________________
૮૦૭
કેટીની ક્રિયા પણ સમ્યગુજ્ઞાન વિના મિથ્યાત્વની ઉપસ્થિતિમાં બધું જ નિરર્થક છે, વ્યર્થ છે. કોઈ પણ રીતે લાભદાયી હોતી નથી, મિથ્યાત્વ યુક્ત દ્રવ્ય ચારિત્રથી મેક્ષની પ્રાપ્તી કદાપિ સંભવ નથી,
મિથ્યાત્વને પાપ કેમ કહ્યું છે?
સંભવ છે કે અહીં એક પ્રશ્ન ઉઠે છે કે મિથ્યાત્વને પાપના રૂપમાં કેમ કહ્યું છે? હાં, પ્રશ્ન તો સાચે છે. પરંતુ જે હું એમ પુછું કે ઝેરને ખરાબ કેમ માન્યું છે વેશ્યાને ખરાબ કેમ માની છે? સર્પને ખતરનાક કેમ માન્યો છે? તો એને ઉત્તર શું છે? વાત એકદમ સ્પષ્ટ છે કે ઝેર ઘાતક છે. ઝેર ખાવાથી મૃત્યુ થાય છે, જ્યારે કે સંસારને વિષે કઈ જીવ મરવા ઈચ્છતા નથી. કેઈ જીવ દુઃખી થવા પણ નથી ઈચ્છતા અને વિષ તે મૃત્યુકારક છે, તથા મૃત્યુ દુઃખદાયિ છે. તેથી શું કરવું? શું વિષનું ભક્ષણ કરવું? નહીં. આમ પણ શું વેશ્યા સારી છે ના, એ સામાજિક દૂષણ છે, અનેકના પતનનું નિમિત્ત છે. તેથી એ પણ ખરાબ છે. એવી જ રીતે સર્પ પણ ઝેરી છે. એના કરડવાથી મૃત્યુ થઈ જાય છે. તેથી તેનાથી પણ બચીને દૂર ચાલવું જોઈએ. એજ રીતે શું તમને મિથ્યાત્વ વિપરીત અર્થમાં ઘાતક લાગે છે કે નહીં? પ્રત્યેક જીવ માત્રને જ્ઞાન સ્વભાવ છે, ગુણ છે. આ જ જ્ઞાન ગુણ જીવના સર્વ.. ગુણેમાં શ્રેષ્ઠ છે. જીવને જડથી એટલે કે અજીવથી ભિન્ન કરે છે. તેથી જીવન સર્વ ગુણેમાં જ્ઞાન ગુણ શ્રેષ્ઠ છે. પ્રધાન છે અને એનાથી જ બધો વ્યવહાર ચાલે છે. જ્ઞાનથી જ બધા જીની પ્રવૃત્તિ વ્યવહાર બધું ચાલે છે. હવે તમે વિચારે કે જ્ઞાન જ જે કર્મ સંયોગ વશ . વિપરીત હશે ભ્રમમક હશે તો એના અનુસાર આચરણ પ્રવૃત્તિ કેવી હશે? શું વિપરીત જ્ઞાન હોવા છતાં પણ પ્રવૃત્તિ સાચી હોઈ શકે ? ના કયારેય પણ નહીં જેમકે મુંબઈનું જ્ઞાન જ નથી. અને જે.. જ્ઞાન છે, તે ઉધુ છે કે મુંબઈ ઉત્તર દિશામાં દીલ્હીની ઉપર કાશમીરમાં હિમાલયની પાસે છે. હવે આ વિપરીત જ્ઞાનથી પ્રવૃત્તિ કેવી થશે? સ્વાભાવિક છે કે એ પણ વિપરીત જ થશે. એ મિથ્યાજ્ઞાની મુંબઈ નજીકમાં હોવા છતાં પણ ઉત્તરમાં કામીર જશે. આ મિથ્યાત્વનું - સ્વરૂપ થયું, અંધારામાં પડેલી વાંકી ચૂકી દેરીને સર્પ સમજીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org