________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૯] જાઉં! કોણ મારી રક્ષા કરે? માતાએ પણ મારી રક્ષા ન કરી, -એ તો એના પતિને આધીન, તેથી તે શું કરી શકે ? પિતાને હું બાળપણથી જ ઘણી લાડિલી હતી, તેઓ મને ગોદમાં ખેલાવતા, તેમણે પણ વગર પરખે મારો નિરાદર કરી નાંખ્યો. મારી માતાએ મને નવ માસ સુધી ગર્ભમાં ધારણ કરી ને પ્રતિપાલન કર્યું, પરંતુ અત્યારે તે પણ મને આશરો ન આપી શકી. તેના મુખથી એટલું પણ ન નીકળી શક્યું કે આના ગુણ-દોષનો નિર્ણય તો કરો. અરે! એક જ માતાના ઉદરથી ઉત્પન્ન થયેલો મારો ભાઈ, તે પણ મને દુઃખીયારીને ન રાખી શક્યો! જ્યાં માતા-પિતા અને ભ્રાતાની પણ આ હાલત, ત્યાં દૂરના કાકા-બાબા કે પ્રધાનો-સામન્તો ને પ્રજાજનો શું કરી શકે ? એ કોઈનો શો દોષ? -હું અત્યારે દુર્ભાગ્યના દરિયામાં પડી છું, કોણ જાણે કયા અશુભકર્મથી પ્રેરાઇને પ્રાણનાથ આવ્યા ને આ હાલ બન્યા! અરે ! પ્રાણનાથ જતાં જતાં મને કહી ગયા હતા કે તારા ગર્ભની વૃદ્ધિ થતાં પહેલાં તો હું પાછો આવીશ, -હા નાથ! દયાવાન થઇને આપ એ વચન કેમ ભૂલી ગયા! અને સાસુએ પણ પરખ્યા વગર કેમ મારો ત્યાગ કરી દીધો? –જેના શીલમાં સંદેહ હોય તેને પરખવાના તો અનેક ઉપાય છે! અરે, જ્યાં મારો ઉદય જ આવો.ત્યાં કોણ શરણ થાય?
-એ પ્રમાણે અંજની અત્યંત વિલાપ કરવા લાગી... સખીથી તેનો વિલાપ જોઈ ન શકાયો..તેનું વૈર્ય પણ જતું રહ્યું અને અંજનીની સાથે તે પણ રુદન કરવા લાગી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com