________________
८०२
છે, કડવું લાગે છે. અસત્ય સાંભળતાની સાથે જ ઘણું ક્રોધી થઈ જાય છે. પરન્તુ માયાવી જ્યારે અસત્ય ને પોતાની કલા વાપરીને બોલે છે, ત્યારે સામેવાળાને ક્રોધ તો નથી આવતે ઉપરથી તે અસત્યને જ સત્ય માની લે છે, તેના પક્ષમાં થઈ જાય છે. સાચું લાગે છે આ બધી કલા માયાનાં કારણે છે. માચાવીએ પોતાની માયાની કલા ને મૃષાવાદમાં વાપરી તેથી તે માયામૃષાવાદી બની ગયા તેનું મુખ્ય લય માચાપૂર્વક બધું જ ખોટું બોલવું, ખોટું કરવું. સાચું જાણતો હોય છે. માટે માયા આચરીને તેને મૃષાવાદનું રૂપ આપે છે. આવા જીવે દુષ્ટ-દુર્જન હોય છે, માધ્યસ્થ ભાવના ભાવીને એવા જીથી દૂર રહેવા બચવા પ્રયતન કરવું. એવા જીવોને સુધારવામાં સફળતા ઘણી ઓછી મળે છે કારણ કે તેમના લોહીમાં આ વૃત્તિ ભળેલી હોય છે. આ પાપથી અને એવી વૃત્તિવાળા જીથી બચવા સજાગ રહેવું એજ સાચી શિખામણ છે. મિથ્યાત્વની પાસે
સત્તરમાં પછી અઢારમું પાપ મિથ્યાત્વનું છે. ૧૭મું અને ૧૮મું આ બન્ને પાપો બહુ જ નજદીકના પાપો છે અને સત્તરમાં પછી અઢારમું છે. એટલે ૧૭માં પાપમાં જે જીવ માયાનું વધુ સેવન કરીને મૃષાવાદ સેવે છે. તેની આ વૃત્તિથી જીવ વધુ મિથ્યાત્વની નજીક પહોંચે છે. કારણ કે મિથ્યાત્વને મૂળ આધાર માયા છે અને એકલો માયાવી ૮ માં પાપસ્થાનકવાળો જીવ જેટલો મિથ્યાત્વમાં જલ્દી નહીં જાય તેના કરતા વધારે ૧૭મે માયામૃષાવાદી જીવ મિથ્યાત્વમાં જલ્દી પ્રવેશ કરી જશે. માયાવીને એકલી માયા કરવી છે. જ્યારે માયા–મૃષાવાદીને માયા કરવી પણ છે અને સાથે સાથે મૃષાવાદ પણ સેવવું છે. ૮માં માયા પાપવાલે જીવ માયા કરીને સ્વપક્ષે માયાનું પાપ સમિતિ રાખશે. તે પોતે જ જાણશે કે હું માયાવીરમત રમી રહ્યો છું જ્યારે ૧૭માં પાપવાલો માયામૃષાવાદી જીવ માયા આચરીને અસત્યનું સેવન કરીને ઘણને પિતાની માયાનો ભેગ બનાવશે. માટે એકલા માયાવી કરતા માયામૃષાવાદી હજાર ગાણું નુકશાન વધારે કરે છે સ્વ-પર ઉભય પક્ષે કરે છે. માટે વધુ અને વારંવાર માયા–મૃષાવાદનું પાપ સેવવાથી જીવ જલદી મિથ્યાત્વી બની જાય છે. મિથ્યાત્વમાં જવા માટે આ માયા મૃષાવાદનું પાપ પ્રવેશદ્વાર જેવું છે. માટે આનાથી બચવું હિતાવહ છે. સમ્યક્ત્વી જીવને જ આ સાવધાની વધારે રાખવાની છે. માયામૃષાવાદ સેવવું એટલે મિથ્યાત્વને નિમંત્રણ આપવા જેવું છે માટે મેક્ષ માર્ગના સાધકે આનાથી બચવાનું છે. સર્વે જીવો આ પાપસ્થાનકથી બચે એવી શુભેચ્છા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org