________________
૮૩૦
પરમેશ્વરનું જ ધ્યાન કરજો, ઉપાસના કરજે. આનું જ શરણું સ્વીકાર અને એના જ શાસન (ધર્મ) ને સ્વીકાર કરે તે જ શ્રદ્ધા પણ સમ્યગૂ થશે, અને સાધના પણ સમ્યગૂ થશે એવી જ રીતે ગુરુ અને ધર્મના સ્વરૂપમાં પણ માન્યતા અને જાણકારીની સાચી સમ્યક શ્રદ્ધા તથા ઉપાસના અને આરાધનાનું આચરણ પણ સમ્યફપણે કરવું. આ ઉભયપક્ષી સભ્યત્વ કહેવાશે અન્યથા તદવિપરીત માનવું અને જાણવું તથા આરાધવું ઉભચરૂપથી મિથ્યાભાવ કહેવાશે.
મિથ્યાત્વના ૨૧ પ્રકાર
મિથ્યાત્વની ૧૦ સંજ્ઞા અભિગ્રહિકાદિ ૬ દેવગુરુ ધર્મગત
૫ મુખ્ય ભેદ (૧૦ + ૫+૬=૧૧.) એ પ્રમાણે ર૧ પ્રકારનું મિથ્યાત્વ જે જગતમાં પ્રચલિત છે તે અનાદી કાળથી છે અને અનન્તકાળ સુધી રહેશે હંમેશા મિથ્યાત્વીઓની સંખ્યા સમ્યફવી ઓની સંખ્યા કરતાં વધારે જ રહેશે જેમ કે ધમીઓની સંખ્યા કરતાં અધમીઓની સંખ્યા વધારે જ હોય છે. આ સંસારનું સ્વરૂપ એવું જ છે. મિથ્યાત્વી તે બધા જ છે, પરંતુ આમાંથી જ સમજીને જાણીને સાચી સમજણ પ્રાપ્ત કરીને મિથ્યાવૃત્તિને દૂર કરવી જોઈએ અને સમ્યક્ત્વને પ્રાપ્ત કરવું જોઈએ જેમ કે સંસારમાં બધા બાળકે જન્મથી તે અજ્ઞાની-નાદાન–અને નાસમજ હોય છે, પરંતુ ૧૫, ૨૦, ૨૫ વર્ષ સુધી એમને ભણાવી-ગણાવીને વિદ્વાન હોંશિયાર બનાવવામાં આવે છે. એ જ પ્રમાણે સંસારમાં ઉપન નિગેદથી માંડીને આજ સુધીના બધા જીવ મિથ્યાત્વી જ છે. પરંતુ ગુરુ ભગવંતે દ્વારા, શાસ્ત્રો દ્વારા, સિદ્ધાતનું સાચું ન્યથાર્થ સમ્યગ્ર સ્વરૂપ સમજીને મિથ્યાવને એને છોડવાને પ્રબળ પુરુષાર્થ કરવા જોઈએ અને સમ્યકત્વ પ્રાપ્ત કરવું જોઈએ. આત્મા આદિ પદાર્થોમાં મિથ્યાત્વ:
જેમ દેવ-ગુરુ-ધર્મને વિચાર કર્યો તેમજ જગતના દ્રશ્ય–અદ્રશ્ય અનેક પદાર્થ છે. અનેક ત છે. એને વિષે પણ ઉચિત વિચાર કરવો જોઈએ. અનેક વિષયોમાં પણ જે અજ્ઞાન છે, જે વિપરીત જ્ઞાન છે, જે વિપરીત શ્રદ્ધા છે. એને તે દૂર કરવી જ જોઈએ. એવા તને વિચાર કરતાં મુખ્યરૂપે નવ તત્વ પ્રમુખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org