________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૩] અંજનીએ પવનકુમારની મુદ્રા અને કડાં બતાવ્યાં, તોપણ સાસુએ ન માન્યું, અને અત્યંત ક્રોધપૂર્વક એક સેવકને આજ્ઞા કરી કે આને સખી સહિત ગાડીમાં બેસાડીને મહેન્દ્રનગરની પાસે છોડી ધો.
દૂર કેતુમતીની આજ્ઞાનુસાર તે સેવક, સખી સહિત અંજનીને ગાડીમાં બેસાડીને મહેન્દ્રનગર તરફ ચાલ્યો. અંજનીનું શરીર અતિશય કંપતું હતું, ભયને લીધે તે સાસુને કાંઈ કહી ન શકી; મહા પવનથી ઊખડી ગયેલી વેલની જેમ તે નિરાશ્રય થઈ ગઈ, દુ:ખના આઘાતથી તેનું હૃદય બળતું હતું, સખી તરફ તેની નજર મંડાયેલી હતી, પોતાના અશુભકર્મોને વારંવાર નિંદતી અગ્રુપાત કરતી હતી, એનું ચિત્ત સ્થિર ન હતું, સાંજના સમયે મહેન્દ્રનગર નજીક પહોંચ્યા, ત્યારે સેવકે હાથ જોડીને અંજનીને કહ્યું- “હે દેવી! આપને અહીં છોડી દેવાની મહારાણીની આજ્ઞા છે, તેમની આજ્ઞાથી મારે આ દુ:ખરૂપ કાર્ય કરવું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com