પ્રારંભ કરવુ જોઈએ, જો કે સારા મનવાનું કામ ચદ્યપિ હિમાલય ઉપર જઈ ને એવરેસ્ટના શીખર પર જવા જેવુ કઠણ કાર્ય છે. કદાચ જરૂર છે. પરતુ સાધ્ય છે. ખરાખ હાવા છતાં પણ સારા દેખાવ કરી અને સારા દેખાવુ એ સ્પષ્ટ દંભ છે. માયા મૃષાવાદ થયા. જ્યારે કે જીવનમાંથી દાષાને, પાપાને તિલાંજલી આપી, સારા ગુણેાનુ. ઉપાર્જન કરીને જીવનમાં ગુણ્ણા વિકસાવવા અને ગુણીયલ મનવું, એ જ સાધકનું શ્રેષ્ઠ કર્તવ્ય છે. એ જ સાધકનું પ્રથમ સાધ્ય છે. અને આજે સારા બનવાવાળા ભવિષ્યમાં જરૂર મહાન બની શકશે. પરંતુ સારા–પણાના દેખાવ કરી અને સારા દેખાવાના પ્રયત્ન કરનાર દંભી જીવનભર સુધી તેવા જ રહેશે; એ જ વૃત્તિ પ્રધાને માયા મૃષાવાદના પાપ તરફ ધક્કો મારી આગળ લઈ જાય છે. મનુષ્ય અજ્ઞાની હાવા છતાં જ્ઞાનીપણું દેખાડવાના ઢાંગ કરે છે, અલ્પજ્ઞ હાવા છતાં સર્વાંગ છું એવા દેખાવ કરવાનું નાટક રચે છે. પેાતાના દોષાને ઢાંકીને, પેાતાના પાપાને છુપાવીને હું સારા સજ્જન સભ્ય, પુણ્યશાળી છુ.. એવા દેખાવ કરવાનું મન થાય છે. તે સમજી લેા કે તે જરૂરી માયા મૃષાવાદી છે. દોષી હાવાં છતાં, અપરાધી, ગુનેગાર હોવાં છતાં હું નિર્દોષ છું, સારી છું એવા દેખાવ કરવાની વૃત્તિ એ જ માયા મૃષાવાદ છે. જુઠા હૈાવા છતાં પણ જાણે સત્યવાદી રાજા હરિશ્ચ`દ્ર છે. એવા દેખાવ કરવાની જે વૃત્તિ એ જ માયા મૃષાવાદ છે. એટલે જ મૃષાવાદી માયાનું સેવન કરે છે. કારણ કે તે પોતાના મૃષવાદને દબાવવા માટે છૂપાવવા માટે માત્ર અસત્યને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org