________________
૮૩૩
અવની દશા અમારી પણ રહી તે પછી શું ફેર પડે? અને જ્યાં સુધી મિથ્યાત્વ રહેશે ત્યાં સુધી કર્મ બંધને લાંબે સંસાર ચાલતો જ રહેવાને તેથી મિથ્યાત્વશલ્યને ૧૮ પાપસ્થાનકમાં છેલ્લો નંબર આવેલ છે તે હૃદયમાં તીર અથવા પગમાં કાંટાની જેમ આ મિથ્યાત્વશલ્યની જેમ પડેલું છે. માટે તમને સારી રીતે ચાલવા નહીં દે. એ જ પ્રમાણે મિથ્યાત્વનું આ શલ્ય, સત્યરૂપે આત્માદિ પદાર્થોને માનવા–સમજવા નહીં દે અને જ્યાં સુધી કેઈ જીવ આત્માદિ પદાર્થોનું સત્યરૂપે માનશે નહીં તેને જાણશે નહીં ત્યાં સુધી આચરણ કેવી રીતે કરશે ? કારણ કે ધર્મ શું છે? જે તત્વજ્ઞાનના સિધ્ધાંત છે તેનું જ આચરણ ધર્મ છે. તેથી મિથ્યાત્વી ધર્મનું આચરણ કેવી રીતે કરશે ? તેથીજ આ મિથ્યાત્વને આત્માને વિષે રહેલા કાંટાની ઉપમા આપી છે. એજ પરમ રેગ છે. પરમ અંધકાર રૂપ છે અર્થાત્ અજ્ઞાનરૂપ છે. આ જ મિથ્યાત્વ આતમને પરમ શત્રુ છે. આત્માને ઘાતકરનાર આ જ પરમ શસ્ત્ર–અસ્ત્ર છે આમાને માટે તો આ પરમ નરક છે. પરમ દર્ભાગ્ય છે પરમ દારિદ્ર છે. પરમ સંકટ છે. પરમ કાંતાર, અને મહા દુભિક્ષ પણ એ જ છે. તેથી . स्वाध्यायेन गुरोभक्त्या, दीक्षया तपसा तथा ।
येन केनोद्यमैनैव, मिथ्यात्वशल्यमुद्धरेत् ।।
સ્વાધ્યાય અધ્યયનની ગુરુભકિતથી દીક્ષાથી તથા તપથી આદિ કઈ પણ ઉપાયે મિથ્યાત્વના આ કાંટાને બહાર કાઢવો જ જોઈએ. સેયથી જેમ કાંટે કાઢીએ તેજ રીતે આ કાંટો પણ આમામાં ફસાયેલ છે. તેથી યેન-કેન પ્રકારેણ તેને કાઢીને જ જપવું જોઈએ. અર્થ છે એનો કે યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણની પ્રક્રિયા જાણને અપૂર્વ શક્તિ લગાડવી જોઈએ. સાચા તત્ત્વજ્ઞાનને જાણવું જોઈએ. અને સમ્યગદર્શન, સમ્યગૂશ્રદ્ધા અર્થાત્ સત્ય તત્ત્વની શ્રધ્ધા ધારણ કરવી જ જોઈએ. કમબંધના હેતુરૂપ મિથ્યાત્વ :
શાસ્ત્રોમાં મુખ્ય ૧૮ પાપસ્થાનક બતાવ્યા છે તેમાં મિથ્યાત્વને પાપસ્થાનક કેમ કહ્યું છે? મિથ્યાત્વને પાપસ્થાનક એટલા માટે કહ્યું છે કે તેમાં મન દ્વારા તવાદિ વિષયમાં જે વિચાર કરવામાં આવે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org