________________
સહજ અસત્ય સેવન–
બીજા મૃષાવાદના પાપમાં પણ અસત્યનું જ સેવન છે પરંતુ તે માયાથી મિશ્રિત નથી. તેમજ માયા જન્ય નથી. માટે નાનું બાળક પણ અસત્ય બેલે છે ત્યારે તેમાં અજ્ઞાનતા પ્રદર્શિત થાય છે. પરંતુ માયા–છલ-કપટ-દંભની ગંધ નથી આવતી. માટે તેને એકલા મૃષાવાદ અસત્યનું પાપ કહ્યું છે. જ્યારે તે જ મૃષાવાદ ૧૭ માં પાપ માયા મૃષાવાદનું રૂપ ધારણ કરે છે ત્યારે મૃષાવાદમાં માયા–છલ-કપટદંભની ગંધ વધારે હોય છે. એના ચાર ભાંગી વિચારી શકાય છે.
(૧) માયા વધારે અને મૃષાવાદ પણ વધારે. (૨) માયા ઓછી પણ મૃષાવાદ વધારે. (૩) મૃષાવાદ પહેલા અને પછી માયા (ઓછી–વધારે)
(૪) માયા પહેલા અને પછી મૃષાવાદ– (ઓછું-વધારે) આમાં માયાની પ્રબળતાં વધારે છે અને મૃષાવાદની ગણતા છે અને મૃષાવાદની પ્રબળતા- પ્રાધાન્યતા છે અને માયા ગૌણ થાય છે. એવી રીતે અનન્તા જીવોમાં અનેક ભેદે હોય છે. એકલો મૃષાવાદી હજી પણ સુધરી શકે તેને સુધારવે સહેલો છે. પરન્તુ માયાવીપણાની આદતના કારણે મૃષાવાદી થયો હોય તેવા જીવને સુધારવા પ્રાય: અસંભવ કાર્ય છે. માયા–કપટની વૃત્તિથી વારંવાર મૃષાવાદનું સેવન કરતો કરતે જીવ માયા મૃષાવાદી પ્રકૃતિવાલો જ બની જાય છે કે તેના માટે અસત્ય સેવન કરવું હવે સહજ બની ગયું છે. એટલું બધું સહજ બની ગયું છે કે માયાવીને અસત્ય બોલવામાં વાર નથી લાગતી તે એટલી ઝડપથી અસત્ય સેવે છે કે સાંભળનાર ને રત્તી ભર ગંધ પણ નથી આવતી અને તે બધું સત્ય જ માની લે છે, કડવી ગોળીને માયાવી શાકરને પડ ચઢાવી ને sugar Coated કરીને આપે છે કે ખાતા ગળી-મીઠી લાગે અને કડવાશ પિટમાં ચાલી જાય એવી જ રીતે માયા મૃષાવાદી જેટલું મૃષાવાદ–અસત્ય સેવે છે તે બધુ ગળ્યું-મીઠું અસત્ય હોય છે. અસત્ય હોવા છતાં પણ તેને ગળ્યું-મીઠું કેણ બનાવે છે? -માયા. માયાનું કામ વિપરીતિકરણ નું છે. કૃત્રિમતા નિર્માણ કરવાનું છે અસત્ય ખરાબ જ હેય છે. કડવું જ હોય છે. પૂરતુ મારા મૃષાવાદી જીવ પિતાની માયાવી વૃત્તિના સહજ સ્વભાવથી એને એટલી સારી રીતે મીઠું ગળ્યું બનાવે દે છે કે જેથી કડવું અસત્ય પણ ગળ્યું-મીઠું લાગે છે એટલું જ નહીં પણું સામાન્ય અસત્ય બોલતી વખતે સાંભળનાર ને એકદમ ખરાબ લાગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org