SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૩૫ ] શ્રી મુનિરાજનું ધ્યાન પૂરું થતાં બન્નેએ ફરીને નમસ્કાર કર્યા. શ્રી મુનિરાજ પરમશાંત અમૃતવચન કહેવા લાગ્યા હું કલ્યાણરૂપિણી ! અમને રત્નત્રય ધર્મના પ્રતાપે કુશળ છે. હે પુત્રી ! સર્વે જીવોને પોતપોતાના પૂર્વકર્મના ફળ અનુસાર સંયોગ-વિયોગ થાય છે. દેખો કર્મની વિચિત્રતા! - આ રાજા મહેન્દ્રની પુત્રી અપરાધરહિત, છતાં કુટુંબના લોકોએ તેને કાઢી મૂકી છે. કહ્યા વગર જ સર્વ વૃત્તાન્તને જાણનારા એવા તે મહાજ્ઞાની મુનિરાજને વસંતમાલાએ પૂછયું: હે નાથ! કયા કારણથી આના ભરથાર આટલા બધા દિવસ એનાથી ઉદાસ રહ્યા? અને પછી કયા કારણથી અનુરાગી થયા? તથા આ મહા સુખકારી વનમાં તે કયા કારણે દુ:ખ પામી? અને કયો મંદભાગી જીવ એના ગર્ભમાં આવ્યો કે જેના જીવવાનો પણ સંશય થયો? એ પ્રમાણે પૂછતાં, ત્રણ જ્ઞાનના ધારક સ્વામી અમિતગતિ સર્વ વૃત્તાન્ત યથાર્થ કહેવા લાગ્યા. મહાપુરુષો સહજ વૃત્તિથી પરનો ઉપકાર કરે છે. મુનિરાજ વસંત માલાને કહે છે કે હે પુત્રી ! આના ગર્ભને વિષે ઉત્તમ પુરુષ આવ્યો છે, તેથી પહેલાં તો તેનો પૂર્વભવ સાંભળ; અને ત્યારપછી અંજની પૂર્વભવમાં જે પાપનું આચરણ કરવાના કારણે આવા દુ:ખ પામી–તે વાત સાંભળ. (શ્રી મુનિરાજ હનુમાનનો પૂર્વભવ કહે છે ) જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં મંદિરનગરમાં પ્રિયનંદી નામનો એક ગૃહસ્થ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008404
Book TitleBe Sakhi
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year1962
Total Pages79
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size634 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy