________________
૨૮
થી સુખના હેતુથી પર્વની ઉપાસના કરવી એ લકેર પર્વગત મિથ્યાત્વનો પ્રકાર છે. તેથી આ પણ સવથા ત્યાજ્ય છે. - ઉપરોક્ત ત્રણે લોકોત્તર દેવ-ગુરુ–પવગત મિથ્યાત્વ ધમી આત્માને પણ હોઈ શકે છે. જે તેઓ આ વિધિથી કરે તે અથવા આ હેતુથી કરશે તે તેથી જેવી ઉંચી કક્ષા દેવ ગુરુ ધર્મની છે તેને તેવી જ ઉંચી કક્ષાથી રીતથી હેતુથી આરાધવા પણું જોઈએ. દેવ ગુરુ ધર્મના સ્વરૂપમાં મિથ્યાત્વ :
अदेवे देव बुद्धिर्या, गुरुधीरगुरौ च या । अधमे धर्म बुद्धिश्च, मिथ्यात्वं तद्विपर्ययात् ।
અહીં દેવને અર્થ ભગવાન છે. જેમાં દેવને ગુણ ન હોય, જેમાં ભગવાનપણાનું સ્વરૂપ જ ન હોય તેમાં ભગવાન માનવું એમાં દેવ બુદ્ધિ ધારણ કરવી એવી રીતે જે ગુરુપદને લાયક જ નથી, જેમાં ગુરુનાં ગુણ જ ન હોય તેને ગુરુબુદ્ધિથી માનવા અને જે અધર્મ પાપ વ્યપાર છે એમાં ધર્મ માનવો એ મિથ્યાત્વ છે. સમ્યકત્વથી વિરુદ્ધ છે. તેથી મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વની વિપરીત સમ્યફવનું સ્વરૂપ બતાવતા હેમચન્દ્રાચાર્યએ ચગશાસ્ત્રમાં કહ્યું છે કે
या देवे देवताबुद्धिर्गुरौ य गुरुतामतिः ।
ધર્મેશ ધર્મથી શુદ્ધા, સરવમિમુદતે ! જે વાસ્તવિક દેવ છે. વીતરાગી સર્વજ્ઞ અરિહંત છે એનામાં ભગવાનપણાની બુદ્ધિ રાખવી અને ગુરુપદ જે ૩૬ ગુણોથી યુક્ત છે એનામાં ગુરુપદની બુધિ ધારણ કરવી. તેમજ સર્વ ઉપદેશેલ મોક્ષમાર્ગ સાધક ધર્મને જ ધર્મ માનવાની બુધિ રાખવી એ સમ્યકત્વ કહેવાય છે, મિથ્યાત્વમાં જે સ્વરૂપ જેવું છે. એનાથી વિપરીત માનવાની વૃત્તિ છે. માટે આ પાપ છે. જ્યારે કે સમ્યફત્વમાં દેવ-ગુરૂ-ધર્મ વગેરેનું જે જેવું વાસ્તવિક યથાર્થ સ્વરૂપ છે. એ જ પ્રમાણે જાણવું, માનવું, અને આરાધવું, આ સત્ય સ્વરૂપ છે. એને એવું જ એક સ્વરૂપે માનવું એ સમ્યક્ત્વ કહેવાશે. સમ્યક્ત્વને અર્થ જ એ છે જે સત્યનો પક્ષપાતિ હોય. સ્વરૂપ અને પદથતિ બંનેમાં સત્યપણાનું આચરણ કરવાવાળે, સત્ય સ્વરૂપને જાણવા, માનવાવાળો જ સમ્પત્વિ કહેવાશે. તમને દેવ શબ્દના સ્વરૂપના વિષયમાં ભ્રમ ન થાય તેથી દેવ શબ્દથી કેને સમજવા એ જરા સ્પષ્ટ કરી દઉં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org