________________
૮૦૫
લાલ-પીળા–સુંદર રંગીન પથ્થરને હીરે માની લે, શક્તિમાં રજતની બુદ્ધિ રાખવી, વાંકીચૂંકી પડેલી દેરીને અંધારામાં સર્પ માની લે. આ બધું જ ભ્રમજ્ઞાન છે અને આ ભ્રમથી વિપરીતતાને વ્યવહાર થાય છે. તેથી મિથ્યાજ્ઞાન વિપરીત દિશામાં લઈ જાય છે. મિથ્યાત્વ અને સમ્યક્ત્વ અર્થાત્ મિથ્યા અને સમ્યફ એ બંને વાસ્તવિક રીતે તે જ્ઞાનની પ્રક્રિયા છે. જ્ઞાન આમાને ગુણ છે અને જ્ઞાન ગુણની જ પ્રવૃત્તિ સંસારમાં મુખ્ય રૂપથી પ્રચલિત છે. એક સિક્કાની બે બાજુની જેમ અહીં એક જ આમાની આ બે જ્ઞાન અવસ્થા છે. એક મિથ્યાજ્ઞાનાવસ્થા છે. અને બીજી સમ્યકજ્ઞાનાવસ્થા છે. પરંતુ બંને જ્ઞાનની માત્રા છે–પ્રવૃત્તિ છે. બંને પિત પિતાની માન્યતાની વાત કરશે, પત પિતાની જાણકારીની વાત કરશે. પરંતુ મિથ્યાજ્ઞાનીમાં જે મિથ્યા અર્થાત્ ઉંધુ જ્ઞાન વિપરીતરૂપમાં પડેલું છે. એ સાચા અર્થમાં તે જ્ઞાન નહીં પણ અજ્ઞાન જ કહેવાશે. યદ્યપિ પીળા એવા પીત્તળમાં સેનાપણાનું જ્ઞાન એ પણ જ્ઞાન જ થયું. પરંતુ કેવું જ્ઞાન ? તે કહેવાશે કે વિપરીત જ્ઞાન, તેથી એવું વિપરીત અને ઉંધુ જ્ઞાન તે અજ્ઞાનના રૂપમાં જ ગણાશે. તેથી કરીને મિથ્યાજ્ઞાનીની પ્રવૃત્તિ હમેશા અજ્ઞાનથી ભરેલી જ હશે તેથી મિથ્યાજ્ઞાની અજ્ઞાની જ કહેવાશે. જ્યારે કે સમ્યક્ત્વી જ્ઞાની કહેવાશે. સમ્યક્ત્વ વૃત્તિવાળાની પાસે એક બે ચાર કે વધારે વિષામાં પણ એની પાસે જ થેડું પણ જ્ઞાન હશે, તે સમ્યફ જ્ઞાન કહેવાશે. સમ્યનો અર્થ છે. યથાર્થ–સત્ય જ્ઞાન અર્થાત્ વાસ્તવિક જ્ઞાન એજ સાચું જ્ઞાન સમ્યફજ્ઞાન કહેવાશે. યદ્યપિ આ પણ પોતાનામાં પૂર્ણ પણું ન પામતાં અપૂર્ણ પણ હોઈ શકે છતાં પણ અપૂર્ણ હોવાં છતાં જેટલે અંશે છે તેટલું જરૂર પૂર્ણ છે. અને સાચું છે, જ્યારે મિથ્યાજ્ઞાનીનો એક રાઈ જેટલે અંશ પણ સાચું નથી, કૃત્રિમ કાંચને રંગીન કટકે હીરો છે જ નહીં ગમે તેટલા ટકા જ્ઞાન ત્યાં તમે લગાડે તો પણ અંશ જેટલું સિદ્ધ નહીં થાય. તેથી આ સર્વથા વિપરીત જ્ઞાન અજ્ઞાન રૂપ છે. જેમકે કઈ સૂરદાસને કંઈ દેખાતું જ નથી તેના માટે આખી દુનિયા અંધકાર જેવી જ છે. દિવસ હોય કે રાત? રૂપ કાળું હોય કે ગેરું પરંતુ તેના માટે તે બધું જ અજ્ઞાત છે. કાંઈ પણ જ્ઞાત નથી. અહીં એ સંદર્ભમાં પ્રજ્ઞાચક્ષુ વાળાનું એક રૂપક દષ્ટાંત આપવામાં આવે છે. –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org