SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩: ઘરત્યાગી...વનવાસી કેટલાક દિવસો બાદ સતી અંજનીને ગર્ભના ચિહ્નો પ્રગટ થયાં; મુખ એવું સફેદ થઈ ગયું-જાણે કે ઉદરમાં આવેલા હનુમાનનો ઉજ્વળ યશ પ્રગટ થયો હોય ! તેનાં લક્ષણોદ્વારા તેને ગર્ભવતી જાણીને સાસુ કેતુમતી પૂછવા લાગી કે તે આ કાર્ય કોની સાથે કર્યું? ત્યારે અંજનીએ હાથ જોડીને પ્રણામ કરીને પતિના આગમનની સમસ્ત હકીકત કહી. પણ સાસુને વિશ્વાસ ન આવ્યો, તે ક્રોધપૂર્વક નિષ્ફર વચનો કહેવા લાગી રે પાપિણી ! મારો પુત્ર તો તારાથી વિરક્ત હતો, તારી છાયા પણ દેખવા ચાહતો ન હતો, તારી વાત પણ સાંભળતો ન હતો, તો માત-પિતાની રજા લઇને રણસંગ્રામમાં વિદાય થયા પછી તે તારા મહેલે કેમ આવે ? હે નિર્લજ્જા ! તને પાપિણીને ધિક્કાર છે. નિંધ ક્રિયા કરીને તેં ઉજ્વળ વંશમાં કલંક લગાડ્યું. આ તારી સખી વસંતમાલાએ તને આવી બુદ્ધિ સુઝાડી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008404
Book TitleBe Sakhi
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year1962
Total Pages79
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size634 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy