________________
૮૨૨
ચંઈને, પોતાના પક્ષ અને ગચ્છ આદિને વશ થઈને અસત્યની પ્રરૂપણ કરે છે. સ્વમાન, મોહ-મમત્વવશ થઈને પોતાની વાત પાછી ખેંચવામાં–અપમાન થવાને કે માન ખંડિત થવાને ડર લાગે છે, તેથી તે અસત્યની પકડ મજબૂત રાખે છે. મારું કહેવું છે તે જ સત્ય છે. તેમ માને છે.
આભિનિવેશિક મિથ્યાત્વી વિપરીત માન્યતા હઠાગ્રહવશ રાખે છે. અસત્યની પક્કડ મજબૂત રાખીને પોતાની વિપરીત પ્રરૂપણ કરે છે. નવા નવા મત નિકાળવામાં આગળ પડતા હોય છે. મરવાના અંતિમ સમયે પણ અસત્યને ત્યાગ કરીને ક્ષમાયાચના કરીને સત્ય સ્વીકારવા તૈયાર હોતો નથી.
અભિનિવેશને અર્થ છે. આગ્રહ, પકકડ, સત્ય અને અસત્યનું સ્વરૂપ તથા સાચા ખોટાના ભેદનું સ્વરૂપ સારી રીતે જાણવા છતાં પણ, સમજવા છતાં પણ, પિતાને આગ્રહ, કદાગ્રહ દુરાગ્રહ, હઠાગ્રહના કારણે સત્યનો સ્વીકાર ન કરે પરંતુ ભેદ જ્ઞાનને જાણકા–સમજવા છતાં પણ જે પિતાની પક્કડ આગ્રહ ન છેડે તે આભિનિવેશિક પ્રકાર ને મિથ્યાત્વી છે. શાસ્ત્રોમાં જેમ ગોષામાહિલની વાત આવે છે. અને આજે પણ ઘણું જાણે છે કે તીર્થકર જિનેશ્વર પૂજ્ય છે. પૂજનીય છે. તે પણ પોતાના દુરાગ્રહને છોડી નથી શકતા અને એવી પ્રરૂપણ કરે છે, કે નહીં. પૂજા કરવી યોગ્ય નથી. પૂજા ન કરવી જોઈએ. દર્શન પણ ન કરવા જોઈએ. દેરાસરમાં જવું ન જોઈએ એવી પ્રરૂપણું કરવાવાળા સત્ય સ્વરૂપ જાણવા છતાં પણ અસત્યને પકડી રાખવાના પોતાને દુરાગ્રહ હઠાગ્રહ ન છેડી શકે તેઓ આભિનિવેશિક પ્રકારમાં ગણાય, આ બહારનો ભેદ નથી પરંતુ ઘરની અંદર જ ભેદ છે. (૪) સાંશયિક મિથ્યાત્વઃ
આ મિથ્યાત્વ શંકાસ્પદ વૃત્તિવાળું જાણવા-માનવાં છતાં સમજીને પૂજા પાઠ વગેરે મંત્ર જાપ વગેરે બધું જ કરવા છતાં પણ મનમાં શંકા રાખે કે ભગવાન થયા હશે કે નહીં? ભગવાન હતા કે નહીં? જિન વચનમાં શંકા રાખે. આવું મહાવીર સર્વશે કહ્યું હતું કે નહી? કંદમૂળ, બટાટા, લસણ અભક્ષ વગેરે નું ભક્ષણ નહીં કરવું એવું ભગવંતે કહ્યું હશે કે કેમ? મેક્ષનું આવું સવરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org