Book Title: Be Sakhi
Author(s): Harilal Jain
Publisher: Kundkund Kahan Digambar Jain Trust
Catalog link: https://jainqq.org/explore/008404/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ બે સખી [સતી અંજનાનું જીવનચરિત્ર ] ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બે સખી શ્રી હનુમાન જેવા ચરમશરીરી પુત્રની જનતા મહાસતી અંજનીની આ કથા છે. અંજની મહા ધર્માત્મા અને જિનેન્દ્રભક્ત હતી... અને તેની સખી વસંતમાલા પણ એવી જ હતી. તેમના ઉપર કેવા કેવા સંકટ આવી પડયા છે અને તેવા પ્રસંગે પરસ્પર અપાર વાત્સલ્યપૂર્વક તે બન્ને સખીઓએ કેવો ધર્મપ્રેમ અને ધર્ય ટકાવી રાખેલ છે! તે ખાસ બોધ લેવા જેવું છે. તેથી પુરાણના આધારે તે વૈરાગ્યભરેલી કથા અહીં પ્રસિદ્ધ કરવામાં આવી છે. લેખકઃ બ્ર. હરિલાલ જૈન કહાનરશ્મિ ” : સોનગઢ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વીર સં. : ૨૪૮૯ દીપાવલી પ્રત: ૨૦૦૦ ઈ. સ. ૧૯૬૨ નવેમ્બર મુદ્રકઃ રમણભાઈ ભાઈલાલભાઈ પટેલ ગંગા મુદ્રણાલય વલ્લભવિધાનગર (ગુજરાત ) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Thanks & Our Request This shastra has been kindly donated by Meena S. Shah, London, UK who has paid for it to be "electronised" and made available on the internet. Our request to you: 1) We have taken great care to ensure this electronic version of Be Sakhi is a faithful copy of the paper version. However if you find any errors please inform us on Rajesh@ AtmaDharma.com so that we can make this beautiful work even more accurate. 2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Version Number 001 Version History Date Changes 02 Nov 2002 First electronic version. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #6 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ( નિવે...દ...ની સતી અંજનાની આ કથા ઘણી વૈરાગ્યપ્રેરક છે. પૂ. ગુરુદેવને આ કથા ઘણી પ્રિય છે. જ્યારે જ્યારે પુરાણમાં તેઓ આ કથા વાંચે છે ત્યારે અંજના સતી ઉપરનું દુઃખ દેખીને તેમની આંખોમાં આંસુ આવી જાય છે. આ કથાના વાંચન વખતે એકવાર તેઓ કહેતા હતા કે “ધર્માત્મા ઉપરનું દુઃખ હું જોઈ ન શકું.” પ્રવચનમાં પણ તેઓ ગદ્ગદવાણીથી અનેકવાર અંજના સતીનું ઉદાહરણ આપે છે ને ત્યારે સભાજનો વૈરાગ્યરસમાં મશગુલ થઇ જાય છે. આ રીતે ગુરુદેવને પ્રિય તેમ જ બાળકોને ઉપયોગી એવી આ કથા છપાવવાની ઘણા વખતની ઇચ્છા હતી, તે આજે છપાવવામાં આવી છે ને “સુવર્ણ-સન્ટેશ” ના ગ્રાહકોને ભેટ આપવામાં આવી છે. (તેમ જ બીજી એક હજાર નકલ વધુ છપાવવામાં આવી છે.) અંજનીનું જીવન ઘણું વૈરાગ્ય અને પૈર્યપ્રેરક છે. કોઈ પણ પ્રકારના પ્રસંગથી હતાશ થયેલા જીવને એની કથા ઉત્સાહિત કરે છે અને તેને ધર્મ આરાધનામાં દઢતા કરાવે છે...તેમાંયે, વનવાસ વખતે ગૂફામાં અંજના સતીને મુનિરાજના દર્શનનો જે પ્રસંગ છે તે તો મુમુક્ષુના રોમ-રોમ ઉલસાવી દે છે. ત્યારે જીવનની હતાશા ખંખેરાઇ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #7 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪] જાય છે...સંસારનાં સર્વ દુઃખો ભૂલાઈ જાય છે...ને સંસારમાં સાચું શરણું તો દેવ-ગુરુ-ધર્મનું જ છે. એ વાતનું સાક્ષાત્ ચિત્ર ખડું થાય છે. ગૂફામાં એ મુનિદર્શનનો આનંદકારી પ્રસંગ લેખકને અતિ પ્રિય છે. આ કથા છપાતાં પહેલાં લેખકે લગભગ પચાસ વખત રસપૂર્વક વાંચી છે; અનેક બાળકો અને વડીલોએ પણ આ કથા વાંચીને તે છપાવવાની ઇચ્છા બતાવી છે. આ પુસ્તકદ્વારા બાલ-સાહિત્યમાં એક પુસ્તકનો ઉમેરો થાય છે. આ લેખકને બાલ-સાહિત્ય માટેની ખાસ પ્રીતિ છે, અને અત્યારે જૈન સમાજને બાલ-સાહિત્યની ખૂબ જ જરૂર છે. તે તરફ લેખકો-પ્રકાશકોએ ધ્યાન આપવાની જરૂર છે. આ પુસ્તકના કાર્યમાં મને પ્રોત્સાહન આપનારા સૌનો હું આભારી છું. વીર સં. ૨૪૮૯ “આસો વદ ચોથ” –બ્ર. હરિલાલ જૈન કહાનરશ્મિ: સોનગઢ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #8 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બે સખી Tછે. ૧ઃ પ્રીતિ અને અપ્રીતિ શ્રી મુનિસુવ્રત ભગવાનનું તીર્થ ચાલતું હતું તે વખતની આ કથા છે. અનંતવીર્ય-કેવળી પાસે ધર્મોપદેશ સાંભળીને હનુમાનજી વિભીષણ વગેરેએ વ્રત ધારણ કર્યા. હનુમાનજીનું સમ્યકત્વ તથા શીલ ખાસ પ્રશંસનીય છે. હનુમાનજીની પ્રશંસા સાંભળીને શ્રેણીકરાજા પૂછે છે કે હું પ્રભો! તે કોના પુત્ર? અને કયાં ઊપજ્યા? –ત્યારે, સપુરુષોની કથાથી જેને પ્રમોદ ઊપજ્યો છે એવા ઇંદ્રભૂતિગૌતમસ્વામી આફ્લાદકારી વચનદ્વારા તે કથા કહે છે: ભરતક્ષેત્રની દક્ષિણ દિશામાં મહેન્દ્ર નામના વિદ્યાધરરાજાએ મહેન્દ્રપુર નગર વસાવ્યું. રાજા મહેન્દ્રને હૃદયવેગા રાણી અને અરિન્દમ વગેરે ૧૦૦ કુમારો તથા અંજની-સુંદરી નામની મહા ગુણવંતી કુંવરી હતી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #9 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૨] એકવાર રાજકુમારી અંજનીની નવયૌવન અવસ્થા દેખીને તેના પિતાને તેના વિવાહની ચિંતા ઊપજી. જેમ સુલોચનાને દેખીને રાજા અકંપનને ચિંતા ઊપજી હતી, તેમ અંજનીને દેખીને રાજા મહેન્દ્રને ચિંતા ઊપજી, અને મંત્રીઓ ને બોલાવીને પૂછ્યું કે આ કન્યા કોને પરણાવવી યોગ્ય છે? ત્યારે કોઈએ રાજા રાવણનું નામ દીધું, કોઇએ ઇંદ્રજીત, મેઘનાદ વગેરેનું નામ આપ્યું; ધન્યમંત્રી કહેવા લાગ્યા-હૈ રાજન્ ! દક્ષિણશ્રેણીમાં કનકપુર નગરના રાજા હિરણ્યપ્રભ તથા રાણી સુમનાનો પુત્ર સૌદામિનીપ્રભ (વિદ્યુત્પ્રભ ) છે, તે મહા યશવંત-ગુણવંત છે, તથા સર્વ વિદ્યાધરો ભેગા થઇને લડે તોપણ તેને જીતી ન શકે એવો પરાક્રમી છે, માટે તેને પુત્રી પરણાવો. –એ વાત સાંભળીને સંદેહપરાગ નામના મંત્રી માથું ધૂણાવીને આંખ મીંચીને કહેવા લાગ્યા-જોકે વિદ્યુત્પ્રભ મહા ભવ્ય છે, તેને નિરંતર એવો વિચાર રહે છે કે આ સંસાર અનિત્ય છે; તેથી સંસારનું સ્વરૂપ જાણીને માત્ર અઢારમા વર્ષે તો તે વૈરાગ્ય ધારણ કરશે; તે વિષયાભિલાષી નથી, ભોગરૂપ ગજ-બંધનને તોડીને તે ગૃહસ્થાપણાનો ત્યાગ કરશે અને બાહ્ય-અત્યંતર પરિગ્રહ રહિત થઇને કેવળજ્ઞાન પ્રગટાવી મોક્ષ પામશે. તેથી તેની સાથે પરણાવતાં કન્યા પતિ વગરની થઇ જાય અને શોભા ન પામે; માટે તેની સાથે કન્યાનો સંબંધ ચિત નથી. પણ ભરતક્ષેત્રના વિજયાદ્ઘ પર્વતની દક્ષિણશ્રેણીમાં આદિત્યપુર નગર છે, Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #10 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૩] ત્યાંના રાજા પ્રહલાદ અને રાણી કહુમતીને વાયુકુમાર (અર્થાત્ પવનંજયકુમારક) નામનો પુત્ર છે, તે મહા પરાક્રમી, રૂપવાન, શીલવાન અને ગુણવાન છે, તેથી કન્યાને માટે તે બધી રીતે યોગ્ય છે. –આ વાત સાંભળીને બધાને હર્ષ થયો. વસંતઋતુ અને ફગણ માસની અષ્ટાલિકા આવી...આ સુદ અષ્ટમીથી પૂર્ણિમા સુધીના અણહ્નિકાના દિવસો મહામંગલરૂપ છે. આ દિવસોમાં ઈદ્ર વગેરે દેવો નંદીશ્વર દ્વીપે શાશ્વત રત્નમય જિનપ્રતિમાના પૂજન માટે ગયા, અને વિદ્યાધર-મનુષ્યો પૂજનસામગ્રી લઈને કૈલાસ પર ગયા. શ્રી ઋષભદેવપ્રભુના નિર્વાણકલ્યાણકથી તે પર્વત પૂજનીક છે. અંજની સહિત તેના પિતા મહેન્દ્રરાજા પણ ત્યાં આવ્યા, અને ભાવપૂર્વક ભગવાનની પૂજાસ્તુતિ-વંદના કરીને એક સુર્વણશિલા ઉપર બેઠા હતા. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #11 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪] કુમાર પવનંજય તથા તેના પિતા પ્રહલાદરાજા પણ ભરત ચક્રવર્તીના કરાવેલા રત્નમય જિનમંદિરોની વંદના માટે કૈલાસ આવેલા, અને વંદન પૂજન કરીને ફરતા હતા ત્યાં રાજા મહેન્દ્રની નજર તેમના ઉપર પડી. રાજા મહેન્દ્ર પ્રસન્નતાપૂર્વક તેને કહ્યું કે મારી કન્યા અંજનીને આપના પુત્ર પવનકુમાર સાથે પરણાવવાનો વિચાર છે. રાજા પ્રફ્લાદે પણ સ્નેહથી કહ્યું કે મારા પુત્રના મહાભાગ્ય ! તમારી વાત પ્રમાણ છે. એ પ્રમાણે પવનકુમાર અને અંજનીનો સંબંધ નક્કી થતાં, ત્યાં માનસરોવરના કિનારે જ વિવાહૂ કરવાનું નક્કી થયું અને ત્રણ દિવસના લગ્ન સ્થપાયા. અંજનીના રૂપની અભૂતતા સાંભળીને પવનકુમારને તરત જ તેને દેખવાની ઈચ્છા થઈ. ત્રણ દિવસ તેનાથી રહી ન શકાયું જ્યારે અંજનીને દેખું! એવી ચિંતા થઈ. અને પોતાના પ્રહસ્ત નામના મિત્રને વાત કરીઃ હે સખા! તારા વિના આ વાત કોને કહું? જેમ બાળક પોતાનું દુઃખ માતાને કહે, શિષ્ય ગુરુને કહે, કિસાન રાજાને કહે, રોગી વૈદને કહે, તેમ બુદ્ધિમાન પોતાના મિત્રને કહે છે, તેથી મારા મનની વાત હું તને કહું છું “ રાજા મહેન્દ્રની પુત્રી (અંજની) ને દેખ્યા વગર મારું મન સ્થિર થવાનું નથી.” પ્રહસ્ત હસ્યો. રાત પડતાં બન્ને મિત્રો વિમાનમાં બેસીને આકાશમાર્ગે અંજનીના મહેલે આવ્યા ને ઝરૂખામાં છૂપાઈને અંજનીનું રૂપ-લાવણ્ય દેખતાં પવનકુમારને પ્રસન્નતા થઇ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #12 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૫] તે વખતે સાત માળના મહેલમાં અંજની પોતાની સખીઓ સાથે બેઠી હતી, તેમાં વસંતમાલા નામની મહાબુદ્ધિમતી સખી અંજનીને કહેવા લાગી કે હું સખી! તું ધન્ય છે કે તારા પિતાએ તને પવનકુમારને દીધી. પવનકુમાર મહાપ્રતાપી છે. એ સાંભળીને પવનકુમારને પણ આનંદ થયો. ત્યાં તો મિશ્રકેશી નામની બીજી સખી માથું ધૂણાવીને કહેવા લાગી કે “અરે, તારું મહા અજ્ઞાન છે કે તું પવનંજય સાથેનો સંબંધ વખાણે છે ! જો વિધુપ્રભ સાથે સંબંધ થયો હોત તો તે શ્રેષ્ઠ હતો. હે વસંતમાલા! વિધુપ્રભ અને પવનંજયમાં તો સમુદ્ર અને ખાબોચીયા જેટલો ભેદ છે; પહેલાં તો બધાનો વિચાર વિધુત્વને જ આ કન્યા દેવાનો હતો, પણ ત્યાં કન્યાના પિતાએ સાંભળ્યું કે તે થોડા જ વખતમાં મુનિ થઈ જશે! તેથી તેની સાથે સંબંધ ન કર્યો. પણ એ ઠીક ન કર્યું. વિધુપ્રભ જેવાનો સંયોગ તો એક ક્ષણ પણ ભલો, અને બીજા ક્ષુદ્રપુરુષનો સંયોગ ઘણોકાળ રહે તોપણ શું કામનો ?' તેની આ વાત સાંભળતાં પવનંજય એકદમ ક્રોધિત થઇ ગયો..અને “આ અંજનીને મારા ઉપર સ્નેહું નથી પણ વિધુપ્રભ ઉપર સ્નેહ છે; તેને મારી નિંદા સુહાવે છે, તેથી આ દાસી આવા નિંધવચન કહે છે છતાં તે સાંભળે છે”આમ વિચારીને તેને શિક્ષા કરવા તલવાર કાઢી. પણ તરત પ્રહસ્ત મિત્રે તેને અયોગ્ય કાર્ય કરતાં રોકયો, અને કહ્યું કે આપણે જેમ ગુસપણે આવ્યા છીએ તેમ ગુપ્તપણે ચાલ્યા જઇએ. આથી પવનંજયકુમાર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #13 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૬] રોષપૂર્વક પોતાના સ્થાને પાછો આવ્યો, પણ તેનું ચિત્ત અંજના પ્રત્યેથી તદ્દન ઊઠી ગયું ને તેને દૂરથી જ છોડી દેવાનો વિચાર કર્યો. (જાઓ, વિભાવની વિચિત્રતા! થોડા વખત પહેલાં તો જેને દેખ્યા વગર ક્ષણ પણ રહી શકાતું ન હતું તેનાથી એકદમ એવી ઉદાસીનતા થઈ ગઈ કે તેનું મોઢું જોવું પણ નથી ગમતું. -રે સંસાર!!) પોતાના સ્થાને આવ્યા પછી કુમારે પ્રહસ્ત મિત્રને કહ્યું કે-આપણા સ્થાનથી અંજનીનું સ્થાન નજીક છે, તેથી અહીં નથી રહેવું તેને સ્પર્શીને પવન આવે છે તે મને નથી ગમતો. માટે ચાલો આપણે અહીંથી ચાલ્યા જઇએ, ઢીલ કરવી ઉચિત નથી. કુમારની આજ્ઞા થતાં જ સેનાએ પ્રયાણની તૈયારી કરી. હાથી-ઘોડા-રથ-પાયદળ વગેરે સેનાનો કોલાહલ થયો. અંજનીનું નિવાસસ્થાન નજીકમાં જ હતું. કુમારની સેનાના પ્રયાણનો કોલાહલ સાંભળતાં તેના મનમાં વવાત જેવું દુ:ખ થયું: હાય ! શું કરું! હવે શું થશે!! મારો કોઈ અપરાધ દેખાતો નથી. પણ મિશ્રકેશીએ નિંદાના વચન કહેલા, તેની કદાચ કુમારને ખબર પડી હોય! તેથી મારા પ્રાણવલ્લભ મારા ઉપર કૃપારહિત થઈ ગયા ને મને છોડીને ચાલ્યા જાય છે! મારા નાથ મારો પરિત્યાગ કરશે તો હું આહારનો ત્યાગ કરીને શરીર તજીશ...એમ ચિંતવન કરતાં કરતાં અંજની મૂછ ખાઇને પૃથ્વી પર પડી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #14 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [0] આ બાજુ પવનંજયની સેનાના લોકો એકાએક કૂચનો હુકમ સાંભળતાં આશ્ચર્યમાં પડી ગયા...કે આ શું! વિના કા૨ણ કૂચ કેમ ? કોઈ કહે કે એનું નામ ‘પવનંજય’ છે તેથી તેનુ ચિત્ત પણ પવન જેવું ચંચળ છે. અંજનીના પિતા રાજા મહેન્દ્રને કુમારના પ્રયાણની ખબર પડતાં તરત તે પોતાના બંધુજનો સહિત રાજા પ્રહ્લાદ પાસે આવ્યો. પ્રહ્લાદ અને મહેન્દ્ર બન્નેએ ભેગા મળીને પવનકુમા૨ને સમજાવ્યો કે હૈ શૂરવીર! કૂચથી પાછા ફરો, ને અમારા બન્નેના મનવાંછિતની સિદ્ધિ કરો...ગુરુજનોની આશા સત્પુરુષોને આનંદનું કારણ છે, માટે અમારી વાત માની જાઓ. –એમ કહીને પ્રેમપૂર્વક તેનો હાથ પકડી લીધો. ત્યારે કુમાર પણ વિનયથી નમ્રીભૂત થઈ ગયો; અને ગુરુજનોની ગુરુતા ઉલ્લંઘવા અસમર્થ થઇ ગયો, તેથી તેમની આજ્ઞાથી પાછો ફર્યો.પણ મનમાં એમ વિચાર્યું કે એને પરણીને પછી છોડી દઈશ. રાજકુમાર પાછો ફરવાથી અંજની હર્ષથી રોમાંચિત થઇ. લગ્નનો સમય થતાં માનસરોવરના કિનારે મંગળપૂર્વક વિવાહ થયા. કન્યાને તો પ્રીતિ છે, ને વરને અપ્રીતિ છે, તે આના ભાવ જાણતો નથી. વિવાહ બાદ એક મહિનો ત્યાં ૫૨મઉત્સવ પૂર્વક રહ્યા, ને પછી પોતપોતાના સ્થાને ગયા. અહીં ગણધરદેવ કહે છે કે હે શ્રેણીક! જે વસ્તુના સ્વરૂપને નથી જાણતો અને વગર સમજ્યે પારકા દોષ ગ્રહણ કરે છે તે મૂર્ખ છે; અને બીજાના દોષ પોતાના ઉપર આવી પડે તો તે પાપકર્મનું ફળ છે. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #15 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨: વિયોગ અને સંયોગ પવનંજયકુમાર અંજનીસુંદરીને પરણીને એવી છોડી દીધી કે કયારેય વાત પણ ન કરે. તે સુંદરી, પતિના અબોલડાથી અને કૃપાદૃષ્ટિએ ન દેખવાથી પરમ દુઃખી થતી; રાત્રે નિદ્રા પણ ન લેતી, આંખમાંથી નિરંતર આંસુ ઝરતા, શરીર મલિન થઈ ગયું પતિ પ્રત્યે ઘણો સ્નેહ, પતિનું નામ પણ સુહાવે, તે તરફનો પવન આવે તે પણ પ્રિય લાગે; પતિનું રૂપ તો વિવાહે વખતે વેદીમાં દેખ્યું હતું, તેનું મનમાં ચિંતન કરે, નિશ્ચલ નયને સર્વ ચેષ્ટા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #16 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | [૯] રહિત બેસી રહે; મનમાં પતિનું રૂપ ચિંતવીને બહારમાં પણ તેના દર્શન કરવા ચાહે, પણ દર્શન ન થાય એટલે શોકથી બેસી રહે. ચિત્રપટમાં પતિનું ચિત્ર આલેખવાનો ઉધમ કરે પણ હાથ ધૃજે અને કલમ પડી જાય. સમસ્ત અંગ દુર્બળ થઈ ગયા છે, આભૂષણ ઢીલા પડી ગયા છે, દીર્ઘ નિસાસાથી વદન કરમાઈ ગયું છે, શરીરના વસ્ત્રાભૂષણ પણ ભારરૂપ લાગે છે, પોતાના અશુભકર્મને નિંદતી વારંવાર માતા-પિતાને યાદ કરે છે. હૃદય શૂન્ય થઇ ગયું છે, દુઃખથી શરીર ક્ષીણ થઈ ગયું છે ને વારંવાર મૂર્છા આવી જાય છે, ચેષ્ટારહિત થઈ જાય છે, રોઈ રોઈને કંઠ રૂંધાઈ ગયો છે, દુઃખથી વચન નીકળે છે; વિહળ થઇને પૂર્વોપાર્જિત દૈવનો ઓરતો કરે છે, ચંદ્રમાના કિરણો પણ દાહરૂપ લાગે છે, મહેલમાં ચાલતાં ચાલતાં મૂછ ખાઈને પડી જાય છે; વિકલ્પની મારી એવા વિચાર કરીને મનમાં ને મનમાં જ પતિને કહે છે કે હે નાથ ! મારા હૃદયમાં આપ નિરંતર બિરાજો છો, છતાં મને કેમ આતાપ કરો છો? મેં આપનો કાંઈ અપરાધ કર્યો નથી; વિના કારણે મારા ઉપર કોપ કાં કરો ! હવે પ્રસન્ન થાઓ. હું આપની ભક્ત છું. મારા ચિત્તના વિષાદને હેરો. જેમ અંદરમાં દર્શન આપો છો તેમ બહારમાં પણ આપો, હું આપને હાથ જોડીને વિનતિ કરું છું. આપની કૃપા વિના મારી શોભા નથી-એ પ્રમાણે ચિત્તમાં રહેલા પોતાના પતિને વારંવાર આજીજી કરે છે, અને આંખમાંથી મોતીના દાણા જેવા આંસુ ખરે છે. સખીજનો અનેક Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #17 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૦ ] પ્રકારની સામગ્રી લાવે છે પણ આને કાંઈ સુહાવતું નથી, પતિ-વિયોગથી ચક્રની જેમ મન ભ્રમિત થઈ ગયું છે, સ્નાન કરતી નથી, કેશ ગૂંથતી નથી; સર્વ ક્રિયામાં જડ જેવી હોવાથી જાણે કે પૃથ્વી હોય, નિરંતર અશ્રુપ્રવાહ વરસતો હોવાથી જાણે કે જલરૂપ હોય, હૃદયના દાહને લીધે જાણે કે અગ્નિરૂપ હોય, નિશ્ચલ ચિત્તથી જાણે કે વાયુરૂપ હોય, અને ચિત્તની શૂન્યતાથી જાણે કે ગગનરૂપ હોય! મોહને લીધે જ્ઞાન પણ આચ્છાદિત થઇ ગયું છે, સર્વ અંગ એવા શિથિલ થઈ ગયા છે કે બેસી ન શકે, બેસે તો ઊઠી ન શકે, ઊઠે તો શરીરને થંભાવી ન શકે, સખીજનનો હાથ પકડીને ચાલે ત્યાં પગ ડગી જાય. ચતુર સખીઓની સાથે બોલવાની ઈચ્છા કરે પરંતુ બોલી ન શકે, પક્ષીઓ સાથે ક્લોલ કરવા ચાહે પણ કરી ન શકે. એ બિચારી બધાયથી ન્યારી સૂનમૂન બેસી રહે. એનું ચિત્ત અને નેત્રો પતિમાં જ લાગેલાં છે. નિષ્કારણ પતિથી તરછોડાઈ ગઇ, તેથી એકેક દિવસ એક વરસ જેવો જાય છે. એની આવી હાલત દેખીને બધો પિરવાર વ્યાકુળ થઈને એમ ચિંતવે છે કે અરેરે, આવું દુઃખ આને કેમ થયું? આ કોઈ પૂર્વોપાર્જિત પાપકર્મનો ઉદય છે; પાછલા જન્મમાં આણે કોઇ દેવ-ગુરુની વિરાધના કરી હશે! વાયુકુમાર તો નિમિત્તમાત્ર છે. આ બાળી-ભોળીને પરણીને તરત જ કેમ તજી દીધી ? એણે પિતાના ઘરે કદી પંચમાત્ર દુ:ખ દેખ્યું નથી, અને અત્યારે દુઃખના ભારને પામી છે. એવી સખીઓ વિચારે છે કે અમે શું ઉપાય કરીએ !! અમે ભાગ્યહીન છીએ, Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #18 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૧ ] આ કાર્ય અમારાથી યત્નસાધ્ય નથી, આ તો કોઈ અશુભકર્મની ચાલ છે. હવે એવો શુભ દિવસ કયારે આવે કે એનો પ્રીતમ એને કૃપાદષ્ટિથી દેખે, મિષ્ટવચન બોલે અને એને પાસે લઇને બેસે! –એવી સૌને અભિલાષા છે. આવી દશામાં, વારંવાર શ્રી દેવ-ગુરુને યાદ કરતીકરતી અંજની ઝૂરી-ઝૂરીને દિવસો વીતાવે છે...તેની પ્રિય સખી વસંતમાલા હરકોઇ પ્રકારે તેના ચિત્તને પ્રસન્ન રાખવા પ્રયત્ન કરે છે, કોઈવાર અંતરના અનુભવની ને સમ્યગ્દર્શનની સૂક્ષ્મ ચર્ચા કરે છે, તો કોઈ વાર દેવ-ગુરુની ભક્તિ કરે છે, ને કોઇ વાર સંતોનું સ્મરણ કરીને તેમની વૈરાગ્ય ભરેલી કથાઓ કરે છે...અને એટલો વખત અંજનીની વેદના હળવી થઇ જાય છે. -આમ સખી સહિત અંજનીના દિવસો વીતી રહ્યા છે. * ૨૨ વર્ષ બાદ... જે વખતની આ કથા ચાલે છે તે વખતે અનેક રાજાઓ ઉપર મહારાજા રાવણની આજ્ઞા ચાલતી હતી. પરંતુ વરુણ રાજાએ રાવણની આજ્ઞા ન માની અને કહ્યું કે રાવણને દેવાધિષ્ઠિત રત્નો (-શસ્ત્રો વગેરે) નો ગર્વ છે, પણ હું તેને ગર્વરહિત કરી નાંખીશ. આ વાત સાંભળીને કોપિત થઇને રાવણે પ્રતિજ્ઞા કરી કે હું તેને દેવાધિષ્ઠિત રત્નો વગર જ જીતી લઇશ. અને તેને જીતવા માટે અનેક રાજાઓને પોતાની મદદે બોલાવ્યા. પવનકુમારના પિતા Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #19 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૨] રાજા પ્રફ્લાદ ઉપર પણ એક પત્ર મોકલ્યો, તેમાં લખ્યું હતું કે “સમુદ્રની વચ્ચે દ્વિીપમાં પાતાલનગરમાં નિવાસ કરનાર રાજા વરુણને જીતવા અમે ચઢાઈ કરી છે, પરંતુ યુદ્ધમાં વરુણના પુત્રોએ અમારા બનેવી ખરદૂષણને પકડી લીધા છે, તો તેને છોડાવવા માટે તથા યુદ્ધમાં જીતવા માટે તમે તરત જ આવો.” પત્ર દ્વારા આજ્ઞા મળતાં તરત જ સ્વામીભક્ત રાજા પ્રહલાદ રાવણ પાસે જવા તૈયાર થયા. તે દેખીને પવનંજયકુમારે કહ્યું કે પિતાજી! આપ રહેવા ધો, મને આજ્ઞા આપો, હું વરુણને જીતી લઇશ. એ પ્રમાણે પિતા-માતાની આજ્ઞા લઇને, તથા પરિવારના બધા લોકોને સ્નેહપૂર્વક ધૈર્ય બંધાવીને, અને ભગવાન અરિહંત-સિદ્ધને નમસ્કાર કરીને કુમારે વિદાય લીધી... ..તે વખતે અંજની સુંદરી આંસુભીની આંખે દરવાજાના થાંભલાને ટેકે ઊભી હતી-જાણે કે થાંભલામાં કોતરેલી પૂતળી જ હોય ! –તેના ઉપર નજર પડતાં તરત જ કુમારે પોતાની દષ્ટિ સંકોચી લીકી...અને કુપિત થઇને કહ્યું- “અરે ! તારું દર્શન પણ દુ:ખકર છે, તું આ સ્થાનેથી ચાલી જા..નિર્લજ્જ થઇને અહીં કેમ ઊભી છે!” પતિના આવા કર્કશ વચન પણ અંજનીને અત્યારે પ્રિય લાગ્યા...જેમ ઘણા દિવસના તરસ્યા ચાતકને મેઘના બુંદ પ્રિય લાગે તેમ અંજનીને પતિના કર્કશ વચનો પણ અમૃત જેવાં પ્રિય લાગ્યાં. અને હાથ જોડીને ગદ્ગદ વાણીથી કહેવા લાગી-હે નાથ ! જ્યારે આપ અહીં બિરાજતા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #20 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૩ ] હતા ત્યારે પણ હું વિયોગિની હતી, છતાં આપ નિકટમાં જ છો-એવી આશાથી મારા પ્રાણ જેમતેમ કરીને ટકી રહ્યા...પરંતુ હવે તો આપ દૂર પધારો છો તો હું કેમ કરીને જીવીશ ? હું નાથ ! પરદેશગમન પ્રસંગે આપે સ્નેહપૂર્વક, વસતીના મનુષ્યોને તો શું ! પણ પશુ-પક્ષીનેય દિલાસો આપ્યો અને બધાને અમૃત-વચન કહ્યા. માત્ર એક હું તમારી અપ્રાપ્તિથી દુ:ખી છું, મારું ચિત્ત આપના ચરણારવિંદને ઝંખે છે...બીજા બધાયને આપના શ્રીમુખેથી આટલો દિલાસો આપ્યો તો મને પણ, બીજાની મા૨ફતેય કંઇક દિલાસો આપ્યો હોત તો સારું હતું! જ્યારે આપે મને તજી દીધી ત્યારે જગતમાં શરણ નથી...મરણ જ છે. ત્યારે કુમારે મુખ સંદ્રેચીને કોપથી હ્યું કે...‘મર!' એ સાંભળતાં જ સતી ખેખિન્ન થઇને ધરતી પર પડી ગઈ. કુમાર તેને કુમાયા સમજીને ત્યાંથી ચાલ્યો ગયો... અને લશ્કર સહિત પ્રયાણ કરતાં કરતાં તે દિવસે સાંજે માનસરોવરના કિનારે પડાવ નાંખ્યો. * * * વિધાના પ્રભાવથી એક મોટો મહેલ બનાવીને, પવનકુમાર પોતાના પ્રહસ્ત મિત્ર સહિત તેમાં બેઠો છે, અને ઝરૂખામાંથી માનસરોવરની શોભા નીહાળે છે...સરોવરના સ્વચ્છ જળમાં કમળ ખીલી રહ્યાં છે, હંસ અને ચાતક વગેરે પક્ષીઓ ક્રીડા કરી રહ્યાં છે... એક ચકવો અને ચકવી પણ ક્રીડા કરતાં હતાં; ત્યાં સૂર્યાસ્ત થયો અને ચકવો ચાલ્યો ગયો. તેના વિયોગથી તસાયમાન ચકવી Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #21 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates [ ૧૪ ] એકલી આકુળવ્યાકુળ થવા લાગી...ચકવાને દેખવા માટે તેનાં નેત્રો અસ્તાચલ તરફ લાગી રહ્યાં છે...કમળના છિદ્રમાં વારંવાર શોધે છે...પાંખો ફફડાવીને તરફડે છે...ને નીચે પડે છે...કમળના રસનો સ્વાદ પણ તેને ઝેર જેવો લાગે છે...પાણીમાં પોતાનું પ્રતિબિંબ દેખીને ‘આ મારો પ્રીતમ છે' એમ સમજીને આતુરતાથી તેને બોલાવે છે, પણ પ્રતિબિંબ કયાંથી આવે? તેથી તેની અપ્રાપ્તિથી પાછી અત્યંત શોક પામે છે; લશ્કરના માણસો તથા હાથી ઘોડાના શબ્દો સાંભળીને પોતાના વલ્લભની આશાથી ત્યાં ચિત્ત ભમાવે છે, વળી કિનારાના ઝાડ ઉપર ચડીને દશે દિશા તરફ ઝાંખી ઝાંખીને જુએ છે, પણ કયાંય પોતાના પ્રીતમને ન દેખતાં પાછી જમીન ઉપર આવી પડે છે. ચકવીની આવી દશા ઘણી વાર સુધી નજર માંડીને પવનકુમા૨ે દેખી...ચકવીની ઝુરણા દેખીને તેનું ચિત્ત દયાથી ભીંજાઈ ગયું, તેને અંજની યાદ આવી...અને તે વિચારવા લાગ્યો કે-અરેરે ! પ્રીતમના વિયોગથી આ ચકવી શોકાગ્નિમાં કેવી ઝૂરે છે? આ મનોહર માનસરોવર અને ચંદ્રમાની ચંદન જેવી ચાંદની પણ તે વિયોગિનીને દાવાનળ જેવાં લાગે છે...તો અંજનીની શી દશા થઇ હશે ? આ ચકવી પોતાના પતિનો એક રાતનો વિયોગ પણ નથી સહી શકતી, તો તે મહાસુંદરીએ બાવીસ-બાવીસ વર્ષનો વિયોગ કેમ કરીને સહ્યો હશે !! અરે, આ તે જ માનસરોવર છે અને આ તે જ સ્થાન છે કે જ્યાં અમારા Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #22 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | [ ૧૫]. વિવાહ થયા હતા. વિવાહનું સ્થાન નજરે પડતાં કુમારને વધારે શોક થયોઃ હાય હાય! હું કેવો ક્રચિત્ત કે મેં તે નિર્દોષને નકામી તજી દીધી ! કટુવચન તો તેની દાસીએ કહ્યાં હતાં, તેણે તો કંઇ કહ્યાં ન હતાં. છતાં મેં વગર વિચાર્યું બીજાના દોષથી તેનો ત્યાગ કરી દીધો ! એ નિષ્કપટ જીવને નિષ્કારણ દુઃખ આપ્યું. આટલાં બધાં વર્ષો સુધી એને વિયોગમાં રાખી.. હવે શું કરું!! પિતા પાસેથી વિદાય લઇને ઘરેથી નીકળ્યો છું તેથી હુવે પાછા પણ કેમ જવાય? મોટું સંકટ આવી પડ્યું! જે એને મળ્યા વગર સંગ્રામમાં જઇશ તો મારા વિરહમાં તે જીવશે નહિ, અને તેનો અભાવ થતાં મારો પણ અભાવ થશે. જગતમાં જીવન સમાન બીજું કાંઈ નથી; માટે સર્વ સંદેહનું નિવારણ કરનાર મારા પરમ મિત્ર પ્રહસ્તને આનો ઉપાય પૂછું, તે બધી બાબતમાં પૂવીણ છે; જે વિચારીને કાર્ય કરે છે તે પ્રાણી સુખ પામે છે. -આમ પવનકુમાર વિચાર કરે છે... ત્યાં તો, કુમારને ચિંતાવાન દેખીને, તેના સુખે સુખી અને તેના દુઃખે દુઃખી એવો પ્રહસ્ત મિત્ર પૂછવા લાગ્યો કે અરે મિત્ર ! તમે કેમ ચિંતામાં છો? તમે રાવણને મદદ કરવા અને વરુણ જેવા યોદ્ધા સામે લડવા જાવ છો ત્યારે અતિ પ્રસન્નતા હોવી જોઇએ, તો જ કાર્યની સિદ્ધિ થાય. એને બદલે આજ તમારું વદનકમળ કેમ કરમાઈ ગયું છે? લજ્જા છોડીને જે હોય તે કહો. તમને ચિંતાવાન દેખીને મને વ્યાકુળતા થાય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #23 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૬ ] પવનકુમા૨ે કહ્યું: હું મિત્ર! એ વાત કોઇને કહેવાય એવી નથી. મારા હ્રદયની સર્વ વાત કહેવાનું સ્થાન એક તું જ છે, તારાથી મારે અંતર નથી; પણ આ વાત કહેતાં મને બહુ લજ્જા આવે છે. પ્રહસ્ત કહે છે કે હું કુમા૨! તમારા ચિત્તમાં જે હોય તે કહો. તમે જે આજ્ઞા કરશો તે બીજું કોઈ નહિ જાણે. જેમ તાતા લોઢા ઉપર પડેલુ જલબિંદુ વિલય પામી જાય પછી પ્રગટ ન દેખાય, તેમ મને કહેલી વાત કયાંય પ્રગટ નહિ થાય. ત્યારે પવનકુમાર કહેવા લાગ્યોઃ હૈ મિત્ર! સાંભળ ! મેં કદી પણ અંજનીસુંદરી સાથે પ્રીતિ ન કરી, તેથી હવે મારું મન અત્યંત વ્યાકુળ થાય છે. પરણ્યાને આટલાં વરસો વીતી ગયાં છતાં હજી સુધી તેને મારો વિયોગ રહ્યો, તે સદા શોકથી ભરેલી અશ્રુપાત કરે છે. વિદાય વખતે તે બારણામાં ઊભી હતી અને વિરહના તાપથી તેનું મોઢું કરમાઇ ગયેલું હતું-એ દશ્ય અત્યારે મારા હૃદયને બાણની જેમ ભેદી નાંખે છે. માટે હૈ મિત્ર! એવો ઉપાય કર કે જેથી મારો અને તેનો મેળાપ થાય. –જો મેળાપ નહિ થાય તો અમારા બન્નેનું મરણ થશે. પ્રહસ્ત એકક્ષણ વિચાર કરીને બોલ્યો- હૈ કુમાર! તમે માતા-પિતાની આજ્ઞા લઇને શત્રુને જીતવા નીકળ્યા છો માટે પાછા જવું ઉચિત નથી; તેમ જ અંજનીસુંદરીને આજ સુધી કદી યાદ કરી નથી તેથી તેને અહીં બોલાવતાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #24 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૭ ] પણ લજ્જા આવે છે; માટે ગુપ્તપણે ત્યાં જવું અને ગુપ્તપણે જ પાછા આવવું, ત્યાં રહેવું નહિ. તેનું અવલોકન કરીને તથા સુખ–સંભાષણ કરીને આનંદપૂર્વક તરત જ પાછા આવી જવું. -આમ કરવાથી આપનું ચિત્ત નિશ્ચલ થશે અને શત્રુને જીતી શકાશે. –એ પ્રમાણે નક્કી કરીને, કટકની રક્ષાનો ભાર સેનાપતિને સોંપ્યો, અને મેરુની વંદનાના બહારને પ્રહસ્ત તથા પવનકુમાર આકાશમાર્ગે ગુપ્તપણે અંજનીના મહેલે આવ્યા. " રાત પડી હતી...ઝાંખો દીપક બળતો હતો...પવનકુમાર તો બહાર ઊભો રહ્યો, ને પ્રહસ્ત ખબર દેવા માટે અંદર ગયો. અંજનીએ કોણ છે? ’ –એમ પૂછ્યું, અને સખી વસંતમાળા બાજુમાં જ સૂતી હતી તેને જગાડી. સર્વ વાતમાં નિપુણ તે સખી ઊઠીને અંજનીના ભયનું નિવારણ કરવા લાગી. પ્રહસ્તે નમસ્કાર કરીને જ્યારે પવનંજયના આગમનની વાત કરી ત્યારે અંજનીને તે વાત સ્વપ્ન સમાન લાગી, ને ગદગદ વાણીથી પ્રહસ્તને કહેવા લાગીહૈ પ્રહસ્ત! હું પુણ્યહીન! પતિની કૃપાથી વર્જિત! આવો જ મારા પાપકર્મનો ઉદય આવ્યો. તું મારી હંસી કાં કર? અરેરે ? પતિદ્વારા જેનો નિરાદર થાય તેની અવજ્ઞા કોણ ન કરે ? હું અભાગિણી, દુ:ખદશા પામી, હવે એવી સુખદશા કયાંથી હોય કે પ્રાણનાથ અહીં પધારે! Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #25 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૮ ] પ્રહસ્તે હાથ જોડીને વિનતિપૂર્વક કહ્યું: હૈ કલ્યાણ રૂપિણી ! હું પતિવ્રતા ! અમારો અપરાધ ક્ષમા કરો. હવે અશુભકર્મો દૂર થયાં છે, ને તમારા પ્રેમરૂપ ગુણથી પ્રેરાઈને તમારા પ્રાણનાથ અહીં આવ્યા છે, તે તમારાથી અત્યંત પ્રસન્ન થયા છે; તેની પ્રસન્નતાથી આનંદ ન થાય એ કેમ બને? એ વાત સાંભળીને અંજનીસુંદરી નીચું જોઈ ગઈ; અને વસંતમાળાએ પ્રહસ્તને કહ્યું કે હું ભદ્ર! મેઘ તો જ્યારે પણ વસે ત્યારે ભલો...કુમા૨ આના મહેલે પધાર્યા તે આનું મહાભાગ્ય ! અમારાં પુણ્યરૂપ વૃક્ષ ફળ્યાં. આ પ્રમાણે વાતચીત થતી હતી ત્યાં તો કુમાર આવી પહોંચ્યો. તેનાં નેત્ર આનંદના આંસુથી ભરાઇ ગયાં હતાં; જાણે કે કરુણારૂપી સખી જ તેને અહીં લઇ આવી હતી. પતિને દેખતાં જ અંજની સામે ગઇ, ને હાથ જોડી, શીશ નમાવીને પગે પડી. કુમારે પોતાના હાથેથી તેને ઉઠાડીને, સ્નેહપૂર્વક અમૃતવચનો કહ્યાં કે હે દેવી! કલેશનો બધો ખેદ હવે છોડી દેજો. –એમ કહીને અંજનીને બેસાડી. પ્રહસ્ત અને વસંતમાળા બહાર ચાલ્યા ગયા. પોતાની ભૂલને કારણે લજ્જિત થઈને પવનકુમારે વારંવાર અંજનીને કુશલ-સમાચાર પૂછયા, અને કહ્યું કે હૈ પ્રિયે મેં તમારો જે વૃથા અનાદર કર્યો તેની ક્ષમા કરો. મેં પરાયો દોષ તમારા ઉ૫૨ નાંખ્યો, તે મારો અપરાધ ભૂલી જાઓ...મારો અપરાધ ક્ષમાવવા માટે હું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #26 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૯] તમારા પગે પડું છું તમે મારા ઉપર અતિ પ્રસન્ન થાઓ આ પ્રમાણે પવનકુમારે ઘણો સ્નેહ બતાવ્યો. ત્યારે પ્રાણનાથનો આવો સ્નેહ દેખીને મહાસતી અંજની પ્રસન્નતાપૂર્વક કહેવા લાગી. હે નાથ ! મારો આવો વિનય કરવો આપને ઉચિત નથી. મારું હૃદય તો સદા આપના ધ્યાનથી સંયુક્ત જ હતું તેથી આપ સદાય મારા હૃદયને વિષે બિરાજતા હતા; ને આપનો અનાદર પણ મને આદર સમાન ભાસતો. હવે તો આપે કૃપા કરીને ઘણો સ્નેહુ બતાવ્યો તેથી મને પ્રસન્નતા થઈ, મારા મનોરથ સિદ્ધ થયા. એ પ્રમાણે બન્નેએ પરસ્પર સ્નેહપૂર્વક વાતચીતથી અને સમાગમથી રાત વીતાવી. સવાર થતાં જ પ્રહસ્તમિત્રે આવીને કુમારને કુશલસમાચાર પૂછયા અને કહ્યું કે હું મિત્ર! હવે જલદી પાછા ચાલો; પ્રિયાજીનું વિશેષ સન્માન પાછા આવીને કરજો. અત્યારે તો કોઇ ન જાણે તેમ કટકમાં પહોંચી જવાનું છે. બીજા રાજા પણ આપણી રાહુ જાએ છે કે તે આવે એટલે સાથે જઇએ; વળી મહારાજા રાવણ પણ રોજ મંત્રીઓને પૂછે છે કે પવનકુમારના ડરા કયાં છે ને કયારે આવી પહોંચે છે? માટે હવે વિલંબ ન કરો. પ્રિયાજીની વિદાય લઇને જલદી આવો. –આમ કહીને પ્રસ્ત તો બહાર ચાલ્યો ગયો. પવનકુમાર અંજની પાસે વિદાય માંગતા સ્નેહપૂર્વક કહ્યું: હે પ્રિયે ! હવે હું જાઉં છું, તમે ઉદ્ધગ ન કરશો, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #27 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૨૦] થોડા જ દિવસોમાં હું પાછો આવીશ, ત્યાં સુધી તમે આનંદમાં રહેજો. ત્યારે અંજની હાથ જોડીને સંકોચપૂર્વક કહેવા લાગી કે હે સ્વામીનાથ! અત્યારે મારો ઋતુસમય છે, તેથી આપના સમાગમથી મને અવશ્ય ગર્ભ રહેશે. બધા જાણે છે કે અત્યારસુધી મારા ઉપર આપની કૃપા ન હતી, માટે મારા હિત ખાતર માતા-પિતાને તમારા આવવાનું વૃત્તાંત કહેતા જાઓ. પવનકુમારે કહ્યું કે હે દેવી ! માતા-પિતા પાસેથી તો હું વિદાય લઈને નીકળ્યો છું તેથી હવે તેમની પાસે જઇને આ વાત કહેતાં મને લજ્જા આવે છે, લોકો પણ મારી ચેષ્ટા જાણીને હાંસી કરશે. પણ તમારા ગર્ભના ચિહ્ન પ્રગટ થયા પહેલાં તો હું પાછો આવી જઇશ, માટે તમે ચિત્ત પ્રસન્ન રાખજો. અને કોઈ પૂછે તો, મારા આવવાની નિશાની તરીકે આ મારા નામની મુદ્રિકા રાખો તથા હાથનાં કડાં રાખો, તેથી તમને શાંતિ રહેશે. –આમ કહીને મુદ્રિકા તથા કડાં આપ્યાં અને વિદાય લીધી; જતાં-જતાં વસંતમાલાને આજ્ઞા કરી કે એની સેવા બહુ સારી રીતે કરજે.' ત્યાંથી નીકળીને પવનકુમાર અને પ્રહસ્ત બન્ને વિમાનમાં બેસીને આકાશમાર્ગે માનસરોવરના કિનારે લશ્કરના પડાવ તરફ ચાલ્યા ગયા. અહીં શ્રી ગૌતમસ્વામી કહે છે કે હે શ્રેણીક! આ લોકને વિષે કયારેય ઉત્તમ વસ્તુના સંયોગથી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #28 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કિંચિત્ સુખ ભાસે છે તે ક્ષણભંગુર છે, તેમ જ દેહધારી જીવોને પાપના ઉદયથી દુઃખ થાય છે તે પણ ક્ષણભંગુર છે. એ પ્રમાણે સંયોગજનિત સુખ-દુઃખ બન્ને વિનશ્વર છે, માટે તેમાં હર્ષ-વિષાદ ન કરવો. હે પ્રાણીઓ! જીવોને નિરંતર વાસ્તવિક સુખનો દેનાર અને દુઃખરૂપ અંધકારને દૂર કરનાર એવો આ જિનધર્મ છે; આ જિનધર્મરૂપી સૂર્યના પ્રતાપ વડે મોહ-તિમિરનો નાશ કરો. G3 C3 ( - 03 ૬ ව ) ව විට ) 9 9 ) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #29 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩: ઘરત્યાગી...વનવાસી કેટલાક દિવસો બાદ સતી અંજનીને ગર્ભના ચિહ્નો પ્રગટ થયાં; મુખ એવું સફેદ થઈ ગયું-જાણે કે ઉદરમાં આવેલા હનુમાનનો ઉજ્વળ યશ પ્રગટ થયો હોય ! તેનાં લક્ષણોદ્વારા તેને ગર્ભવતી જાણીને સાસુ કેતુમતી પૂછવા લાગી કે તે આ કાર્ય કોની સાથે કર્યું? ત્યારે અંજનીએ હાથ જોડીને પ્રણામ કરીને પતિના આગમનની સમસ્ત હકીકત કહી. પણ સાસુને વિશ્વાસ ન આવ્યો, તે ક્રોધપૂર્વક નિષ્ફર વચનો કહેવા લાગી રે પાપિણી ! મારો પુત્ર તો તારાથી વિરક્ત હતો, તારી છાયા પણ દેખવા ચાહતો ન હતો, તારી વાત પણ સાંભળતો ન હતો, તો માત-પિતાની રજા લઇને રણસંગ્રામમાં વિદાય થયા પછી તે તારા મહેલે કેમ આવે ? હે નિર્લજ્જા ! તને પાપિણીને ધિક્કાર છે. નિંધ ક્રિયા કરીને તેં ઉજ્વળ વંશમાં કલંક લગાડ્યું. આ તારી સખી વસંતમાલાએ તને આવી બુદ્ધિ સુઝાડી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #30 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૨૩] અંજનીએ પવનકુમારની મુદ્રા અને કડાં બતાવ્યાં, તોપણ સાસુએ ન માન્યું, અને અત્યંત ક્રોધપૂર્વક એક સેવકને આજ્ઞા કરી કે આને સખી સહિત ગાડીમાં બેસાડીને મહેન્દ્રનગરની પાસે છોડી ધો. દૂર કેતુમતીની આજ્ઞાનુસાર તે સેવક, સખી સહિત અંજનીને ગાડીમાં બેસાડીને મહેન્દ્રનગર તરફ ચાલ્યો. અંજનીનું શરીર અતિશય કંપતું હતું, ભયને લીધે તે સાસુને કાંઈ કહી ન શકી; મહા પવનથી ઊખડી ગયેલી વેલની જેમ તે નિરાશ્રય થઈ ગઈ, દુ:ખના આઘાતથી તેનું હૃદય બળતું હતું, સખી તરફ તેની નજર મંડાયેલી હતી, પોતાના અશુભકર્મોને વારંવાર નિંદતી અગ્રુપાત કરતી હતી, એનું ચિત્ત સ્થિર ન હતું, સાંજના સમયે મહેન્દ્રનગર નજીક પહોંચ્યા, ત્યારે સેવકે હાથ જોડીને અંજનીને કહ્યું- “હે દેવી! આપને અહીં છોડી દેવાની મહારાણીની આજ્ઞા છે, તેમની આજ્ઞાથી મારે આ દુ:ખરૂપ કાર્ય કરવું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #31 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | [ ૨૪] પડયું છે, મને ક્ષમા કરો...' એમ કહીને અંજનીને તથા તેની સખી ને ગાડીમાંથી ઉતારીને તે ચાલ્યો ગયો. મહા ઉત્તમ મહા પતિવ્રતા અંજનીસુંદરીના અત્યંત દુ:ખને દેખીને સૂર્ય પણ ઝાંખો પડી ગયો અને અસ્ત થઈ ગયો....રોઈરોઈને અંજનીની આંખો લાલ થઈ જતાં પશ્ચિમ દિશા પણ લાલ રંગથી રંગાઈ ગઈ....રાત પડી, અંધકાર થયો....જાણે કે અંજનીના દુઃખથી દુઃખી થઇને પોકાર કરતાં હોય-એમ પક્ષીઓ કોલાહલ કરવા લાગ્યા. અપવાદરૂપ મહાદુઃખસાગરમાં ડૂબેલી અંજની ભૂખ-તરસને ભૂલી ગઈ, મહીં ભયભીત થઇને અશુપાત અને રુદન કરવા લાગી. ત્યારે તેની સખી પરમ સ્નેહપૂર્વક તેને વૈર્ય બંધાવે છે કે હું બહેન તું ધર્ય રાખ! તું આત્માને જાણનારી, તું દેવ-ગુરુની પરમભક્ત, તું મહાન પતિવ્રતા! તારા ઉપર આ સંકટ મારાથી જોઈ શકાતુ નથી.હે સખી! તું ધૈર્ય રાખ, તું હિંમત રાખ, અલ્પકાળમાં તારા દુઃખનો અંત આવી જશે. ધર્માત્મા ઉપર સંકટ લાંબો કાળ રહી કશે નહિ. –એમ વૈર્ય બંધાવીને, પલ્લવ પાથરીને અંજનીને સુવાડી, પણ એને રંચમાત્ર નિદ્રા ન આવી; દુઃખને લીધે એક રાત એક વરસ જેવડી લાગી; વસંતમાલા ક્યારેક તેના પગ દાબે, દિલાસો આપે, એ પ્રમાણે જેમતેમ કરીને રાત વીતાવી. પ્રભાત થતાં પંચ પરમેષ્ઠીનું સ્મરણ કર્યું અને વિક્વળતાપૂર્વક અંજની પોતાના પિતા (-રાજા મહેન્દ્ર) ના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #32 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૨૫ ] મહેલ તરફ ચાલી, તેની સખી પણ પડછાયાની જેમ તેની સાથે ચાલી. પિતાના મહેલના દરવાજે પહોંચ્યા.. ને જ્યાં અંદર પ્રવેશ કરવા જાય છે ત્યાં દ્વા૨પાળે તેને રોકી; દુઃખને લીધે તેનું રૂપ એવું થઇ ગયેલું કે દ્વારપાળ તેને ઓળખી ન શક્યો ! (૨ સંસાર! તરીકે જે રાજકુંવરી પણ મહેલમાં ઊછરી, તે જ મહેલમાં જતાં આજે દરવાન તેને રોકી રહ્યો છે!! સંસારમાં પુણ્ય-પાપનું ચક્ર આવું જ છે!!) જ્યારે સખીએ બધી વાત કરી ત્યારે દ્વારપાળે દરવાજા ઉપર બીજા માણસને રાખીને, પોતે અંદર જઇ ને રાજાને પુત્રીના આગમનની વાત કરી. તે સાંભળતાં જ રાજાએ પોતાના પ્રસન્નકીર્તિ નામના પુત્રને આજ્ઞા કરી કે તમે તેની સામે જાઓ, તેને જલદી નગરમાં પ્રવેશ કરાવો, ને નગરીની શોભા કરાવો. તમે આગળ જઇને તૈયારી કરાવો, હું પાછળથી આવું છું. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #33 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ર૬] રાજાની આવી આજ્ઞા સાંભળતાં દ્વારપાળે હાથ જોડીને કહ્યું; મહારાજ ! અંજની એકલી જ આવી છે, તેની સાથે તેની સખી સિવાય બીજું કોઈ નથી. કોઈ જાતનો ઠાઠમાઠ પણ નથી. તેની સાસુએ તેના ઉપર કલંક લગાડીને તેને ધરબહાર કાઢી મૂકી છે. તે અહીં દરવાજે આવીને ઊભી છે, ને અંદર આવવા માટે આપની આજ્ઞાની રાહ જુએ છે. પુત્રીના કલંકની વાત સાંભળતાં રાજા મહેન્દ્રને લજ્જા થઇ, અને મહા ક્રોધપૂર્વક પુત્રને આજ્ઞા કરી કે એ પાપિણીને નગરની બહાર કાઢી મૂકો. એની વાત સાંભળતાં મારા કાન ફાટી જાય છે. ત્યારે, રાજાનો અત્યંત વહાલો મહોત્સાહુ નામનો સામંત કહેવા લાગ્યો-કે હે નાથ ! આવી આજ્ઞા ઉચિત નથી; વસંતમાલાને બધી હકીકત પૂછી જુઓ. આપણી અંજનીકુમારી તો ઉત્તમ સંસ્કારવાળી અને ધર્માત્મા છે. તેની સાસુ કેતુમતી અતિ ક્રૂર છે, વળી તે જૈનધર્મથી પરામુખ છે ને નાસ્તિક મતમાં પ્રવીણ છે, તેથી તેણે વગર વિચાર્યું અંજની ઉપર જઠો દોષ લગાવી દીધો. અંજની તો જૈનધર્મને જાણનારી છે, શ્રાવિકાના વ્રતને ધરનારી છે ને ધર્મના આચરણમાં તત્પર છે. એની પાપિણી સાસુએ એને કાઢી મૂકી છે ને તમે પણ કાઢી મૂકો તો તે કોના શરણે જાય? જેમ વાઘની નજરથી ત્રાસેલી મૃગલી મહા ગહન વનનું શરણ લ્ય, તેમ સાસુથી ત્રાસ પામેલી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #34 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૨૭] આ ભોળી-નિષ્કપટ અંજની તમારા શરણે આવી છે. અત્યારે તે ગરીબ અને વિહળ થઈ ગઈ છે, એનો આત્મા અપવાદરૂપ આતાપથી પીડાય છે , તે જો તમારા આશ્રયે શાંતિ ન પામે તો બીજે કયાં પામશે? દ્વારપાળે રોકવાથી તે અત્યંત લજ્જિત થઇને, મોઢું ઢાંકીને દરવાજે ઊભી-ઊભી વિલખી રહી છે. આપના સ્નેહને લીધે તે સદા આપની લાડિલી છે, અને કેતુમતીની કૂરતા તો જગતમાં પ્રસિદ્ધ છે; માટે હે રાજ! તમે દયા કરીને એ નિર્દોષ અંજનીને મહેલમાં શીધ્ર પ્રવેશ કરાવો. -એ પ્રમાણે મહોત્સાહુ સામન્ત ન્યાયરૂપ વચનોથી ઘણું કહ્યું, પણ રાજાએ કંઈપણ લક્ષમાં ન લીધું; જેમ કમળના પાન ઉપર પાણી ન રહે તેમ રાજાના ચિત્તમાં એ વાત ન બેઠી. તે સામન્તને કહેવા લાગ્યો કે એની વસંતમાલા સખી તો સદા એની સાથે રહેનારી છે તેથી અંજની પ્રત્યેના સ્નેહને લીધે કદાચિત્ તે સાચી વાત ન કહે, તો આપણને નિશ્ચય કયાંથી થઈ શકે? એના શીલને વિષે સંદેહ છે માટે તેને નગરમાંથી કાઢી મૂકો...જો આ વાત પ્રસિદ્ધ થશે તો અમારા નિર્મળ કુળમાં કલંક લાગશે. મેં આ વાત પૂર્વે અનેક વાર સાંભળી હતી કે તે તેના ભરતારને અપ્રિય છે, તેની સામે તેનો ભરતાર નજર પણ કરતો નથી, –તો તેનાથી ગર્ભની ઉત્પત્તિ કઈ રીતે થઈ ? માટે ચોક્કસ તે દોષિત છે. જે કોઈ તેને મારા રાજ્યમાં રાખશે તે મારો શત્રુ છે. –આમ કહીને અત્યંત ક્રોધપૂર્વક, કોઇ ન જાણે તેમ રાજાએ તેને દરવાજેથી કાઢી મૂકી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #35 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | [૨૮] સખી સહિત દુ:ખથી ભરેલી અંજની રાજાના માણસોને ત્યાં જ્યાં-જ્યાં આશ્રય લેવા ગઈ ત્યાં કોઈએ તેને આવવા ન દીધી...અંદરમાં તો દયા, પણ રાજાના ભયથી સૌએ બારણાં બંધ કરી દીધાં. અરેરે! જ્યાં બારેજ ક્રોધાયમાન થઇને મને કાઢી મૂકી ત્યાં બીજાની શી વાત!! એ તો બધાય રાજાને આધીન છે; –આમ વિચારીને અંજની બધેયથી ઉદાસ થઇ ગઇ, અને આંસુભીની આંખે પોતાની વહાલી સખીને કહેવા લાગી હે પ્રિય સખી! ચાલ, અહીં આપણું કોઈ નથી. આપણા સાચા માતા-પિતા ને રક્ષક તો દેવ-ગુરુ-ધર્મ જ છે, તેનું જ સદા શરણ છે. અહીં તો બધા પાષાણચિત્ત છે, અહીંઆ આપણો વાસ કેવો!! ચાલો, આપણે વનમાં ચાલ્યા જઈએ.. “ચલો સખી વહાં જઇએ, જહાં મુનિઓના વાસ! આત્મસ્વરૂપને સાધવા, વનમાં કરીએ વાસ.' , , , વાઘથી ભયભીત મૃગીની જેમ અંજની પોતાની સખી સાથે વનમાં ચાલી જાય છે. ટાઢ-તડકામાં ને કાંટા-કાંકરામાં ચાલી ચાલીને થાકી ગઈ ત્યારે વનમાં બેસીને રુદન કરવા લાગી: હાય હાય ! હું મંદભાગિની, પૂર્વના પાપને લીધે મહાકષ્ટ પામી શું કરું! કોના શરણે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #36 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૯] જાઉં! કોણ મારી રક્ષા કરે? માતાએ પણ મારી રક્ષા ન કરી, -એ તો એના પતિને આધીન, તેથી તે શું કરી શકે ? પિતાને હું બાળપણથી જ ઘણી લાડિલી હતી, તેઓ મને ગોદમાં ખેલાવતા, તેમણે પણ વગર પરખે મારો નિરાદર કરી નાંખ્યો. મારી માતાએ મને નવ માસ સુધી ગર્ભમાં ધારણ કરી ને પ્રતિપાલન કર્યું, પરંતુ અત્યારે તે પણ મને આશરો ન આપી શકી. તેના મુખથી એટલું પણ ન નીકળી શક્યું કે આના ગુણ-દોષનો નિર્ણય તો કરો. અરે! એક જ માતાના ઉદરથી ઉત્પન્ન થયેલો મારો ભાઈ, તે પણ મને દુઃખીયારીને ન રાખી શક્યો! જ્યાં માતા-પિતા અને ભ્રાતાની પણ આ હાલત, ત્યાં દૂરના કાકા-બાબા કે પ્રધાનો-સામન્તો ને પ્રજાજનો શું કરી શકે ? એ કોઈનો શો દોષ? -હું અત્યારે દુર્ભાગ્યના દરિયામાં પડી છું, કોણ જાણે કયા અશુભકર્મથી પ્રેરાઇને પ્રાણનાથ આવ્યા ને આ હાલ બન્યા! અરે ! પ્રાણનાથ જતાં જતાં મને કહી ગયા હતા કે તારા ગર્ભની વૃદ્ધિ થતાં પહેલાં તો હું પાછો આવીશ, -હા નાથ! દયાવાન થઇને આપ એ વચન કેમ ભૂલી ગયા! અને સાસુએ પણ પરખ્યા વગર કેમ મારો ત્યાગ કરી દીધો? –જેના શીલમાં સંદેહ હોય તેને પરખવાના તો અનેક ઉપાય છે! અરે, જ્યાં મારો ઉદય જ આવો.ત્યાં કોણ શરણ થાય? -એ પ્રમાણે અંજની અત્યંત વિલાપ કરવા લાગી... સખીથી તેનો વિલાપ જોઈ ન શકાયો..તેનું વૈર્ય પણ જતું રહ્યું અને અંજનીની સાથે તે પણ રુદન કરવા લાગી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #37 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અંજની અને તેની સખી અત્યંત દીનતાપૂર્વક મોટેથી એવું રુદન કરવા લાગી કે આસપાસની મૃગલીઓ પણ તેની દશા દેખીને આંસુ પાડવા લાગી ! ઘણીવાર થઈ ગઈ...ત્યારે મહાવિચક્ષણ વસંતમાલા સખી અંજનીને છાતીએ લગાડીને કહેવા લાગી: હે સખી! હવે શાંત થા! બહુ રોવાથી શું !! તું જાણે છે કે આ જીવને સંસારમાં કોઈ શરણ નથી, માતા-પિતા પણ શરણ નથી. શ્રી સર્વજ્ઞદેવ અને નિગ્રંથગુરુ જ સાચા માતા-પિતા છે; તારું સમ્યગ્દર્શન જ તને શરણભૂત છે, તે જ ખરું રક્ષક છે, અને આ અસાર સંસારમાં એ જ એક સારભૂત છે. માટે હે દેવી! આવા ચિંતવન વડે તું ચિત્તને સ્થિર કર. પૂર્વે ઉપાર્જલા કર્મઅનુસાર સંયોગ-વિયોગ તો થયા જ કરશે, -તેમાં હર્ષ શોક શું કરવો! હજારો અપ્સરાઓ જેને નીરખતી હોય એવો સ્વર્ગનો દેવ પણ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #38 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૩૧] . પૂણ્ય પૂરા થતાં મહા દુઃખ પામે છે..જીવ ચિંતવે છે કાંઇ, ને થાય છે કાંઇ! –સંયોગ-વિયોગ અને આધીન નથી. જગતના જીવો સંયોગ-વિયોગના ઉદ્યમમાં પ્રવર્તે છે પરંતુ તે સંયોગવિયોગનું કારણ તો પૂર્વોપાર્જિત કર્મનો ઉદય જ છે. જે પ્રિય વસ્તુ પ્રાપ્ત થઇ હોય તે પણ અશુભકર્મના ઉદયથી ચાલી જાય, અને મનમાં કલ્પના પણ ન હોય તે આવી મળે. - આવી કર્મની વિચિત્રતા છે. પૂર્વે તેં જે કર્મો બાંધેલાં છે તેના ફળનો સંયોગ-વિયોગ ટાળ્યો નહિ ટળે. માટે હે સખી! તું વૃથા કલેશ ન કર..ખેદ છોડ... અને વૈર્યથી તારા મનને દઢ કર. તું તો મહાબુદ્ધિમતી છે, હું તને શું શીખવું !તું શું નથી જાણતી, કે હું તને કહું! એમ કહીને બહુ જ સ્નેહપૂર્વક વસ્ત્રથી તેના આંસુ લૂછયા, અને તે શાંત થતાં સખી ફરીને કહેવા લાગી-હે દેવી! આ સ્થાન આશ્રય વિનાનું છે, માટે ચાલો ઊઠો ! આગળ જઇએ; અને આ પહાડની આસપાસમાં, હિંસક જીવો ન પ્રવેશી શકે એવી કોઈ ગૂફા હોય તો તપાસ કરીએ. તમારે પ્રસૂતિનો સમય આવે છે તેથી થોડા દિવસો સાવધાનીથી રહેવું જોઇએ. સખીના કહેવાથી અંજની તેની સાથે કષ્ટપૂર્વક ચાલવા લાગી. એ ગહન વન હાથી અને ભીલોથી ભરેલું છે, સિંહની ગર્જના અને અજગરના ફૂંફાડાથી મહા ભયાનક છે. આવા માતંગમાલિની નામના ઘોર વનમાં અંજની પોતાની સખી સાથે માંડમાંડ પગલાં ભરે છે. સખી તો આકાશમાર્ગે ચાલવા સમર્થ છે, પણ આ અંજની ગર્ભના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #39 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૩૨ ] ભારને લીધે સમર્થ નથી, તેથી તેના પ્રેમબન્ધનથી બંધાયેલી સખી પણ તેના શરીરની છાયાની માફક તેની સાથે-સાથે જ ચાલે છે. ભયાનક વન દેખીને અંજની ભયથી ધ્રુજે છે ને દિશા ભૂલી જાય છે, ત્યારે સખી તેનો હાથ પકડીને કહે છે કે અરે મારી બેન! તું ડર મા! મારી પાછળ પાછળ ચાલી આવ. ત્યારે સખીના ખભા ઉપર હાથ મૂકીને અંજની ચાલે છે....પગમાં ડાભની અણી અને કાંટા લાગે છે તેમ તેમ અત્યંત ખેદખિન્ન થઇને વિલાપ કરે છે....મહા મહેનતે દેહને થંભાવી રાખે છે...વચ્ચે પાણીનાં ઝરણાં આવે છે તે ઘણા કષ્ટપૂર્વક ઓળંગે છે...પાંદડું ખખડતાં પણ ત્રાસ પામે છે...વારંવા૨ વિસામો લ્યે છે...ને સખી સ્નેહપૂર્વક વારંવાર ધૈર્ય બંધાવે છે...એમ કરતાં કરતાં પર્વતની નજીક આવ્યા, થોડે જ દૂર એક ગુફા હતી, પણ અંજની ત્યાંસુધી ચાલી ન શકી...આંસુ સારતી ત્યાં જ બેસી ગઈ અને સખીને કહેવા લાગી: ‘હું સખી! હવે તો હું થાકી ગઈ...મારામાં હવે એક પણ પગલુંય ભરવાની શક્તિ નથી...હું તો અહીં જ બેસી રહીશ, ભલે મરણ થાય.' ત્યારે મહાપ્રવીણ સખીએ અત્યંત પ્રેમ ભરેલા શબ્દોથી તેને શાંતિ ઉપજાવી, અને પછી નમસ્કાર કરીને કહેવા લાગી: હૈ દેવી ! જાઓ, આ ગૂફા નજીકમાં જ છે, કૃપા કરીને અહીંથી ઊઠો અને ત્યાં સુખથી રહો. અહીં ક્રૂર જીવો વિચરે છે, ને તમારા ગર્ભની રક્ષા કરવી છે, માટે હઠ ન કરો. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #40 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [33] સખીના વચન સાંભળીને, મહા વનના ભયને લીધે અંજની ચાલવા માટે મહા કષ્ટપૂર્વક ઊભી થઈ...સખી તેને હાથનો સહારો આપીને ગૂફાના દ્વાર સુધી લઇ ગઈ. વગર વિચાર્યે ગૂફામાં પ્રવેશતાં ભય થાય, તેથી તે બંને સખીઓ થાકીને ત્યાં જ બેસી ગઈ; અને નજર માંડીને ગૂફામાં જોયું...ગૂફાનું દૃશ્ય જોતાંવેંત જ બન્ને સખીઓ આશ્ચર્યથી થંભી ગઈ! ...શું જોયું ? અહો ! તેમણે જોયું કે ગૂફામાં એક મુનિરાજ ધ્યાનમાં બિરાજી રહ્યા છે. એ ચારણઋદ્ધિના ધારક છે. એમનું શરીર નિશ્ચલ થંભી ગયું છે, તેમની મુદ્રા પ૨મ NI શાંત, અને સમુદ્ર જેવી ગંભીર છે, આંખો ઢળી ગયેલી છે, આત્માનું જેવું યથાર્થ સ્વરૂપ જિનશાસનમાં કહ્યું છે તેવું જ ધ્યાનમાં ધ્યાવી રહ્યા છે...પર્વત જેવા અડોલ છે, આકાશ Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #41 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૩૪] જેવા નિર્મળ છે ને પવન જેવા અસંગી છે...અપ્રમત્તભાવમાં ઝૂલી રહ્યા છે અને સિદ્ધ જેવા આત્માના આનંદને સાધી રહ્યા છે..(જાઓ ચિત્ર). આવા મુનિરાજને દેખતાં જ આ બન્નેના આનંદ નો પાર ન રહ્યો.... અહા ! ધન્ય ધન્ય મુનિરાજ ! એમ કહેતી હર્ષપૂર્વક તેઓ મુનિની સમીપ ગઈ.... મુનિરાજની વીતરાગ મુદ્રા નીહાળતાં જીવનના સર્વ દુ:ખ ભૂલાઈ ગયાં.. ભક્તિપૂર્વક ત્રણ પ્રદક્ષિણા દઇને, હાથ જોડીને નમસ્કાર કર્યા.. મુનિ જેવા પરમ બાંધવ પ્રાપ્ત થવાથી તેમનાં નેત્રો ફૂલી ગયાં.... આંસુ અટકી ગયા ને નજર મુનિના ચરણોમાં જ થંભી ગઇ.... હાથ જોડીને મહા વિનયપૂર્વક સ્તુતિ કરવા લાગી -હું ભગવાન ! હું કલ્યાણ રૂપ ! હે ઉત્તમ ધ્યાનના ધારક ! આપ કુશળ છોને !! હે નાથ ! આપના જેવા પુરુષો તો સર્વે જીવોની કુશળતાનું કારણ છે તેથી આપનું કુશળ શું પૂછવું! હે નાથ ! આપ તો સંસારને છોડીને આત્મહિત સાધી રહ્યા છો. આપ મહા પરાક્રમી છો, મહીં ક્ષમાવાન છો, પરમ શાંતિધારક છો, ઉપશાંતભાવમાં ઝૂલનારા છો, મન-ઇંદ્રિયોને જીતનારા છો, આપનો વિહાર જીવોના કલ્યાણનું કારણ છે. -આમ સ્તુતિ કરીને પછી મહા વિનયપૂર્વક ત્યાં બેઠી. મુનિના દર્શનથી તેમનો સર્વ ભય દૂર થઇ ગયો. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #42 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૩૫ ] શ્રી મુનિરાજનું ધ્યાન પૂરું થતાં બન્નેએ ફરીને નમસ્કાર કર્યા. શ્રી મુનિરાજ પરમશાંત અમૃતવચન કહેવા લાગ્યા હું કલ્યાણરૂપિણી ! અમને રત્નત્રય ધર્મના પ્રતાપે કુશળ છે. હે પુત્રી ! સર્વે જીવોને પોતપોતાના પૂર્વકર્મના ફળ અનુસાર સંયોગ-વિયોગ થાય છે. દેખો કર્મની વિચિત્રતા! - આ રાજા મહેન્દ્રની પુત્રી અપરાધરહિત, છતાં કુટુંબના લોકોએ તેને કાઢી મૂકી છે. કહ્યા વગર જ સર્વ વૃત્તાન્તને જાણનારા એવા તે મહાજ્ઞાની મુનિરાજને વસંતમાલાએ પૂછયું: હે નાથ! કયા કારણથી આના ભરથાર આટલા બધા દિવસ એનાથી ઉદાસ રહ્યા? અને પછી કયા કારણથી અનુરાગી થયા? તથા આ મહા સુખકારી વનમાં તે કયા કારણે દુ:ખ પામી? અને કયો મંદભાગી જીવ એના ગર્ભમાં આવ્યો કે જેના જીવવાનો પણ સંશય થયો? એ પ્રમાણે પૂછતાં, ત્રણ જ્ઞાનના ધારક સ્વામી અમિતગતિ સર્વ વૃત્તાન્ત યથાર્થ કહેવા લાગ્યા. મહાપુરુષો સહજ વૃત્તિથી પરનો ઉપકાર કરે છે. મુનિરાજ વસંત માલાને કહે છે કે હે પુત્રી ! આના ગર્ભને વિષે ઉત્તમ પુરુષ આવ્યો છે, તેથી પહેલાં તો તેનો પૂર્વભવ સાંભળ; અને ત્યારપછી અંજની પૂર્વભવમાં જે પાપનું આચરણ કરવાના કારણે આવા દુ:ખ પામી–તે વાત સાંભળ. (શ્રી મુનિરાજ હનુમાનનો પૂર્વભવ કહે છે ) જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં મંદિરનગરમાં પ્રિયનંદી નામનો એક ગૃહસ્થ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #43 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૩૬ ] હતો, તેની સ્ત્રીને “દમયન્ત” નામનો ગુણવાન પુત્ર હતો. તે વસંતઋતુમાં મિત્રોની સાથે વનમાં ક્રીડા કરવા ગયેલ. ત્યાં તેણે એક મહા મુનિ દેખ્યા, -આકાશ જેમનું વસ્ત્ર હતું, તપ જેમનું ધન હતું અને ધ્યાન-સ્વાધ્યાયમાં જેઓ ઉધમી હતા; આવા મુનિને દેખતાં જ દમયન્ત પોતાની મિત્રમંડળીને છોડીને મુનિઓની મંડળીમાં ગયો ત્યાં જઈ નમસ્કાર કરી, ધર્મનું વ્યાખ્યાન સાંભળીને સમ્યગ્દર્શન ગ્રહણ કર્યું અને શ્રાવકના વ્રત ધારણ કર્યા, તેમજ અનેક પ્રકારના નિયમો લીધા. એકવાર દાતાના સાતગુણો તથા નવધા ભક્તિસહિત સાધુઓને આહારદાન કર્યું. અને કેટલાક દિવસો પછી સમાધિમરણ કરીને સ્વર્ગમાં ગયો. સ્વર્ગમાંથી આવીને, જંબુદ્વીપના મૃગાંક નગરમાં હરિચંદ્રરાજાની પ્રિયંગુલક્ષ્મી રાણીનો “સિંહચંદ્ર' નામનો પુત્ર થયો; ત્યાં પણ સંતોની સેવા કરીને, સમાધિમરણ કરીને સ્વર્ગમાં ગયો. ત્યાંથી આવીને, ભરતક્ષેત્રના વિજયાદ્ધ પર્વત ઉપર અહુનપુર નગરમાં સુકંઠ રાજાની કનકોદરી રાણીનો સિંહવાહન” નામનો પુત્ર થયો, તે ગુણવાન અને રૂપવાન હતો, તેણે ઘણા દિવસ સુધી રાજ્ય કર્યું અને પછી શ્રી વિમલનાથ ભગવાનના સમવસરણમાં આત્મજ્ઞાનપૂર્વક સંસારથી વૈરાગ્ય ઉત્પન્ન થતાં, લક્ષ્મીવાહન નામના પુત્રને રાજ્ય સોંપીને, અસાર સંસારને છોડીને લક્ષ્મીતિલક મુનિના શિષ્ય થયા, વીતરાગદેવે કહેલો મુનિધર્મ અંગીકાર કર્યો, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #44 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૩૭] અનિત્યાદિ બાર વૈરાગ્ય ભાવનાઓનું ચિંતવન કરીને જ્ઞાનચેતનારૂપ થયા, મહાન તપ કર્યું, પોતાના રત્નત્રયરૂપ નિજભાવોમાં નિશ્ચલ થયા ને જ્ઞાનસ્વરૂપ આત્માના અનુભવમાં મગ્ન થયા. તપના પ્રભાવથી તેમને અનેક ઋદ્ધિઓ પ્રગટી, એમના શરીરને સ્પર્શીને જે પવન આવે તે પણ પ્રાણીઓના અનેક રોગને મટાડી દે; –આવી અનેક ઋદ્ધિઓ હોવા છતાં પોતે નિર્જરાના હેતુથી બાવીશ પરિષહો સહુતા હતા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં જ્યોતિષચક્રને ઉલ્લંઘીને લાંતવ નામના સાતમા સ્વર્ગમાં મહાન ઋદ્ધિધારક દેવ થયા. જેવું રૂપ કરવું હોય તેવું કરે અને જ્યાં જવું હોય ત્યાં જાય, તેમજ વચનથી કહી ન શકાય એવો અદ્દભુત સ્વર્ગનો વૈભવ, છતાં આને તો પરમધામમોક્ષપદની જ ભાવના, તેથી તે સ્વર્ગના સુખમાં મગ્ન ન થયા. તે સ્વર્ગમાંથી ચવીને તે આરાધક આત્મા અહીં અંજનીની કુંખે આવ્યો છે, તે મહા પરમસુખને પામશે, તે ચરમશરીરી છે, હવે ફરીને દેહ ધારણ નહિ કરે, આ જ ભવમાં અવિનાશી સિદ્ધિસુખને સાધશે. –આ તો ગર્ભમાં આવેલા પુત્રનો વૃત્તાન્ત કહ્યો. હવે તે કલ્યાણચેષ્ટાવતી! જે કારણથી આ અંજનીને પતિનો વિરહ તથા કુટુંબદ્વારા નિરાદર થયો તે વૃત્તાંત સાંભળ આ અંજનીસુંદરીએ પૂર્વભવમાં પટરાણીપદના અભિમાનથી પોતાની શોકય ઉપર ક્રોધ કરીને, દેવાધિદેવ શ્રી જિનેન્દ્રદેવની પ્રતિમા મંદિરમાંથી બહાર કાઢી હતી; તે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #45 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૩૮] વખતે સમયશ્રી નામના આર્થિકા તેના ઘરે આહાર માટે આવ્યા હતા, પણ શ્રીજીની મૂર્તિનો અવિનય દેખીને તેમણે પારણું ન કર્યું ને પાછા ફર્યા તથા આને અજ્ઞાની જાણીને મહા દયાપૂર્વક ઉપદેશ દેવા લાગ્યા. કેમ કે સાધુજનો સર્વેનું ભલું જ ચાહે છે, ને જીવોને સમજાવવાના નિમિત્તે વગર પૂછયે પણ શ્રીગુરુની આજ્ઞાથી ધર્મોપદેશ દેવામાં પ્રવર્તે છે; એ રીતે, શીલ અને સંયમરૂપ આભૂષણને ધારણ કરનારા સમયશ્રી અજિંકા પણ મહામધુર અનુપમ વચનથી પટરાણીને કહેવા લાગ્યા કે અરે ભોળી ! સાંભળ! તું રાજાની પટરાણી છે, મહા રૂપમતી છે, રાજાને તારા પ્રત્યે ઘણું સન્માન છે, – એ તો બધું પૂર્વોપાર્જિત પુણ્યનું ફળ છે; મોહુને લીધે આ જીવ ચતુર્ગતિ વિષે ભ્રમણ કરે છે ને મહાદુઃખ ભોગવે છે; અનંતકાળમાં કયારેક પુણ્યના યોગે મનુષ્ય દેહ પામે છે. હું રાણી! તું કોઈ પુણ્યના યોગે આ મનુષ્યદેહ પામી છે, તો તેમાં આ નિંધ આચાર ન કર, યોગ્ય ક્રિયા કર. આ મનુષ્યદેહ પામીને જે સુકૃત નથી કરતો તે હાથમાં આવેલા રત્નને ખોઈ બેસે છે. અશુભ ક્રિયાઓ દુઃખમૂળ છે. માટે તું તારા કલ્યાણને અર્થે શ્રેષ્ઠ કાર્યોમાં પ્રવર્ત, –તે જ ઉત્તમ છે. આ લોક મહા નિંદ્ય અનાચારથી ભરેલો છે, જે સંતો પોતે આ સંસારથી તરે છે ને ધર્મોપદેશ દઈને બીજાઓને પણ તારે છે તેમના સમાન કોઈ ઉત્તમ નથી, તેઓ કૃતાર્થ છે; અને એવા સંત-મુનિઓના પણ નાથ.. સર્વ જગતના નાથ. ધર્મચક્રી શ્રી અરહંતદેવ છે તેમના પ્રતિબિંબનો જે અવિનય કરે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #46 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૩૯] છે તે અજ્ઞાની ભવોભવમાં કુગતિનાં મહા દુઃખ પામે છે, અરે! એ દુઃખોનું વર્ણન કોણ કરી શકે? જોકે શ્રી વીતરાગ અરહંત દેવ રાગ-દ્વેષ રહિત છે, જેઓ તેમની સેવા કરે તેમના ઉપર તેઓ પ્રસન્ન થતા નથી, ને નિંદા કરે તેમના ઉપર દ્વેષ કરતા નથી, મહા મધ્યસ્થ વીતરાગભાવને ધારે છે, તોપણ જે જીવ તેમની સેવા કરે છે તે સ્વર્ગ–મોક્ષને પામે છે અને જે નિંદા કરે છે તે નરક-નિગોદને પામે છે. –કેમ? કે જીવોને પોતાના પરિણામોથી સુખ-દુઃખની ઉત્પત્તિ થાય છે. જેમ અગ્નિને ઇચ્છા ન હોવા છતાં તેના સેવનથી શીતનું નિવારણ થાય છે, તેમ શ્રી જિનરાજને ઇચ્છા ન હોવા છતાં તેમના અર્ચન-સેવનથી સ્વયમેવ સુખ થાય છે, અને તેમના અવિનયથી પરમ દુઃખ થાય છે. હું પુત્રી ! આ સંસારમાં જેટલા દુઃખ દેખાય છે તે બધાં પાપનાં ફળ છે, અને જે સુખ છે તે ધર્મનું ફળ છે, પૂર્વપૂણ્યના પ્રભાવથી તું મહારાજાની પટરાણી થઈ, મહા સંપત્તિવાન થઈને અદ્ભુત કાર્ય કરવાવાળા તારા પુત્ર થયા, તો હવે તું એવું કર કે જેથી સુખી થા.. મારા વચનથી તું તારું કલ્યાણ કર, હે ભવ્યા ! છતી આંખે અંધ થઈને તું કૂવામાં ન પડ. જો તું આવા કાર્યો કરીશ તો ઘોર નરકમાં પડીશ; દેવ-ગુરુ-શાસ્ત્રનો અવિનય કરવો તે તો અત્યંત દુઃખનું કારણ છે. આવા દોષ દેખીને જો હું તને ન સંબોધું તો મને પ્રમાદનો દોષ લાગે; તેથી તારા કલ્યાણ માટે આ ધર્મોપદેશ દીધો છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #47 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪૦] શ્રી આર્થિકાજીનો આવો ઉપદેશ સાંભળીને રાણી કનકોદરી નરકનાં દુઃખથી ડરી; તેણે સમ્યગ્દર્શન ધારણ કર્યું, શ્રાવિકાનાં વ્રત આદર્યા, શ્રી અરહંત દેવની પ્રતિમાને ઘણા બહુમાનપૂર્વક મંદિરમાં પધરાવી ને મોટી ધામધૂમપૂર્વક અષ્ટપ્રકારી પૂજા કરાવી.- એ પ્રમાણે સર્વજ્ઞદેવના ધર્મનું આરાધન કરીને તે કનકોદરી સમાધિમરણ કરીને સ્વર્ગ માં ગઈ. અને સ્વર્ગમાંથી આવીને અહીં રાજા મહેન્દ્ર અને રાણી મનોવેગાને ત્યાં આ અંજનાસુંદરી પુત્રી થઈ. શ્રી મુનિરાજ કહે છે કે હે પુત્રી! તું પૂર્વના પુણ્યના પ્રભાવથી રાજકુળમાં ઊપજી, ઉત્તમ વર પામી, પરંતુ શ્રી જિનેન્દ્ર દેવની પ્રતિમાને તે એક ક્ષણપૂરતી મંદિરમાંથી બહાર કાઢી હતી તેના પાપથી તું પતિનો વિયોગ તથા કુટુંબદ્વારા તિરસ્કાર પામી. વિવાહના ત્રણ દિવસ પહેલાં રાત્રે પવનંજય તેના પ્રહસ્ત મિત્ર સહિત ગુસપણે તારા ઝરોખે આવીને બેઠો હતો, તે વખતે મિશ્રકેશી સખીએ વિધુત્ક્રભની સ્તુતિ કરી ને પવનંજયની નિંદા કરી, તેથી પવનંજયને તારા ઉપર દ્વેષ થઈ ગયો. પછી યુદ્ધને માટે જતાં માનસરોવરના કિનારે પડાવ નાંખ્યો ત્યારે ચકવીને વિરહમાં ઝૂરતી દેખીને તેને કરુણા ઊપજી, અને તે કરુણા જ સખીરૂપ થઇને કુમારને તારી પાસે લઈ આવી; તને ગર્ભ રહ્યો ને કુમાર તો ગુસપણે જ રાવણને મદદ કરવા ચાલ્યો ગયો. મુનિરાજના શ્રી મુખેથી અંજની પ્રત્યે મહા કરુણા ભરેલા અમૃતવચન ખરવા લાગ્યાહું બાલિકા! તે પૂર્વે જિનેન્દ્ર દેવનો અવિનય કરેલો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #48 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪૧] તેથી તારા ઉપર, તું નિર્દોષ હોવા છતાં ઘોર કલંક આવી પડયાં; પૂર્વે નિંધ કર્મ કરવાથી તે આવા મહા દુઃખ પામી.. માટે ફરીને આવું નિંદ્ય કર્મ કદી ન કરજે. સંસાર સમુદ્રથી તારણહાર એવા શ્રી જિનેન્દ્રદેવની તું ભક્તિ કર. આ પૃથ્વીમાં જે સુખ છે તે સર્વ જિનભક્તિના પ્રતાપથી થાય છે. આ પ્રમાણે શ્રી મુનિરાજ પાસેથી પોતાના પૂર્વભવની વાત સાંભળીને અંજની વિસ્મય પામી અને પોતાના કરેલા અપરાધને નિંદતી થકી ધણો પશ્ચાત્તાપ કરવા લાગી. ત્યારે શ્રી મુનિરાજે કહ્યું –હે પુત્રી! તું શાંત થા અને તારી શક્તિપૂર્વક જિનધર્મનું સેવન કર. પરમ ભક્તિપૂર્વક શ્રી જિનેન્દ્રદેવની તથા સંત-મુનિઓની ઉપાસના કર. પૂર્વે તે એવું નિંધ કર્મ કર્યું કે તું અધોગતિમાં જાત, પરંતુ સંયમશ્રી આર્યાએ ધર્મોપદેશરૂપી હસ્તાવલંબન દઇને તને કુગતિમાં પડતાં બચાવી. હવે થોડા વખતમાં તું પરમ સુખ પામીશ, તારો પુત્ર દેવોથી પણ ન જિતાય એવો મહા પરાક્રમી થશે, હવે થોડા દિવસોમાં જ તને તારા પતિનો મેળાપ થશે. માટે હું ભવ્યા! તું તારા ચિત્તમાંથી ખેદ છોડી દે અને પ્રમાદરહિત થઇને ધર્મક્રિયામાં ઉદ્યમી થા. શ્રી મુનિરાજના આવા વચન સાંભળીને અંજની તથા વસંતમાલા બહુ જ પ્રસન્ન થઈ, આનંદથી તેમનાં નેત્રો ફૂલી ગયા. “અહો! આ ઘોર વનમાં આપ અમને ધર્મપિતા મળ્યા, આપનાં દર્શનથી અમારાં દુઃખ દૂર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #49 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪૨] થઈ ગયાં, આપ પરમ શરણભૂત છો ” –એમ કહીને વારંવાર નમસ્કાર કરવા લાગી. શ્રી મુનિરાજ તેમને ધર્મનો ઉપદેશ દઇને આકાશમાર્ગે વિહાર કરી ગયા. અંજની પોતાના પૂર્વ ભવની વાત સાંભળીને પાપકર્મથી અત્યંત ભયભીત થઈ અને ધર્મમાં સાવધાન થઈ. “આ ગુફા મુનિના બિરાજવાથી પવિત્ર થઈ ' એમ સમજીને બને સખીઓ ત્યાં જ રહેવા લાગી, અને પુત્રના પ્રસવની રાહ જોવા લાગી. હવે અંજની પોતાની સખી સહિત ગૂફામાં રહે | છે.. ધર્મનું ચિંતન કરે છે, વૈરાગ્ય ભાવનાઓ ભાવે છે, દેવ-ગુરુની ભક્તિ કરે છે. વસંતમાલા વિદ્યાના બળથી ખાન-પાન વગેરે મનવાંછિત સામગ્રી મેળવી લ્ય છે. મુનિના ધ્યાનથી પવિત્ર થયેલી ગુફાને વિષે | શ્રી મુનિસુવ્રતનાથ તીર્થંકરની પ્રતિમા પધરાવીને બન્ને * Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #50 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪૩] સખીઓ સુગંધી દ્રવ્યોથી ભક્તિપૂર્વક પૂજા કરે છે. વસંતમાળા અનેક પ્રકારના વિનોદ વડે અંજનીને પ્રસન્ન રાખે છે. બન્નેના ચિત્તમાં એક જ ચિંતા છે કે પ્રસૂતિ સુખપૂર્વક થઈ જાય. - સાંજ પડી. સંધ્યાનો રાતો રંગ એવો છવાઈ ગયોજાણે કે હમણાં ક્રોધે ભરેલો સિંહ આવશે! થોડી વારમાં, જાણે કે હોનહાર ઉપસર્ગને સૂચવતી હોય-એમ અંધકાર ભરેલી રાત આવી પહોંચી. ભયના માર્યા પશુ-પંખી ચૂપ થઈ ગયા. ક્યારેક ક્યારેક શિયાળીયાની એવી ભયાનક ચીસો થીત-કે જાણે આવી રહેલા ઉપસર્ગના ઢોલ વાગતા હોય ! આવી અંધારી રાતે અંજની અને તેની સખી વાતચીત કરતાં ગૂફામાં બેઠા છે. ત્યાં તો ગૂફાના બારણે ભયંકર ગર્જના કરતો એક સિંહ આવ્યો. તેની ગર્જનાથી આખી ગૂફા એવી તો ગાજી ઊઠી... જાણે કે ભયને લીધે પર્વત જ રોવા માંડ્યો હોય. સિંહનો અવાજ સાંભળીને અંજનીએ એવી પ્રતિજ્ઞા કરી કે જો આ ઉપસર્ગથી મારું શરીર છૂટી જાય તો મારે અનશન-વ્રત છે, ઉપસર્ગ ટળે તો ભોજન લેવું સખી વસંતમાલા અંજનીની રક્ષા માટે એકદમ વ્યાકુળ થઈને, હાથમાં તલવાર લઇને પંખીની જેમ આમતેમ ભમે છે, ઘડીકમાં આકાશમાં જાય છે ને ઘડીકમાં જમીન ઉપર આવે છે.-એ પ્રમાણે બન્ને સખીઓ ભયથી કંપાયમાન થઈ ગઈ. ત્યારે, તે ગૂફામાં રહેતા મણિચૂલ નામના ગંધર્વદેવની રત્નચૂલા નામની સ્ત્રીને અત્યંત દયા આવી અને તે કહેવા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #51 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪૪] લાગી: હે દેવ! જાઓ, આ બન્ને સ્ત્રીઓ સિંહના ભયથી અત્યંત વિહળ બની ગઈ છે, એ બન્ને ધર્માત્મા છે, માટે તમે તેની રક્ષા કરો. ગંધર્વદેવને પણ દયા ઊપજી અને તરત જ વિઝિયાવડે તેણે અષ્ટાપદનું રૂપ ધારણ કર્યું સિંહ અને અષ્ટાપદની લડાઈના મહા ભયાનક શબ્દો થવા લાગ્યા. અંજની હૃદયમાં ભગવાનનું ધ્યાન ધરવા લાગી. વસંતમાલા સારસની જેમ વિલાપ કરવા લાગી. હું અંજના ! પહેલાં તો ધણીના વિયોગથી તું દુઃખી થઇ, કોઈ પ્રકારે ધણીનું આગમન થયું ને ગર્ભ રહ્યો તો સાસુએ વગર સમયે તારા ઉપર કલંક નાંખીને તેને ઘરમાંથી કાઢી મૂકી, માતા-પિતાએ પણ ન રાખી તેથી મહા ભયાનક વનમાં આવી; અહીં પુણ્યના યોગથી મુનિરાજના દર્શન થયા, મુનિએ પૂર્વભવ કહીને વૈર્ય બંધાવ્યું અને ધર્મોપદેશ દઇને આકાશમાર્ગે ચાલ્યા ગયા; પ્રસૂતિ માટે તું આ ગૂફામાં રહી, તો હવે આ સિંહુ મોટું ફાડીને તને ખાઈ જવા આવ્યો છે. હાય ! હાય! આ રાજપુત્રી નિર્જનવનમાં મરણ પામી રહી છે... અરે ! આ વનના દેવતા દયા કરીને એની રક્ષા કરો. મુનિએ કહ્યું છે કે હવે તારા બધાં દુઃખો દૂર થશે, -એ મુનિનાં વચન અન્યથા કેમ હોય? -એમ વિલાપ કરતી કરતી વસંતમાલા ઝૂલાની જેમ આમથી તેમ ઘૂમે છે, ઘડીકમાં અંજનીની પાસે આવે છે ને ઘડીકમાં બહાર જાય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #52 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૪૫] આ તરફ ગંધર્વદવ કે જેણે અષ્ટાપદનું રૂપ ધારણ કર્યું હતું તેણે પંજાની ઝપટ વડે સિંહને ભગાડી મૂકયો; સિંહ ભાગી જતાં તે દેવ પણ પોતાના સ્થાને ચાલ્યો ગયો. –એ રીતે સિંહ અને અષ્ટાપદ બન્ને ક્ષણમાત્રમાં અલોપ થઈ ગયા. સિંહ અને અષ્ટાપદના યુદ્ધનું આ સ્વપસમાન વિચિત્ર ચારિત્ર દેખીને વસંતમાલાને આશ્ચર્ય થયું, અને ઉપસર્ગ દૂર થયો જાણીને તે ગૂફામાં અંજનીસુંદરી પાસે આવી અને અત્યંત કોમળ હાથ ફેરવીને તેને આશ્વાસન આપવા લાગી, જાણે નવો જન્મ થયો હોય તેમ હિતની વાત કરવા લાગી. ગૂફામાં બેઠા બેઠા તેઓ ક્યારેક તો ધર્મકથા કરે છે, કયારેક ભગવાનની ભક્તિ કરે છે, કયારેક મુનિરાજને યાદ કરે છે ને કયારેક કુટુંબના વર્તાવને યાદ કરે છે. એમ કરતાં કરતાં લગભગ મધરાત થઈ. ત્યાં અત્યંત મધુર સંગીતનો અવાજ સંભળાયો... આવી મધરાતે આ નિર્જન ગૂફામાં જિનેન્દ્રભક્તિના અદ્ભુત સૂર સાંભળીને બન્નેને આશ્ચર્ય થયું. ને એકચિત્તે સાંભળવા લાગી. જેમ ગરૂડ સર્પને ભગાડે તેમ અષ્ટાપદરૂધારી ગંધર્વદેવ સિંહને ભગાડીને, રાત્રિના શાંત વાતાવરણમાં આનંદપૂર્વક વીણા વગાડીને શ્રી જિનેન્દ્રદેવના ગુણગાન કરતો હુતો. ગંધર્વદવો ગાનવિદ્યામાં પ્રસિદ્ધ છે, રાગના ૪૯ સ્થાનો છે તે બધામાં તેઓ પ્રવીણ છે. તે ગંધર્વદવ અત્યંત પ્રીતિપૂર્વક મધુર નાદથી ભગવાનની સ્તુતિ કરવા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #53 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૪૬] લાગ્યો કે- સર્વજ્ઞ પરમાત્મા શ્રી અરહંતદેવને હું ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું દેવોથી પણ જે પૂજ્ય છે એવા દેવાધિદેવ શ્રી મુનિસુવ્રત ભગવાનના ચરણયુગલમાં ભક્તિપૂર્વક વંદન કરું છું. હે નાથ ! આપ ત્રણ ભુવનમાં શ્રેષ્ઠ છો, મોક્ષમાર્ગના નાયક છો, આપના ચરણના નખની પ્રભા વડે ઇન્દ્રના મુકુટનાં રત્નો પ્રકાશિત થાય છે. હે સર્વજ્ઞદેવ! આપ જ જીવોને પરમ શરણભૂત છો... એ પ્રમાણે જિતેન્દ્ર ભગવાનની અદભુત ભક્તિ સાંભળતાં બન્ને સખીઓનું મન અત્યંત પ્રસન્ન થયું, અને કદી નહિ સાંભળેલો આવો રાગ સાંભળીને તેમને વિસ્મય થયું; તેઓ ગીતની અત્યંત પ્રશંસા કરવા લાગી કે ધન્ય આ ગીત! જિનેન્દ્રદેવના કોઇ ભક્ત આ અત્યંત મનોહર ગીત ગાયું છે. તે સાંભળીને અમારું હૃદય હર્ષથી છવાઈ ગયું છે. વસંતમાલા અંજનીને કહેવા લાગી કે હે સખી! જરૂર અહીં કોઈ દયાવાન દેવ રહે છે કે જેણે અષ્ટાપદનું રૂપ ધારણ કરીને સિહંને ભગાડી મૂકયો અને આપણી રક્ષા કરી; અને તેણે જ આપણા આનંદને માટે આ મનોહર ગીત ગાયું છે. હે દેવી! હે શીલવતી ! તારી દયા તો બધાય કરે છે. જે શીલવાન ધર્માત્મા છે તેને મહાભયંકર વનમાં દેવ પણ મિત્ર થઇ જાય છે. આ ઉપસર્ગના વિનાશથી હવે જરૂર તને તારા પતિનો મિલાપ થશે અને તને અદ્ભુત પરાક્રમી પુત્ર થશે; મુનિઓનાં વચન અન્યથા હોતા નથી. આમ વાતચીત કરતાં કરતાં બન્ને એ રાત વીતાવી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #54 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪૭] સવાર થતાં બન્નેએ ગૂફામાં બિરાજમાન શ્રી મુનિસુવ્રત ભગવાનના પ્રતિમાજીની અતિશય ભાવપૂર્વક સ્તુતિ કરીને પૂજન કર્યું. વસંતમાલા અનેક પ્રકારે અંજનીના ચિત્તને પ્રસન્ન કરે છે, અને કહે છે કે અરે દેવી! જો તો ખરી... તારા પધારવાથી આ વન અને પર્વત પણ મહાન હર્ષ પામ્યા છે, તેથી ઝરણાંના કલકલ નાદથી તેઓ હસી રહ્યા છે, આ વનનાં વૃક્ષો નમ્રીભૂત થઇને જાણેકે તને ફળ અર્પણ કરી રહ્યાં છે, મોર-પોપટ ને એના મધુર શબ્દોથી તારું સ્વાગત કરે છે; માટે હું કલ્યાણરૂપિણી ! હે પુણવંતી ! તું ચિંતાને વશ ન થા, તું પ્રસન્ન રહે, આ વનમાં સર્વ કલ્યાણ થશે અને દેવ પણ તારી સેવા કરશે. તારું શરીર નિષ્પાપ , તારું શીલ નિર્દોષ છે, તેથી આ પક્ષીઓ પણ હર્ષથી તારી પ્રશંસા કરે છે. તારા અહીં બિરાજવાથી આ આખું વન આનંદથી નાચી રહ્યું છે... અને તારા દર્શન કરવા માટે આ સૂર્ય પણ આવી રહ્યો છે... વસંતમાલાની પ્રસન્નતા ભરેલી વાત સાંભળીને અંજની કહેવા લાગી–હે સખી! તું મારી સાથે છે તો મારે બધું કુટુંબ પાસે જ છે, અને તારા પ્રસાદથી આ વન પણ મારે નગર સમાન છે, સંકટમાં જીવને જે સહાય કરે તે જ સાચા બાંધવ છે, અને જે દુઃખદાતાર છે તે બાંધવ નથી પણ શત્રુ છે. હે સખી! આ સંકટમાં તારા સહવાસથી મારું દુઃખ ભૂલાઈ ગયું–આમ એકબીજી સાથે પ્રેમપૂર્વક Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #55 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪૮] વાતચીત કરે છે, ગૂફામાં જ રહે છે, મુનિસુવ્રતનાથ ભગવાનની પૂજા-ભક્તિ કરે છે, વિધાના પ્રભાવથી વસંતમાલા ખાન-પાનની સુંદર સામગ્રી વિધિપૂર્વક બનાવે છે; ગૂફાવાસી ગંધર્વદવ સર્વ પ્રકારે તેમની રક્ષા કરે છે ને વારંવાર વિધવિધ રાગવડ ભગવાનના ગુણગાન સંભળાવે છે. વનનાં હરણ આદિ પશુઓ પણ આ બે સખીઓ સાથે હળીમળી ગયાં છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #56 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪: હનુમાન જન્મ કેટલાક દિવસો બાદ અંજનીને પ્રસૂતિનો સમય આવતાં કહેવા લાગી- હૈ સખી! આજે મને કંઇક વ્યાકુળતા લાગે છે. ત્યારે વસંતમાલાએ કહ્યું: હું દેવી! આ તારે પ્રસૂતિનો વખત છે, માટે તું આનંદિત થા. એમ કહીને તેને માટે કોમળ પલ્લવની શય્યા બનાવી દીધી... અને તેના ઉપર અંજનીએ પુત્રને જન્મ દીધો... જેમ પૂર્વ દિશા સૂર્યને પ્રગટ કરે તેમ અંજનીએ સૂર્ય જેવા તેજસ્વી હનુમાનને પ્રગટ કર્યા. તેનો જન્મ થતાં જ ગુફાનો અંધકાર દૂર થઇ ગયો ને ગૂફા એવી પ્રકાશરૂપ થઇ ગઇ જાણે કે તે સુવર્ણની જ હોય. અંજની પોતાના પુત્રને છાતીએ ચાંપીને દીનતાપૂર્વક કહેવા લાગી: હે પુત્ર! તું આ ગહનવનમાં ઊપજ્યો, અહીં તારા જન્મનો ઉત્સવ હું કઈ રીતે કરું? જો તારા દાદાને ત્યાં કે નાનાને ત્યાં જન્મ થયો હોત તો તારા જન્મનો મોટો ઉત્સવ થાત ! તારા મુખરૂપી ચંદ્રમા જોઇને કોને આનંદ ન થાય ? પણ હું મંદભાગિની સર્વ વસ્તુ રહિત છું તેથી શું ઉત્સવ કરું? હે પુત્ર! અત્યારે હું બીજું તો કંઇ કરવા સમર્થ નથી, પરંતુ –જીવોને બધી વસ્તુઓ કરતાં દીર્ઘાયુ હોવું દુર્લભ છે તેથી તને આશીર્વાદ આપું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #57 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૫૦] છું કે હે પુત્ર! તું ચિરંજીવી હો !.... તું છે તો મારે બધુંય છે. આ પ્રાણ હરી નાંખે એવા મહા ગહન વનની વચ્ચે પણ હું જીવું છું તે તારા પુણ્યપ્રભાવથી જ જીવું છું. અંજનીનાં આવાં વચનો સાંભળીને વસંતમાલા કહેવા લાગી-હે દેવી! તું પ્રસન્ન થા, તું કલ્યાણરૂપ છો કે આવો પુત્ર પામી. તારો પુત્ર સુંદર લક્ષણોથી શોભે છે, તે મહાનઋદ્ધિનો ધારક થશે. અને વળી મુનિરાજનું વચન છે કે આ ચરમશરીરી છે, આના જન્મથી તારી કુંખ ઉજ્વળ થઈ. આ બાળક મહા તેજસ્વી છે, તેના પ્રભાવથી બધું સારું થશે. માટે તું નકામી ચિંતા ન કર... પુત્રને દેખીને પ્રસન્ન થા. જો તો ખરી, આ વન પણ તારા પુત્રનો ઉત્સવ ઊજવી રહ્યું છે, વૃક્ષો અને પુષ્પો પુલકિત થઇને હુસી રહ્યાં છે, વેલડીઓ હર્ષથી ડોલી રહી છે, મોરલા નાચે છે, ભમરાઓ મધુર ગીત ગાય છે... આ હરણીઓ પણ તારા પુત્રને વાત્સલ્યથી નીહાળી રહી છે. તારા પુત્રના જન્મોત્સવથી આખું વન પ્રફુલ્લિત થઇને લસલસાટ કરી રહ્યું છે... બને સખીઓ આ પ્રમાણે વચનાલાપ કરી રહી છે... ત્યાં તો વસંતમાલાએ આકાશમાં સૂર્ય જેવું તેજસ્વી એક વિમાન આવતું દિખ્યું અને પોતાની સ્વામિનીને તે વાત કરી. વિમાનને જોતાં જ અંજની ભયભીત થઈને શંકા કરવા લાગી કે અરે ! આ વળી કોઇ નિષ્કારણ વેરી મારા પુત્રને લઈ જવા આવ્યો છે? –કે આ તો મારો કોઈ ભાઈ છે? અંજનીનો પોકાર સાંભળીને વિદ્યાધરને દયા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #58 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ પ ] આવી તેથી તેણે ગૂફાના દ્વાર પાસે પોતાનું વિમાન થંભાવ્યું; અને પોતાની સ્ત્રી સહિત વિનયપૂર્વક ગુફામાં પ્રવેશ કર્યો. તેમને દેખીને વસંતમાલાએ આદર આપ્યો. જેનું ચિત્ત પવિત્ર છે એવો તે વિદ્યાધર થોડીવાર વિનયપૂર્વક બેઠો, અને પછી ગંભીર વચનોથી વસંતમાલાને પૂછવા લાગ્યો કે હું બેન ! આ સુમર્યાદાને ધરનારી બાઈ કોણ છે? તે કોની પુત્રી છે? –કોને પરણી છે? કયા કારણે આ મહાવનમાં રહે છે? કોઇ મોટા ઘરની પુત્રી શા કારણે બધા કુટુંબથી વિખૂટી પડી ગઈ છે? રાગ-દ્વેષરહિત ઉત્તમ જીવોને પણ આ જગતમાં પૂર્વ કર્મથી પ્રેરાઇને વિના કારણે વેરીઓ જાગે છે; આ બાઈ પણ ધર્માત્મા દેખાય છે તેના ઉપર આવાં સંકટ કેમ આવ્યાં? વિદ્યાધરે સ્નેહપૂર્વક એ પ્રમાણે પૂછતાં, દુઃખના ભારથી જેનો કંઠ રૂંધાઈ ગયો છે એવી વસંતમાલા આંસુ સારતી કષ્ટપૂર્વક કહેવા લાગીહે મહાનુભાવ! આપનાં વચનથી જ આપના મનની શુદ્ધતા જણાઇ આવે છે. જેમ દાહુનાશક ચંદનવૃક્ષની છાયા પણ સુંદર લાગે છે તેમ આપના જેવા ગુણવાન પુરુષોની છાયા હૃદયના ભાવ પ્રગટ કરવાનું સ્થાન છે, આપના જેવા પુરુષોને કહેવાથી દુ:ખ નિવૃત થાય છે, આપ દુ:ખ હરનારા છો; સજ્જન પુરુષોનો સ્વભાવ જ આપદામાં સહાય કરવાનો છે. આપને અમારું દુઃખ સાંભળવાની ઇચ્છા છે તો સાંભળો! –આ અંજનાસુંદરી છે, તે પૃથ્વી પર પ્રસિદ્ધ મહેન્દ્ર રાજાની પુત્રી છે; પ્રફ્લાદ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #59 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ પર] રાજાના પુત્ર પવનંજયની તે સ્ત્રી છે. એકવાર પવનકુમાર રાવણની મદદે જતો હતો, ત્યાં માનસરોવરથી ગુપ્તપણે પાછો અંજની પાસે આવ્યો, અંજનીને તેનાથી ગર્ભ રહ્યો. તેની સાસુ કુર સ્વભાવની, નિર્દય અને મહા મૂર્ખ હતી, તેના ચિત્તમાં સંદેહ થતાં અંજની ઉપર ખોટું કલંક મૂકીને તેને તેના પિતાને ત્યાં મોકલી દીધી, તેના પિતાએ પણ અપકીર્તિના ભયથી તેને ન સંઘરી, તેથી તે વનમાં ચાલીમોટા કુળની પુત્રી અત્યારે નિરાશ્રયપણે આ વનમાં મૃગીની જેમ રહે છે. આ અંજની સર્વ દોષરહિત મહાસતી શીલવંતી નિર્વિકાર છે, ધર્માત્મા છે; હું એની સેવા કરું છું, હું એની આજ્ઞાકારિણી સેવિકા છું, એની વિશ્વાસપાત્ર સખી છું ને મારા ઉપર એની ઘણી કૃપા છે. આજે આ ગૂફામાં એને પ્રસૂતિ થઈ છે. આ અનેક ભયથી ભરેલા વનમાં આને કોણ જાણે કઇ રીતે સુખ થશે !! હે રાજન્! મેં આનો વૃત્તાંત તમને સંક્ષેપથી કહ્યો, બધાં દુઃખની કથા તો કયાંસુધી કહેવી? આ પ્રમાણે, અંજનીના દુઃખરૂપ આતાપથી પીગળીને વસંતમાલાના હૃદયમાં રહેલો સ્નેહું વચનદ્વારા બહાર નીકળી ગયો. વસંતમાલાની કરુણ કથની સાંભળીને, વિદ્યાધર રાજા સ્નેહપૂર્વક કહેવા લાગ્યો- હે ભવ્યા! હું પ્રતિસુર્ય, હનુ હું દ્વિીપનો રાજા છું, આ અંજની મારી ભાણજી થાય છે, મેં ઘણા દિવસે દેખી તેથી ન ઓળખી. -એમ કહીને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #60 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૫૩ ] અંજનીની બાલ્યાવસ્થાનો બધો વૃત્તાંત ગગદ વાણીથી કહ્યો ને અશ્રુપાત કરવા લાગ્યો. અંજની પણ તેને પોતાના મામા જાણીને ભેટી પડી ને રુદન કરવા લાગી, આંસુના બહાને તેનું બધું દુ:ખ નીકળી ગયું, લોકમાં એવી રીત છે કે દુ:ખ પ્રસંગે પોતાના હિતુને દેખતાં રુદન આવી જાય. અંજની રૂએ છે, રાજા પણ રૂએ છે, તેની રાણી પણ રૂએ છે, વસંતમાલા પણ અત્યંત રૂએ છે. એ બધાના રુદનથી ગૂફા એવી ગૂંજવા લાગી-જાણે કે પર્વત પણ રડતો હોય! નિર્ઝરણાં જાણે કે અશ્રુપાત કરતાં હોય ! રુદનના ધ્વનિથી આખું વન છવાઈ ગયું... આખું વન જાણે કે રડતું હોય! હરણ આદિ વનના જીવો પણ તેમની સાથે રુદન કરવા લાગ્યા. થોડીવારે પ્રતિસૂર્ય રાજા શાંત થયા, અંજનીને પણ શાંત પાડીને તેનું મુખ ધોવરાવ્યું. વન પણ, જાણે કે તેમની વાત સાંભળવા ઈચ્છતું હોય તેમ શાંત થઈ ગયું. પહેલા તો અંજની પ્રતિસૂર્યની રાણી સાથે વાતચીત કરવા લાગી; મહાપુરુષોની એ રીત છે કે દુ:ખમાં પણ પોતાનું કર્તવ્ય ચૂકતા નથી. પછી અંજની પોતાના મામાને કહેવા લાગી-હૈ પૂજ્ય ! આ પુત્રનો સમસ્ત વૃત્તાંત જ્યોતિષીઓને પૂછો. ત્યારે સાથેના જ્યોતિષીને રાજાએ પૂછ્યું; જ્યોતિષી કહેવા લાગ્યો કે આ બાળકના જન્મની વેળા બતાવો. વસંતમાલાએ કહ્યું કે આજે અર્ધરાત્રિ વીત્યા બાદ તેનો જન્મ થયો છે. ત્યારે લગ્ન સ્થાપીને બાળકનાં શુભ લક્ષણો જાણીને જ્યોતિષીએ કહ્યું કે આ બાળક મુક્તિનું ભાજન છે, તે ફરીને જન્મ ધારણ Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #61 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૫૪ ] નહિ કરે. ફાગણ વદ અષ્ટમીની તિથિ છે અને શ્રાવણ નક્ષત્ર છે, વળી સૂર્ય, ચંદ્ર વગેરે બધા ગ્રહો ઉત્તમ સ્થાને રહેલા છે ને બળવાન છે; બ્રહ્મયોગ છે, ને શુભમુહૂર્ત છે; તેથી આ બાળક અદ્ભુત રાજ્ય પામશે તેમજ મુક્તિ દેનારું યોગીન્દ્રપદ પામશે. આ રીતે બાળક રાજેન્દ્ર અને યોગીન્દ્ર પદ પામીને અવિનાશી સખને પ્રાપ્ત કરશે. જ્યોતિષીની વાત સાંભળીને બધાને અત્યંત હર્ષ થયો. થોડીવારે પ્રતિસૂર્ય રાજાએ અંજનીને કહ્યું: હે વત્સા! ચાલો, હવે આપણે હનુરુદ્દ દ્વીપે આપણા રાજ્યમાં જઇએ, ત્યાં જઇને આ બાળકના જન્મનો મોટો ઉત્સવ કરશું. અંજનીએ એ વાત સ્વીકારીઃ અને ભગવાનની વંદના કરીને, પુત્રને ગોદમાં લઇને, ગૂફાના અધિપતિ ગંધર્વદેવ પાસેથી ક્ષમા માગીને, પ્રતિસૂર્યના પરિવાર સાથે ગુફામાંથી બહાર નીકળી, ને વિમાન પાસે આવીને ઊભી રહી. તેને જતી દેખીને આખું વન જાણે કે ઉદાસ થઈ ગયું હતું, વનનાં હરણાદિ પશુઓ પણ જાણે કે આંસુભીની આંખે તેને વિદાય આપતાં હોય તેમ મીટ માંડીને તેના તરફ જોઇ રહ્યાં હતાં... ગુફા, વન અને વનનાં પશુડાં પ્રત્યે એકવાર સ્નેહભરી દષ્ટિ કરીને અંજની વિમાનમાં બેઠી... સાથે વસંતમાલા વગેરે બધા બેઠા... અને વિમાન આકાશમાર્ગે ચાલ્યું. વિમાન આકાશમાર્ગે જઇ રહ્યું છે; અંજનીના ખોળામાં એનો બાળક ખેલી રહ્યો છે... ને સૌ વિનોદ કરી રહ્યા Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #62 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ પ પ ] છે.... અચાનક, કુતૂહલતાથી હસતાં હસતાં તે બાળક માતાની ગોદમાંથી ઊછળીને નીચે પર્વત ઉપર જઈ પડ્યો... બાળક પડતાં જ તેની માતા હાહાકાર કરવા લાગી.... બધા હાહાકાર કરવા લાગ્યા... રાજા પ્રતિસૂર્ય બાળકને શોધવા માટે તરત જ વિમાનમાંથી પૃથ્વી ઉપર ઊતર્યો. અંજની અત્યંત દીનતાપૂર્વક એવો વિલાપ કરવા લાગી કે જે સાંભળીને તિર્યંચોનાં મન પણ કરુણાથી કોમળ થઈ ગયાં. હા પુત્ર! આ શું થયું? અરે ! દૈવે આ શું કર્યું? રત્નથી ભરેલું નિધાન બતાવીને મારી પાસેથી તે કેમ હરી લીધું? અરેરે! કુટુંબના વિયોગથી અતિ વ્યાકુળ થયેલી એવી મને, આ બાળક મારા જીવનનો સહારો હતો તે પણ મારા પૂર્વોપાર્જિત કર્મોએ છીનવી લીધો ! હાય પુત્ર! તારા વિના હવે હું શું કરું!–એ પ્રમાણે માતા તો વિલાપ કરી રહી છે. આ તરફ, પુત્ર (હનુમાન) જે પથ્થરની શિલા ઉપર પડ્યો તે પથ્થરના હજારો ટૂકડા થઈ ગયા ને મોટો અવાજ થયો. રાજા પ્રતિસૂર્ય જઇને જુએ છે તો બાળક તો એક શિલા ઉપર આનંદથી બિરાજી રહ્યો છે, પોતાનો અંગૂઠો પોતે ચૂસી રહ્યો છે, એકલો એકલો ક્રિીડા કરે છે ને તેનું મુખ મલકી રહ્યું છે. ચત્તો પડયો પડયો અત્યંત શોભી રહ્યો છે, હાથ-પગ લસલસાટ ચમકી રહ્યા છે; કામદેવપદનો જે ધારક છે એના સુંદર શરીરને શી ઉપમા દેવી? આવી હાલતમાં બાળકને દૂરથી જોતાં જ રાજા પ્રતિસૂર્યને અત્યંત Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #63 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ પ૬] આશ્ચર્ય થયું. જેણે પોતાના મહાન પ્રતાપથી પર્વતના ખેડખંડ કરી નાખ્યા છે, જેનો આત્મા ધર્મથી ભરેલો છે ને જેનું શરીર તેજથી ભરેલું છે, –એવા નિર્દોષ બાળકને આનંદથી ખેલતો જોઇને માતા અંજની પણ ઘણું વિસ્મય પામી અને સ્નેહથી તેને તેડી લીધો, તેનું શિર ચૂંબીને તેને છાતીએ ચાંપી દીધો. ત્યારે રાજા પ્રતિસૂર્ય અંજનીને કહેવા લાગ્યો છે બાલિકા! આ તારો બાળક ઉત્તમ સંસ્થાન અને ઉત્તમ સંહનનને ધરનાર, વજકાય છે, એના પડવાથી પહાડના ચૂરા થઈ ગયા; જ્યાં બાલકપણામાં જ આની દેવોથી અધિક અભુત શક્તિ છે, ત્યાં યૌવનઅવસ્થાની શક્તિનું તો શું કહેવું? ચોક્કસ આ જીવ ચરમશરીરી છે, તદ્દભવમોક્ષગામી છે, તે ફરીને દેહ ધારણ નહિ કરે, આ ભવમાં જ એ સિદ્ધપદને સાધશે. આટલું કહીને અત્યંત પ્રમોદપૂર્વક, પોતાની અનેક સ્ત્રીઓ સહિત રાજા તે બાળકને ત્રણ પ્રદક્ષિણા દઈ હાથ જોડી, શિર નમાવીને નમસ્કાર કરવા લાગ્યો; અને પછી તે પુત્ર સહિત અંજનીને વિમાનમાં બેસાડીને પોતાના નગરમાં લઇ આવ્યો. રાજાના આગમનના સમાચાર સાંભળીને પ્રજાજનોએ નગર શણગારીને સ્વાગત કર્યું. અંજની તથા તેના પુત્ર સહિત રાજાએ નગરમાં પ્રવેશ કર્યો, અને દશે દિશામાં વાજિંત્રના નાદથી વિધાધરોએ બાળકના જન્મનો મોટો ઉત્સવ કર્યો, જેવો સ્વર્ગલોકમાં ઇદ્રની ઉત્પત્તિનો ઉત્સવ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #64 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૫૭ ] દેવો કરે છે તેવો ઉત્સવ કર્યો. પર્વતમાં જન્મ થયો અને વિમાનમાંથી પડતાં પર્વતની શિલાના ચુરા કરી નાંખ્યા તેથી તે બાળકની માતાએ તથા મામાએ તેનું ‘શ્રી શૈલકુમા૨’ એવું નામ પાડયું; અને નુરુહ દ્વીપને વિષે તેનો જન્મોત્સવ થયો તેથી ‘હનુમાન' એવું નામ જગતમાં પ્રસિદ્ધ થયું. આ શ્રી શૈલ અથવા હનુમાન કુમાર હનુષ્હ દ્વીપને વિષે રમે છે, દેવ સમાન તેના શરીરની પ્રભા છે, એની ચેષ્ટા બધાને આનંદરૂપ છે. (આ રીતે હનુમાનના જન્મસંબંધી કથા અહીં પૂરી થઈ. ) ગણધરદેવ રાજા શ્રેણીકને કહે છે કે રાજન્ ! પ્રાણીઓને પૂર્વોપાર્જિત પુણયના પ્રભાવથી, પર્વતોને તોડી નાંખનારું મહા કઠોર વજ્ર પણ પુષ્પસમાન કોમળ થઈને પરિણમી જાય છે, તથા મહા આતાપકારી અગ્નિ પણ ચંદ્રનાં કિરણ જેવો શીતળ બની જાય છે, તેમજ તીક્ષ્ણ તલવારની ધાર પણ મનોહર કોમળ લતા જેવી થઇ જાય છે, આમ જાણીને જે વિવેકી જીવ છે તે મહા દુ:ખદાયી પાપોથી વિરક્ત થઈ જાય છે. આ સાંભળીને હું ભવ્ય જીવો! તમે જિનરાજના ચરિત્રને વિષે અનુરાગી બનો. કેવું છે જિનરાજનું ચરિત્ર? મોક્ષનું સુખ દેવામાં ચતુર છે. આ સમસ્ત જગત મોહને લીધે જન્મ-જરામરણનાં દુ:ખોથી અત્યંત તસાયમાન છે. તે દુ:ખોથી છોડાવીને પરમ મોક્ષસુખ આપવામાં સમર્થ એવા શ્રી જિનેન્દ્ર ભગવાનના વીતરાગી ચરિત્રનું અનુસરણ કરો. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #65 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ' ciાન. ૫: પવનકુમારની વ્યથા ગૌતમ સ્વામી રાજા શ્રેણીકને કહે છે કે હે મગધમંડન ! શ્રી હનુમાનજીના જન્મનો વૃત્તાંત કહ્યો; હવે હનુમાનના પિતા પવનંજયનો વૃત્તાંત સાંભળ. અંજની પાસેથી વિદાય લઇને તરત જ પવનંજય પવનની જેમ શીધ્ર રાવણ પાસે પહોંચ્યો; વણ સાથે યુદ્ધ કરીને ખરદૂષણને તો છોડાવ્યો અને વરુણને બાંધીને રાવણ પાસે લઈ આવ્યો. આથી રાવણ પવનંજય ઉપર પ્રસન્ન થયો. રાવણ પાસેથી વિદાય લઈને પવનકુમાર અંજનીના સ્નેહને લીધે એકદમ ઘર તરફ ચાલ્યો. કુંવર વિજય કરીને આવે છે એવી ખબર પડતાં રાજા પ્રદ્યાદે નગરી શણગારીને તેનું સ્વાગત કર્યું. કુંવરે રાજમહેલમાં આવીને માતા-પિતાને પ્રણામ કર્યા, એક ક્ષણ સભામાં બેસીને સ્નેહપૂર્વક સૌના કુશળસમાચાર પૂછયા, અને પછી તરત જ પ્રસ્ત મિત્રને સાથે લઇને તે અંજનીના મહેલ તરફ ચાલ્યો. -પણ મહેલ પાસે આવતાં, જેમ જીવ વગરનું શરીર ન શોભે તેમ અંજની વગરનો મહેલ મનોહર ન લાગ્યો, તેથી કુંવરનું મન અપ્રસન્ન થઇ ગયું ને પ્રહસ્તને કહેવા લાગ્યો કે હું મિત્ર ! અહીં પ્રાણપ્રિયા અંજની દેખાતી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #66 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૫૯] નથી, તો તે ક્યાં હશે? એના વગરનો આ મહેલ વગડા જેવો ખાલીખમ ભાસે છે. માટે તમે પૂછો કે તે ક્યાં છે? પ્રહસ્તે ત્યાંના લોકોને પૂછીને કુંવરને જણાવ્યું કે એના ચારિત્ર ઉપર સંદેહ થવાથી માતાજીએ તેને મહેન્દ્રનગર મોકલી દીધી છે. એ સાંભળતાં જ કુંવરના હૃદયમાં ઘણો ક્ષોભ થયો; અને માતા-પિતાને પૂછયા વિના જ, મિત્રને સાથે લઇને મહેન્દ્રનગર ચાલ્યો; તેનું ચિત્ત ઉદાસ થઈ ગયું. મહેન્દ્ર રાજાના નગરની સમીપ આવતાં તેના મનમાં એમ થયું કે આજે પ્રિયાનો મિલાપ થશે, તેથી પ્રસન્ન થઇને મિત્રને કહ્યું: હે મિત્ર! દેખો, અહીં અંજની સુંદરી બિરાજે છે તેથી આ નગર કેવું મનોહર દીસે છે! જેવા કૈલાસ પર્વતના જિનમંદિરોના શિખર શોભાયમાન છે તેવા આ મહેલનાં શિખર શોભી રહ્યાં છે. એમ વાત કરતાં કરતાં નગરની સમીપે આવી પહોંચ્યા. પવનકુમાર આવે છે” એવા સમાચાર મળતાં જ મહેન્દ્ર રાજા નગરી શણગારીને ઘણા આદરપૂર્વક તેને નગરમાં લઈ આવ્યા. રાજમહેલમાં આવીને કુમાર બેઘડી મહેન્દ્ર રાજા પાસે બેઠો ને પછી સાસુનો મુજરો કરીને, જેને પોતાની પ્રિયા અંજનીને દેખવાની ઘણી અભિલાષા છે એવો તે કુમાર અંજનીના મહેલે આવ્યો. પરંતુ ત્યાં પણ અંજનીને ન દેખતાં અત્યંત વિરહાતુર થઇને કોઇને પૂછયું: હું બાલિકા! અમારી પ્રિયા અંજના ક્યાં છે? ત્યારે તે બાળિકા બોલી- “હે દેવ! અહીં તમારી પ્રિયા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #67 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૬૦]. નથી; તમારી પ્રિયાને તો એના પિતાએ વનમાં કાઢી મૂકી છે!' એ વાત સાંભળતાં જ વજાઘાતથી કુમારનું હૃદય ચૂરચૂર થઇ ગયું, કાનમાં જાણે ગરમ રસ રેડાયો, તેના હોસકોસ ઊડી ગયા ને જીવરહિત મૃતક શરીર જેવા તેના હાલ થઇ ગયા, શોકના દાહથી તેનું મુખ એકદમ કરમાઈ ગયું. એ પ્રમાણે હતાશ થયેલો કુંવર તરત જ મહેન્દ્રનગર છોડીને સ્ત્રીની તપાસ માટે પૃથ્વીને વિષે ભ્રમણ કરવા લાગ્યો, -જાણે કે વાયુકુમારને વાયુ લાગ્યો. પ્રહસ્ત મિત્ર પણ તેને અત્યંત આતુર દેખીને તેના દુ:ખથી ઘણો દુ:ખી થયો, ને તેને કહેવા લાગ્યો-હે મિત્ર! તમે ખેદખિન્ન કાં થાઓ! બૈર્ય ધારણ કરીને તમારું ચિત્ત નિરાકુળ કરો. આ પૃથ્વી કેવડીક મોટી છે !! -પૃથ્વીમાં જ્યાં હશે ત્યાંથી ગમે તેમ કરીને આપણે એને શોધી કાઢશું. કુમારે કહ્યું- હે મિત્ર! તમે તો આદિત્યપુર મારા પિતા પાસે જાઓ, અને સકલ વૃત્તાંત જણાવીને તેમને કહેજો કે જો મને મારી પ્રિયા નહિ મળે તો હું જીવી નહિ શકું! હું પૃથ્વીમાં ચારે કોર તપાસ કરું છું ને તમે પણ બધો બંદોબસ્ત કરો. કુંવરની આજ્ઞા પ્રમાણે પ્રહસ્ત મિત્ર તો આદિત્યપુર તરફ વિદાય થયો.... અને આ બાજા પવનકુમાર એકલો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #68 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૬૧] અંબરગોચર નામના હાથી ઉપર ચઢીને અંજનીને શોધવા પૃથ્વી ઉપર વન-જંગલમાં ચારેકોર વિચરવા લાગ્યો. એના મનમાં અનેક પ્રકારની ચિંતાઓ થવા લાગી કે: અરે, એ કોમળ શરીરવાળી અંજની શોકના સંતાપથી કયાં ગઈ હશે ! સદાય મારું જ ધ્યાન તેના હૃદયમાં હતું, એ બિચારી વિરહના તાપથી જલતી આ વિષમ વનમાં કઈ તરફ ગઈ હશે! એ સત્ય બોલનારી, નિષ્કપટ, ધર્મને ધારણ કરનારી અને ગર્ભના ભાર સહિત, કદાચિત એની વસંતમાલા સખીથી વિખૂટી પડી ગઈ હશે !એ પતિવ્રતા, શ્રાવિકાના વ્રત પાળનારી રાજકુમારી શોકને લીધે આંધળી તો નહિ થઈ ગઈ હોય ને! અથવા વિકટ વનમાં ભૂખી-તરસી ભટકતી કોઈ અજગર ભરેલા ઊંડા કૂવામાં તો નહિ પડી હોય ને! અથવા દુષ્ટ પશુઓના ભયંકર અવાજ સાંભળીને એ નિર્દોષ ગર્ભવતીના પ્રાણ તો નહિ છૂટી ગયા હોય ! પવનકુમાર વનમાં આમતેમ ઘૂમતો ચિંતા કરે છેઃ- મને પ્રાણથી પણ અધિક વહાલી અંજની આ ઘોર અરણ્યમાં પાણી વગર ગળું રૂંધાવાથી પ્રાણરહિત થઈ ગઈ હશે ? કદાચિત ગંગા નદી ઊતરતાં એ ભોળી રાજબાળા પાણીમાં તણાઈ ગઈ હશે? અથવા અનેક કાંટાઓથી તેને કોમળ ચરણ વિંધાઈ ગયાં હશે તેથી તેનામાં એક પગલુંય ચાલવાની તાકાત નહિ હોય ! કોણ જાણે શું દશા થઈ હશે? કદાચિત્ અતિદુઃખને લીધે ગર્ભપાત થઈ ગયો હશે ને તેથી તે જિનધર્મને સેવનારી સતી મહા વિરક્તભાવથી અજિંકા થઈ ગઈ હશે! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #69 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates L S૨ | : - - -એ પ્રમાણે ચિંતવન કરતો કરતો પવનકુમાર વનજંગલોમાં ફરે છે. ફરતાં ફરતાં તે જ ગૂફાની પાસે આવ્યો કે જેમાં અંજની રહેતી હતી. કુમારે ગૂફામાં જઈને જોયું ત્યાં તો મુનિસુવ્રતનાથ ભગવાનની પ્રતિમા દીઠી... એને જોતા જ કુમારને વિસ્મય થયું. ભક્તિપૂર્વક જિનેન્દ્રભગવાનના દર્શન કરીને સ્તુતિ કરવા લાગ્યોઃ હે વીતરાગ જિનેન્દ્રદેવ! આપના ચરણકમળમાં મારા નમસ્કાર છે.. હે નાથ ! આપ સુખી છો, આપ જ જગતના જીવોને શરણભૂત છો. હે સર્વજ્ઞપિતા! આ સંસારમાં સંયોગવિયોગથી આકુળ થયેલા જીવો, હૃદયમાં આપનું ધ્યાન ધરતાં પરમ શાંતિ પામે છે... એમ સ્તુતિ કરીને ગૂફામાં બેસીને ભગવાનનું ધ્યાન કરવા લાગ્યો. થોડીવારે ગૂફામાંથી બહાર આવીને વિચાર કરવા લાગ્યો કે અહીં આ પ્રતિમા ક્યાંથી? – આ ગૂફામાં આ કોણે સ્થાપી હશે? અંજની તો અહીં રહેતી નહિ હોય! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #70 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૬૩] જરૂર તે અહીં જ રહી હશે.. એ જિનેન્દ્રભગવાનની પરમ ભક્ત, –તેણે જ દર્શન-પૂજન માટે આ જિનપ્રતિમા અહીં સ્થાપી હશે. અહો ! ગમે તેવા સકંટમાં પણ જિનેન્દ્રદેવને કેમ ભૂલાય !! –આમ વિચારતો કુમાર ગૂફામાં તેમજ આસપાસમાં અંજનીને શોધવા લાગ્યો... મોટા અવાજે એના નામનો સાદ પાડવા લાગ્યો.... પણ ક્યાંય અંજનીનો પત્તો ન લાગ્યો. પર્વતમાં અને વન-જંગલમાં ફરી ફરીને પવનકુમારે તપાસ કરી પણ ક્યાંય પોતાની પ્રાણવલ્લભાને ન દેખી તેથી નિરાશ થઇને તે વિરહથી પિડાવા લાગ્યો, આખું જગત એને શૂન્ય જેવું લાગ્યું કે હવે તો મરણનો જ નિશ્ચય કર્યો. ન પર્વતમાં કે ન ગૂફામાં, ન મનોહર વૃક્ષમાં કે ન નદીકિનારે, – ક્યાંય પણ પોતાની પ્રાણપ્રિયા વગર એના મનમાં ચેન નથી પડતું. મોહથી ભાન ભૂલીને પોતાની સ્ત્રીની વાત ઝાડને પણ પૂછે છે કે ક્યાંય મારી પ્રિયાને દીઠી ! પર્વતને પણ પૂછે છે કે અરે પર્વત! તારી કોઈ ગૂફામાં તે મારી અંજનીને સંતાડી છે!! –એ પ્રમાણે ભમતાં ભમતાં ભૂતવર નામના વનમાં આવ્યો. ત્યાં આવીને હાથી ઉપરથી ઊતર્યો અને જેમ મુનિઓ આત્માનું ધ્યાન કરે તેમ તે પોતાની પ્રિયાનું ધ્યાન કરવા લાગ્યો. હથિયાર અને બર જમીન ઉપર નાખી દીધો અને હાથીને કહેવા લાગ્યોઃ હે ગજરાજ! હવે તમે આ વનમાં સ્વચ્છંદપણે વિચરો. હાથી વિનયપૂર્વક પાસે ઊભો છે તેને સંબોધીને કુમાર કહે છે: હું ગજેન્દ્ર! આ નદીકિનારે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #71 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૬૪]. મોટું વન છે તેમાં ચારો ચરજો ને ત્યાં હાથણીઓનું ટોળું છે તેના નાયક થઈને વિચરજો. -પરતું તે હાથી તો કૃતજ્ઞ હતો, સ્વામી પ્રત્યે તેને ઘણો સ્નેહ હતો, તેથી જેમ ભલો ભાઈ પોતના ભાઇનો સંગ ન છોડે તેમ તેણે કુંવરનો સંગ ન છોડ્યો. તે પણ ઉદાસચિત્તે કુંવરની પાસે જ રહ્યો. કુમાર અતિ શોકવંત છે, પ્રિયામાં જ તેનું મન લાગેલું છે, તેથી તે એવો વિકલ્પ કરે છે કે મારી અત્યંત પ્રિય અંજની નો નહિ મળે તો હું આ વનમાંજ પ્રાણત્યાગ કરીશ. આમ વનમાં બેઠોબેઠો અનેક પ્રકારના વિકલ્પોની વ્યાકુળતાથી પવનકુમાર રાત્રિ વીતાવી રહ્યો છે. પવનકુમાર અંજનાના ધ્યાનમાં એવો લયલીન થયો, –શાસ્ત્રકાર કહે છે કે તેણે જેવું અંજનીનું ધ્યાન કર્યું તેવું જ મુક્તિનું ધ્યાન કર્યું હોત તો તત્ક્ષણ તે મુક્તિ પામ્યો હોત! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #72 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬: પવન અને અંજનાનું મિલન આ તરફ કુમારથી જાદો પડીને તેનો મિત્ર પ્રહસ્ત પિતા પાસે ગયો અને તેને સર્વ વૃત્તાંત કહ્યો. એ સાંભળતાં પિતાને શોક થયો, બીજા બધાને પણ શોક થયો. કુંવરની માતા રાણી કેતુમતી પુત્રના શોકથી અત્યંત પીડિત થઇને રોતી-રોતી પ્રસ્તને કહેવા લાગી કે અરે પ્રહસ્ત! તું મારા પુત્રને એકલો છોડીનઆવ્યો તે ઠીક ન કર્યું. પ્રહસ્તે કહ્યું-કુમારે મને અત્યંત આગ્રહ કરીને આપની પાસે મોકલ્યો તેથી હું આવ્યો, હવે હું પાછો ત્યાં જઇશ. માતાએ પૂછયું કે તે કયાં છે! પ્રહતે કહ્યું: જ્યાં અંજની હોય ત્યાં એ હશે. માતાએ પૂછયું: અંજની કયાં છે! પ્રહતે કહ્યું કે તે હું નથી જાણતો. હે માતા! જે વિચાર્યા વગર ઉતાવળથી કામ કરે છે તે પસ્તાય છે. આપના પુત્રે એવો નિશ્ચય કર્યો છે કે જે હું પ્રિયાને ન દેખું તો પ્રાણત્યાગ કરું. એ સાંભળતાં માતા તેમ જ અંતઃપુરની બધી સ્ત્રીઓ રુદન કરવા લાગી; માતા અત્યંત વિલાપ કરે છે કે હાય! મેં પાપિણીએ શું કર્યું? અરે! મેં મહાસતી ઉપર કલંક Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #73 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૬૬ ] લગાડયું, તેથી મારા પુત્રના જીવનનો પણ સંદેહ છે. હું કુરભાવને ધરનારી, મહાવક્ર અને મંદભાગિની, મેં વગર વિચાર્યે કામ કર્યું. આ નગર, આ કુળ, આ વિજયાદ્ઘ પર્વત ને આ રાવણનું લશ્કર-એ કંઈ પણ પવનંજય વગર શોભતું નથી. મારા પુત્ર સમાન બીજું કોણ છે કે જેણે રાવણથી પણ અસાધ્ય એવા વરુણરાજાને ક્ષણમાત્રમાં પકડી લીધો. હા વત્સ ! દેવ-ગુરુની પૂજામાં તત્પર, વિનયવંત, તું કયાં ગયો ? તારા દુ:ખથી હું તસાયમાન છું, હે પુત્ર! તું આવીને મારી સાથે વાત કર ને મારા શોકને દૂર કર. –એમ વિલાપ કરતી તે માથું કૂટવા લાગી. કેતુમતીના આવા વિલાપથી આખા કુટુંબને શોક થયો. પ્રહલાદ પણ અશ્રુપાત કરવા લાગ્યો. છેવટે રાજા પ્રહ્લાદ બધા પરિવારને સાથે લઇને, પ્રહસ્તની આગેવાની માં પુત્રને શોધવા માટે નીકળ્યો; બન્ને શ્રેણીના બધા વિધાધરોને પણ પ્રીતિથી બોલાવીને સાથે લીધા. બધા આકાશમાર્ગે કુંવરને શોધે છે, પૃથ્વીમાં પણ તપાસ કરે છે, ગંભી૨ વન અને જંગલમાં જુએ છે, પર્વતો અને ગુફાઓ પણ તપાસે છે. પ્રહ્લાદનો એક દૂત રાજા પ્રતિસૂર્ય પાસે ગયો ને બધી વાત કરી; તે સાંભળતાં તેને મહા શોક થયો. અને અંજની એ વાત સાંભળીને પહેલાં કરતાં પણ વધારે દુ:ખ પામી. આંખમાં આંસુની ધારા વરસવા લાગી ને રુદન કરવા લાગી કે હા નાથ! મારા પ્રાણના આધાર! મારામાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #74 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૬૭ ] તમારું ચિત્ત લાગેલું છે, તો આ જન્મદુઃખારીને છોડીને તમે કયાં ગયા ? આવો શું કોપ થયો કે બધા વિદ્યાધરોથી અદશ્ય થઇ ગયા! એક વાર આવીને અમૃતવચન બોલો. આટલા દિવસ તો આપના દર્શનની ઈચ્છાથી પ્રાણ ટકાવી રાખ્યા, હવે જો તમારા દર્શન નહિ થાય તો આ પ્રાણ મારે શું કરવાના? મારો મનોરથ હતો કે હવે તો નાથનો સમાગમ થશે, પણ મારો એ મનોરથ તૂટી પડયો. અરેરે! આ મંદાગિનીને કારણે આપ કષ્ટ પામ્યા, આપના કષ્ટની વાત સાંભળતાં મારા પ્રાણ કેમ નથી છૂટી જાતા ? અંજનીને આમ વિલાપ કરતી દેખીને સખી વસંત કહેવા લાગી- હે દેવી! આવાં વચન ન બોલ. તું ધૈર્ય રાખ, તને તારા સ્વામીનો મિલાપ જરૂર થશે. પ્રતિસૂર્ય રાજાએ પણ તેને ઘણો દિલાસો આપ્યો ને કહ્યું કે હે પુત્રી! હું તારા પતિને તરત જ શોધી લાવું છું. –આમ કહીને મનથી પણ ઉતાવળા વિમાનમાં બેસીને આકાશમાર્ગે ચાલ્યો, ને પૃથ્વી ઉપર ઊતરીને ચારેકોર શોધવા લાગ્યો. રાજા પ્રતિસૂર્યની સાથે બન્ને શ્રેણીના વિધાધરો તેમજ લંકાના લોકો પણ યત્નપૂર્વક શોધ કરી રહ્યા છે. બધે તપાસ કરતાં કરતાં ભૂતરુવર વનમાં આવ્યા અને ત્યાં અંબરગોચર હાથીને દેખ્યો. હાથીને જોતાં જ સર્વ વિધાધરોને પ્રસન્નતા થઇ કે જ્યાં આ હાથી છે ત્યાં પવનકુમા૨ હશે, કેમકે પૂર્વે અનેકવાર અમે પવનકુમારને આ ગજરાજની સાથે દેખ્યો છે. વિદ્યાધરો જ્યારે આ અંજનિગિર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #75 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૬૮ ] જેવા હાથીની સમીપ આવ્યા ત્યારે તેને નિરંકુશ દેખીને તેનાથી ડર્યા. અને હાથી પણ વિધાધરોના લશ્કરનો કોલાહલ સાંભળીને મહા ક્ષોભ પામ્યો, તેના કપાળમાંથી મદ ઝરવા લાગ્યો, તે ગાજવા લાગ્યો ને મહા વેગથી કુંવરની આસપાસ આમથી તેમ ઘૂમવા લાગ્યો. જે તરફ હાથી દોડે તે દિશામાંથી વિદ્યાધરો હટી જાય. સ્વામીની રક્ષા કરવા માટે તત્પર એવો તે હાથી સૂંઢમાં તલવાર પકડીને કુંવરની પાસે જ ઊભો છે, કુંવરની સમીપતા છોડીને આઘો ખસતો નથી. તેના ત્રાસને લીધે વિદ્યાધરો નજીક આવી શકતા નથી. છેવટે વિધાધરોએ હાથિણીઓ દ્વારા સ્નેહપૂર્વક તેને વશ કર્યો. અને બધા નજીક આવીને કુવંરને દેખવા લાગ્યાઃ કુંવર તો મૌનથી બેઠો છેજાણે કાષ્ટનું પૂતળું!! વિધાધરોએ અનેક ઉપાય કર્યા, પણ આ તો ચિંતામાં મગ્ન મોન છે, – જેમ ધ્યાનમગ્ન મુનિ કોઈ સાથે ન બોલે તેમ આ પણ કોઈ સાથે બોલતો નથી. પવનંજયના માતા-પિતા આંસુ સારતા તેનું મસ્તક ચૂમીને, અને તેને છાતીએ લગાડીને કેહવા લાગ્યા-હે પુત્ર! હું વિનયવાન ? તું અમને છોડીને અહીં ક્યાં આવ્યો ? રાજમહેલમાં રહેનારા તેં આ ઘોર વનમાં રાત કેવી રીતે વીતાવી ? હે પુત્ર! તું કેમ બોલતો નથી ? –એમ ઘણું કહ્યું તોપણ તે ન બોલ્યો. ત્યારે ‘ આણે મૌનવ્રત ધારીને હવે મરણનો જ નિશ્ચય કર્યો છે' –એમ સમજીને બધા વિદ્યાધરો શોક પામ્યા, ને પિતા સહિત બધા વિલાપ કરવા લાગ્યા. – Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #76 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૬૯] એવામાં રાજા પ્રતિસૂર્ય -અંજીનીના મામા નજીક આવીને બધાને કહેવા લાગ્યા કે શાંત થાઓ, હું વાયુકુમારની સાથે વચનાલાપ કરું છું. –આમ કહીને પવનકુમારને ભેટીને તેના કાનમાં કહેવા લાગ્યા-હું કુમાર, સાંભળો! હું તમને અંજનીનો વૃત્તાંત કહું છું સંધ્યાભ્ર નામના સુંદર પર્વત ઉપર અનંગવિજય નામના મુનિરાજને કેવળજ્ઞાન થતાં ઇંદ્રાદિક દેવો તેમના દર્શને આવ્યા હતા, અને હું પણ ત્યાં ગયો હતો. કેવળીભગવાનની વંદના કરીને પાછા ફરતાં જ્યારે મારું વિમાન એક પર્વતની ગૂફા ઉપર આવ્યું ત્યારે ગૂફામાંથી કોઈ સ્ત્રીના રુદનનો અવાજ સાંભળ્યો; ગૂફામાં જઈને જોયું તો અંજનીને દેખી. મેં તેના વનવાસનું કારણ પૂછયું ત્યારે તેની સખી વસંતમાળાએ બધી વાત કરી. અંજની શોકમગ્ન થઇને રુદન કરતી હતી, તેને મેં બૈર્ય બંધાવ્યું. એ ગૂફામાં એના પુત્રનો જન્મ થયો હતો, તે પુત્રની ક્રાંતિને લીધે ગૂફા જાણે કે સોનાની બનેલી હોય-એવી પ્રકાશરૂપ થઈ ગઈ હતી.... આ વાત સાંભળતાં જ એકદમ હર્ષિત થઈને પવનકુમાર પૂછવા લાગ્યો-અંજની ક્યાં છે ! બાળક તો સુખમાં છેને? પ્રતિસૂર્ય કહ્યું: અંજનીને તેના બાળક સહિત વિમાનમાં બેસાડીને હું મારા રાજ્યમાં-હુનુ હું દ્વીપે લઈ જતો હતો, ત્યાં માર્ગ માં તે બાળક વિમાનમાંથી એકાએક ઊછળીને એક શિલા ઉપર પડ્યો, બાળક પડી જવાની વાત સાંભળતાંજ “હાય ! હાય !' એવા ઉદ્ગાર પવનકુમારના મુખમાંથી નીકળી પડ્યા. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #77 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૭૦] ત્યારે પ્રતિસૂર્ય કહેવા લાગ્યો-અરે કુમાર ! સોચ ન કરો; ત્યારપછી જે વૃત્તાંત થયો તે સાંભળો, –જેથી તમારાં સર્વે દુઃખની નિવૃત્તિ થશે. બાળક પડી જતાં જ મેં વિમાનમાંથી નીચે ઊતરીને જોયું – તો શું દેખ્યું ! આશ્ચર્યની સાથે મેં જોયું કે પર્વતના તો ખંડખંડ થઈ ગયા છે, તે બાળક એક શિલા ઉપર પડ્યો પડ્યો ખેલી રહ્યો છે, એના તેજથી દિશાઓ ઝગઝગી રહી છે. ત્યારે મેં એ ચરમશરીરી બાળકને ત્રણ પ્રદક્ષિણા દઇને નમસ્કાર કર્યા તેની માતા પણ ઘણું વિસ્મય પામી, ને તેનું નામ શ્રી શૈલકુમાર રાખ્યું. વસંતમાલા સખી તેમજ પુત્ર સહિત અંજનીને હું હુનુ હું દ્વીપ લઈ ગયો; ત્યાં પુત્રના જન્મનો ઉત્સવ કર્યો, તેથી તે બાળકનું બીજાં નામ “હનુમાન” પણ પ્રસિદ્ધ થયું. એ પતિવ્રતા અંજની, તેની સખી અને પુત્ર સહિત અમારા નગરમાં આનંદથી બિરાજે છે. આ બધો વૃત્તાંત સાંભળીને પવનકુમારને પ્રસન્નતા થઈ, અને તત્કાળ અંજનીનું અવલોકન કરવા માટે હનુરુહુ દ્વીપ તરફ ચાલ્યા. પ્રતિસૂર્ય રાજાએ બધાનું સ્વાગત કર્યું. જ્યારે કુંવર અંજની પાસે ગયો ત્યારે અંજનીએ લજજાપૂર્વક હનુમાનને તેડીને તેના હાથમાં સોંપ્યો.. અને મુક્તિના દૂત સમાં એ ચરમશરીરી પુત્રને નીહાળતાં માતા અંજની અને પિતા પવન-એ બન્ને પોતાનું જીવનદુ:ખ ભૂલી ગયા, ને ઘણા દિવસે ફરી મિલન થતાં બન્નેને હર્ષ થયો. પ્રતિસૂર્ય રાજાએ વિધાધરોને તો બે મહિના સુધી ઘણા આદરપૂર્વક રાખ્યા, પછી સૌ પોતપોતાના સ્થાનકે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #78 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૭૧] વિદાય થયા; પવનકુમારને આગ્રહ કરીને ત્યાં જ રોક્યો. હનુમાન હુનુન્હ દ્વીપમાં દેવની જેમ રમે છે ને આનંદભરી ચેષ્ટા કરે છે, તેની ચેષ્ટા જોઇને માતા-પિતાને પણ આનંદ થાય છે. એમ કરતાં કરતાં હનુમાન નવયૌવનદશા પામ્યા, કામદેવ હોવાથી તેનું અદ્ભુત રૂપ છે, મહા બળવાન છે, અતિશય બુદ્ધિમાન છે, અનેક મહાન વિધાઓ તેને સિદ્ધ થઈ છે, રત્નત્રયધર્મની પરમ પ્રીતિ છે અને સર્વ શાસ્ત્રોના અભ્યાસમાં પ્રવીણ છે, તથા દેવ-ગુરુ-ધર્મની ઉપાસનામાં સદા તત્પર છે. શ્રી હનુમાનના જન્મની, તથા પવનંજય અને અંજનીના મિલાપની કથા અહીં પૂરી થાય છે. અંતમાં શાસ્ત્રકાર કહે છે કે-શ્રી હનુમાનના જન્મનું વર્ણન તથા પવનંજય-અંજનીના મિલાપની આ અદ્ભુત કથા અનેક રસથી ભરેલી છે; જે જીવ ભાવ ધરીને આ કથા સાંભળશેસંભળાવશે, વાંચશે-વંચાવશે, તેને ધર્મમાં દઢતા થશે અને વેરાગ્યની વૃદ્ધિ થશે; તેને અશુભ કર્મોથી નિવૃત્તિ થશે ને શુભકાર્યોમાં પ્રવૃતિ થશે; તથા અનુક્રમે તેને ધર્મની વૃદ્ધિ થતાં થતાં, જગતમાં દુર્લભ એવા સ્વર્ગ-મોક્ષના સુખની પ્રાપ્તિ થશે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #79 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જો શકય હશે તો, આ કથા પછીનું સતી અંજનાનું જીવન તેમજ “હનુમાનજીનું જીવન' સંકલન કરીને પ્રગટ કરવાની ભાવના છે. -લેખક Please inform us of any errors on Rajesh@AtmaDharma.com